Search for a command to run...
18 Jun 1973
વિશેષ આત્માઓની વિશેષતા
18 June 1973 · ગુજરાતી
બધાં આ સમયે પોતાનાં શ્રેષ્ઠ સ્વમાનનાં સિંહાસન પર સ્થિત છો? શ્રેષ્ઠ સ્વમાનનું રુપ જાણો છો? આ સમયમાં વિશ્વ રચયિતા ની ડાયરેક્ટ (સીધી) રચના, પહેલી રચના, સર્વશ્રેષ્ઠ રચના અને રચયિતાનાં ‘બાળક સો માલિક’ જે બાપદાદાનાં નૂરે રત્ન છો, દિલતખ્તનશીન છો, મસ્તકની મણિઓ છો અને બાપદાદાનાં કર્તવ્ય માં મદદગાર છો અને જે વિશ્વ કલ્યાણકારી, વિશ્વનાં આધારમૂર્ત, વિશ્વની આગળ શ્રેષ્ઠ ઉદાહરણ રુપ માં છો, શું એવાં સાચાં સ્વમાન સ્મૃતિ માં રહે છે? સદા સ્વમાન નાં સિંહાસન પર સ્થિત રહો છો કે પછી સિહાંસન પર ટકી નથી શકતાં? નામ જ છે સિંહાસન. એનો અર્થ શું થયો? એનાં પર કોણ સ્થિત થઈ શકે છે? સર્વ શક્તિ સંપન્ન જ આ આસન પર અર્થાત્ સ્થિતિમાં સ્થિત થઈ શકે છે. સિંહ, અર્થાત્ સિંહ અથવા સિંહણ. જો સિંહ નથી બન્યાં તો આસન પર સ્થિત નથી થઈ શકતાં. સિંહાસન કોના માટે છે? જે સર્વ શક્તિમાન ની પહેલી રચના છે. પહેલી રચનામાં રચયિતાનાં સમાન સર્વ શક્તિઓ સ્વરુપમાં દેખાઈ આવે છે? પહેલી રચના ની વિશેષતા જે આ સમય છે, શું તેને જાણો છો? જે વિશેષતાનાં કારણે વિશ્વ રચયિતા નાં પણ માલિક બનો છો, બાપ થી પણ વિશેષ પૂજન યોગ્ય બનો છો, બાપ પણ આવી રચના નાં ગુણગાન કરે છે, અને વંદના કરે છે, તે કઈ વિશેષતા છે? બાપનું ગાયન આત્માઓ જ કરે છે પણ એવી શ્રેષ્ઠ આત્માઓનું ગાયન સ્વયં સર્વ શક્તિવાન કરે છે અર્થાત્ પરમાત્મા દ્વારા આત્માઓનું ગાયન થાય છે. સ્વયં બાપ એવી આત્માઓનું દરરોજ વારંવાર સ્મરણ કરે છે. એવી વિશેષ આત્માઓની મુખ્ય વિશેષતા શું છે જેથી એવાં શ્રેષ્ઠ બન્યાં છે? પોતાની આ વિશેષતા ને જાણો છો ? અવશ્ય બાપ થી પણ વધારે કોઈક વિશેષતા તમારી છે. એને જાણો છો? કઈ વાતમાં બાપ થી આગળ છો? તે વિશેષતા સંભળાવો. બાપદાદા થી કઈ વાત માં આગળ છો? અષ્ટ રત્નો માં ફક્ત શક્તિઓ છે એવું નથી, પાંડવ પણ આવી શકે છે. જ્યારે ભાઈ-ભાઈ છો તો આત્મિક રુપની સ્થિતિમાં સ્થિત થયેલી આત્મા અષ્ટ રત્ન બની શકે છે. આમાં શક્તિ અથવા પાંડવોની વાત નથી, પરંતુ આત્મિક સ્થિતિ ની વાત છે. બન્ને આવી શકે છે. પાંડવો ની સીટ પણ આઠ માં છે. અચ્છા, ફર્સ્ટ (પહેલી) વિશેષતા શું થઇ જે આત્માઓને બાપ નાં પણ માલિક બનાવે છે? એ બાપથી પણ શ્રેષ્ઠ બને છે. એ વિશેષતા છે બાપ ને પ્રત્યક્ષ કરવાં, બાપનાં સંબંધમાં સમીપ લાવવાં, બાપનાં વારસદાર બનાવવાં. આ આપ પહેલી રચનાનું આ કર્તવ્ય છે. બાપ બાળકો દ્વારા જ પ્રત્યક્ષ થાય છે. નિરાકાર બાપ અને સાકાર બ્રહ્મા બાપ બંને ને, પોતાનાં નિશ્ચય, પોતાનાં બ્રાહ્મણ જીવનનાં આધાર થી, પોતાનાં અનુભવનાં આધાર થી, વિશ્વની આગળ પ્રખ્યાત કર્યાં ત્યારે વિશેષ માને છે. તો બાપ ને પ્રખ્યાત કરવાની વિશેષતા બાળકોની છે, એટલે એનાં બદલામાં બાપ વિશ્વની આગળ સ્વયં ગુપ્ત રુપમાં રહી, શક્તિસેના અને પાંડવસેના ને પ્રખ્યાત કરે છે. તો આ વિશેષતા બાળકોની છે એટલે બાપ થી પણ વધારે પૂજય બનો છો. આવી પોતાની વિશેષતા સ્મૃતિમાં રહે છે કે ભૂલી જાઓ છો? સંગમયુગી બ્રાહ્મણોની વિશેષતા સદા સ્મૃતિ સ્વરુપ ની છે. તો બ્રાહ્મણપણા ની વિશેષતા અનુભવ કરો છો? શૂદ્રપણું અર્થાત્ વિસ્મૃત સ્વરુપ. બ્રાહ્મણ બનીને પણ સ્મૃતિમાં ન આવે તો શુદ્ર અને બ્રાહ્મણ માં અંતર જ શું રહ્યું? મરજીવા જન્મની અલૌકિકતા શું થઈ? વિસ્મૃતિ લૌકિકતા છે અર્થાત્ એ આ લોક નાં રીત-રિવાજ છે. બ્રાહ્મણ નો રિવાજ “સદા સ્મૃતિ સ્વરુપ છે.” ક્યારેય પણ પોતાનાં લૌકિક રીત-રિવાજ અથવા મર્યાદા કોઈને ભૂલાય છે શું? બ્રાહ્મણ કુળ નાં રીત-રિવાજ અથવા મર્યાદાઓ બ્રાહ્મણ જ ભૂલી જાય એ સંભવ છે શું? બ્રાહ્મણોનાં રીત-રિવાજ અલૌકિક છે. આ રીત-રિવાજ માં ચાલવું સાધારણ અને સહજ વાત છે કારણ કે જ્યારે તમે છો જ બ્રાહ્મણ. બીજા કુળનાં રીત-રિવાજ અપનાવવાં મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ આ તો તમારાં આદિ નાં રીત-રિવાજ છે. નેચરલ (સ્વાભાવિક) જીવનની વાત છે. બ્રાહ્મણ જન્મનાં સંસ્કારોની વાત છે, આમાં મુશ્કેલ શું છે? બ્રાહ્મણ જીવનનાં સંસ્કાર અને સ્વભાવ કયા છે? સર્વ દિવ્ય ગુણ જ બ્રાહ્મણોનો સ્વભાવ છે, જેને દિવ્ય સ્વભાવ કહેવામાં આવે છે તો દિવ્ય ગુણ બ્રાહ્મણોની સ્વાભાવિક ચીજ છે અર્થાત્ બ્રાહ્મણ જીવન નો સ્વભાવ સર્વ દિવ્યગુણ છે. ગંભીરતા, રમણીકતા, હર્ષિતમુખતા, સહનશીલતા, સંતોષ આ બ્રાહ્મણો નાં જીવન નો સ્વભાવ છે અને સંસ્કાર છે - ‘વિશ્વનાં સેવાધારી’. જ્યારે બ્રાહ્મણ જીવન નો સ્વભાવ અને સંસ્કાર આ જ છે તો કોઈપણ ગુણને ધારણ કરવાં અને સેવાધારી બનવાં માટે સ્વયંનો અર્થાત્ “હું પણું” નો ત્યાગ કે નિરંતર તપસ્વી સ્વરુપ કે સ્મૃતિ સ્વરુપ બનવું સહજ અને સાધારણ વાત થઈ ને? જો કોઈનાં, કોઈ પણ જન્મનાં સંસ્કાર હોય છે અથવા જન્મનો સ્વભાવ હોય છે, એને પરિવર્તન કરવાં મુશ્કેલ હોય છે, ચલાવવાં સહજ હોય છે. જેમ તમે લોકો પણ કમજોરી-વશ બહાના આપો છો કે આ મારો સ્વભાવ કે સંસ્કાર છે, એવી જ રીતે બ્રાહ્મણ જીવન નાં જે આદિ સ્વભાવ અને સંસ્કાર છે એમાં બ્રાહ્મણો ને ચાલવું સહજ હશે કે મુશ્કેલ હશે? જો કોઈ કહે કે આ દિવ્યગુણો નાં સંસ્કારોનાં વિપરીત કોઈ કાર્ય કરો, ત્યારે આ બ્રાહ્મણો માટે મુશ્કેલ હોવું જોઈએ. હમણાં પ્રેક્ટિકલ (વ્યવહાર) માં શું છે? શૂદ્રપણાનાં સંસ્કાર અને સ્વભાવ નેચરલ રુપ માં છે કે પછી બ્રાહ્મણપણા નાં સ્વભાવ ને સંસ્કાર નેચરલ રુપ માં છે? આમાં તો પુરુષાર્થ કરવાની આવશ્યકતા નથી, જ્યારે કે જીવનનાં નિજી સંસ્કાર છે. પરંતુ જેવી રીતે પહેલાં કહેલું ને કે પોતાનાં સ્વમાન નાં સિંહાસન પર સ્થિત નથી થઈ શકતાં, પોતાનું તખ્ત છોડી દો છો, અને પોતાનું બનેલું ભાગ્ય ભૂલી જાઓ છો. એટલે નિજી સ્વભાવ અને સંસ્કાર મુશ્કેલ અનુભવ કરો છો. સમજયાં?
બાપનું આ વાત પર એક ગાયન છે જે બાળકોનું પણ છે. “મુશ્કેલ ને સહજ કરવાવાળા.” તો જ્યારે બાપનું ગાયન છે મુશ્કેલ ને સહજ કરવાવાળા, પહાડને રાઈ બનાવવાવાળા અને રુ બનાવવાવાળા. રુ કેટલું હલકું હોય છે અને સ્વચ્છ હોય છે અને પહાડ કેટલો મુશ્કેલ અને ભારી હોય છે. ક્યાં પહાડ, ક્યાં રુ કે રાઈ. તો જે બાપનું ગાયન છે એ તમારું નથી શું? જે મુશ્કેલ ને સહજ બનાવવાળા બ્રાહ્મણ છે, એમને કોઈ પણ વાત મુશ્કેલ અનુભવ થાય, આ થઈ શકે છે? તો પોતાનાં સ્વમાન માં સ્થિત રહી પોતાની વિશેષતા ને દરેક સમયે સ્મૃતિમાં રાખો. વિશેષ આત્માઓ દરેક સંકલ્પ અને દરેક કાર્ય વિશેષ કરશે અર્થાત્ શ્રેષ્ઠ કરશે.
અચ્છા, એવાં સદા મુશ્કેલ ને સહજ કરવાવાળા, સદા સ્મૃતિ સ્વરુપ બાપનાં સમાન દરેક સંકલ્પ, દરેક સેકન્ડ વિશ્વ કલ્યાણનાં વિશેષ કર્તવ્યમાં રહેવાવાળા, વિશ્વ કલ્યાણકારી અને બાપદાદાનાં દિલ-તખ્તનશીન આત્માઓ ને બાપદાદાનાં યાદ-પ્યાર અને નમસ્તે.