Search for a command to run...
23 Jan 1974
હવે શક્તિ સેના નામ ને સાર્થક બનાઓ
23 January 1974 · ગુજરાતી
શું તમે પોતાને શક્તિ સેના નાં વોરિયર (યોદ્ધા) સમજો છો? જેમ તમારાં સંગઠનનું નામ છે - શક્તિ સેના, શું પોતાને તમે એવી શક્તિ સમજો છો? આ નામ તો તમારો પરિચય આપે છે, કારણ કે આ કર્તવ્યનાં આધાર પર છે. શક્તિ સેના નો અર્થ છે - સર્વ શક્તિઓથી સંપન્ન આત્માઓનું સંગઠન. તો પ્રશ્ન એ છે કે જેવું નામ પરિચય સિદ્ધ કરે છે તો શું એવું પ્રેક્ટિકલ (વાસ્તવિકતા) માં કર્તવ્ય પણ છે?
સર્વ-શક્તિ સંપન્ન બનવાની યુક્તિ બતાવતાં બાબા બોલ્યાં - “સદા એ સ્મૃતિમાં રાખો કે બાપ નું નામ શું છે અને બાપ ની મહિમા શું છે? હવે એનાં પછી એ વિચાર કરો, કે જે બાપનું કામ છે, શું એ જ મારું પણ કામ છે? જો બાપ નાં નામ ને સિદ્ધ કરવાવાળું કાર્ય ન કર્યું, તો બાપનું નામ પ્રસિદ્ધ કેવી રીતે કરશો? એ વિચારો કે, બાપની જે આ મહિમા છે, કે એ સર્વ શક્તિવાન છે તો મારું પણ એવું જ સ્વરુપ હોય, કારણ કે બાપની મહિમા નાં અનુસાર જ તો પોતાનું સ્વરુપ બનાવવાનું છે. બાપ સર્વ શક્તિમાન હોય અને બાળકો શક્તિહીન; બાપ નોલેજફુલ (જ્ઞાન સાગર) હોય અને બાળકો અભણ - આ શોભશે શું?”
આ જોવાનું છે કે દરેક સેકન્ડ ચઢતી કળાની તરફ છે? એક સેકન્ડ પણ ચઢતી કળાનાં બદલે ગતિરોધ (અટકતી) કળા ન હોય, ઉતરતી કળા ની તો વાત જ નથી. તમે છો પન્ડા. જો પન્ડા અટકતી કળા માં આવી ગયાં અથવા થોભી ગયાં તો તમારી પાછળ જે વિશ્વની આત્માઓ ચાલવા વાળી છે એ બધી થોભી જશે. જો એન્જિન અટકી જાય તો સાથે ડબ્બા પણ સ્વત: જ અટકી જશે. આપ સર્વની પાછળ વિશ્વની આત્માઓ છે. તમારા લોકો નું એક સેકન્ડ પણ અટકવું સાધારણ વાત નથી, શું આટલી જવાબદારી સમજીને ચાલો છો? વિશેષ સ્થાન પર અને વિશેષ સ્થાન નાં રુપ માં સર્વ ની નજર માં છો ને? તો જયારે ડ્રામા અનુસાર વિશેષ સ્થાન પર વિશેષ પાર્ટ ભજવવાની તક મળી છે તો પોતાનાં વિશેષ પાર્ટ ને મહત્વ આપીને ચાલવું જોઈએ ને? જો પોતાનું મહત્વ નહીં રાખો, તો બીજા પણ તમારું મહત્ત્વ નહીં રાખે. એટલે હવે પોતાનાં પાર્ટ નાં મહત્વ ને જાણો. અમારી ઉપર કોઈ જવાબદારી નથી, હવે એવો સંકલ્પ પણ નથી કરવાનો. તમને લોકો ને જોઈને કોઈ સોદો કરે છે, તો સૌદો કરાવવા વાળા તમે છો ને?
એ તો સમજ છે કે જો સ્થાપના ની તૈયારી ઓછી છે, તો વિનાશ ની તૈયારી કેવી રીતે થશે? આ બંને નું એકબીજા સાથે કનેક્શન (સંબંધ) છે ને? સમય પર તૈયાર થઇ જ જઈશું, આવું વિચારવું પણ ખોટું છે. જો ઘણાં સમય નો મહાવિનાશ નો સામનો કરવાની તૈયારી નો અભ્યાસ નહીં હશે તો એ સમય પર સફળ નહીં થઈ શકો. આનો લાંબા સમય નો અભ્યાસ જોઈએ; નહીં તો આટલાં વર્ષ અભ્યાસ માટે કેમ આપવામાં આવ્યાં છે? લાંબા સમયનો સંબંધ છે, એટલે જ ડ્રામા અનુસાર વધારે સમય પુરુષાર્થ માટે પણ મળ્યો છે. લાંબા સમયની પ્રાપ્તિ માટે લાંબા સમયનો પુરુષાર્થ પણ કરવાનો છે, શું એવો લાંબા સમયનો પુરુષાર્થ છે? સાયન્સ વાળાઓને (વૈજ્ઞાનિકોને) મહાવિનાશ માટે ઓર્ડર (આદેશ) કરે? એક સેકન્ડ ની તો વાત છે, ઈશારો મળ્યો અને કર્યું. શું એવી જ શક્તિ સેના તૈયાર છે? એક સેકન્ડનો ઈશારો છે - સદા દેહી અભિમાની. અલ્પકાળ માટે નહીં, સદાકાળ માટે થઈ જાઓ. આવો ઈશારો મળે તો તમે શું દેહી અભિમાની થઈ જશો કે પછી એ સમય પર સાધન શોધશો, પોઇન્ટ્સ વિચારશો કે પછી પોતાને સ્થિર કરવાની કોશિશ કરશો? એટલે હમણાં થી આવો પુરુષાર્થ કરો. મિલેટ્રી (લશ્કર) ને તો અચાનક જ ઓર્ડર મળે છે ને?
સ્વયં તમે પ્રોગ્રામ બનાવો અને સ્વયં જ સ્વયં ની ઉન્નતિ કરો. પ્રોગ્રામ બનશે તો કરી લઈશું, આ પણ આધાર નહીં રાખો. ભઠ્ઠી બનશે તો ત્રણ દિવસ સારાં વિતશે, આમાં તો સંગઠન નો સહયોગ મળે છે. પરંતુ આ આધાર પણ નહીં. ક્યારેક સહયોગ મળી શકે છે અને ક્યારેક નથી પણ મળી શકતો. અભ્યાસ નિરાધાર નો હોવો જોઈએ. જો તક મળી જાય છે, તો સારું જ છે. ન મળવાં પર પણ અભ્યાસ થી દૂર નથી થવાનું. પ્રોગ્રામ નાં આધાર પર, પોતાની ઉન્નતિનો આધાર બનાવવો, એ પણ કમજોરી છે. આ તો અનાદિ પ્રોગ્રામ મળેલો છે ને? આ કેમ યાદ નથી રાખતાં? નિરંતર ભઠ્ઠી માં રહેવાનું છે, આ તો અનાદિ પ્રોગ્રામ મળેલો છે ને?
અચ્છા! જેવું પોતાનું નામ એવું કામ કરવાવાળા, બાપનું નામ પ્રસિદ્ધ કરવાવાળા, એક સેકન્ડ માં ઓર્ડર મળવાં પર તૈયાર થઈ જવાવાળા અને નિરાધાર થઇ ને પુરુષાર્થ કરવાવાળા રુહાની સેનાનીઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.