Search for a command to run...
23 Sept 1973
૨૩-૦૯-૭૩ “વિશ્વની આત્માઓ ને લાઈટ અને માઇટ આપવાવાળા જ વિશ્વ-અધિકારી
23 September 1973 · ગુજરાતી
શું આપ પોતાનાં ઊંચામાં ઊંચા બાપની ઊંચી સ્થિતિ પર સદા સ્થિત રહેવાવાળી સ્વયં ને શ્રેષ્ઠ આત્મા સમજીને દરેક કર્મ કરતાં રહો છો? જેમ બાપનાં માટે ગાયન છે ‘ઊંચું તારું નામ, ઊંચું તારું કામ, ઊંચું તારું ધામ’ એ પ્રમાણે શું તમે પોતાને પણ બાપ સમાન ઊંચું નામ અને ઊંચા કામ કરવાવાળી વિશેષ આત્મા સમજો છો? એ ધ્યાન રાખો છો કે એક પણ વ્યર્થ અથવા સાધારણ સંકલ્પ ઉત્પન્ન ન થાય? એને કહેવાય છે “ઊંચી સ્થિતિ”. શું તમે પોતાને ઊંચી સ્થિતિવાળા અનુભવ કરો છો? જ્યાં સુધી વ્યર્થ સંકલ્પ, બોલ અથવા કર્મ છે ત્યાં સુધી શ્રેષ્ઠ નથી બની શકતાં. કાં તો બેસ્ટ (શ્રેષ્ઠ) છે કે પછી વેસ્ટ (વ્યર્થ) છે. જેવી રીતે દિવસ છે તો રાત નથી અને રાત છે તો દિવસ નથી. એવી જ રીતે જ્યાં વેસ્ટ હોય છે ત્યાં બેસ્ટ (ઉચ્ચ) નથી બની શકાતું. તો બેસ્ટ (ઉંચ) બનવાં માટે વેસ્ટ (વ્યર્થ) ને ખતમ કરવું પડે. જ્યારે વેસ્ટ (વ્યર્થ) ખતમ થઇ જશે ત્યારે અનુભવ કરશો કે આત્મા કેવું પણ કાર્ય કરતી હોય, કેવાં પણ વાતાવરણ માં અથવા પરિસ્થિતિ માં રહેતી હોય અને હંગામા હોય તો પણ એ રેસ્ટ (આરામ) માં છે.
જેવી રીતે આજકાલ સાયન્સ વાળા પોતાને સાયન્સ નાં નોલેજનાં આધાર પર કેવાં પણ દુઃખનાં સમયે એક ઈન્જેક્શન દ્વારા અલ્પકાળ નાં આરામ નો અનુભવ કરાવે છે ને? એવી જ રીતે કેટલો પણ અવાજ અને કેટલું પણ તમોગુણી વાતાવરણ હોય, પણ સાયલેન્સ(શાંતિ) ની શક્તિ થી વેસ્ટ (વ્યર્થ) સમાપ્ત થવાનાં કારણે બેસ્ટ (શ્રેષ્ઠ) સ્થિતિ માં સ્થિત હોવાથી સદા રેસ્ટ (આરામ) અનુભવ કરશો, અર્થાત્ સદા પોતાને સુખ અને શાંતિની ગાદી પર આરામ કરવાનો અનુભવ કરશો. જેમ યાદગાર નું ચિત્ર પણ છે - સાગર માં જ્યારે લહેરો ની હલચલ થાય છે તો સાગર માં હોવાં છતાં, સાંપો ની શૈયા હોવા છતાં અર્થાત્ વાતાવરણ અને પરિસ્થિતિ દુઃખમય હોવા છતાં (સાપ તો દુઃખદાઈ અર્થાત્ કરડવા વાળો હોય છે ને) આરામ નો અનુભવ કરશો. તો આનો ભાવ એ છે કે એવી પરિસ્થિતિ, એવું વાતાવરણ જે કરડવાવાળું હોય, હલચલવાળું હોય અને પોતાનાં વિષ દ્વારા મૂર્છિત કરવાવાળું હોય પરંતુ એવાં વાતાવરણ ને પણ સુખ શાંતિ ની શૈયા (ગાદી) બનાવી દે. અર્થાત્ આરામનું સ્થાન બનાવી દે, અર્થાત્ આત્મા સદા પોતાનાં રેસ્ટ માં રહે. તો જેવું યાદગાર ચિત્ર છે, શું એવો જ પ્રેક્ટિકલ (વ્યવહારિક) જીવનમાં અનુભવ કરો છો? શીતળતા માં શીતળ રહેવું કોઈ મોટી વાત નથી, આરામ નાં સાધનો માં આરામ થી રહેવું - એ પણ સાધારણ વાત છે પરંતુ બે-આરામી (ઉદ્વેગ) માં આરામ થી રહેવું એને કહેવાય છે “પદ્માપદમ ભાગ્યશાળી”. તો એવાં વિષય સાગર ની વચ્ચે રહી ને પાંચ વિકારો ને પોતાનાં આરામ કે સુખ અને શાંતિની શૈયા બનાવવાની છે. અર્થાત્ શું હમણાંથી જ વિકારો ઉપર સદા વિજયી બનીને સદા જ્ઞાનનાં મનન અને બાપનાં મિલન માં મગન રહો છો?
જે એવી સ્થિતિમાં સ્થિત છે અર્થાત્ સદા મગન છે, એ જ સદા નિર્વિધ્ન છે. મગન નથી તો જરુર કોઈ વિઘ્ન છે. હવે વિઘ્ન તમારા ઉપર વાર કરવાથી હારી ગયાં છે કે તમે પણ વિઘ્નો થી હાર ખાઈ જાઓ છો? હજું સુધી પણ હાર ખાતાં રહો શું એવું થઈ શકે છે? આ તો અસંભવ છે ને? હવે હાર ખવડાવવા વાળા છો કે ખાવાવાળા છો? જો સ્વયં નિર્વિઘ્ન બન્યાં છો, તો બનવાવાળા નું કર્તવ્ય શું છે? કોઈ તો હજું બની રહ્યાં છે, કોઈ બની ગયાં છે. જે બનવાવાળા છે એ પોતાનામાં જ બિઝી (વ્યસ્ત). કારણ કે જ્યાં સુધી સ્વયં ન બને ત્યાં સુધી બીજાને બનાવવામાં યથાશક્તિ જ કાર્ય કરી શકે છે. પણ જે બની ગયાં છે તેમનું કર્તવ્ય શું છે? તેમનું કર્તવ્ય છે બીજાઓને બનાવવાનું. તો બનાવી રહ્યાં છો ને? તો શું પહેલાં “ચેરિટી બિગનસ એટ હોમ” (પરમાર્થ ઘર થી શરુ) છે? અર્થાત્ પોતાનાં સાથીઓને. એ સાથી કોણ છે? તમારાં બ્રાહ્મણ પરિવારનાં જે સાથી છે. તો એ સાથીઓને આપ સમાન બનાવવાનાં પછી બાપ સમાન બનાવવાનાં છે. પરંતુ પહેલાં સ્ટેજ (તબક્કા)માં જો એમને આપ સમાન બનાવો તો પણ બહુ છે.
તો જે બન્યાં છે એમનું કર્તવ્ય શું છે? એમનું સ્વરુપ હવે કયું હોવું જોઈએ? કોઈએ ઉત્તર આપ્યો વિઘ્નવિનાશક. અચ્છા વિઘ્નવિનાશક કેવી રીતે બનશો? તો કયા રુપ થી સંહાર કરશો કે જેનાથી સહજ વિશ્વની સેવા કરી શકો? એ રુપ કયું હશે? એ છે ડબલ લાઈટ અને માઇટ હાઉસ નું. ડબલ કેમ કહ્યું? કારણ કે તમારે બે કાર્ય કરવાનાં છે. કોઈને મુક્તિ નો રસ્તો બતાવવાનો છે, તો કોઈને જીવનમુક્તિ નો રસ્તો બતાવવાનો છે. એક જ રસ્તો નહીં પણ બે રસ્તા બતાવવાનાં છે અને દરેક આત્મા ને પોત-પોતાનાં ઠેકાણે પહોચાડવાની છે. તો જે બન્યાં છે એમનું સ્વરુપ હવે ડબલ લાઈટ અને માઇટ નું હોવું જોઈએ જેથી એક સ્થાન પર હોવા છતાં પણ ચારે બાજુ પોતાની લાઈટ અને માઈટ નાં આધાર થી ભટકેલી આત્માઓને ઠેકાણું બતાવી શકે. તો શું આ કાર્યમાં બીઝી છો? હવે લાઈટ અને માઈટ બંને નું બેલેન્સ હોવું જોઈએ. ફક્ત લાઈટ થી પણ કામ નહીં થશે અને ફક્ત માઈટ થી પણ કામ નહીં થશે. બંને નું બેલેન્સ (સંતુલન) જ્યારે બરાબર થશે ત્યારે બધાં આંધળાનાં બાળકો આંધળા ને (શાસ્ત્રોમાં પણ કૌરવ સંપ્રદાય માટે ગવાયેલું છે કે આંધળાનાં બાળકો આંધળા છે) પોતાની લાઈટ અને માઈટ નાં દ્વારા કયું વરદાન આપશો અને તેઓ વરદાન માં શું પ્રાપ્ત કરશે? ડિવાઇન ઇન્સાઈટ (દિવ્ય જ્ઞાન) અર્થાત્ એને ત્રીજા નેત્ર નું વરદાન આપો.
આમ પણ ‘નેત્રદાન’ સૌથી શ્રેષ્ઠ દાન કહેવાય છે. નેત્ર નથી તો વિશ્વ નથી. સૌથી મોટા માં મોટું જીવ દાન કહો અથવા વરદાન કહો અથવા મહાદાન કહો હકીકત માં આ જ છે. તો આંધળા ને ડિવાઇન ઇન્સાઈટ અથવા ત્રીજા નેત્ર નું દાન આપો જેનાથી એ મુક્તિ કે જીવનમુક્તિ નાં સ્થાન ને જોઈ પણ શકે. જો એ જોશે નહીં તો પછી પહોંચશે કેવી રીતે? એટલે લાઈટ અને માઈટ હાઉસ બની, બંને નું બેલેન્સ બરાબર રાખીને દરેક આત્મા ને ત્રીજા નેત્ર નું વરદાન આપો. આ છે શ્રેષ્ઠ આત્માઓ નું કર્તવ્ય. ફક્ત પોતાનાં પ્રતિ જ લાઈટ અને માઈટ રાખી તો લાઈટ હાઉસ નહીં કહેવાય. જો પોતાનામાં લાઇટ અને માઈટ છે તો પોતાનાં સાથીઓને અને વિશ્વની સર્વ આત્માઓને મહાદાન આપો. જો કોઈ બલ્બ ચારે બાજુ પ્રકાશ ન ફેલાવે, ફક્ત જ્યાં બળે છે એ થોડા સ્થાન પર જ પ્રકાશ આપે તો કહેશો ને કે આ તો કંઈ કામ નો નથી. તો પોતાને જુઓ કે હું સ્વયં ને લાઈટ અને માઈટ આપવા વાળો બન્યો છું કે વિશ્વ સુધી લાઈટ અને માઈટ આપવા વાળો બન્યો છું? જેટલે સુધી લાઈટ આપવાવાળા હમણાં બનશો એટલાં જ નાનાં અથવા મોટાં રાજ્ય નાં અધિકારી ભવિષ્ય માં બનશો. જો ફક્ત થોડી જ આત્માઓનાં પ્રતિ લાઈટ અને માઈટ આપવાવાળા નિમિત્ત બન્યાં છો તો ત્યાં પણ થોડી જ આત્માઓનાં ઉપર રાજ્ય કરવાનાં અધિકારી બનશો. અહીંયા વિશ્વનાં સેવાધારી તો ત્યાં પણ વિશ્વનાં રાજ્ય-અધિકારી થશો.
એક હોય છે રાજ્ય-અધિકારી બનાવવાવાળા જેને ટીચર કહેવાય છે. એ રાજ્ય કારોબાર શિખવાડવાવાળા બનશે પણ રાજ્ય કરવાવાળા નહીં. હવે આપ શિખવાડવા વાળા બનશો કે કરવા વાળા? ત્યાં સતયુગ માં પણ નિમિત્ત માત્ર ભણાવતા તો હશો ને? રાજ્ય કારોબાર શિખવાડવા વાળા શિક્ષક જે હોય છે એમને રાજ્યધારી કહેવાય છે, પરંતુ રાજ્ય અધિકારી નહીં. કાં તો રાજ્યધારી બનશો અથવા રાજ્ય અધિકારી. પણ અધિકારી એ બનશે જે હમણાંથી જ પોતાનાં સ્વભાવ, સંસ્કાર અને સંકલ્પ નાં અધીન નહીં બનશે. જે હમણાં પણ પોતાનાં સંકલ્પનાં અધીન થાય છે તો શું એ અધિકારી થયાં? એ સંકલ્પો નાં પણ અધીન થયાં ને? તો એટલે હવે સંકલ્પો નાં પણ અધીન નહીં , સ્વભાવ અને સંસ્કારનાં પણ અધીન નથી થવાનું. જે હમણાં થી આ બધાનાં ઉપર અધિકારી બનશે એ જ ત્યાં રાજ્ય અધિકારી બનશે. હવે હિસાબ કાઢો કે કેટલાં અધીન રહો છો અને કેટલાં અધિકારી રહો છો. પછી એનાં રીઝલ્ટ (પરિણામ) થી સ્વયં પણ પોતાનાં ભવિષ્ય નો સાક્ષાત્કાર કરી શકો છો. અર્થાત્ સ્વયં પોતાને પરખવાનાં દર્પણ માં પોતાનું વર્તમાન અને ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે મારાં ફ્યુચર (ભવિષ્ય) નાં ફીચર્સ (લક્ષણ) શું હશે એ પણ જોઈ શકો છો. જો તમારો સ્વયં પોતાને પારખવાની શક્તિનો દર્પણ એટલો પાવરફુલ હશે તો તમે પોતાનાં ૨૧ જન્મોનાં ફીચર્સ પણ જોઈ શકો છો. એ દર્પણમાં તો ફક્ત વર્તમાન જ જોઈ શકાય છે, ભલે કેટલો પણ પાવરફુલ કાચ હોય, જેનાં દ્વારા બહુ દૂરની ચીજ ને પણ જોઈ શકાય છે, પરંતુ એ પણ છે તો આ દુનિયાનો જ ને? એનાથી ભવિષ્ય ને તો નહીં જોઈ શકાય. પરંતુ તમને લોકો ને પરખવાની શક્તિનો દર્પણ એટલો પાવરફુલ મળ્યો છે જેનાથી ન ફક્ત ભવિષ્યનાં એક જન્મ ને પરંતુ ૨૧ જન્મો ને જોઈ શકો છો. અને પછી ૨૧ જન્મોનાં આધાર પર, ભવિષ્ય પદ નાં આધાર પર પોતાનાં પૂજારી પણા નાં પાર્ટ ને પણ જોઈ શકો છો. તો એવો પાવરફુલ દર્પણ જે બાપદાદા થી પ્રાપ્ત થયો છે, શું એમાં જોતા રહો છો? પોતાને ક્લિયર (સ્પષ્ટ) જોઈ શકો છો કે, જોવા માટે કોઈ બીજા ની જરુર છે? ત્રિકાળદર્શી તો બીજા નાં ભવિષ્ય ને પણ જાણી શકે છે. તો શું તમે પોતાનાં ભવિષ્ય ને નથી જાણી શકતાં?
ત્રિકાળદર્શી બન્યાં છો કે એકદર્શી બન્યાં છો? એકદર્શી અર્થાત્ ફક્ત વર્તમાન નાં દર્શી. હવે તો ત્રિકાળદર્શી બનીને બધાંને સંદેશ આપો. જયારે એકદર્શી બનીને સંદેશ આપો છો તો એક ટકો જ રિઝલ્ટ નીકળે છે. ત્રિકાળદર્શી બનીને સંદેશ આપો તો ત્રણ ભાગ રીઝલ્ટ નીકળી જ જશે. અર્થાત્ ૭૫% રિઝલ્ટ થશે. હમણાં છે ૨૫% રિઝલ્ટ. તો હવે શું કરશો? હવે પાંડવસેનાની વિજય નો ઝંડો લહેરાવશો? પછી શું કરશો? બંનેય લહેરાવશો ને? આ ઝંડો લહેરાવવાનું તો સહજ છે ભલે એક નાં બદલે ૧૦૦ લહેરાવી દો. દરેક પોતાનાં એરિયા (ક્ષેત્ર) માં જેટલાં ઈચ્છે એટલાં લેહરાવી શકે. પણ આ ઝંડા ને લહેરાવવા નો અર્થ શું છે? વિજય નો ઝંડો લહેરાવવો. હમણાં મળી ને જે તન, મન અને ધન બધું લગાવી રહ્યાં છો એ કયા લક્ષ્ય થી? શું ફક્ત શિવ નાં ચિત્ર નો ઝંડો લહેરાવવાનાં લક્ષ્ય થી? હવે લક્ષ્ય એ રાખો કે બધાં મળીને પોતાની રાજધાની પર વિજય નો ઝંડો લહેરાવશો અને બધાં પર વિજય પામશો. જો કોઈ બચી પણ જાય એ પણ દબાયેલા હોય. બોલવાથી ચૂપ તો થઈ જ શકે છે ને? હવે તો ચૂપ પણ નથી, હવે તો બોલવામાં પણ હોશિયાર છે.
જુઓ, વિશ્વનું મુખ કયું છે? સમાચાર પત્ર, પત્રિકા અને મેગેઝીન (સામાયિક). હવે વિશ્વનાં મુખ દ્વારા બોલતાં તો રહ્યાં છો ને? પણ ચૂપ થઈ જાય, મારી ન શકો તો ઓછા માં ઓછું મૂર્છિત (બેભાન) તો કરો. બેભાન પણ બોલશે તો નહીંને? હવે આ રીઝલ્ટ આઉટ (જાહેર) થવાનું છે. રાખ કોણ બને છે અને કેટલાં બને છે અને કરોડો માંથી, લાખો માંથી એક કોણ નીકળે છે, એ પણ જોશે. પણ આ થશે કેવી રીતે? આનાં માટે બે વાત છોડવાની છે અને એક વાત ધારણ કરવાની છે. બે વાત કઈ છોડવાની છે? (બે મત ને છોડીને એક મત ધારણ કરવાની છે) પરંતુ બે મત હોય છે કેમ? એક મત થી બે મત માં આવવાનું કારણ શું છે? કઈ બે વાત છોડવાની છે અને કઈ એક વાત ધારણ કરવાની છે? છોડવાની છે એક તો સ્તુતિ અને બીજી પરિસ્થિતિ. કારણ કે એક તો કોઈ પરિસ્થિતિનાં કારણે ડગમગ થાય છે અને બીજું સ્તુતિમાં આવવાથી સ્થિતિ નથી બનતી. તો એટલે સ્વસ્થિતિ ને ધારણ કરવાની છે. અને સ્તુતિ અને પરિસ્થિતિ બંને વાતો ને છોડવાની છે. સંકલ્પ થી પણ છોડવાની છે. પરિસ્થિતિ નાં કારણે સ્વ-સ્થિતિ નથી થતી અને સ્તુતિ નાં કારણે સ્થિતિ નથી થતી. તો એટલે સ્તુતિમાં ક્યારેય આવવાનું નથી. જો અહીંયા પોતાની સ્તુતિ નો સંકલ્પ પણ રાખ્યો તો અડધાકલ્પ થી જે સ્તુતિ થવાની છે એમાં સો ગુણાં કટ થઈ જાય છે કારણ કે હમણાંની અલ્પકાળ ની સ્તુતિ સદાકાળ ની સ્થિતિ ને કટ કરી દે છે. એટલે હવે પરિસ્થિતિ શબ્દ પણ નથી કહેવાનો અને સ્તુતિ માટે સંકલ્પ પણ નથી કરવાનો.
જેટલાં નિર્માન રહેશો, એટલું નિર્માણ નું કાર્ય સફળ થશે. જો નિર્માનતા નથી તો નિર્માણ નથી કરી શકતાં. નિર્માણ કરવાનાં માટે પહેલાં નિર્માન બનવું પડે. એટલે એક સ્લોગન સદા યાદ રાખજો - કોઈપણ કાર્ય હોય કોઈ પણ પરિસ્થિતિ સામે હોય પણ સદૈવ જેમ અજ્ઞાનકાળ માં કહેવત છે કે ‘પહેલાં આપ’ અર્થાત્ ‘બીજા ને આગળ વધારવું સ્વયં ને આગળ વધારવું છે’. સ્વયં નું નમવું જ વિશ્વ ને પોતાની આગળ નમાવવું છે. એટલા માટે સદૈવ એક બીજા માં આ જ વૃત્તિ, દૃષ્ટિ અને વાણી રહે કે ‘પહેલાં આપ’. આ સ્લોગન ક્યારેય ભૂલવાનું નથી. જેમ બાપદાદા એ ક્યારેય પણ સંકલ્પ કે બોલમાં અથવા કર્મમાં એ નથી બતાવ્યું કે પહેલાં “હું”. સદૈવ બાળકોને પહેલાં લાવ્યાં - આ દૃષ્ટિ અને વૃત્તિ ને આગળ રાખી. એ જ પ્રકારે ફોલો ફાધર કરવાવાળી (બાપ ને અનુસરવાવાળી) દરેક આત્મા આ વાતમાં ‘ફોલો ફાધર’ કરશે તો સફળતા ૧૦૦% ગળા ની માળા બનશે. જો પહેલાં આપ ને બદલે ‘પહેલાં હું’ આ સંકલ્પ પણ કર્યો, જો એક આત્માએ પણ આ સંકલ્પ કર્યો અને વાણી અને કર્મ માં લાવ્યાં તો સમજો સફળતા ની માળા નો એક મણકો તુટ્યો. માળા નો એક મણકો પણ જો તૂટી જાય તો પૂરી માળા પર એનો પ્રભાવ પડે છે. એટલા માટે સ્વયં ને તો આ વાતમાં પાક્કા કરવાનું જ છે પણ સ્વયંની સાથે-સાથે સંગઠન ને પણ આ પાઠ માં અને આ સ્લોગન માં સફળ બનાવવાનાં પ્રયત્ન માં રહેવાનું છે. જેનાથી વિજય માળા નો એક મણકો પણ અલગ ન થઈ શકે. જયારે આવો પુરુષાર્થ કરશો અને કાર્ય કરશો ત્યારે વિજય નો ઝંડો પોતાની રાજધાની ઉપર ઉભો કરી શકશો.
પાર્ટ ભજવવાનાં પહેલાં - રિહર્સલ (પૂર્વ તૈયારી), સમજ્યાં? ડ્રેસ અને મેકઅપ વગેરે કરાય છે ત્યારે જ પાર્ટ સક્સેસફુલ (સફળ) થાય છે. તો આ ધારણા કરવાની છે. એવાં સજેલાં એવરરેડી (સદા તૈયાર) બની જ્યારે સ્ટેજ પર આવશો તો બધાનાં મુખથી “હિયર હિયર” નો અવાજ, વન્સ મોર (ફરી એક વાર) નો અવાજ નીકળશે. તૈયારી ની સાથે-સાથે શું આ પણ તૈયારી કરી રહ્યાં છો. કે ફક્ત સ્થૂળ તૈયારી કરવામાં તો બીઝી (વ્યસ્ત) નથી થઈ ગયાં ને? પહેલાં પોતાનો ડ્રેસ તૈયાર કરો અને પછી મેકઅપ નો સામાન તૈયાર કરો. મેકઅપ કરવો અર્થાત્ સ્થિતિ માં સ્થિત થવું. શું આ પણ તૈયારી કરી રહ્યાં છો? શું આની પણ મિટિંગ કરી રહ્યાં છો? વધારે મીટીંગો માં આ પોઇન્ટ ભૂલી ન જતાં. સ્ટોલ ને સજાવતા-સજાવતા સમય થઈ જાય અને પોતે એમ જ ઉભાં રહી જાઓ- એવું થઈ જાય છે ને ?ઘણાં સેવાકેન્દ્રો પર ફંકશન (કાર્યક્રમ) ની તૈયારી કરતાં-કરતાં પોતે એમ જ ઉભાં રહી જાય છે, સ્વયં તૈયાર નથી હોતાં, તો અહીંયા હવે એવું નહીં કરતાં.
દાન લેવા વાળા આવી જાય અને આપ એ સમય વિચારો કે શું લઈ આવીએ જે વહેંચાય, એટલે સ્ટોક પહેલેથી જ જમા કરાય છે. એ સમયે ભેગું કરવાની કોશિશ કરશો તો કોઇ વંચિત રહી જશે. જેમ બીજી વસ્તુઓનો સ્ટોક જમા કરો છો એવી જ રીતે અહીંયા પહેલાં સ્ટોક જમા કરવાનો છે. જેને જે જોઈએ, સુખ-શાંતિ જોઈએ કે ફક્ત પ્રજા પદ જોઈએ કે કોઈને સાહૂકાર પદ જોઈએ અને કોઈ ફક્ત સલામ કરવા ઇચ્છે. કોઈ એવું પણ ઈચ્છે છે કે જે સદૈવ વિશ્વ મહારાજન નાં ચરણોનો દાસ રહે. તો એવાં ભક્ત જે નમન કરવાનું ઈચ્છે એવાં ને પણ સ્ટોક ભરી આપો. જેને જે ચીજ જોઈએ અને જે ચીજની ઇચ્છા હોય, એની ઈચ્છા અવિનાશી પૂરી કરી શકો, આ માટીની દુનિયાની નહીં, સોનાની દુનિયાની. એવો સ્ટોક જ્યારે જમા થશે ત્યારે જલ્દી પોતાનાં સ્ટોક થી એ આત્માઓને આપી શકશો. શું આ પણ તૈયારી કરી છે? આ પોતામેલ કાઢ્યો છે કે ફક્ત આ જ કાઢ્યું છે કે એક ઝોન કેટલું તન-ધન આપશે, કેટલાં બેનર્સ, અને ચાદરો વગેરે આપશે શું આ કાઢી રહ્યાં છો? પરંતુ પોતાનાં માથા પર પણ બેનર્સ લગાવવાં પડશે.
પહેલાં તો પોતાની મૂર્ત ની ચૈતન્ય પ્રદર્શની લગાવવી પડશે. જેમાં નયન કમળ-સમાન દેખાય, હોઠો પર રુહાની સ્મિત જોવા મળે અને મસ્તક થી આત્માની સૂરત દેખાય. તો શું એવી પોતાની મૂર્ત ને સજાવી છે? આ પ્રદર્શની પણ તૈયાર કરી રહ્યાં છો કે ફક્ત સ્ટોલની પ્રદર્શની તૈયાર કરી રહ્યાં છો? તમે એકબીજા ને એક-બે નાં સ્ટોલ ની સજાવટ નાં ઈનામ આપશો અને બાપદાદા ઈનામ આપશે ચૈતન્ય પ્રદર્શની ની સજાવટ નું, એટલે હવે ડબલ ઈનામ મળશે. કોણે-કોણે પોતાની ચૈતન્ય પ્રદર્શની અને પોતાનાં મસ્તક નાં બેનર દ્વારા સર્વિસ કરી એનું ઈનામ આપશે. હવે રીઝલ્ટ જોશે. રીઝલ્ટ તો આવવાનું છે ને? ત્રણ નંબર ને ઈનામ મળશે - ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. બાપદાદા પણ ત્રણ ઇનામ આપશે. દરેક હમણાંથી વિચારી રહ્યાં છે અમે ફર્સ્ટ ઈનામ લઈશું અને ફર્સ્ટ માં પણ આવી જઈશું. જો બધાં ફર્સ્ટ માં આવી જાય તો પણ સૌગાત આપશે. એમાં શું મોટી વાત છે? જયારે આટલાં વિજયી બનશો તો વિજયી રત્નોની આગળ ઈનામ કઈ મોટી વાત છે? બધાં ફર્સ્ટ નંબર બનો તો ઈનામ પણ બધાંને મળશે, સ્થૂળ માં મળશે. સુક્ષ્મ કહે તો મોટી વાત નથી. સાકાર સૃષ્ટિ નિવાસી હોવાનાં કારણે સાકાર માં પણ આપશે. શું આપશે એ હમણાં નહીં બતાવે. એ સમયે પ્રસિદ્ધ થશે. જેવી યોગ્યતા હશે એ યોગ્યતા અનુસાર ઈનામ મળશે. સોનુ પણ શું મોટી વાત છે? થોડા સમય પછી આ બધું સોનુ તમારાં ચરણોમાં આવવાનું છે. વિશ્વનાં માલિક બનવાવાળા માટે આ બધું શું મોટી વાત છે? જે બાપદાદા ની સોગાતો છે ને. જેટલાં નંબર એટલી સોગાત. જેટલી સરસ સર્વિસની સફળતા દેખાડશે એમને એવી સરસ સોગાત મળશે. બાકી સ્ટોલ ની સજાવટ નું ઇનામ આ (દીદી-દાદી) આપશે અને એ બાપદાદા આપશે. અચ્છા, દિલાસો નથી પ્રેક્ટિકલ માં આપશે.
અચ્છા! એવાં સદા વીજયી, સદા સફળતા-મૂર્ત, સદા સ્વ-સ્થતિ થી સદા દરેક પરિસ્થિતિનો સામનો કરવાવાળા, સદા નિર્માન બની ને વિશ્વ નવ-નિર્માણ કરવાવાળા અને કદમ-કદમ પર એક બાપની યાદમાં એક મત થઈ એકનું નામ રોશન કરવાવાળા શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે. ઓમ શાંતિ.