Search for a command to run...
23 Jun 1973
અલૌકિક ખજાના નાં માલિક
23 June 1973 · ગુજરાતી
પોતાને લાઇટ હાઉસ અને માઇટ હાઉસ બંને સમજો છો? વર્તમાન સમયની સ્થિતિ પ્રમાણે તમારું કયું સ્વરુપ વિશ્વકલ્યાણ નું કર્તવ્ય કરી શકે છે? એ સ્વરુપને જાણો છો? આ સમયે આવશ્યકતા છે, માઇટ હાઉસ નાં સ્વરુપ ની. શું એવો અનુભવ કરો છો કે ઓલમાઈટી (સર્વશક્તિમાન) બાપની સંતાન અમે પણ માઇટ હાઉસ બન્યાં છીએ? સર્વ શક્તિઓને પોતાનામાં સમાયેલી સમજો છો? શક્તિવાન્ નહીં પણ સર્વ-શક્તિવાન્. જેમનું “સર્વ-શક્તિ સંપન્ન” નાં માટે ગાયન છે કે અપ્રાપ્ત કોઈ શક્તિ નથી બ્રાહ્મણોનાં ખજાના માં.
જેવી રીતે દેવતાઓનાં માટે ગાયન છે, દેવતાઓનાં ખજાનામાં અપ્રાપ્ત કોઈ વસ્તુ નથી, એવી રીતે આપ બ્રાહ્મણો નું ગાયન છે કે “બ્રાહ્મણોનાં ખજાના માં કોઇ શક્તિ અપ્રાપ્ત નથી” કારણ કે માસ્ટર સર્વશક્તિવાન્ છો. જ્યારે બાપ નું નામ જ સર્વશક્તિવાન્ ઓલમાઈટી ઓથોરિટી (સત્તા) છે, અર્થાત્ સર્વશક્તિઓનાં ખજાનાનાં માલિકનાં બાળક છો, તો એવાં બાળકો જે બાપની સર્વશક્તિઓનાં માલિક છે, તો શું તેમની પાસે કોઈ અપ્રાપ્તિ હોઈ શકે છે? જે બાળક સો માલિક છે. એવું કોઈ છે જે પોતાને બાળક સો માલિક નથી સમજતું? બધાં માલિક બેઠાં છે ને? સર્વશક્તિઓનાં ખજાનાનાં માલિક છો ને? ખજાના નાં માલિક ક્યારેય એ સંકલ્પ પણ કરી શકે કે અમારી પાસે સહનશક્તિ નથી કે માયા ને પરખવાની શક્તિ નથી અથવા જ્ઞાનનાં ખજાના ને સંભાળવાની શક્તિ નથી કે સંકલ્પોને સમાવવાની શક્તિ નથી અથવા ખજાના ને સુમિરણ કરવાની શક્તિ નથી? બુદ્ધિ કોઈ કાર્યમાં કેટલી પણ વિસ્તારમાં ગઈ હોય પરંતુ વિસ્તાર ને એક સેકન્ડમાં સમાવવાની શક્તિ નથી? એવાં માલિકનાં શું આવાં બોલ કે આ સંકલ્પ પણ હોઈ શકે? જો હોય છે તો એને શું કહેશું? એ સમયની અવસ્થા ને અથવા સ્થિતિ ને શું માલિકપણા ની સ્થિતિ કહી શકાય છે?
માલિક સદા માલિક જ હોય છે. હમણાં-હમણાં માલિક, હમણાં-હમણાં ભિખારી એવાં માસ્ટર સર્વશક્તિવાન્ હોય છે શું? માલિક થી ઘડી-ઘડી રોયલ ભિખારી કેમ બનો છો? બાપની સામે પણ જ્યારે બાળક આવીને એમ કહે છે કે બાબા અમને મદદ કરો, શક્તિ આપો, અને સહારો આપો, જે આવું કહે એને શું કહેવાય? શું એને રોયલ ભિખારીપણું નહીં કહેવાય? આ છે ભક્તિનાં સંસ્કાર. જેવી રીતે દેવતાઓની પાસે જઇને કહે છે આપ તો સર્વગુણ સંપન્ન છો અને હું…… એવી જ રીતે બાપની આગળ માસ્ટર સર્વશક્તિવાન્ આવીને કહે છે કે બાબા તમે તો સર્વશક્તિઓનાં સાગર છો પરંતુ મારી અંદર એ શક્તિ નથી, હું તો માયા થી હાર ખાઈ લઉં છું, વ્યર્થ સંકલ્પોને કંટ્રોલ નથી કરી શકતો અને માયાનાં વિઘ્નો થી ગભરાઈ જાઉં છું શું આ એ જ ભક્તિનાં સંસ્કાર નહીં થયાં?
સંભળાવ્યું હતું ને કે બાપ જે છે, જેવાં છે એને એવાં ન માનીને ભાવનાનાં વશ થઈને સર્વવ્યાપી પણ કહો છો, આ પણ તમે બાપ નું ઇન્સલ્ટ (અપમાન) કરો છો ને? આકરા થી આકરા શબ્દોમાં ગાળ આપો છો. એવી જ રીતે પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન, માસ્ટર સર્વશક્તિવાન્, માસ્ટર જ્ઞાન, પ્રેમ અને આનંદ બધાનાં સાગર, પોતાનાં માટે પછી કહે કે થોડીક શક્તિ ની કમી છે તો શું એને માસ્ટર સાગર કહેશું? એક તો પોતાનાં માસ્ટર જ્ઞાનનાં સાગર, આનંદ નાં સાગર કહો છો પછી આવું કહો તો પોતાનું ઇન્સલ્ટ કરવાનું નથી થયું શું? સ્વયં જ પોતાનું ઇન્સલ્ટ કરવું શું એ બ્રાહ્મણોનું સ્વમાન છે? આ બોલ બોલવાં કે આ સંકલ્પો કરવાં આનાથી પોતાનું પણ ઇનસલ્ટ કરો છો અને બાપનું પણ ઇન્સલ્ટ કરો છો - કેવી રીતે?
એક તો બાબા જે દાતા છે, સ્વયં જ દેવા વાળા છે, બીજા કોઈનાં કહેવાથી દેવાવાળા નથી, તો દાતા ને મનુષ્ય બનાવવાં શું એ ઇન્સલ્ટ નથી? કહેવાથી કોણ કરે છે? - મનુષ્ય. બીજી વાત, બાપને પણ સ્મૃતિ અપાવવા વાળા બનો છો. એનાથી શું સિદ્ધ થાય છે? શું બાપ પોતાનું કર્તવ્ય કરવાનું ભૂલી ગયાં છે? શું એટલાં માટે તમે બાપને સ્મૃતિ અપાવો છો? “બાબા તમે તો મદદગાર છો જ, એટલે મદદ કરજો” આવું કહેવાને શું કહેવાય? જ્યારે ગાયન જ આ છે કે બ્રાહ્મણ અર્થાત્ સર્વ પ્રાપ્તિ-સ્વરુપ. પ્રાપ્તિ-સ્વરુપ ની પાસે અપ્રાપ્તિ ક્યાંથી આવી? એટલે કહ્યું કે બ્રાહ્મણોની સ્ટેજ (સ્થિતિ) પાવર હાઉસ છે. હવે પાવર હાઉસ થી પરે ની ભાષા સમજ્યાં? પાવરહાઉસ નાં આવાં બોલ નથી હોતાં. હવે તો ફાઈનલ રિઝલ્ટ (અંતિમ પરિણામ) આઉટ (જાહેર) કરવાનો સમય પણ નજીક આવી રહ્યો છે. ફાઈનલ રિઝલ્ટ નાં સમયે પણ જો કોઈ પહેલો પાઠ જ ભણતાં રહે, એમાં પણ મજબૂત ન થયાં તો એવાનું રીઝલ્ટ શું હશે? એટલે તો પણ બાપદાદા થોડા સમય પહેલાં સંભળાવી રહ્યાં હતાં કે જેને પણ હાઈ જમ્પ (ઊંચી છલાંગ) મારવી હોય અને આગળ વધવું હોય તો હમણાં થી છ મહિનાંની અંદર અર્થાત્ આ વર્ષમાં પોતે પોતાને જે પણ સ્ટેજ પર અથવા જે પણ સ્થિતિમાં સ્થિત કરવા ઈચ્છો છો, એમનાં માટે આ ચાન્સ (તક) છે. આમ થોડા સમયની અંદર પોતાને સંપન્ન બનાવવાં માટે સાધારણ પુરુષાર્થ નહીં ચાલશે. હવે તો તીવ્ર પુરુષાર્થ અર્થાત્ સંકલ્પ, બોલ અને કર્મ આ ત્રણેયમાં સમાનતા નો અભ્યાસ કરવાનો એને કહેવાય છે - તીવ્ર પુરુષાર્થી.
જેવી રીતે બુદ્ધિમાં આ વિચારો છો, સમજો છો કે અમે દાતાનાં બાળકો છીએ પરંતુ બોલ અને કર્મ માં અંતર છે. સંકલ્પ માં વિચારો છો કે અમે સર્વ આત્માઓથી ઊંચા બ્રાહ્મણ છીએ પરંતુ બોલ અને કર્મ માં અંતર છે. વિચારો છો કે વિશ્વ-કલ્યાણકારી છીએ પણ બોલ અને કર્મ માં અંતર છે. તો ત્રણેય સમાન થઈ જાય એને કહેવાય તીવ્ર પુરુષાર્થ અર્થાત્ બાપ સમાન. તો શું એવી રીતે પોતાને બાપ સમાન બનાવવા માટે સમય આપી રહ્યાં છો? છ મહિનાં પછી આ રુહાની સેનાનાં મહાવીર, ઘોડેસવાર અને પ્યાદા અર્થાત્ પ્રજા બધાં પ્રત્યક્ષ થશે. જ્યાં સુધી એકબીજા માં જ પ્રત્યક્ષ નહીં થાઓ તો વિશ્વની આગળ પ્રખ્યાત ક્યારે થશો? અને વિશ્વની પાસે પ્રખ્યાત નહીં થશો તો પ્રત્યક્ષતા કેવી રીતે થશે? તો સ્વયં ને અને બાપ ને પ્રખ્યાત કરવા માટે કે બાપની પ્રત્યક્ષતા કરવા માટે હવે લાસ્ટ પુરુષાર્થ અથવા લાસ્ટ સો ફાસ્ટ પુરુષાર્થ કયો રહી ગયો છે? ફાસ્ટ પુરુષાર્થ કયો છે જે ફાસ્ટ જ લાસ્ટ છે, એને જાણો છો? કયો પુરુષાર્થ સામે આવે છે? ફાસ્ટ પુરુષાર્થ ની વિધિ કઈ છે કે જેનાથી બાપ સમાન બની જશો? આ સિદ્ધિ થશે. વિધિ વગર સિદ્ધિ મળી ન શકે. અનેકવાર કહ્યું છે. ફક્ત એક શબ્દ છે. લાસ્ટ સો ફાસ્ટ પુરુષાર્થ ની વિધિ છે - પ્રતિજ્ઞા. કોઈ પણ વાતની પ્રતિજ્ઞા કરવી કે આ કરવાનું જ નથી. આ હમણાં કરવાનું છે. પ્રતિજ્ઞા ની વિધિ એ છે કે લાસ્ટ ઇઝ ફાસ્ટ . પ્રતિજ્ઞા અર્થાત્ સંકલ્પ કર્યો અને સ્વરુપ બન્યાં. પ્રતિજ્ઞા કરવામાં સેકન્ડ લાગે છે. તો હવે ફાસ્ટ પુરુષાર્થ એક સેકન્ડ નો જ હોવો જોઈએ. કારણ કે કહ્યું હતું ને કે લાસ્ટ પેપર નું રીઝલ્ટ આઉટ (જાહેર) થશે. લાસ્ટ પેપર નો સમય કેટલો મળશે? એક સેકન્ડ. લાસ્ટ પેપર નો સમય પણ ફિક્સ છે અને પેપર પણ ફિક્સ છે. પેપર કહ્યું હતું ને - “નષ્ટોમોહા, સ્મૃતિ સ્વરુપ”. એક સેકન્ડમાં ઓર્ડર થયો - નસ્ટમોહા બની જાઓ તો એક સેકન્ડમાં જો નષ્ટોમોહા, સ્મૃતિ સ્વરુપ ન બન્યાં, પોતાને સ્વરુપ બનાવવામાં અર્થાત્ યુદ્ધ કરવામાં જ સમય ગુમાવી દીધો અને બુદ્ધિ ને ઠેકાણે લગાવવામાં સમય લગાવી દીધો તો શું થઈ જશો? - નપાસ. તો સમય પણ એક સેકન્ડ નો મળવાનો છે. આ પણ પહેલાથી જ સાંભળી રહ્યાં છો. પેપર પણ પહેલાં સાંભળી લીધું છે તો કેટલાં પાસ થવાં જોઈએ? ફાસ્ટ પુરુષાર્થ ની વિધિ છે - પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા થી પોતાને પ્રખ્યાત કરો. બાપ ને પ્રખ્યાત કરો અર્થાત્ પ્રતિજ્ઞા થી પ્રત્યક્ષતા કરો. આ મુશ્કેલ છે શું? હિંમત અને ઉલ્લાસ, નશો અને નિશાન જો સદા સાથે રાખશો તો અનેક કલ્પની જેમ આ કલ્પ માં પણ ફુલ પાસ થયેલાં જ છો. કાંઈ મુશ્કેલ નથી. ફક્ત છ મહિનાની અંદર પોતાનાં મુખ્ય ચાર વિષયો ને સામે રાખીને ચેક કરો કે ચારેય માં પાસ માર્ક્સ છે? આ છે ઓછાં માં ઓછાં પાસ માર્ક્સ. પરંતુ જે વિશેષ આત્માઓ છે એમને ફુલ માર્કસ લેવાનું લક્ષ્ય રાખવાનું છે. એવું નહીં સમજતાં કે બે કે ત્રણ વિષયોમાં સારા માર્ક્સ છે અને એક કે બે વિષયમાં ઓછા છે તો પાસ થઈ જશો. જો એક વિષયમાં કોઈ ફેલ (નપાસ) થાય છે તો શું થાય છે? જેમને બીજી વાર પેપર દેવું પડે એનું એ વર્ષ તો બરબાદ થયું ને. અર્થાત્ એ સૂર્યવંશી થી તો વંચિત રહ્યાં ને? સૂર્યવંશ નું પહેલું રાજ્ય ભાગ્ય અને પ્રકૃતિની પહેલી સર્વ પ્રાપ્તિ સંપન્ન પ્રાલબ્ધ થી તો વંચિત થઈ જશે ને? હા, જો ચઢતી કળા થતાં-થતાં ત્રેતા માં આવીને ફુલ માર્ક્સ લેશે તો ત્રેતાયુગ માં થોડી શ્રેષ્ઠ પ્રાલબ્ધ પામી લેશે. એટલે એવું પણ નહીં વિચારતાં. ચારેય વિષયોમાં પહેલો પુરુષાર્થ છે - ફુલ પાસ થવાનો અર્થાત્ ફુલ માર્ક્સ લેવાનો છે. બીજો પુરુષાર્થ બધાં વિષયોમાં પાસ માર્ક્સ લેવાનો છે. અને ત્રીજો પુરુષાર્થ તો કરવાનો જ નથી કારણ કે ત્રીજાનું તો વિચારવાનું જ નથી, બાબા છતાં પણ સમય આપી રહ્યાં છે. પોતે પોતાને બધાં વિષયોમાં કમ્પ્લીટ (સંપન્ન) કરી લો. સમજ્યાં? ત્રણ ગ્રુપ આઉટ (જાહેર) કરવાનાં છે. નંબર ૧ . ઍવર રેડી (સદા તૈયાર) ગ્રુપ ૨. રેડી ગ્રુપ ૩. લેઝી (આળસુ) ગ્રુપ. આ છ મહિનાની અંદર પોતાને પરિવર્તિત કરી ફર્સ્ટ ગ્રુપમાં લાવવાનું છે અર્થાત્ એવરરેડી ગ્રુપ. ઓર્ડર કર્યો અને થયું. ઓર્ડર માનવામાં લેઝી (આળસ) નહીં. આ ત્રણ ગ્રુપ માં સ્વયં પોતાને પણ દર્પણ માં સાક્ષાત્કાર થઈ જશે. જેમ કલ્પ પહેલાં બ્રહ્માકુમાર (નારદ) એ દર્પણ માં પોતાનો સાક્ષાત્કાર કર્યો ને તેમ નોલેજ (જ્ઞાન) રુપી દર્પણ માં સ્વયં જ સ્વયં નો સાક્ષાત્કાર કરશો કે હું કયા ગ્રુપ માં છું અને કયા ગ્રેડ (ધોરણ) માં આવીશ. જેવું ગ્રુપ એવો ગ્રેડ હશે ને? અચ્છા.
સદા સ્વયં નાં પ્રતિ અને વિશ્વનાં પ્રતિ શુભચિંતક સ્થિતિમાં સ્થિત રહેવાવાળા, દર સેકન્ડ અને દરેક સંકલ્પ શ્રેષ્ઠ વ્યતિત કરવાવાળા, સદા પોતાનાં ખજાનાની સ્મૃતિ અને સિમરણ માં રહેવાવાળા, સદા ખુશીનાં ખોરાક માં ભરપૂર રહેવાવાળા, સર્વ કમજોર આત્માઓને બળ આપવાવાળા, સર્વ આત્માઓનાં તમોગુણી સ્વભાવ અને સંસ્કારો ને પરિવર્તન કરવાવાળા, સાક્ષી અને સદા સાથી અનુભવ કરવાવાળા, એવાં કોટો માંથી કોઈ અને કોઈ માંથી કોઈ, પદ્માપદમ ભાગ્યશાળી આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.