Search for a command to run...
30 May 1974
રુહાની સેવામાં બાપનાં સદા સહયોગી અને એવર-રેડી (સદા તૈયાર) બનો!
30 May 1974 · ગુજરાતી
યુદ્ધ-સ્થળ પર ઉપસ્થિત યોદ્ધાઓ સર્વ શસ્ત્રો થી શ્રુંગારેલા, એવર-રેડી, એક સેકન્ડમાં, કોઈ પણ પ્રકારનાં ઓર્ડર ને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં લાવવાવાળા, શું પોતાને સદા વિજયી સમજો છો? હમણાં-હમણાં ઓર્ડર થાય, કે દૃષ્ટિ ને એક સેકન્ડમાં રુહાની અથવા દિવ્ય બનાવો, કે જેમાં દેહનાં અભિમાન નો, જરા અંશમાત્ર પણ ન હોય અને સંકલ્પ-માત્રમાં પણ ન હોય, તો શું સ્વયં ને એવાં બનાવી શકો છો? કે બનાવવામાં સમય લગાવશો? જો એક સેકન્ડ થી બે સેકન્ડ પણ લગાવી, તો શું એને એવર-રેડી કહેવાશે? ઓર્ડર થાય, કે પોતાની શ્રેષ્ઠ સ્મૃતિનાં આધાર પર આ અન્ય આત્માની સ્મૃતિને પરિવર્તન કરીને બતાવો, તો શું એવાં એવર-રેડી છો? ઓર્ડર થાય, કે વર્તમાન વાયુમંડળ ને પોતાની ઈશ્વરીય વૃતિ થી હમણાં-હમણાં પરિવર્તન કરો તો શું કરી શકો છો? ઓર્ડર થાય, કે પોતાની વર્તમાન સર્વશક્તિમાન સ્થિતિ થી કોઈ અન્ય આત્માની પરિસ્થિતિ-વશ સ્થિતિ ને પરિવર્તન કરો તો શું તમે કરી શકો છો? ઓર્ડર થાય, કે માસ્ટર રચયિતા બનીને પોતાની રચનાને શુભ ભાવનાથી તથા શુભચિંતક બનીને, ભિખારીઓને તેમની માંગ પ્રમાણે સંતુષ્ટ કરો તથા મહાદાની અને વરદાની બનો તો શું સર્વ ને સંતુષ્ટ કરી શકો છો? કે કાં તો કોઈ સંતુષ્ટ થશે અથવા તો કોઈ વંચિત રહી જશે? સર્વ-શક્તિઓનાં ભંડારા થી શું સ્વયં ને ભરપૂર અનુભવ કરો છો? શું સર્વ શસ્ત્ર સદા તમારી સાથે રહે છે? સર્વ શસ્ત્ર અર્થાત્ સર્વ-શક્તિઓ. જો એક પણ શસ્ત્ર અથવા શક્તિ ઓછી છે અથવા કમજોર છે, તો શું તે એવર-રેડી કહી શકાશે? જેમ બાપ એવર-રેડી અર્થાત્ સર્વ શક્તિઓથી સંપન્ન છે, તો શું એમ ફોલો-ફાધર (બાપ ને અનુસરો) છો?
વર્તમાન સમયે બાપનાં સહયોગીઓનું આવું એવર-રેડી ગ્રુપ (સમૂહ) જોઈએ. દરેક ગ્રુપની કંઈક-ને-કંઈક નિશાની તથા વિશેષતા હોય છે ને? તો આવાં એવર-રેડી ગ્રુપની નિશાની કઈ છે, શું જાણો છો? લૌકિક મિલિટરીની તો નિશાની જોઈ હશે. દરેક ગ્રુપનાં મેડલ (પદક) પોત-પોતાનાં હોય છે, તો આ રુહાની મિલિટરીનું અથવા એવર-રેડી ગ્રુપનું મેડલ કયું છે? શું આ સ્થૂળ બેજ (બિલ્લો) છે? આ તો સર્વિસ નું સહજ સાધન છે અને સદા સાથનું સાધન છે પરંતુ ફર્સ્ટ (પહેલાં) ગ્રુપનું મેડલ તથા નિશાની છે - વિજયમાળા. એક તો વિજય માળામાં પરોવા વાળાનું છે - એવર-રેડી ગ્રુપ. આ જ નિશ્ચય અને નશામાં સદા વિજય ની માળા પડેલી હોય છે. ‘સદા વિજય’ - આ જ માળા પહેલી નિશાની છે. આવાં એવર-રેડી બાળકો સદા આ જ સ્મૃતિ થી શ્રુંગારેલા હશે. બીજી નિશાની, સદા સાક્ષી અને સદા સાથીપણા નાં કવચધારી હશે. સર્વશક્તિઓ, આવાં એવર-રેડીની દરેક સમયે ઓર્ડર માનવા વાળી સિપાઈ તથા સાથી રહેશે. ઓર્ડર કર્યો અને દરેક શક્તિ જી-હજૂર કરશે. તેમનું મસ્તિષ્ક સદા મસ્તકમણી અર્થાત્ આત્માની ઝલક થી ચમકતું દેખાશે. તેમનાં નયન રુહાની લાઈટ અને માઈટ નાં આધાર થી સર્વ-આત્માઓને મુક્તિ અને જીવન-મુક્તિનો માર્ગ બતાવવાનાં નિમિત્ત બનેલાં હશે. તેમનું હર્ષિત મુખ અનેક જન્મોનાં અનેક દુઃખો ને વિસ્મૃત કરાવી, એક સેકન્ડમાં અન્ય ને પણ હર્ષિત બનાવી દેશે. શું આવું એવર રેડી ગ્રુપ છે તથા વિજયની માળા ગળામાં છે? અથવા બીજી યુક્તિઓ બીજાઓ પાસેથી લેતાં રહો છો કે પછી શસ્ત્ર ને કિનારે કરીને, સમય પર શસ્ત્રોની ભીખ માંગતા રહો છો?- આ શક્તિ દો, આ સહયોગ દો તથા આ આધાર પ્રાપ્ત થાય. આ સંકલ્પ કરવો પણ ભીખ માંગવી છે. આવાં ભિખારી-મહાદાની, વરદાની કેવી રીતે બની શકશે? ભિખારી, ભિખારી ને શું આપી શકે છે? પોતાને જુઓ, શું એવર-રેડી ગ્રુપનાં યોગ્ય બન્યાં છો? એવું નહીં કે ઓર્ડર કરો એક, અને વ્યવહાર માં આવે બીજું. એવાં કમજોર તો નથી ને? હજું તો પણ થોડી ગેલપ (ઝડપ) કરવાનો મોકો છે, હમણાં કોઈ પણ ગ્રુપમાં પોતાને પરિવર્તન કરી શકો છો. પરંતુ થોડાં સમય પછી, ગેલપ કરવાનો સમય પણ સમાપ્ત થઈ જશે અને જેમણે જેવો અને જેટલો પુરુષાર્થ કર્યો છે, તેઓ ત્યાં જ રહી જશે. પછી ભલે ગમે તેટલી એપ્લિકેશન (અરજીપત્ર) મૂકો પરંતુ મંજૂર નહીં થશે, મજબૂર થઈ જશો. એટલાં માટે બાપદાદા પણ થોડાં સમય પહેલાં જ ચેતવણી આપી રહ્યાં છે, જેનાંથી પાછળ આવવા વાળાને પણ બાપનાં પ્રતિ કોઈ ફરિયાદ કરવાની નહીં રહેશે. એટલાં માટે સેકન્ડ-સેકન્ડ તથા દરેક સંકલ્પનાં મહત્વ ને જાણીને, પોતાને મહાન બનાવો. પરખવાની શક્તિ નો, સ્વયંનાં પ્રતિ અને સેવાનાં પ્રતિ પ્રયોગ કરો ત્યારે જ સ્વયંની કમજોરીઓને મિટાવી શકશો, અને સર્વનાં પ્રતિ તેઓને ઈચ્છા પૂર્વક સંપન્ન કરીને, મહાદાની અને મહા-વરદાની બની શકશો.
અચ્છા. આવાં સદા શુભ-ચિંતક, સદા શુભ-ચિંતનમાં રહેવાં વાળા, સર્વની મનોકામનાઓને પૂર્ણ કરવાવાળા, સદા મસ્તકમણી દ્વારા સર્વ-આત્માઓને નોલેજની લાઈટ આપવાવાળા તથા સદા લાઈટ અન માઈટ હાઉસ, બાપદાદાનાં સદા સહયોગી બાળકો ને બાપદાદાનાં યાદ પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે.
સદા સાક્ષી અને સદા સાથીપણા નાં કવચધારી બાળકો સર્વશક્તિઓ, એવાં એવર-રેડી રહેશે જે દરેક સમયે ઓર્ડર માનવા વાળી સિપાહી તથા સાથી રહેશે. ઓર્ડર કર્યો અને દરેક શક્તિ જી-હજૂર કરશે. તેમનું મસ્તિષ્ક સદા મસ્તક મણી અર્થાત્ આત્માની ઝલક થી ચમકતું દેખાશે.