Search for a command to run...
22 Oct 1970
ફુલ (ભરપૂરતા) ની નિશાની - ફ્લોલેસ (ત્રુટિરહિત)
22 October 1970 · ગુજરાતી
માસ્ટર જાની જાનનહાર બન્યાં છો? માસ્ટર નોલેજફુલ (જ્ઞાનવાન) બન્યાં છો? માસ્ટર નોલેજફુલ બનવાથી સર્વ નોલેજ (જ્ઞાન) ને જાણી ગયાં છો? માસ્ટર નોલેજફુલ, માસ્ટર જાની જાનનહાર બની ગયાં છો કે બની રહ્યાં છો? હમણાં સુધી બની રહ્યાં છો. નોલેજફુલ બની ગયાં કે નોલેજફુલ બની રહ્યાં છો? નોલેજફુલ બની રહ્યાં છો કે બ્લિસફુલ (આનંદિત) બની રહ્યાં છો? બની રહ્યાં છો કે બની ગયાં છો? (બની રહ્યાં છીએ) જ્યાં સુધી અંતિમ અવસ્થા સાકાર રુપમાં જોઈ, ત્યાં સુધી નોલેજફુલ, જાની જાનનહાર બન્યાં છો? સાકાર બાપનાં સમાન બનવામાં અંતર રહેલું છે એટલે ફુલ નથી કહેતાં. ક્યાં સુધી ફુલ બનવાનું છે તેમનું એક્ઝામ્પલ (ઉદાહરણ) સ્પષ્ટ છે ને? વધારે માસ્ટર રચયિતાનાં નશામાં રહો છો કે રચનાનાં? કયા નશામાં વધારે સમય રહો છો? આજે આ પ્રશ્ન કેમ પૂછયો? આજે સર્વ રત્નોને જોઈ અને પારખી રહ્યાં હતાં કે ક્યાં સુધી ફ્લોલેસ છો અર્થાત્ ફુલ (ભરપૂર) છો. જો ફુલ નથી તો ફેલ (નપાસ). તો આજે ફુલ અને ફેલ ની રેખા જોઈ રહ્યાં હતા. ત્યારે પ્રશ્ન પૂછ્યો કે ફુલ બન્યાં છો? જેમ બાપની મહિમા છે, બધી વાતોમાં ફુલ છે ને. તો બાળકોએ પણ માસ્ટર નોલેજફુલ તો બનવાનું જ છે. ફક્ત નોલેજ (જ્ઞાન) માં નહીં પરંતુ માસ્ટર નોલેજફુલ. એટલે પ્રશ્ન પણ પૂછ્યો કે માસ્ટર નોલેજફુલ બન્યાં છો? માસ્ટર તો છો ને. માસ્ટર નોલેજ ફુલમાં પણ “ના” હોઈ શકે છે શું? જો તમારાં બે હિસાબ છે તો બાપદાદાનાં પણ બે રહસ્ય છે. આજે એક-એક માં ત્રણ વાતો વિશેષ રુપમાં જોઇ રહ્યાં હતાં. આજે અમૃતવેલા ની દિનચર્યા સંભળાવી રહ્યાં છે કે શું જોઈ રહ્યાં હતાં. આજે બાપદાદાએ એક-એક રત્નમાં ત્રણ વાતો જોઈ. તે કઈ હતી? આ પણ એક ડ્રિલ કરાવે છે.
આજે ત્રણ વાતો એ જોઈ રહ્યાં હતાં - એક તો દરેકની લાઈટ (પ્રકાશ), બીજી માઈટ (શક્તિ) અને ત્રીજું રાઈટ. રાઈટ શબ્દનાં બે અર્થ છે. એક તો યથાર્થ ને રાઇટ કહેવાય છે, બીજું અધિકાર ને રાઈટ કહેવાય છે. રાઈટ, અધિકારી પણ કેટલાં બન્યાં છે અને સાથે-સાથે યથાર્થ રુપ માં ક્યાં સુધી છે. તો લાઈટ, માઈટ અને રાઈટ. આ ત્રણ વાતો જોઈ રહ્યાં હતાં. રીઝલ્ટ (પરિણામ) શું નીકળ્યું તે પણ બતાવે છે. હવે સર્વિસ (સેવા) ખુબ કરી છે ને. તો તે રીઝલ્ટ જોઈ રહ્યાં હતાં. હમણાં સુધી ફક્ત અવાજ ફેલાવવા સુધી રીઝલ્ટ છે. અવાજ ફેલાવવામાં પાસ છો પરંતુ આત્માઓને બાપનાં સમીપ લાવવાનું આહવાન હવે કરવાનું છે. અવાજ ફેલાવ્યો છે પરંતુ આત્માઓનું આહવાન કરવાનું છે. આહવાન કરવું અને બાપનાં સમીપ લાવવાં, આ પુરુષાર્થ હવે રહેલો છે. કારણ કે સ્વયં પણ અવાજ થી પરે રહેવાનાં ઈચ્છુક છો, અભ્યાસી નથી. એટલે અવાજ થી અવાજ ફેલાઈ રહ્યો છે. પરંતુ જેટલાં સ્વયં અવાજ થી પરે થઈને સંપૂર્ણતા નું આહવાન પોતાનામાં કરશો એટલું આત્માઓનું આહવાન કરી શકશો. હમણાં ભલે આહવાન કરો પણ છો પરંતુ રીઝલ્ટ આવાગમન માં છે. આવાગમન માં આવે પણ છે. જાય પણ છે. પરંતુ આહવાન નાં પછી આહુતી બની જાય, તે કામ હવે કરવાનું છે. નોલેજની તરફ આકર્ષિત થાય છે પરંતુ નોલેજફુલ નાં ઉપર આકર્ષિત કરવાનાં છે. હમણાં સુધી માસ્ટર રચયિતા ક્યાંક-ક્યાંક રચનાનાં આકર્ષણ માં આકર્ષિત થઇ જાય છે. એટલે જે જેટલાં અને જેવાં સ્વયં છે એટલાં અને તેવાં જ સબૂત આપી રહ્યાં છે. હજું સુધી શક્તિરુપ, શૂરવીરતા નું સ્વરુપ નયનો અને ચૈનો (ચિત્ત) માં નથી.
શક્તિ અથવા શૂરવીરતાનો ચહેરો એવો દેખાય જે કોઈ પણ આસુરી લક્ષણ વાળા હિંમત ન રાખી શકે. પરંતુ હમણાં સુધી આસુરી લક્ષણ ની સાથે-સાથે આસુરી લક્ષણવાળા ક્યાંક-ક્યાંક આકર્ષિત કરી લે છે. જેને રોયલ માયા નાં રુપમાં તમે કહો છો, વાયુમંડળ એવું હતું. વાયબ્રેશન (પ્રકંપન) એવાં હતાં અથવા સમસ્યા એવી હતી એટલે હાર થઈ ગઈ. કારણ આપવું એટલે જાણે પોતાને કારાગૃહમાં દાખલ કરવું છે. હવે સમય વીતી ચૂક્યો. હવે કારણ નહીં સાંભળશે. ઘણો સમય કારણ સાંભળ્યું. પરંતુ હવે પ્રત્યક્ષ કાર્ય જોવું છે, ન કે કારણ. હવે થોડા સમયની અંદર ધર્મરાજ નું રુપ પ્રત્યક્ષ અનુભવ કરશો. કારણ કે હવે અંતિમ સમય છે. અનુભવ કરશો કે આટલો સમય બાપનાં રુપમાં કારણ પણ સાંભળ્યાં, સ્નેહ પણ આપ્યો, રહેમ પણ કરી, રિયાયત (છૂટ આપી) પણ બહુજ કરી પરંતુ આ દિવસો બહુ જ થોડાં રહી ગયાં છે. પછી અનુભવ કરશો કે એક સંકલ્પ ની ભૂલ થી એક નો સોગુણા દંડ કેવી રીતે મળે છે. હમણાં-હમણાં કર્યુ અને હમણાં-હમણાં એનું ફળ અથવા દંડ પ્રત્યક્ષ રુપમાં અનુભવ કરશો, હવે તે સમય બહુ જલ્દી આવવાનો છે. એટલે બાપદાદા સૂચના આપે છે કારણ કે તો પણ બાપદા બાળકોનાં સ્નેહી છે.
હવે માસ્ટર રચયિતાપણા નો નશો ધારણ કરી રચનાનાં સર્વ આકર્ષણ થી પોતાને દૂર કરતાં જાઓ. બાપ ની આગળ રચના છો પરંતુ હવે સમય એવો આવવાનો છે, જે માસ્ટર રચયિતા, માસ્ટર નોલેજફુલ બની ને તે આકર્ષક પાવરફુલ સ્થિતિમાં સ્થિત નહીં રહો તો રચના બીજાં પણ ભિન્ન-ભિન્ન રંગ-ઢંગ, રુપ વધુ રચશે. એટલે ફુલ (ભરપૂર) બનવા માટે સ્ટેજ પર પૂરી રીતે સ્થિત થઈ જાઓ તો પછી ક્યાંય પણ ફેલ નહીં થશો. હવે બાળપણની ભૂલો, અલબેલાપણાની ભૂલો, આળસની ભૂલો, બેપરવાહીની ભૂલો રહેલી છે. આ ચાર પ્રકારની ભૂલો ને એવી રીતે ભૂલી જાઓ જેમ સતયુગી દુનિયામાં ભૂલી જશો. તો એવું પાવરફુલ શક્તિસ્વરુપ, શસ્ત્રધારી સ્વરુપ, સદા જાગતી જ્યોત સ્વરુપ પોતાનું પ્રત્યક્ષ રુપ દેખાડો. હવે તમારાં પોત-પોતાનાં ભક્તો તમને ગુપ્ત વેશધારી દેવતાઓ ને ફરીથી પામવા માટે તડપી રહ્યાં છે. તમારું સંપૂર્ણ મૂર્ત પ્રત્યક્ષ થશે ત્યારે તો તમારાં ભક્તો પ્રત્યક્ષ રુપ માં પોતાનાં ઇષ્ટ ને પામી શકશે. હમણાં તો અનેક પ્રકારનાં છે. ભલે અવાજ સાંભળશે પરંતુ આ પણ યાદ રાખજો, એક તરફ આસુરી આત્માઓનો અવાજ વધારે જ આકર્ષક તથા ફુલ ફોર્સ (પૂરા જોશ) માં હશે. બીજી તરફ તમારાં ભક્તોનો અવાજ પણ અનેક પ્રકારથી અધિક ફુલ ફોર્સમાં હશે. હવે પ્રત્યક્ષ રુપમાં શું લાવવાનું છે અને શું નથી લાવવાનું તે પણ પારખવું બુદ્ધિનું કામ છે. એટલે હવે રિયાયત (છૂટ) નો સમય ગયો. હવે રુહાનિયત (આધ્યાત્મિકતા) નો સમય છે. જો રુહાનિયત નહીં હશે તો ભિન્ન-ભિન્ન પ્રકારની માયાની રંગત માં આવી જશો. એટલે આજે બાપદાદા ફરી પણ સૂચના આપી રહ્યાં છે.
જેમ મિલેટ્રી (લશ્કર) માર્શલ પહેલાં એક સીટી વગાડે છે પછી છેલ્લી સીટી હોય છે ફાઇનલ (અંતિમ). તો આજે નાજુક સમય ની સૂચના ની ફર્સ્ટ (પહેલી) સીટી છે. સીટી વગાડે છે કે તૈયાર થઈ જાઓ. એટલે હવે પરીક્ષાઓનાં પેપર આપવા માટે તૈયાર થઈ જાઓ. એવું નહીં સમજો બાપદાદા તો અવ્યક્ત છે. અમે વ્યક્ત માં કંઈ પણ કરીએ. પરંતુ ના. દરેક નાં એક-એક સેકન્ડનાં સંકલ્પ નું ચિત્ર અવ્યક્ત વતનમાં સ્પષ્ટ થતું રહે છે. એટલે બેપરવાહ નથી બનવાનું. ઇશ્વરીય મર્યાદાઓમાં બેપરવાહ નથી બનવાનું. આસુરી મર્યાદાઓ અથવા માયા થી બેપરવાહ બનવાનું છે નહીં કે ઈશ્વરીય મર્યાદાઓથી બેપરવાહ બનવાનું. બેપરવાહી નો કંઈક-કંઈક પ્રવાહ વતન સુધી પહોંચે છે. એટલે આજે બાપદાદા ફરીથી યાદ અપાવી રહ્યાં છે. સંપૂર્ણતા ને સમીપ લાવવાની છે. સમસ્યાઓ ને દૂર ભગાવવાની છે અને સંપૂર્ણતા ને સમીપ લાવવાની છે. ક્યાંક સંપૂર્ણતાનાં બદલે સમસ્યાઓને વધારે સામે રાખે છે. સમસ્યાઓનો સામનો કરે તો સમસ્યા સમાપ્ત થઈ જાય. સામનો કરતા નથી આવડતું તો એક સમસ્યા થી અનેક સમસ્યાઓ આવી જાય છે. પેદા થાય અને ત્યાં જ ખતમ કરી દો તો વૃદ્ધિ ન થાય. સમસ્યાઓને તરત સમાપ્ત કરી દેશો તો પછી વંશ પેદા નહીં થશે. અંશ રહે છે તો વંશ થાય છે. અંશ ને જ ખતમ કરી દેશો તો વંશ ક્યાંથી આવશે. તો સમજ્યાં, સમસ્યા નાં બર્થ (ઉત્પત્તિ) ને કંટ્રોલ (નિયંત્રિત) કરવાનું છે. હમણાં ઇશારામાં કહી રહ્યાં છે પછી પ્રત્યક્ષ રુપમાં તમારી સ્થિતિ બોલશે. છૂપાઈ નહીં શકો. જેમ નારદનો ચહેરો સભાની વચ્ચે છુપાઈ શક્યો? હમણાં તો બાપ ગુપ્ત રાખે છે પરંતુ થોડાં સમયનાં પછી ગુપ્ત નહીં રહી શકે. તેમનો ચહેરો ચરિત્ર ને પ્રત્યક્ષ કરશે. જેમ સાયન્સ (વિજ્ઞાન) માં આજકાલ ઇન્વેન્શન (શોધ) કરતાં જાય છે. કોઈ પણ ગુપ્ત ચીજ સ્વતઃ જ પ્રત્યક્ષ થઈ જાય. એવી જ રીતે સાઈલેન્સ (શાંતિ) ની શક્તિ નું પણ સ્વતઃ જ પ્રત્યક્ષ રુપ થઇ જશે. કહેવા કે કરવાથી નહીં થશે. સમજ્યાં.
તો ભવિષ્ય સમયની સૂચના આપી રહ્યાં છે. એટલે હવે નાજુક સમય નો સામનો કરવા માટે નાજુકપણું છોડવાનું છે. ત્યારે જ નાજુક સમયનો સામનો કરી શકશો. અચ્છા. હર્ષિતમુખ રહેવાનો જે ગુણ છે તે પુરુષાર્થબમાં બહુ જ મદદગાર બની શકે છે. જેમ ચહેરો હર્ષિત રહે છે તેમ જ આત્મા પણ સદૈવ હર્ષિત રહે. આ નેચરલ (સ્વધર્મ નાં) ગુણ ને આત્મા માં લાવવાનો છે. સદા હર્ષિત રહેશો તો પછી માયા નું કોઈ આકર્ષણ નહીં થશે. આ બાપ ની ગેરંટી (ખાતરી) છે. પરંતુ તે ત્યારે થશે જ્યારે સદૈવ આત્મા ને હર્ષિત રાખશો. પછી બાપનું કામ છે માયાનાં આકર્ષણ થી દૂર રાખવાનું. આ ગેરેન્ટી બાપ વિશેષ તમારા થી વિશેષ કરી રહ્યાં છે, બધાંથી નથી કરતાં. કારણ કે જે આદિ રત્ન હોય છે તેનાથી જ આદિ દેવ નો વિશેષ સ્નેહ હોય છે. તો આદિ ને અનાદિ બનાવો. જ્યારે અનાદિ બની જશો તો પછી માયા નું આકર્ષણ નહીં થશે. સમસ્યાઓ સામે નહીં આવશે. જ્યારે બાપનો સ્નેહ સ્મૃતિમાં રહેશે તો સર્વશક્તિમાન નાં સ્નેહની આગળ સમસ્યા શું છે. ક્યાં તે સ્નેહ અને ક્યાં તે સમસ્યા. તે રાઈ તે પહાડ, એટલો ફરક છે. તો અનાદિ રત્ન બનવા માટે સર્વશક્તિમાન ની શક્તિ અને સ્નેહ ને સદૈવ સાથે રાખવાનો છે. પોતાને એકલાં ક્યારેય પણ નહીં સમજો. સાથી વગર જીવન ની એક સેકન્ડ પણ ન હોય. જે સ્નેહી સાથી હોય છે તે અલગ નથી હોતાં. સાથી ને સાથે ન રાખવાથી, એકલાં થવાથી માયા જીતી લે છે.