Search for a command to run...
25 Jan 1974
નિરાકાર સ્વરુપ ની સ્મૃતિમાં રહેવા તથા આનંદ રસ લેવાની સહજ વિધિ
25 January 1974 · ગુજરાતી
જેવી રીતે પોતાનું સાકાર સ્વરુપ સદા અને સહજ સ્મૃતિ માં રહે છે, શું એવી જ રીતે પોતાનું નિરાકાર સ્વરુપ સદા અને સહજ સ્મૃતિ માં રહે છે? જેમ સાકાર સ્વરુપ પોતાનું હોવાનાં કારણે સ્વતઃ સ્મૃતિ માં રહે છે, શું એવી રીતે નિરાકારી સ્વરુપ પણ પોતાનું છે તો પોતાપણું સહજ યાદ રહે છે? પોતાપણું ભૂલવું મુશ્કેલ હોય છે. સ્થૂળ વસ્તુમાં પણ જ્યારે પોતાપણું આવી જાય છે, તો એ સ્વતઃ જ યાદ રહે છે, એને યાદ કરાતું નથી. આ પણ પોતાનું નિજી અને અવિનાશી સ્વરુપ છે, તો આને યાદ કરવું મુશ્કેલ કેમ? જાણ્યાં પછી તો, સહજ સ્મૃતિ માં જ રહેવું જોઇએ. જાણી તો લીધું છે ને? હવે આ જ સ્મૃતિ સ્વરુપ નાં અભ્યાસ નાં ગુહ્યતા (ઊંડાણ) માં જવું જોઈએ.
જેમ વિજ્ઞાન વાળા દરેક વસ્તુનાં ઊંડાણ માં જાય છે અને નવી-નવી ઈન્વેનશન (શોધ) કરતાં રહે છે એજ રીતે પોતાનાં નિજી સ્વરુપ અને એનાં અનાદિ ગુણ કે સંસ્કાર, આ એક-એક ગુણ ની ડીપનેસ (ઊંડાણ) માં જવું જોઈએ. જેમ આનંદ સ્વરુપ કહો છો, તો એ આનંદ સ્વરુપ ની સ્થિતિ શું છે? એની અનુભૂતિ શું છે, આનંદ સ્વરુપ હોવાંથી એની વિશેષ પ્રાપ્તિ શું છે અને આનંદ કહેવાય કોને છે? એ સમયની સ્થિતિ નો પ્રત્યક્ષ પ્રભાવ સ્વયં પર અને અન્ય આત્માઓ ઉપર શું થાય છે? - એમ દરેક ગુણનાં ઊંડાણમાં જાઓ. જેવી રીતે એ લોકો સાગરનાં તળિયાં માં જાય છે અને જેટલાં અંદર જાય છે, એટલાં જ એમને નવાં-નવાં પદાર્થ પ્રાપ્ત થાય છે. એવી જ રીતે તમે જેટલાં અંતર્મુખ થઈને સ્વયં માં ખોવાયેલાં રહેશો તો તમને ખૂબ નવાં-નવાં અનુભવ થશે. એવો અનુભવ કરશો જાણે કે તમે એમાં ખોવાયેલાં છો.
જેમ માછલી પાણીની અંદર રહેતાં પોતાનો જીવન-દાન અનુભવ કરે છે, એનો લગાવ પાણી થી હોય છે, શરીર નિર્વાહ અર્થ જો બહાર નીકળશે પણ, તો એક સેકન્ડ બહાર આવશે અને પાછી અંદર જતી રહેશે, કારણ કે પાણી વગર તે રહી નથી શકતી. એમ તમારાં બધાં ની લગન પોતાનાં નિજી સ્વરુપનાં ભિન્ન-ભિન્ન અનુભવ નાં સાગર થી હોવી જોઈએ. કાર્ય અર્થ બાહ્યમુખતા માં આવ્યાં, ઈન્દ્રિયોનો આધાર લીધો અર્થાત્ સાકાર સ્વરુપધારી સ્થિતિ માં આવ્યાં પરંતુ લગાવ અને આકર્ષણ એ અનુભવનાં સાગર ની તરફ જ હોવો જોઈએ.
જેમ સ્થૂળ વસ્તુ પોતાની ભિન્ન-ભિન્ન રસનાઓનો અનુભવ કરાવે છે ને? જેમ મિશ્રી (ખડી સાકર) પોતાની મીઠાશ નો અનુભવ કરાવે છે અને દરેક ગુણવાળી વસ્તુ પોતાનાં ગુણો નો અનુભવ કરાવતાં પોતાની તરફ આકર્ષિત કરે છે એમ તમે પોતાનાં નિજી સ્વરુપ નાં દરેક ગુણની રસનાનો અનુભવ અન્ય આત્માઓને કરાવો. ત્યારે જ આત્માઓ આકર્ષિત થશે. તો હવે આ અનુભવ કરવો અને કરાવવો, આ જ પોતાનું વિશેષ કર્તવ્ય સમજો. વર્ણનની સાથે-સાથે દરેક ગુણની અનુભૂતિ કરાવો. એ ત્યારે કરાવી શકશો જ્યારે સ્વયં આ સાગર માં સમાયેલાં હશો. તો શું એવાં સમાયેલાં રહો છો? આનાથી સહજ સ્મૃતિ સ્વરુપ થઈ જશો.
યાદ કઈ રીતે કરીએ? - આનાં બદલે આ પ્રશ્ન ઉઠે કે યાદ ભૂલી કેમ શકાય? એટલું પરિવર્તન આવી જાય. હજું તો ફક્ત થોડો જ અનુભવ કર્યો છે. ફક્ત ચાખીને જોયું છે. જ્યારે એમાં ખોવાઈ જશો ત્યારે કહેશો ખાધું પણ અને સ્વરુપ માં પણ લાવ્યાં. હજું ખુબ અનુભવ કરવાની આવશ્યકતા છે. જ્યારે આ અનુભવ માં જતાં રહેશો તો પછી આ નાની-નાની વાતો સ્વતઃ જ કિનારો કરી લેશે, અર્થાત વિદાય લઈ લેશે! અચ્છા!
અવ્યક્ત વાણી નો સાર
* જે પ્રમાણે પોતાનું સાકાર સ્વરુપ સદા અને સહજ સ્મૃતિ માં રહે છે, એ જ રીતે પોતાનું નિજી અનાદિ અને નિરાકાર સ્વરુપ પણ સ્મૃતિમાં રહેવું જોઈએ.
* જેમ વિજ્ઞાન વાળા દરેક વસ્તુનાં ઊંડાણમાં જાય છે એમ જ પોતાનાં નિજી સ્વરુપ અને એનાં અનાદિ ગુણ અને સંસ્કાર નાં ઊંડાણમાં જવું જોઈએ.
* જેમ માછલી પાણી વગર નથી રહી શકતી એમ આપ સૌની લગન અને આકર્ષણ પોતાનાં નિજી સ્વરુપનાં ભિન્ન-ભિન્ન અનુભવ નાં સાગર થી હોવી જોઈએ.
* જેમ સ્થૂળ વસ્તુઓ પોતાની ભિન્ન-ભિન્ન રસનાઓ નો અનુભવ કરાવે છે, એમ તમે પોતાનાં નિજી સ્વરુપનાં દરેક ગુણ ની રસનાનો અનુભવ અન્ય આત્માઓને કરાવો.