Search for a command to run...
13 Apr 1973
ભક્ત અને ભાવનાનું ફળ
13 April 1973 · ગુજરાતી
જેમ ભક્તો ને ભાવનાનું ફળ આપે છે, એમ કોઈ આત્મા ભાવના રાખી, તડપતી, તમારી પાસે આવે કે ‘જીવ-દાન આપો’ અથવા ‘અમારાં મન ને શાંતિ આપો’, તો તમે લોકો તેમની ભાવના નું ફળ આપી શકો છો? તેમને તેમનાં પોતાનાં પુરુષાર્થ થી જે કંઈ પણ પ્રાપ્તિ થાય છે તે તો થયો તેમનો પોતાનો પુરુષાર્થ અને તેનું ફળ. પરંતુ તમને જો કોઈ કહે કે હું નિર્બળ છું, મારા માં શક્તિ નથી, તો એવાં ને તમે ભાવનાનું ફળ આપી શકો છો? (બાપ દ્વારા). બાપ ને તો પાછળથી જાણશે - જ્યારે કે પહેલાં તેમને દિલાસો મળે. પરંતુ જો ભાવનાનું ફળ પ્રાપ્ત થઇ શકે ત્યારે તેમની બુદ્ધિનો યોગ ડાયરેક્શન (માર્ગદર્શન) પ્રમાણે લાગી શકશે. આવી ભાવનાવાળા ભગત અંતમાં બહુ આવશે. એક છે - પુરુષાર્થ કરીને પદ પામવા વાળા, એ તો આવતાં જ રહેશે, પરંતુ અંત માં પુરુષાર્થ કરવાનો, ન તો સમય રહેશે અને ન આત્માઓમાં શક્તિ પણ રહેશે, એવી આત્માઓને પછી પોતાનાં સહયોગ થી અને પોતાનાં મહાદાન દેવાનાં કર્તવ્યનાં આધાર થી તેમની ભાવનાનું ફળ અપાવવાનાં નિમિત્ત બનવું પડશે. તેઓ તો એ જ સમજશે કે શક્તિઓ દ્વારા મને આ વરદાન મળ્યું. ગાયન છે ‘નજર થી નિહાલ કરવું.’
જેમ બહુ તેજ વીજળી હોય છે તો સ્વીચ ચાલુ કરવાથી જ્યાં પણ વીજળી કરો છો એ સ્થાનનાં કીટાણું એક સેકન્ડમાં ભસ્મ થઈ જાય છે. એ જ પ્રકારે જ્યારે આપ આત્માઓ પોતાની સંપૂર્ણ શક્તિશાળી સ્ટેજ (અવસ્થા) પર છો અને ત્યારે કોઈ આવે અને એક સેકન્ડમાં સ્વીચ ચાલુ કરી, અર્થાત્ શુભ સંકલ્પ કર્યો અથવા શુભ ભાવના રાખી કે આ આત્માનું પણ કલ્યાણ થાય - આ છે સંકલ્પ રુપી સ્વીચ. તેને ચાલુ કરવી અર્થાત્ સંકલ્પ ને રચવાથી તરત જ તેમની ભાવના પૂરી થઈ જશે, તેઓ ગદ્દગદ્દ થઇ જશે, કારણ કે પાછળ થી આવવાવાળી આત્માઓ થોડામાં જ વધુ રાજી થશે. સમજશે કે સર્વ પ્રાપ્તિઓ થઈ. કારણ કે તેમનો છે જ કણા-દાણા લેવાનો પાર્ટ. તેમનાં હિસાબ થી તે જ બધું થઇ જશે. તો સર્વ આત્માઓ ને તેમની ભાવનાનું ફળ પ્રાપ્ત થાય અને કોઈ પણ વંચિત ન રહે; તેનાં માટે એટલી શક્તિશાળી સ્થિતિ અર્થાત્ સર્વ શક્તિઓને હમણાં થી જ પોતાનામાં જમા કરશો ત્યારે જ આ જમા કરેલી શક્તિઓથી કોઈ ને સમાવવાની શક્તિ અને કોઈ ને સહન કરવાની શક્તિ આપી શકશો અર્થાત્ જેમની જે આવશ્યકતા હશે તે જ એમને આપી શકશો.
જેમ ડોક્ટર ની પાસે જેવા રોગી આવે છે, તે જ પ્રમાણે તેમને દવા (ડોઝ) આપે છે અને તંદુરસ્ત બનાવે છે. આ પ્રકારે તમારે સર્વ શક્તિઓ પોતાની પાસે જમા કરવાનો હમણાંથી જ પુરુષાર્થ કરવો પડે. કારણ કે જેમને વિશ્વ મહારાજન બનવું છે તેમનો પુરુષાર્થ ફક્ત પોતાનાં પ્રતિ નહીં હશે. પોતાનાં જીવનમાં આવવા વાળા વિઘ્નો અને પરીક્ષાઓને પાસ કરવી - એ તો બહુ સાધારણ છે પરંતુ જે વિશ્વ-મહારાજન બનવા વાળા છે તેમની પાસે હમણાંથી જ ભરપૂર સ્ટોક હશે જે વિશ્વનાં પ્રતિ પ્રયોગ થઇ શકે. તો આ પ્રકારે અહીં પણ જે વિશેષ આત્માઓ નિમિત્ત બનશે તેમને પણ સર્વ શક્તિઓનો સ્ટોક અંદર અનુભવ થાય, ત્યારે જ સમજે કે હવે સંપૂર્ણ સ્ટેજ ની અથવા પ્રત્યક્ષતા નો સમય નજીક છે. તે સમયે કોઈ યાદ નહીં હશે. બીજાનાં પ્રતિ જ દરેક સેકન્ડ, દરેક સંકલ્પ હશે.
હમણાં તો પોતાનાં પુરુષાર્થ અને પોતાનાં શરીર માટે સમય આપવો પડે છે, શક્તિ પણ આપવી પડે છે. પોતાનાં પુરુષાર્થ માટે મન પણ લગાડવું પડે છે, પછી આ સ્ટેજ સમાપ્ત થઈ જશે. પછી આ પુરુષાર્થ બદલાઈ ને એવો અનુભવ થશે કે એક સેકન્ડ પણ અને એક સંકલ્પ પણ પોતાનાં પ્રતિ ન જાય પણ વિશ્વનાં કલ્યાણ પ્રતિ જ હોય. આવી સ્ટેજ ને કહેવાશે - ‘સંપૂર્ણ’ અર્થાત્ ‘સંપન્ન’. જો સંપન્ન નહીં તો સંપૂર્ણ પણ નહીં. કારણ કે સંપન્ન સ્ટેજ જ સંપૂર્ણ સ્ટેજ છે. તો આ રીતે પોતાનાં પુરુષાર્થને હજું પણ સૂક્ષ્મ કરતાં જવાનું છે. વિશેષ આત્માઓનો પુરુષાર્થ પણ જરુર નવો હશે. તો શું પુરુષાર્થમાં આવું પરિવર્તન અનુભવ થતું રહ્યું છે? હવે તો દાતાનાં બાળકો દાતાપણા ની સ્ટેજ પર આવવાનાં છે. આપવું જ તેમનું લેવું થવાનું છે. તો હવે સમયની સમીપતા ની સાથે સંપન્ન સ્ટેજ પણ જોઈએ. આપ આત્માઓની સંપન્ન સ્ટેજ જ સંપૂર્ણતા ને સમીપ લાવશે. તો તમે લોકો હવે સ્વયં ને ચેક કરો કે જેમ પહેલાં પોતાનાં પુરુષાર્થમાં સમય જતો હતો, હવે દિન-પ્રતિદિન બીજાનાં પ્રતિ વધારે જાય છે? પોતાનું બોડી કોન્શિયસ (શરીરભાન) દેહ-અભિમાન નેચરલી (કુદરતી) ડ્રામા અનુસાર સમાપ્ત થતું જશે. સરકમસ્ટેનસેસ (પરિસ્થિતિઓ) પ્રમાણે પણ આવું થતું જશે. તેનાંથી ઓટોમેટિકલી (આપોઆપ) સૌલ કોન્શિયસ (આત્મઅભિમાની) બનશો. કાર્યમાં લાગવું અર્થાત્ આત્મ-અભિમાની બનવું. આત્મ-અભિમાની વગર કાર્ય સફળ નહીં થશે. તો નિરંતર આત્મ-અભિમાની બનવાની સ્ટેજ સ્વતઃ જ થતી જશે. વિશ્વ-કલ્યાણકારી બન્યાં છો કે આત્મ-કલ્યાણકારી બન્યાં છો? પોતાનાં હિસાબ-કિતાબ કરવામાં બીઝી (વ્યસ્ત) છો કે વિશ્વની સર્વ આત્માઓનાં કર્મ બંધન અથવા હિસાબ-કિતાબ ચૂકતું કરાવવામાં વ્યસ્ત છો? કઈ વસ્તુમાં વ્યસ્ત છો? લક્ષ્ય રાખ્યું છે, સદા વિશ્વ કલ્યાણનાં પ્રતિ તન-મન-ધન બધું લગાડો. અચ્છા. ઓમ શાંતિ.
(એક સેકન્ડ પણ અને એક સંકલ્પ પણ પોતાના પ્રતિ વ્યર્થ ન જાય પરંતુ વિશ્વ કલ્યાણનાં પ્રતિ જ હોય. એવી સ્ટેજ ને કહેવામાં આવશે ‘સંપૂર્ણ’ અર્થાત્ ‘સંપન્ન’. જો સંપન્ન નહીં તો સંપૂર્ણ પણ નહીં, કારણ કે સંપન્ન સ્ટેજ જ સંપૂર્ણ સ્ટેજ છે.)