Search for a command to run...
20 June 1973 · ગુજરાતી
વરદાન ભૂમિ થી વરદાતા દ્વારા સર્વ વરદાનો ને પ્રાપ્ત કરીને શું તમે તીવ્ર પુરુષાર્થી બનતાં જઈ રહ્યાં છો? પુરુષાર્થ ની ચાલ માં જે પરિવર્તન કર્યું છે, એ અવિનાશી કર્યું છે કે અલ્પકાળનાં માટે? કેવી પણ કોઈ પરિસ્થિતિ આવે, કેવું પણ વિઘ્ન હલાવવા માટે આવી જાય પરંતુ જેમની સાથે સ્વયં બાપ સર્વશક્તિવાન છે એની સામે એ વિઘ્ન શું છે? એમની સામે વિઘ્ન, પરિવર્તન થઈને શું બની જશે? “વિઘ્ન લગન નું સાધન બની જશે” હર્ષિત થશો ને? જો કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિ વિઘ્ન લાવવાનાં નિમિત્ત બને છે તો એના પ્રત્યે ઘૃણા-દૃષ્ટિ કે વ્યર્થ સંકલ્પ ની ઉત્પત્તિ ન થવી જોઈએ પરંતુ એનાં પ્રત્યે વાહ-વાહ નીકળે. જો આવી દૃષ્ટિ રાખશો તો બધાંની શ્રેષ્ઠ દૃષ્ટિ થઈ જશે. કોઈ કેવાં પણ હોય, પરંતુ આપણી દૃષ્ટિ અને વૃત્તિ સદૈવ શુભચિંતક ની હોય અને કલ્યાણની ભાવના હોય. દરેક વાતમાં કલ્યાણ દેખાય. કલ્યાણકારી બાપની સંતાન કલ્યાણકારી છો ને? કલ્યાણકારી બન્યાં પછી કોઈ પણ અકલ્યાણની વાત ન હોઈ શકે. આ નિશ્ચય અને સ્મૃતિ સ્વરુપ થઈ જાઓ તો તમે ક્યારેય પણ ડગમગાશો નહીં.
જેમ કોઈ લીલા કે લાલ ચશ્મા પહેરે છે તો એને બધું લીલુ અથવા લાલ જ દેખાય છે. એમ તમારા લોકો નાં ત્રીજા નેત્ર પર કલ્યાણકારી નાં ચશ્મા છે. ત્રીજું નેત્ર છે જ કલ્યાણકારી. એમાંથી અકલ્યાણ દેખાય, આ થઈ નથી શકતું. જેને અજ્ઞાની લોકો અકલ્યાણ સમજે છે પરંતુ એ અકલ્યાણ માં જ તમારું કલ્યાણ સમાયેલું હોય છે. જેવી રીતે લોકો વિનાશને અકલ્યાણ સમજે છે પરંતુ આપ સમજો છો કે આનાથી જ ગતિ-સદ્દગતિ નાં ગેટ્સ (દ્વાર) ખુલશે. તો કોઈ પણ વાત સામે આવે છે “બધામાં કલ્યાણ સમાયેલું છે” એવાં નિશ્ચય બુદ્ધિ બનીને ચાલો તો શું પ્રાપ્તિ થશે? એકરસ અવસ્થા થઈ જશે. કોઈ પણ વાતમાં અટકવું નહીં જોઈએ. જે અટકી જાય છે એ કમજોર હોય છે. મહાવીર ક્યારેય પણ અટકતાં નથી. એમ નહીં કે વિઘ્ન આવે અને અટકી ગયાં. અચ્છા.
મુરલી નો સાર
* બાબા કહે છે જો કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિ વિઘ્ન લાવવાનાં નિમિત્ત બને છે, તો એનાં પ્રત્યે ઘૃણા દૃષ્ટિ ન થાય, વ્યર્થ સંકલ્પ ની ઉત્પત્તિ ન થવી જોઈએ પરંતુ એનાં પ્રત્યે વાહ-વાહ નીકળે કારણ કે એ વિઘ્ન થી તમારી લગન વધશે.
* જેવી રીતે કોઈ લીલા અથવા લાલ ચશ્મા પહેરે છે તો એને બધું એવું જ દેખાય છે, એવી રીતે તમારા લોકો નાં ત્રીજા નેત્ર પર કલ્યાણકારી નાં ચશ્મા છે. ત્રીજું નેત્ર છે જ કલ્યાણકારી. એમાંથી અકલ્યાણ થઇ નથી શકતું. દરેક વાત માં તમારું કલ્યાણ જ છે - જો આ વાત દરેકની બુદ્ધિ માં રહશે તો બધાંની એકરસ અવસ્થા થઈ જશે.