Search for a command to run...
14 Apr 1973
સંગઠનની શક્તિ- એક સંકલ્પ
14 April 1973 · ગુજરાતી
બધાં કયા સંકલ્પ માં બેઠાં છો? સર્વ નો એક સંકલ્પ છે ને? જેમ હમણાં બધાંનો એક સંકલ્પ ચાલી રહ્યો હતો, તેવી જ રીતે બધાં એક જ લગન અર્થાત્ એક જ બાપ સાથે મિલન નાં, એક જ ‘અશરીરી-ભવ’ બનવાનાં શુદ્ધ સંકલ્પ માં સ્થિત થઈ જાઓ. તો બધાનાં સંગઠન રુપ નો આ એક શુદ્ધ સંકલ્પ શું કરી શકશે? કોઈ નાં પણ કોઈ બીજાં સંકલ્પ ન હોય. બધાં એકરસ સ્થિતિમાં સ્થિત થાય તો બતાવો એ એક સેકન્ડનાં શુદ્ધ સંકલ્પ ની શક્તિ શું કમાલ કરી દે છે? તો આ રીતે સંગઠિત રુપમાં એક જ શુદ્ધ સંકલ્પ અર્થાત્ એકરસ સ્થિતિ બનાવવાનો અભ્યાસ કરવાનો છે. ત્યારે જ વિશ્વની અંદર શક્તિ સેના નું નામ પ્રખ્યાત થશે.
જે રીતે સ્થૂળ સૈનિક જ્યારે યુદ્ધનાં મેદાનમાં જાય છે તો એક જ ઓર્ડર (હુકમ) થી એક જ સમયે તેઓ ચારે તરફ પોતાની ગોળી ચલાવવાનું શરું કરી દે છે. જો એક જ સમયે, એક જ ઓર્ડર થી તેઓ ચારે તરફ ઘેરાવ ન નાખે તો વિજયી નથી બની શકતાં. એ જ રીતે રુહાની સેના, સંગઠિત રુપ માં, એક જ ઇશારા થી અને એક જ સેકન્ડમાં, બધાં એકરસ સ્થિતિમાં સ્થિત થઈ જશે, ત્યારે જ વિજય નાં નગારા વાગશે. હવે જુઓ કે સંગઠિત રુપમાં શું બધાને એક જ સંકલ્પ અને એક જ શક્તિશાળી સ્ટેજ (અવસ્થા) નો અનુભવ થાય છે કે કોઈ પોતાને જ સ્થિત કરવામાં મસ્ત હોય છે, કોઈ સ્થિતિ માં સ્થિત થાય છે અને કોઈ વિઘ્ન વિનાશ કરવામાં વ્યસ્ત રહે છે? આવાં સંગઠન નાં પરિણામ માં શું વિજય નાં નગારા વાગશે?
વિજયનાં નગારા ત્યારે વાગશે જયારે બધાનાં સર્વ સંકલ્પ, એક સંકલ્પ માં સમાઈ જશે, શું આવી સ્થિતિ છે? શું ફક્ત થોડી વિશેષ આત્માઓની જ એકરસ સ્થિતિની આંગળી થી કળયુગી પર્વત ઉપડશે કે બધાની આંગળી થી ઉપડશે? આ ચિત્રમાં જે બધાંની એક જ આંગળી દેખાડે છે તેનો અર્થ પણ સંગઠન રુપ માં એક સંકલ્પ, એક મત અને એકરસ સ્થિતિ ની નિશાની છે. તો આજે બાપદાદા બાળકો ને પૂછે છે કે કળયુગી પહાડ ક્યારે ઉપાડશે અને કેવી રીતે ઉપાડશે? એ તો સંભળાવી દીધું, પણ ક્યારે ઉપાડવાનો છે? (જ્યારે તમે ઓર્ડર કરશો) શું એકરસ સ્થિતિમાં એવરરેડી (સદા તૈયાર) છો? ઓર્ડર શું કરશે? ઓર્ડર એ જ કરશે કે એક સેકન્ડમાં બધાં એકરસ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ. તો આવાં ઓર્ડર ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવા માટે એવર રેડી છો? એમ નહીં કે એક સેકન્ડ સ્થિર થઈ ફરી નીચે આવી જાઓ.
જેમ અન્ય અજ્ઞાની આત્માઓને જ્ઞાનનો પ્રકાશ આપવા માટે સદૈવ શુભ ભાવના અને કલ્યાણની ભાવના રાખીને પ્રયત્ન કરતાં રહો છો. એવી જ રીતે શું પોતાનાં આ દૈવી સંગઠન ને પણ એકરસ સ્થિતિમાં સ્થિત કરવાની સંગઠન ની શક્તિ ને વધારવા માટે એક બીજા પ્રતિ ભિન્ન-ભિન્ન રુપ થી પ્રયત્ન કરો છો? શું એવાં પણ પ્લાન બનાવો છો જેનાંથી કોઈ ને પણ આ દૈવી સંગઠન ની મૂર્ત માં એકરસ સ્થિતિ નો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થાય - એવા પ્લાન્સ બનાવો છો? જ્યાં સુધી આ દૈવી સંગઠન ની એકરસ સ્થિતિ પ્રખ્યાત નહીં થશે ત્યાં સુધી બાપદાદા ની પ્રત્યક્ષતા સમીપ નહીં આવે - આવાં એવર રેડી છો? જયારે લક્ષ્ય રાખ્યું છે વિશ્વ મહારાજન બનવાનું, ઈન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) રાજા નહીં. એવી રીતે હમણાંથી જ લક્ષણ ધારણ કરવાથી લક્ષ્ય ને પ્રાપ્ત કરશો ને? દરેક બ્રાહ્મણની રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) ન કે ફક્ત પોતાને એકરસ બનાવવાની છે પરંતુ પૂરા સંગઠન ને એકરસ સ્થિતિ માં સ્થિત કરાવવા માટે સહયોગી બનવાની છે. એમ નહીં ખુશ થઇ જતા કે હું પોતાની રીતે ઠીક જ છું. પણ ના.
જો સંગઠન માં કે માળા માં એક પણ મણકો ભિન્ન પ્રકાર નો હોય છે તો માળા ની શોભા નથી હોતી. તો આમ સંગઠન ની શક્તિ જ આ પરમાત્મ-જ્ઞાન ની વિશેષતા છે. ઉત્તમ જ્ઞાન અને પરમાત્મ-જ્ઞાન માં અંતર આ છે. ત્યાં સંગઠન ની શક્તિ નથી હોતી, પરંતુ અહિયાં સંગઠન ની શક્તિ છે. તો જે આ પરમાત્મ-જ્ઞાન ની વિશેષતા છે એનાથી જ વિશ્વમાં આખાં કલ્પની અંદર એ સમય ગવાયેલ છે. ‘એક ધર્મ’, ‘એક રાજ્ય’, ‘એક મત’ - આ સ્થાપના ક્યાંથી થશે? આ બ્રાહ્મણ સંગઠન ની વિશેષતા - દેવતા રુપમાં પ્રત્યક્ષમાં ચાલે છે. એટલાં માટે પૂછી રહ્યાં છે કે આ વિશેષતા, જેનાથી કમાલ થવાની છે, નામ પ્રખ્યાત થવાનું છે, પ્રત્યક્ષતા થવાની છે, અસાધારણ રુપ, અલૌકિક રુપ પ્રત્યક્ષ થવાનું છે, હમણાં પ્રત્યક્ષ માં છે? આ વિશેષતામાં એવર રેડી છો? સંગઠન નાં રુપમાં એવર રેડી? કલ્પ પહેલાં નું પરિણામ તો નિશ્ચિત છે જ પરંતુ હવે ઘૂંઘટ ને હટાવો. બધી સજનીઓ ઘુંઘટ માં છે. હવે પોતાનાં નિશ્ચય ને સાકાર રુપમાં લાવો. ક્યાંક-ક્યાંક સાકાર રુપ, આકાર માં થઈ જાય છે. તેને સાકાર રુપ માં લાવવું અર્થાત્ સંપૂર્ણ સ્ટેજ ને પ્રત્યક્ષ કરવી છે. તે દિવસે સંભળાવ્યું હતું ને કે પરિવર્તન બધામાં આવ્યું છે પરંતુ હવે સંપૂર્ણ પરિવર્તન ને પ્રત્યક્ષ કરો. જ્યારે પોતાનું પણ વર્ણન કરો છો તો આ જ કહો છો - પરિવર્તન તો ઘણું થઈ ગયું છે, ‘છતાં પણ’...... આ છતાં પણ શબ્દ કેમ આવે છે? આ શબ્દ પણ સમાપ્ત થઈ જાય. દરેક માં જે મૂળ સંસ્કાર છે, જેને તમે લોકો નેચર (સ્વભાવ) કહો છો, તે મૂળ સંસ્કાર અંશમાત્ર માં પણ ન રહે. હમણાં તો પોતાને છોડાવો છો. કોઈ પણ વાત હોય છે તો કહો છો, મારો આ ભાવ નહોતો. મારી નેચર આવી છે, મારા સંસ્કાર આવાં છે અને એવી વાત નહોતી. તો શું આ સંપૂર્ણ નેચર છે?
દરેક નો જે પોતાનો મૂળ સંસ્કાર છે તે જ આદિ સંસ્કાર છે. તેને પણ જ્યારે પરિવર્તન માં લાવશો, ત્યારે જ સંપૂર્ણ બનશો. હવે નાની-નાની ભૂલો તો પરિવર્તન કરવી સહજ જ છે. પરંતુ હવે છેલ્લો પુરુષાર્થ પોતાનાં મૂળ સંસ્કારો ને પરિવર્તન કરવાનો છે. ત્યારે સંગઠન રુપમાં એકરસ સ્થિતિ બની જશે. હવે સમજાયું? આ કરવું તો સહજ છે ને? નકલ કરવી તો સહજ હોય છે. પોત-પોતાનાં જે મૂળ સંસ્કાર છે, તેને મટાવીને બાપદાદાનાં સંસ્કારો ની નકલ કરવી સહજ છે કે મુશ્કેલ છે? આમાં કોપી (નકલ) પણ અસલી થઇ જશે. બધાં બાપદાદા નાં સંસ્કારો માં સમાન છો. એક-એક બાપદાદા નાં સમાન થઇ ગયાં તો એક-એક માં બાપદાદા નાં સંસ્કાર જોવા મળશે. તો પ્રત્યક્ષતા કોની થશે? બાપદાદા ની. જેમ ભક્તિમાર્ગ માં કહેવત છે કે જ્યાં જોઉં ત્યાં તું જ તું છે. પરંતુ અહિયાં પ્રત્યક્ષ માં દેખાશે, જેને જુએ ત્યાં બાપદાદા નાં સંસ્કાર જ પ્રત્યક્ષ માં દેખાઈ આવે. આ મુશ્કેલ છે કે? મુશ્કેલ એટલાં માટે લાગે છે જયારે ફોલો કરવાનાં (અનુસરવા) બદલે પોતાની બુદ્ધિ ચલાવો છો. આમાં પોતાનાં જ સંકલ્પ ની જાળ માં ફસાઈ જાઓ છો. પછી કહો છો કેવી રીતે નીકળીએ? અને નીકળવાનો પુરુષાર્થ પણ ત્યારે કરો છો જયારે પૂરા ફસાઈ જાઓ છો. એટલાં માટે સમય પણ લાગે છે અને શક્તિ પણ લાગે છે. જો ફોલો કરતાં જાઓ તો સમય અને શક્તિ બંને જ બચી જશે અને જમા થઇ જશે. મુશ્કેલ ને સહજ બનાવવા માટે છેલ્લા પુરુષાર્થ માં સફળતા પ્રાપ્ત કરવાં માટે કયો પાઠ પાક્કો કરશો? જે હમણાં સંભળાવ્યું કે ‘ફોલો ફાધર’. આ તો પહેલો પાઠ છે. પરંતુ પહેલો પાઠ જ અંતિમ સ્ટેજ ને લાવવાવાળો છે. એટલાં માટે આ પાઠ ને પાક્કો કરો. તેને ભૂલો નહીં. તો સદાકાળનાં માટે અભુલ, એકરસ બની જશો. અચ્છા.
એવાં તીવ્ર પુરુષાર્થી, સદા એક-રસ, એક-મત અને એકની જ લગન માં મગન રહેવાવાળી શ્રેષ્ઠ આત્માઓને નમસ્તે.
મહાવાક્યોનો સાર
* જેમ સૈનિક, એક જ ઓર્ડર થી, એક જ સમયે ચારે તરફ ગોળીઓ ચલાવવાનું શરું કરી દે છે ત્યારે વિજયી બને છે નહીંતર વિજયી બની નથી શકતાં. એવી જ રીતે જ્યારે રુહાની સેના સંગઠિત રુપ થી, એક સેકન્ડમાં એકરસ સ્થિતિમાં સ્થિત થશે ત્યારે જ વિજયનાં નગારા વાગશે.
* સંગઠનની શક્તિ જ પરમાત્મ-જ્ઞાન ની વિશેષતા છે. આ કારણે વિશ્વમાં આખાં કલ્પની અંદર એ સમય ગાવાયેલ છે - એક ધર્મ, એક રાજ્ય, એક મત અને એક ભાષા.
* જેમ ભક્તિમાર્ગ માં કહેવત છે - ‘જ્યાં જોઉં છું ત્યાં તું જ તું છે.’ પરંતુ અહીંયા પ્રત્યક્ષમાં જ્યાં જુએ, જેને જુએ ત્યાં બાપદાદાનાં સંસ્કાર જ પ્રત્યક્ષમાં દેખાઈ આવે. એ ત્યારે થશે જ્યારે બાપદાદા ને ફોલો કરશો.