Search for a command to run...
19 Apr 1973
પ્રત્યક્ષતા નો પુરુષાર્થ
19 April 1973 · ગુજરાતી
શું તમે પોતાને બાપદાદાની સમીપ રહેવા વાળા પદ્માપદમ ભાગ્યશાળી, શ્રેષ્ઠ આત્માઓ સમજો છો? જે જેની સમીપ રહેવા વાળા હોય છે, એમનામાં સમીપ રહેવા વાળાનાં ગુણો સ્વતઃ અને સહજ જ આવી જાય છે. એટલા માટે કહેવાય છે કે ‘સંગ નો રંગ’ અવશ્ય લાગે છે. તો આપ આત્માઓ, જે સદા બાપદાદાની સમીપ અર્થાત્ શ્રેષ્ઠ સંગ માં રહો છો, તેમનાં ગુણ અને સંસ્કાર તો અવશ્ય બાપદાદાનાં સમાન જ હશે? નિરંતર શ્રેષ્ઠ સંગ માં રહેવાવાળા આપ વત્સ પોતાનામાં સદૈવ એ રુહાની રંગ લાગેલો અનુભવ કરો છો? શું આપ વત્સ પોતાને દરેક સમય રુહાની રંગ માં રંગાયેલી આત્માઓ સમજો છો? જેમ સ્થૂળ રંગ સ્પષ્ટ દેખાઈ આવે છે, એવી જ રીતે કુસંગ માં રહેવાવાળી આત્માઓનાં માયાવી રંગ પણ છુપાઈ નથી શકતાં. બોલો, દેખાય છે ને?
વત્સોએ માથું હલાવીને કહ્યું, ‘હાં’.
ત્યારે એમ જ શ્રેષ્ઠ સંગ માં રહેવા વાળાઓ નો રુહાની રંગ પણ બધાને દેખાવો જોઈએ. કોઈ પણ જુએ તો તેમને આ ખબર પડે કે આ રુહાની રંગ માં રંગાયેલી આત્માઓ છે. એમ બધાં ને ખબર પડે છે કે હજું ગુપ્ત છો? આ રુહાની રંગ શું ગુપ્ત જ રહેવાનો છે કે? પ્રત્યક્ષ ક્યારે થવાનો છે? શું અંત માં પ્રત્યક્ષ થશે? એ તારીખ કઈ હશે? અંત ની તારીખ બધાંની પ્રત્યક્ષતાનાં આધાર પર છે. ડ્રામા પ્લાન અનુસાર આપ શ્રેષ્ઠ આત્માઓની સાથે પશ્ચાતાપ નો સંબંધ છે. જ્યાં સુધી પશ્ચાતાપ નથી કર્યો ત્યાં સુધી મુક્તિધામ જવાનો વારસો પણ નહીં પામી શકાય. એટલાં માટે જે નિમિત્ત બનેલ છે તેમને જ પૂછશું ને? નિમિત્ત કોણ છે? તમે બધાં છો ને? હમણાં પોતાની જ સામે પોતાનું સંપૂર્ણ સ્ટેજ પ્રત્યક્ષ નથી તો બીજાની સામે કેવી રીતે પ્રત્યક્ષ થશો? શું પોતાનું સંપૂર્ણ સ્ટેજ આપ ને શ્રેષ્ઠ દેખાય છે, તેઓ હાથ ઉઠાવો. વાસ્તવિકતા માં સંપૂર્ણ સ્ટેજ તો જ્ઞાન થી બધાં જાણે છે. પરંતુ પોતાને શું સમજો છો? સમીપ નાં હિસાબે એ સમાન બનશો ને? તો પોતાની સંપૂર્ણ સ્ટેજ દેખાય છે?
‘હું કોણ છું’? આ પહેલી (ગૂંચવણ) ઉકલી નથી શું? કલ્પ પહેલાં હું શું હતી, તે પોતાની સંપૂર્ણ સ્ટેજ ભૂલી ગયાં છો કે? બીજાઓને તો ૫૦૦૦ વર્ષ ની વાત પહેલાં યાદ અપાવો છો. પહેલાં-પહેલાં જયારે આવે છે તો પૂછો છો ને કે પહેલાં ક્યારે મળ્યાં છીએ? જયારે બીજાઓ ને કલ્પ પહેલાં ની વાતો યાદ અપાવો છો તો યાદ અપાવવાં વાળાઓ ને પોતાની તો યાદ હશે ને? દર્પણ સ્પષ્ટ નથી? જયારે દર્પણ સ્પષ્ટ હોય છે અને શક્તિશાળી હોય છે તો જે જેવું છે તે એવું જ દેખાઈ આવે છે. આપ વિશેષ આત્માઓ અને સર્વ શ્રેષ્ઠ આત્માઓ શું પોતાની શ્રેષ્ઠ સ્ટેજ ને જોઈ નથી શકતાં? એટલી જ વાર છે, વિનાશ ને આવવામાં, જ્યાં સુધી માં આપ નિમિત્ત બનેલી આત્માઓ ને પોતાનાં સંપૂર્ણ સ્ટેજ નો સાક્ષાત્કાર થઇ જાય. હવે કહો વિનાશ માં કેટલો સમય છે? જલ્દી થવાનો છે કે વાર છે?
આજે સદ્દગુરુવાર છે ને? તો આજે વતન માં રુહ-રુહાન ચાલી રહી હતી. કઈ રુહ-રુહાન? નંબરવાર પુરુષાર્થીઓની વર્તમાન સ્ટેજ ક્યાં સુધી ચાલી રહી છે? આમાં પરિણામ શું નીકળ્યું હશે? પહેલા પ્રશ્નનાં રિઝલ્ટ માં મેજોરીટી (અધિકાંશ) ૫૦% થી વધારે નથી નીકળ્યાં. એ પહેલો પ્રશ્ન કયો હતો? આ વર્ષ નું જે મહત્વ સંભળાવ્યું હતું અને ડાયરેક્શન (માર્ગદર્શન) આપ્યું હતું કે આ વર્ષ માં વિશેષ રુપ માં યાદ ની યાત્રા માં રહેવાનું છે અને અવ્યક્ત સ્થિતિ માં સ્થિત રહી વરદાન પ્રાપ્ત કરવાનાં છે. તો માર્ગદર્શન પ્રમાણે વર્ષ ની શરુંઆત માં જે અટેન્શન (સાવચેતી) અને સ્થિતિ રહી તે હમણાં છે? જે અવ્યક્ત વાતાવરણ અને રુહાની અનુભવ પહેલાં કર્યો, શું એ જ રુહાની સ્થિતિ હમણાં છે? સ્ટેજ માં અને અનુભવ માં ફરક છે? જેમ બધાં સેવાકેન્દ્રો નું આકર્ષણમય વાતાવરણ, જે આપ સર્વને પણ આકર્ષણ કરતું રહ્યું, એ જ (વાતાવરણ) શું સેવા કરી ને નથી બની શકતું? આ પ્રશ્નનાં જવાબ માં કહ્યું કે ૫૦% પણ રિઝલ્ટ નહોતું.
બીજા પ્રશ્ન માં રિઝલ્ટ ૬૦% ઠીક હતું. એ કયો પ્રશ્ન? સેવા નું રિઝલ્ટ અને ઉમંગ ઉત્સાહ નું રિઝલ્ટ બહુ સારું છે. પરંતુ બેલેન્સ (સંતુલન) ક્યાં છે? જો બેલેન્સ ઠીક રાખો તો ખુબ જ જલ્દી માસ્ટર સક્સેસફુલ (વિજયી) બની પોતાની પ્રજા અને ભક્તો ને બ્લિસ (આનંદ) આપી આ દુઃખની દુનિયા થી પાર કરી શકશો. હમણાં ભક્તો ની પોકાર સ્પષ્ટ અને સમીપ નથી સંભળાતી કારણ કે તમને સ્વયં ને જ પોતાનું સ્ટેજ સ્પષ્ટ નથી. આ છે બીજા પ્રશ્ન નું રિઝલ્ટ.
ત્રીજો પ્રશ્ન છે, સેવા માં અને પ્રવૃત્તિ માં, સંપર્ક કે સંબંધ માં, સ્વયં પોતે પોતાનાં થી અને અન્ય આત્માઓ ક્યાં સુધી સંતુષ્ટ રહી, સેવા માં કે પ્રવૃત્તિ માં. સેવાકેન્દ્ર પણ તો પ્રવૃત્તિ છે ને? તો પ્રવૃત્તિ માં અને સેવા માં સંતુષ્ટતા ક્યાં સુધી રહી? આમાં માઇનોરિટી (અલ્પ સંખ્યા) પાસ છે, મેજોરીટી (અધિકાંશ) ૫૦-૫૦ છે. હમણાં છે, હમણાં નથી. આજે છે, કાલે નથી. આને ૫૦-૫૦ કહેવાય છે. આ ત્રણે પ્રશ્નો ને જોતાં વર્ષ નું રિઝલ્ટ સ્પષ્ટ છે ને? કહ્યું હતું ને કે આ વર્ષ માં વિશેષ વરદાન લઇ શકો છો? પરંતુ એક માસ જ વરદાની માસ સમજી ધ્યાન આપ્યું. હવે પાછું ધીરે-ધીરે સમયાનુસાર વરદાની વર્ષ ભુલાતું જઈ રહ્યું છે.
એટલાં માટે જેટલાં આ વરદાની વર્ષ માં વરદાન લેવાની સ્મૃતિ માં રહેશો તો સહજ વરદાન પણ પ્રાપ્ત થશે, અને જો વિસ્મૃતિ થઇ તો વિઘ્નો નો સામનો પણ ખુબ કરશો. એટલા માટે ચારેય તરફ સર્વ બ્રાહ્મણ પરિવાર ની આત્માઓની સામે સર્વ પ્રકારનાં વિઘ્નો નો નાશ કરવા માટે જેમ પહેલાં માસ માં યાદની અને લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી તેમ જ હમણાં પણ આવું જ અવ્યક્ત વાતાવરણ બનાવો. એક તરફ વરદાન બીજી તરફ વિઘ્ન. બંને નો એક બીજા સાથે સંબંધ છે. ફક્ત પોતાનાં પ્રતિ વિઘ્ન વિનાશક નથી બનવાનું. પરંતુ પોતાનાં બ્રાહ્મણ કુળ ની સર્વ આત્માઓનાં પ્રતિ વિઘ્ન વિનાશ કરવા માટે સહયોગી બનવાનું છે, એવી ગતિ તેજ કરો. વચ્ચે-વચ્ચે ચાલતાં-ચાલતાં ગતિ ધીમી કરી નાખો છો. એટલા માટે પ્રત્યક્ષતા થવામાં પણ ડ્રામા અનુસાર એટલી વાર જોવામાં આવે છે. ત્યારે જ તો સ્વયં ને પ્રત્યક્ષ કરી શકશો. પોતાનામાં સર્વ શક્તિવાન્ નું પ્રત્યક્ષ રુપ અનુભવ કરો. એક બે શક્તિઓનું નહીં, સર્વ શક્તિવાન્ નું. માસ્ટર સર્વશક્તિવાન્ છો ને, કે બે-ચાર શક્તિવાન્ ની સંતાન છો? સર્વશક્તિવાન્ ને પ્રત્યક્ષ કરો. અચ્છા.
માસ્ટર બ્લીસફુલ, માસ્ટર નોલેજ્ફુલ, માસ્ટર સક્સેસફુલ, સર્વ શ્રેષ્ઠ, સદા રુહાની સંગ નાં રંગ માં રહેવા વાળી વિશેષ આત્માઓ ને યાદ-પ્યાર અને નમસ્તે.
આ મુરલી ની વિશેષ વાતો
જેમ કુસંગ માં રહેવા વાળી આત્માઓનો માયાવી રંગ છુપાઈ નથી શકતો એમ જ શ્રેષ્ટ સંગ માં રહેવા વાળી આત્માઓનો રુહાની રંગ પણ દેખાવો જોઈએ. કોઈ પણ જુએ તો તેમને એ જાણ થાય કે આ રુહાની રંગ માં રંગાયેલી આત્માઓ છે.