Search for a command to run...
21 Apr 1973
જેવું નામ તેવું કામ
21 April 1973 · ગુજરાતી
આ ગ્રુપ ને કયું નામ કહેશું? મધુબન નિવાસીઓ ને શું કેહવામાં આવે છે? જે પણ અહિયાં બેઠાં છે બધાં પોતાને એવાં પદમાપદમ ભાગ્યશાળી સમજી ને ચાલો છો? મધુબન નિવાસીઓનાં કારણે જ મધુબન ની મહિમા છે. મધુબન નું વાતાવરણ બનાવવા વાળા કોણ? તો જે મધુબન ની મહિમા ગવાયેલ છે, શું એ જ મહિમા દરેક પોતાનાં જીવન માં અનુભવ કરો છો?
મધુબન ને મહાન્ ભૂમિ કહેવામાં આવે છે. તો મહાન્ ભૂમિ પર નિવાસ કરવા વાળી જરુર મહાન્ આત્માઓ જ હશે. તો તે મહાન્ આત્માઓ અમે છીએ, શું આ રુહાની નશા માં રહો છો? મહાન્ આત્મા જેનાં દરેક કર્મ અને દરેક સંકલ્પ મહાન્ હોય છે. તો આવાં મહાન્ છો, જેમનો એક સંકલ્પ પણ સાધારણ, ક્યારેય વ્યર્થ ન હોય અને એક પણ કર્મ સાધારણ કે અર્થ વગરનું ન હોય, કારણ કે તેમનું દરેક પગલું, દરેક નજર અર્થ સહીત હોય છે. શું આવી અર્થ-સ્વરુપ મહાન્ આત્માઓ છો? તેમને કેહવામાં આવે છે – મહાન્ અર્થાત્ મધુબન નિવાસી.
નામ તો મધુબન નિવાસી છે તો જરુર અર્થ-સહીત નામ હશે? તો આ રીતે રોજ પોતાનો પોતામેલ ચેક કરો છો? કે જે કંઈ પણ કર્મ આ કર્મેન્દ્રિયો દ્વારા થયું, એ અર્થ-સહીત થયું? સમય પણ જે વીત્યો, એ સફળ થયો અર્થાત્ મહાન્ કાર્ય માં લગાડ્યો? આવો પોતામેલ પોતાનો જુઓ છો કે ફક્ત મોટી-મોટી વાતો જ જુઓ છો? જે સમજે છે કે આ પ્રકાર થી અમે પોતાની ચેકિંગ કરીએ છીએ તો એ હાથ ઉઠાવો. મહાન્ આત્માઓનાં દરેક કર્મ નું ચરિત્રનાં રુપમાં ગાયન હોય છે. મહાન્ આત્માઓનું હર્ષિતમૂર્ત, આકર્ષણ-મૂર્ત અને અવ્યક્ત-મૂર્તનું મૂર્તિઓનાં રુપ માં યાદગાર છે. એવી રીતે પોતાને જુઓ કે આખાં દિવસ માં જે અમારી–મૂર્ત કે ચહેરો રહે છે એ એવો છે જે મૂર્તિ બની પૂજન માં આવે અને અમારાં કર્મો એવાં છે જે અમારાં ચરિત્રોનાં રુપમાં ગાયન બને? આ લક્ષ્ય છે ને?
જયારે અહિયાં શીખવા અને ભણવા આવો છો તો અંતિમ લક્ષ્ય શું છે? અથવા સંગમયુગ નું લક્ષ્ય શું છે? આ જ છે ને? સંગમયુગ નાં કર્મ જ ચરિત્રનાં રુપમાં ગાયન થાય છે. સંગમયુગ નાં પ્રેક્ટિકલ (પ્રત્યક્ષ) જીવન, દેવતા રુપમાં પૂજાય છે. તો તે ક્યારે થશે? હમણાં નું ગાયન છે તો હમણાં જ થશે ને? શું સતયુગ માં આવાં બનશો? ત્યાં તો બધાં જ હર્ષિતમુખ હશે, તો આ હર્ષિત મુખ છે, એવું કહેશે પણ કોણ? આ તો હમણાં જ કહેશે ને? જે સદા હર્ષિત નથી રહેતાં તેઓ જ વર્ણન કરશે કે આ હર્ષિતમુખ છે. આવી મૂર્ત અને કર્મ પ્રેક્ટિકલ માં છે?
જેમ હમણાં સાંભળવાનાં સમયે સ્મિત (હર્ષિત થાઓ) કરો છો અર્થાત્ અનુભવ કરો છો, એ હર્ષિત કેટલું થવાનું છે? અનુભવ કરો છો ત્યારે તો હર્ષિત થાઓ છો? તો એમ જ રોજ પોતાનાં કર્મ ને અનુભવ અને ચેકિંગ કરવાથી કોઈ પણ પૂછશે તો તરત જવાબ આપશો. હમણાં વિચારો છો કે હાથ ઉઠાવીએ કે ન ઉઠાવીએ. ફલક (ઉત્સાહ) થી હાથ કેમ નથી ઉઠાવતાં? સંકોચ પણ કેમ થાય છે? કારણ? તો આ રીતે પોતાની સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) ને સ્વરુપ માં લાવો. ફક્ત વાણી માં નહીં, પરંતુ સ્વરુપ માં. જે કોઈ પણ તમારી સામે આવે તો જેમ તમારાં જડ ચિત્રો ની સામે જતાં જ તેમને મહાન્ સમજી પોતાને પાપી અને નીચ સહજ જ સમજી લે છે અર્થાત્ - એક સેકન્ડ માં પોતાનો સાક્ષાત્કાર કરી લે છે. મૂર્તિ કહેતી તો નથી કે તમે નીચ છો. પરંતુ સ્વયં જ સાક્ષાત્કાર કરે છે. આ રીતે તમારી સામે કોઈ પણ આવે તો એવો અનુભવ કરે કે આ કેવાં છે અને હું કેવો છું. આ સ્ટેજ આવવાની તો છે ને? એ ક્યારે આવશે? જયારે જ્ઞાન નો કોર્સ પૂરો થઇ રીવાઈઝ કોર્સ ચાલુ છે, તો ફક્ત જ્ઞાન માં રીવાઈઝ થઇ રહ્યું છે કે પ્રેક્ટિકલ (વ્યવહાર) માં? પ્રેક્ટિકલ માં પણ કોર્સ પૂરો થવો જોઈએ ને? કે પછી રીવાઈઝ કોર્સ સમાપ્ત થશે ત્યારે પ્રેક્ટિકલ દેખાડશો? શું વિચાર્યું છે? શું આનાં માટે સમય ની રાહ જોઈ રહ્યાં છો? સમય આવશે ત્યારે બધું ઠીક થઇ જશે? શું આવું સમજો છો? ક્યારેય આ ક્લાસ કર્યો છે? પોતાનાં પુરુષાર્થ ને તીવ્ર કરવાં માટે પોતાની શક્તિ અનુસાર ક્યારેય પણ પ્લાન બનાવો છો કે બન્યો-બનાવેલ તૈયાર પ્લાન મળશે તો ચાલશો?
બાપદાદા તો એ જ જુએ છે કે જે મધુબન નિવાસીઓ છે તેઓ બધાંની સામે સેમ્પલ (ઉદાહરણ) છે. સેમ્પલ પહેલાં તૈયાર કરવામાં આવે છે ને? મધુબન નિવાસી સેમ્પલ છે કે સેમ્પલ હવે તૈયાર થયું છે? સેમ્પલ તૈયાર હોય છે તો તેની તરફ ઈશારો કરીને દેખાડવામાં આવે છે કે આવો માલ તૈયાર થઇ રહ્યો છે. ત્યાર પછી એને જોઈ ને બીજા લોકો સોદો કરે છે. પહેલાં સેમ્પલ તૈયાર થવાથી બાપદાદા એવો ઈશારો કરી ને બતાવે કે આવું બનવાનું છે. સેમ્પલ બનવા માટે કોઈ મુશ્કેલ પુરુષાર્થ નથી. બહુ સરળ પુરુષાર્થ છે. સરળ પુરુષાર્થ એક શબ્દ માં એ જ થયો કે બાપનું સિમ્બલ (પ્રતીક) સામે રાખો. એક શબ્દ નો પુરુષાર્થ તો બહુ સરળ થયો ને? જો સદા સિમ્બલ સામે હોય તો પુરુષાર્થ સિમ્પલ (સરળ) થઇ જાય. પુરુષાર્થ સિમ્પલ થવાથી સેમ્પલ બની જશો.
મધુબન નિવાસીઓ ને કેટલાં એન્જિન લાગેલાં છે? (કોઈએ કહ્યું ચાર). પછી તો એક સેકન્ડ માં પહોચવું જોઈએ. સૌથી સહજ પુરુષાર્થ નો લાભ અને ગોલ્ડન ચાન્સ (સુવર્ણ તક) મધુબન નિવાસીઓ ને મળ્યો છે. આ પણ માનો છો, માનવામાં, જાણવામાં હોશિયાર છો અને બોલવામાં તો હોશિયાર છો જ. બાકી માનવા યોગ્ય બનવામાં વાર કેમ? જેટલાં માનનીય યોગ્ય બનશો એટલાં જ ત્યાં પૂજનીય યોગ્ય બનશો. અહિયાં તમારાં કર્મો ને જોવા વાળા જો શ્રેષ્ઠ નહીં માને, તો પૂજવા વાળા પણ શ્રેષ્ઠ માનીને પુજારી કેવી રીતે બનશે? જેટલાં માનનીય એટલાં પૂજનીય નો હિસાબ છે. જે પૂજનીય બનશે તેમને જોઈને હર્ષિત થવાય છે. હવે બનવું છે કે ફક્ત જોઇને હર્ષિત થવું છે? જેટલાં સાઝ (સંગીત) યુક્ત છો એટલાં જ રાઝ-યુક્ત બનો. સંગીત વગાડવામાં હોશિયાર છો ને? સંગીત સાંભળવાનાં ઈચ્છુક પણ કેટલાં હશે! આમાં તો પાસ છો ને? જેટલાં સાઝ-યુક્ત એટલાં રાઝ-યુક્ત બનો. રાઝ-યુક્ત જે હોય છે એનાં દરેક પગલામાં રહસ્ય ભરેલ હોય છે. આમ રાઝ-યુક્ત અને સાઝ-યુક્ત બંને નું બેલેન્સ (સંતુલન) ઠીક રાખવાનું છે.
મધુબન નિવાસી સૌથી ભાગ્યશાળી તારાઓ છે. જેટલાં ભાગ્યશાળી છો એટલાં સર્વનાં લવલી (સ્નેહી) પણ બનો. ફક્ત લક (ભાગ્ય) માં ખુશ ન થતાં. લક્કી (ભાગ્ય) ની પરખ લવલી (સ્નેહી) થી થાય છે. જે લક્કી હશે તે બધાં નાં લવલી જરુર હશે. હવે જોતાં અને ચાલતાં, સર્વ ને સ્નેહ આપવાનું અને સ્નેહ કરવાનું કાર્ય કરવાનું છે. જ્ઞાન આપવું અને લેવું આ સ્ટેજ (અવસ્થા) તો પાસ કરી છે. હવે સ્નેહ ની લેણ-દેણ કરો. જે પણ સામે આવે, સંબંધ માં આવે તો સ્નેહ આપવાનો અને સ્નેહ લેવાનો છે. આને કહેવામાં આવે છે સર્વનાં સ્નેહી અને સર્વનાં લવલી. જ્ઞાનનું દાન બ્રાહ્મણોને તો નથી કરવાનું, એ તો અજ્ઞાનીઓ ને કરવાનું છે. બ્રાહ્મણ પરિવાર માં પછી આ દાનનાં મહાદાની બનો. જેમ ગાયન છે ને કે ‘દે દાન તો છૂટે ગ્રહણ’. જે પણ કમજોરીઓ રહેલી છે એ બધાં પ્રકારનાં ગ્રહણ આ મહાદાન કરવાથી છૂટી જશે. સમજાયું? હવે જોશે આ દાનમાં કોણ-કોણ મહાદાની બને છે. સ્નેહ ફક્ત વાણી નો નથી હોતો પરંતુ સંકલ્પ માં પણ કોઈનાં પ્રતિ સ્નેહ સિવાય બીજું કાંઈ ઉત્પન્ન ન થાય. જયારે બધાં પ્રતિ સ્નેહ થઇ જાય છે ત્યારે સ્નેહ નો રિસ્પોન્સ (પ્રતિઉત્તર) સહયોગ હોય છે. અને સહયોગ નું પરિણામ સફળતા હોય છે. જ્યાં સર્વ નો સહયોગ હશે તો ત્યાં સફળતા સહજ થશે. તો બધાં સફળતા મૂર્ત બની જશો. હવે આ રિઝલ્ટ જોશે. અચ્છા.
આ મુરલી ની વિશેષ પોઈન્ટ્સ
* મહાન્ આત્મા તે છે જેનાં દરેક સંકલ્પ, દરેક કર્મ મહાન્ હોય. એક સંકલ્પ પણ સાધારણ અને વ્યર્થ ન હોય, કોઈ પણ કર્મ સાધારણ કે અર્થ વગરનાં ન હોય. તો ચેક કરો કે આ કર્મેન્દ્રિયો દ્વારા જે પણ કર્મ થયું, એ અર્થ સહીત થયું, સમય ને સફળ કાર્ય માં લગાવ્યો? મહાન્ આત્માઓનાં દરેક કર્મ ચરિત્ર નાં રુપ માં ગાયન થાય છે.
* જેમ તમારાં જડ ચિત્રો ની સામે જતાં જ પોતે જ નમી જાય છે. પોતાને નીચ અને મૂર્તિને મહાન સમજે છે, મૂર્તિ કહેતી તો નથી કે તમે નીચ છો. પરંતુ સ્વયં જ પોતાનો સાક્ષાત્કાર કરે છે. આ રીતે તમારી સામે કોઈ પણ આવે તો એવો અનુભવ કરે આ કેવાં છે અને હું કેવો છું.
* સેમ્પલ તૈયાર થવાથી જ તેની તરફ ઈશારો કરીને દેખાડવામાં આવે છે કે આવો માલ તૈયાર થઇ રહ્યો છે. ત્યાર પછી એને જોઈ ને બીજા લોકો સોદો કરે છે. સેમ્પલ બનવા માટે સદા બાપનું સિમ્બલ સામે રાખો.