Search for a command to run...
6 Aug 1970
બંધનમુક્ત આત્માની નિશાની
6 August 1970 · ગુજરાતી
હમણાં અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થઈને વ્યક્ત દેહનો આધાર લઈને જોઈ રહ્યાં છે, આ અનુભવ કરી રહ્યાં છો? જેમ કોઈ સ્થૂળ સ્થાન પર પ્રવેશ કરો છો એમ આ સ્થૂળ દેહ માં પ્રવેશ કરી આ કાર્ય કરી રહ્યાં છો. એવો અનુભવ થાય છે? જ્યારે ઈચ્છો ત્યારે પ્રવેશ કરો અને જ્યારે ઈચ્છો ત્યારે ન્યારા થઈ જાઓ, એવો અનુભવ થાય છે? એક સેકન્ડમાં ધારણ કરો અને એક સેકન્ડમાં છોડો આ અભ્યાસ છે? જેમ બીજી સ્થૂળ વસ્તુઓ ને જ્યારે ઈચ્છો ત્યારે લો અને જ્યારે ઈચ્છો ત્યારે છોડી શકો છો ને. તેમ આ દેહનાં ભાન ને જ્યારે ઈચ્છો ત્યારે છોડી દેહી અભિમાની બની જાઓ - આ પ્રેક્ટિસ (અભ્યાસ) એટલી સરળ છે, જેટલી કોઈ સ્થૂળ વસ્તુ ની સહજ હોય છે? રચયિતા જ્યારે ઈચ્છે, રચનાનો આધાર લે, જ્યારે ઈચ્છે ત્યારે રચનાનાં આધાર ને છોડી દે, એવાં રચયિતા બન્યાં છો? જ્યારે ઈચ્છો ત્યારે ન્યારાં, જ્યારે ઈચ્છો ત્યારે પ્યારાં બની જાઓ. એટલાં બંધનમુક્ત બન્યાં છો? આ દેહનું પણ બંધન છે. દેહ પોતાના બંધનમાં બાંધે છે. જો દેહ બંધન થી મુક્ત છો તો આ દેહ બંધન નહીં નાખે. પરંતુ કર્તવ્ય નો આધાર સમજી આધાર ને જ્યારે ઇચ્છો ત્યારે લઈ શકો છો એવો અભ્યાસ ચાલતો રહે છે? દેહનાં ભાન ને છોડવાં અથવા એનાથી ન્યારાં થવામાં કેટલો સમય લાગે છે? એક સેકન્ડ લાગે છે? સદૈવ એક સેકન્ડ લાગે છે કે ક્યારેક કેટલી, ક્યારેક કેટલી. (ક્યારેક કેવું, ક્યારેક કેવું) આનાથી સિદ્ધ થાય છે કે હજું સર્વ બંધનો થી મુક્ત નથી થયાં. જેટલાં બંધનમુક્ત એટલાં જ યોગયુક્ત થશો અને જેટલાં યોગયુક્ત હશો એટલી જ જીવનમુક્ત માં ઊંચ પદની પ્રાપ્તિ થાય છે. જો બંધનમુક્ત નથી તો યોગયુક્ત પણ નથી. એને માસ્ટર સર્વશક્તિમાન કહેશું? દેહનાં સંબંધ અને દેહનાં પદાર્થો થી લગાવ મિટાવવો સરળ છે પરંતુ દેહનાં ભાન થી મુકત થવું મહેનત ની વાત છે. હવે કયું બંધન રહી ગયું છે? આ જ. દેહ નાં ભાન થી મુક્ત થઈ જવું. જ્યારે ઈચ્છો ત્યારે વ્યક્ત માં આવો. એવો અભ્યાસ હવે જોર શોર થી કરવાંનો છે. એમ જ સમજો જેમ હમણાં બાપ આધાર લઈને બોલી રહ્યાં છે એ જ રીતે અમે પણ દેહનો આધાર લઈને કર્મ કરી રહ્યાં છીએ. આ ન્યારાપણા ની અવસ્થા પ્રમાણે જ પ્યારા બનવાનું છે. જેટલાંં આ ન્યારાપણાનાં અભ્યાસમાં આગળ હશો એટલાં જ વિશ્વ ને પ્યારા લાગવામાં આગળ હશો. સર્વ સ્નેહી બનવા માટે પહેલાં ન્યારા બનવાનું છે. સર્વિસ કરતાં, સંકલ્પ કરતાં પણ પોતાને અને બીજાઓને પણ એવું લાગવું જોઈએ કે આ ન્યારાં અને અતિ પ્યારાં છે. જેટલાં જે સ્વયં ન્યારાં હશે એટલાં બીજાઓ ને બાપનાં પ્યારાં બનાવી શકશે.
સર્વિસની સફળતાનું સ્વરુપ શું છે? (બધાનાં ભિન્ન-ભિન્ન વિચાર નીકળ્યાં) સર્વિસ ની સફળતાનું સ્વરુપ આ જ છે કે સર્વ આત્માઓને બાપનાં સ્નેહી અને બાપનાં કર્તવ્યમાં સહયોગી અને પુરુષાર્થ માં તે આત્માઓ ને શક્તિરુપ બનાવવાં. આ છે સર્વિસ ની સફળતા નું સ્વરુપ. જે આત્માઓની સર્વિસ કરો તે આત્માઓમાં આ ત્રણેય ક્વોલિફિકેશન (વિશેષતા) પ્રત્યક્ષ રુપમાં જોવામાં આવવી જોઈએ. જો ત્રણેયમાંથી કોઇ પણ ગુણ ની કમી છે તો સર્વિસની સફળતાની પણ કમી છે. સમજ્યાં.
મુખ્ય એક વાત ધ્યાનમાં રાખવાં અને કર્મમાં ધારણ કરવા વાળી કઈ છે, જેનાથી આ સફળતા નાં સ્વરુપ ને પ્રેક્ટિકલ (વ્યવહાર)માં લાવી શકો છો? તે કઈ વાત છે? ખુબ સહજ છે. મુશ્કેલ વાતને ધ્યાન દઈને ધારણ કરો છો અને સહજ વાત ને છોડી દેવાથી સહજ ની ધારણા મોડે થી થાય છે. આ ખબર છે? સમજે છે આ તો કોઈ મોટી વાત નથી. થઇ જશે. પછી થાય છે શું? થઇ જશે, થઇ જશે, કરતાં-કરતાં ધ્યાન થી નીકળી જાય છે. એટલે ધારણા રુપ પણ નથી થતાં. તો તે કઈ એક વાત છે. જો તે વાતને ધારણ કરી લો તો સફળતા સ્વરુપ બની શકો છો. (સાક્ષીપણું) હા આ વાત ઠીક છે. આજે બાપદાદા પણ સાક્ષી અવસ્થાની રાખડી બાંધવા માટે આવ્યાં છે. જો આ સાક્ષીપણા ની રાખડી સદૈવ બાંધેલી હોય તો સર્વિસ ની સફળતા બહુ જલદી નીકળશે. હમણાં જે કર્તવ્યમાં મહિનો લાગે છે તે કર્તવ્યમાં એક કલાક પણ નહીં લાગશે. આ સાક્ષીપણા ની રાખડી બાંધવાની છે. બીજાઓને તો પ્યુરિટી (પવિત્રતા) ની રાખડી બાંધો છો પરંતુ બાપદાદા આજે આ સાક્ષીપણા ની રાખડી બાંધી રહ્યાં છે. જેટલાં સાક્ષી રહેશો એટલાં સાક્ષાત્કાર મૂર્ત અને સાક્ષાત મૂર્ત બનશો. સાક્ષીપણું ઓછું હોવાનાં કારણે સાક્ષાત્ અને સાક્ષાત્કાર મૂર્ત પણ ઓછાં બન્યાં છો. એટલે આ અભ્યાસ કરો. કયો અભ્યાસ? હમણાં-હમણાં આધાર લીધો, હમણાં-હમણાં ન્યારાં થઇ ગયાં. આ અભ્યાસ વધારવો અર્થાત્ સંપૂર્ણતા અને સમય ને સમીપ લાવવો. તો હવે શું પ્રયત્ન કરવાનો છે? સમય અને સંપૂર્ણતા ને સમીપ લાવો. બીજી એક વાત વિશેષ ધ્યાનમાં એ રાખવાની છે કે પોતાનાં રેકોર્ડ ને ઠીક રાખવા માટે સર્વ ને રિગાર્ડ (આદર) આપો. જેટલો જે સર્વ ને રિગાર્ડ આપે છે એટલો જ પોતાનો રેકોર્ડ ઠીક રાખી શકે છે. બીજાઓનો રિગાર્ડ રાખવો, પોતાનો રેકોર્ડ બનાવવો છે. જો રિગાર્ડ ઓછો આપે છે તો પોતાનાં રેકોર્ડ માં કમી કરે છે. એટલે આ મુખ્ય વાત ની આવશ્યકતા છે. સમજ્યાં. જેમ યજ્ઞનાં મદદગાર બનવું જ મદદ લેવી છે તેમ રિગાર્ડ આપવો જ રિગાર્ડ લેવો છે. આપો છો લેવા માટે. એકવાર આપી અનેક વાર લેવાનાં હકદાર બની જાઓ છો. જેમ કહેવાય છે નાનાંઓને પ્રેમ અને મોટાંઓને રિગાર્ડ. પરંતુ બધાને મોટાં સમજી રિગાર્ડ આપવો આ જ સર્વનાં સ્નેહને પ્રાપ્ત કરવાનું સાધન છે. આ વાત પણ વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે. દરેક વાતમાં પહેલાં તમે. આ વૃત્તિ, દૃષ્ટિ અને વાણી તથા કર્મ માં લાવવી જોઈએ. જેટલું પહેલાં તમે કહેશો એટલાં જ વિશ્વનાં બાપ સમાન બની શકશો.
વિશ્વનાં બાપ સમાન નો અર્થ શું છે? એક તો વિશ્વનાં બાપ સમાન બનવું. બીજું જ્યારે વિશ્વ રાજન્ બનશો તો પણ વિશ્વનાં બાપ જ કહેવાશો ને. વિશ્વનાં રાજન્ વિશ્વનાં બાપ છે ને. તો વિશ્વનાં બાપ પણ બનશો અને વિશ્વનાં બાપ સમાન પણ બનશો. શેનાથી? પહેલાં આપ (તમે) કરવાથી. સમજ્યાં.
નિર્માણ બનવાથી પ્રત્યક્ષ પ્રમાણ બની શકશો. નિર્માણ બનવાથી વિશ્વ નું નિર્માણ કરી શકશો. સમજ્યાં. એવી સ્થિતિ ને ધારણ કરવા માટે સાક્ષીપણા ની રાખડી બાંધવાની છે. જ્યારે પહેલાંથી જ સાક્ષીપણા ની રાખડી બાંધીને જશો તો રક્ષાબંધન ની સર્વિસ સફળતાપૂર્વક થશે. સમજ્યાં.
પાર્ટીઓ થી :-
સંમેલન કરી રહ્યાં છો. સંમેલન નો અર્થ શું છે? સર્વ આત્માઓનું મિલન. સર્વ આત્માઓનું મિલન કોનાથી કરાવશો? બાપ થી. આજકાલ સમય કયો છે? સંપૂર્ણતાનો સમય આવવાનો છે તો વર્તમાન સમયનાં પ્રમાણે નિશ્ચિત થયેલ છે. જેમ કલ્પ પહેલાં પણ પુરુષાર્થ નિમિત્તમાત્ર કરાવ્યો હતો. એવું પણ નથી કે પુરુષાર્થ આજે અને પ્રાપ્તિ ક્યારેક થઇ જશે. ના. હમણાં-હમણાં પુરુષાર્થ હમણાં-હમણાં પ્રાપ્તિ. એવો પુરુષાર્થ છે? જ્યારે સ્વયં પ્રાપ્તિ સ્વરુપ બનશો ત્યારે અન્ય અનેક આત્માઓ ને પ્રાપ્તિ કરાવી શકશો. જો સ્વયં પ્રાપ્તિ સ્વરુપ નહીં હશો તો બીજાઓને કેવી રીતે પ્રાપ્તિ કરાવી શકશો? હમણાં નહીં કરાવશો તો ક્યારે કરાવશો. સંભળાવ્યું હતું ને કે “ક્યારેક” શબ્દ પણ ખતમ. દરેક વાત માં “હમણાં” હોય. આટલું પરિવર્તન વાણી, કર્મ અને સંકલ્પ માં લાવવાનું છે. સંકળ્પ માં પણ આ ન આવે કે ક્યારેક કરી લઇશું કે ક્યારેક થઇ જશે. ના. હમણાં થઈ જ જશે. એવું પરિવર્તન કરવાનું છે ત્યારે સર્વિસ (સેવા) ની સફળતા છે. જો સ્વયં માં જ ક્યારેક હશે તો તમારી પ્રજા પણ કહેશે કે સારું તો ખૂબ લાગ્યું, ક્યારેક કરી લઇશું કે ક્યારેક થઇ જશે. ક્યારેક પર છોડવા વાળા પાછળ ની પ્રજા નાં હોય છે. તો હવે નજીકની પ્રજા બનાવવાની છે. નજીકની પ્રજા બનાવવા માટે નાજુકપણું છોડવું પડશે. નાઝો (નખરાં) થી ચાલવાનું છોડી રાઝો (શાન) થી ચાલવાનું છે. અલબેલાપણું નાજુકપણું હોય છે. જેટલાં-જેટલાં રાઝયુક્ત હશો એટલું-એટલું નાજુકપણું છૂટતું જશે. રુહાનિયત નું એક જ રુપ સદૈવ રહે છે? રુપ બદલવાનાં બદલે આ શરીર નું ભાન છોડવાનું છે, આ પ્રેક્ટિસ માં રહેવાનું છે. શરીર છોડવાનો અભ્યાસ હશે તો રુપ બદલવાનું છૂટી જશે. ભણતરમાં પણ રેગ્યુલર (નિયમિત) થવું મુખ્ય વાત હોય છે. તે પણ ફક્ત આવવામાં નહીં પરંતુ દરેક વાતમાં રેગ્યુલર, જેટલાં રેગ્યુલર એટલાં જ રુલર (શાસક) બનશો. તો શું કરવું પડે? બધી વાતોમાં રેગ્યુલર. અમૃતવેલાએ ઉઠવાથી લઈને દરેક કર્મ, દરેક સંકલ્પ અને દરેક વાણીમાં પણ રેગ્યુલર. એક પણ બોલ એવો ન નીકળે જે વ્યર્થ હોય. આ દુનિયાનાં જે મોટાં વ્યક્તિ છે તે લોકો જ્યારે સ્પીચ (ભાષણ) કરે છે તો તેમનાં બોલવાનાં શબ્દો પણ ફિક્સ (નક્કી) કરાય છે. તમે પણ મોટાં થી મોટાં વ્યક્તિ છો ને. તો તમારાં બોલ પણ ફિક્સ હોવાં જોઈએ. માયાની મિક્સ (મિશ્રણ) ન હોય. આવાં રેગ્યુલર બનવાવાળાની સર્વિસ સફળ થયેલી છે. સંમેલનનું દરેક કાર્ય કરતાં પણ આ ક્યારેય નહીં ભૂલતાં કે અમે વિશ્વની આગળ સાક્ષાત્કારમૂર્ત છીએ. સાક્ષાત્કારમૂર્ત બનવાથી તમારા દ્વારા બાપદાદાનો સાક્ષાત્કાર સ્વતઃ જ થશે. તે ત્યારે કરી શકશો જ્યારે સ્વયં ને જ્ઞાન, યોગ નાં પ્રત્યક્ષ પ્રમાણ બનાવશો જેટલાં સ્વયં ને પ્રત્યક્ષ પ્રમાણ બનાવશો એટલાં બાપ ને પ્રત્યક્ષ કરી શકશો. અચ્છા.