Search for a command to run...
18 Jun 1974
લાઈટ હાઉસ અને માઈટ હાઉસ બનીને, નવી દુનિયાનાં મેકર બનો
18 June 1974 · ગુજરાતી
શું પોતાને લાઈટ હાઉસ અને માઇટ હાઉસ સમજીને ચાલો છો? માત્ર લાઈટ અને માઇટ સમજીને નહીં પરંતુ લાઈટ હાઉસ અને માઇટ હાઉસ. અર્થાત્ લાઈટ (પ્રકાશ) અને માઇટ (શક્તિ) આપવાવાળા દાતા, હાઉસ ત્યારે બની શકાશે જ્યારે તેમની પોતાની પાસે એટલો સ્ટોક (જથ્થો) જમા હોય. જો સ્વયં સદા લાઈટ સ્વરુપ નથી બની શકતાં તથા લાઈટ સ્વરુપ માં સદા સ્થિત નથી રહી શકતાં, તો તે અન્ય આત્માઓને લાઇટ હાઉસ બનીને, લાઈટ નથી આપી શકતાં. જે સ્વયં જ માસ્ટર સર્વશક્તિવાન હોવાં છતાં, પોતાનાં પ્રતિ પણ સર્વ શક્તિઓનો ઉપયોગ નથી કરી શકતાં તો તે માઇટ હાઉસ બનીને, અન્ય આત્માઓને સર્વ શક્તિઓનું દાન કેવી રીતે કરી શકે છે? હવે સ્વયંને પૂછો કે શું હું લાઈટ અને માઇટ હાઉસ બન્યો છું? કોઈ પણ આત્મા જો કોઈ પણ શક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને તમારી સામે આવે તો શું તે આત્માને તે શક્તિ આપી શકો છો? જો સહન કરવાની ઇચ્છા અથવા નિર્ણય કરવાની શક્તિની ઈચ્છા રાખીને કોઈ આવે અને તેને સમાવવાની શક્તિ અથવા પરખવાની શક્તિનું દાન આપી દો, પરંતુ તે સમયે તે આત્માને જે સહન શક્તિ નાં દાનની જરુર છે જો તે તેને નથી આપી શકતાં, તો શું એવી આત્માને મહાદાની, વરદાની અથવા વિશ્વ-કલ્યાણી કહી શકાય છે? જો સ્વયંમાં જ કોઈ એક શક્તિની કમી હશે, તો બીજાંને સર્વ શક્તિવાન બાપનાં વારસાનાં અધિકારી તથા માસ્ટર સર્વશક્તિવાન કેવી રીતે બનાવી શકશો?
સૂર્યવંશી છે-સર્વશક્તિવાન અને ચંદ્રવંશી છે-શક્તિવાન્. જો એક શક્તિની પણ કમી છે તો સર્વશક્તિવાન્ નાં બદલે શક્તિવાન્ કહેવાશે અર્થાત્ તે સૂર્યવંશ નાં રાજ્ય ભાગ્યનાં અધિકારી નથી બની શકતાં. સર્વ શક્તિમાન્ જ સર્વગુણ સમ્પન્ન, સોળે કળા સંપૂર્ણ બનવાનાં અધિકારી બને છે. ઓછા શક્તિવાન્ કલ્યાણી બની શકે છે, પરંતુ વિશ્વ-કલ્યાણી નથી બની શકતાં. જો કોઈ આત્માને સમાવવાની શક્તિ જોઈએ અને તમે તેમને વિસ્તાર કરવાની શક્તિ આપી દો અથવા બીજી અન્ય બધી શક્તિઓ આપી દો, પરંતુ જે એમને જોઈએ તે ન આપી શકો, તો શું તે આત્મા તૃપ્ત થશે? શું તમને વિશ્વ-કલ્યાણી માનશે? જેમ કોઈને પાણી ની તરસ લાગી હોય અને તમે તેને ૩૬ પ્રકારનાં ભોજન આપી દો, પરંતુ પાણીનાં તરસ્યા શું ૩૬ પ્રકારનાં ભોજન થી સંતુષ્ટ થશે તથા તમારાં પ્રતિ આભાર માનશે? પાણીનાં બદલે ભલે તમે એમને હીરા આપી દો, પરંતુ તે સમયે તે આત્માનાં માટે પાણીનાં એક ટીપાંની કિંમત અનેક હીરાઓ કરતાં વધારે છે, એવી જ રીતે જો તમારી પાસે સર્વ શક્તિઓનો જથ્થો જમા નહીં હશે તો, સર્વ આત્માઓને સંતુષ્ટ કરવા વાળી સંતુષ્ટ મણિઓ નહીં બની શકો, તથા સર્વ આત્માઓ તમને જીવ-દાતા, સર્વ-શક્તિ દાતા નહીં માને. જો વિશ્વની સર્વ-આત્માઓ દ્વારા વિશ્વ-કલ્યાણી માનનીય નહીં બનશો, તો માનનીય નાં વગર પૂજનીય પણ નહીં બની શકો. સંતુષ્ટ મણિ બન્યાં વગર બાપદાદાનાં મસ્તકની મણિઓ નથી બની શકતાં. શું આવું સૂક્ષ્મ રુપથી ચેકિંગ (તપાસ) કરો છો કે હમણાં સુધી મુખ્ય-મુખ્ય વાતોમાં પણ ચેકીંગ કરવાનું મુશ્કેલ અનુભવ થાય છે?
જો ચેકિંગ કરતાં નથી આવડતું તથા વિચારવાં છતાં પણ નિજી સંસ્કાર નથી બનતાં, તો તેનું એક ટાઇટલ (પદવી) ઓછું થઈ જાય છે - તે કયું? એક-એક વિષયનું એક-એક ટાઇટલ છે. ચાર વિષયનાં ચાર ટાઇટલ કયા છે? પહેલું - જ્ઞાનનાં વિષયમાં પ્રવિણ આત્માનું ટાઇટલ છે માસ્ટર જ્ઞાનસાગર અથવા નોલેજફુલ, અથવા સ્વદર્શન ચક્રધારી કહો તો પણ એક જ વાત છે. બીજું - યાદની યાત્રામાં જે યથાર્થ યુક્તિ-યુક્ત, યોગ-યુક્ત છે તેમનું ટાઇટલ છે-પાવરફુલ (શક્તિશાળી). કારણ કે યાદથી સર્વ શક્તિઓનું વરદાન પ્રાપ્ત થાય છે. તો યાદની યાત્રામાં જે યથાર્થ રીતે ચાલવા વાળા છે તેમનું ટાઇટલ છે-પાવરફુલ (શક્તિશાળી). ત્રીજો વિષય છે - દિવ્ય ગુણ. આવાં દિવ્ય-ગુણ મૂર્ત ને કયું ટાઇટલ આપશું? તેમનું ટાઇટલ છે - દિવ્ય ગુણોની સુગંધ ફેલાવવા વાળા-એસેન્સફુલ (સાર-યુક્ત). જેવી રીતે એસેન્સ (અત્તર) ને જો ક્યાંય પણ દૂર રાખેલું હશે, તો પણ તે પોતાનો પ્રભાવ પાડશે અર્થાત્ સુગંધ ફેલાવશે, તો શું એવી જ રીતે દિવ્ય ગુણોની સુગંધનાં એસન્સ વાળી રુહાની સેન્સ (સમજ) નાં એસેન્સફુલ (સાર-યુક્ત) છો? હવે પોતાનામાં ચેક કરો કે શું ચારેય વિષયમાં ચાર ટાઇટલ ધારણ કરવાનાં યોગ્ય બન્યાં છો? જો ચેકિંગ કરતાં નથી આવડતું, તો પછી કયું ટાઇટલ કટ (કપાઈ) થશે?
કોઈ તો કહે છે કે ચેકિંગ કરવાં ઇચ્છીએ છીએ પરંતુ ધક્કા થી ગાડી ચાલે છે. નિજી સંસ્કાર સદાકાળ નથી ચાલતાં. આમાં કઈ કમી કહીશું? નોલેજ (જ્ઞાન) તો છે કે આ કરવું જોઈએ. ત્રિકાળદર્શીપણા નું જ્ઞાન તો મળી ગયું છે ને? શું નોલેજફુલ (જ્ઞાનસ્વરુપ) છો? હમણાં જો કોઈ પણ કમજોરી ને વશ થઈ જાઓ છો, તે કમજોરી ને જાણો પણ છો, તેનું વર્ણન પણ કરો છો અને તેને મિટાવવાનાં પોઇન્ટસ (મુદ્દાઓ) પણ વર્ણન કરો છો, પરંતુ વર્ણન કરવાં છતાં પણ, જે ઈચ્છો છો, તે કરી નથી શકતાં. નોલેજ તો બુદ્ધિમાં ફુલ (ભરપૂર) છે, પરંતુ જેટલાં નોલેજફુલ, શું સાથે-સાથે તેટલાં જ પાવરફુલ (શક્તિશાળી) પણ છો? આ બેલેન્સ (સંતુલન) બરાબર ન હોવાનાં કારણે, જાણવાં છતાં પણ કરી નથી શકતાં. તો જે ચેકિંગ નથી કરી શકતાં, તે આત્માઓને બેલેન્સ (સંતુલન) માં રહેવાવાળા બ્લીસફુલ (આનંદિત) નું ટાઇટલ કપાઈ જાય છે, તે ન તો સ્વયંને બ્લીસ (આનંદ) આપી શકે છે, ન તો બાપ થી બ્લીસ લઈ શકે છે અને ન તો અન્ય આત્માઓને આપી શકે છે. કારણ કે ચેક કરવાનાં નિજી સંસ્કાર નથી બનતાં, તો ચેકિંગ નથી થતી અને ચેન્જ (પરિવર્તન) પણ નથી થતાં. જે ચેકર (તપાસ કરનાર) નથી બની શકતાં, તે મેકર (બનાવવા વાળા) પણ નથી બની શકતાં, તેઓ ન સ્વયંનાં, ન અન્ય આત્માઓનાં અને નહીં વિશ્વનાં પણ. નવી દુનિયા બનાવવા વાળા અને નવું જીવન બનાવવા વાળા, આ મહિમાનાં અધિકારી નથી બની શકતાં. એટલાં માટે હવે ચેકર બનો. જેમ અમૃતવેલાની રુહ-રુહાનની મુખ્ય વાતો ને બધાંએ મળીને, દૃઢ સંકલ્પનાં આધારે, સ્વયંને અને બીજા સાથીઓને સફળતામૂર્ત બનાવ્યાં છે. એવી જ રીતે, આ વાતને પણ મુખ્ય ગણીને અને એકબીજાનાં સહયોગી બનીને સફળતા મૂર્ત બનો. ત્યારે જ સર્વ કાર્ય સંપન્ન થશે.
વર્તમાન સમયે મેજોરીટી (અધિકાંશ) માં જે વિશેષ બે કમજોરીઓ દેખાઈ રહી છે, તેની સમાપ્તિ અથવા તે બે કમજોરીઓ માં સફળતામૂર્ત ત્યારે બનશો, જ્યારે આ વાતને સફળ બનાવશો. એ બે કમજોરીઓ છે - આળસ અને અલબેલાપણું. એને સમાપ્ત કરવાનું સાધન ચેકર બનવાનું છે. ૯૯ પુરુષાર્થીઓમાં કોઈ ને કોઈ રુપમાં આળસ અને અલબેલાપણું ક્યાંક અંશ રુપમાં છે અને ક્યાંક વંશ રુપમાં છે. મહારથીઓમાં કયું અંશ રુપ છે? ઘોડે સવારમાં કયું વંશ રુપ છે? શું તેને જાણો છો? અંશ રુપ છે કે મારી નેચર (સ્વભાવ) તથા મારાં સંસ્કાર. મારી ભાવના નથી, પરંતુ બોલ તથા નયન-ચૈન છે, રેખાઓ છે, પરંતુ રુપ બનેલું નથી - આ છે અંશમાત્ર. સંપૂર્ણ વિજયી બનવામાં અલબેલાપણું અથવા રોયલ રુપનું આળસ બાધક છે. ઘોડે સવાર અથવા સેકન્ડ ડિવિઝન (બીજી શ્રેણી) માં પાસ થવાવાળી આત્માઓમાં વંશ રુપમાં કયાં રુપમાં છે? તેમનું રુપ છે, દરેક વાતમાં, આ બોલ તેમનો ટ્રેડમાર્ક (માર્કો) છે, દરેક વાતમાં કોમન (સામાન્ય) શબ્દ છે. અલબેલા અને આળસપણાનાં શબ્દ કયાં છે? તેઓ હંમેશાં પોતાને સેફ (સુરક્ષિત) રાખવાનાં પોઈન્ટ્સ આપવામાં તથા વાતો બનાવવામાં બહુ પ્રવિણ (હોશિયાર) હોય છે. સ્વયંને નિર્દોષ અને બીજાં ઉપર દોષ રાખવામાં ફૂર્ત (ચપળ) હોય છે. લોયર્સ (વકીલ) હોય છે. પરંતુ લોફુલ (કાયદા ને અનુસરનાર) નથી હોતાં. જેવી રીતે વકીલ ખોટાં કેસને સાચો સિદ્ધ કરીને નિર્દોષ ને દોષી બનાવી દે છે. તેવી જ રીતે સેકન્ડ ડિવિઝન વાળા ક્યારેય પણ પોતાનાં દોષને જાણવાં છતાં પણ, પોતાને દોષી પ્રસિદ્ધ નહીં કરશે. એટલાં માટે વકીલ છે, પરંતુ કાયદા ને અનુસરનાર નથી. એવા લોકોનાં ટ્રેડમાર્ક બોલ હંમેશા એ જ નીકળશે કે મેં આ કર્યું છે શું? હું આ બોલ્યો શું? મારા મનમાં તો કંઈ હતું જ નહીં? નીકળી ગયું, તો એમાં શું થયું? થઈ ગયું, તો પછી શું થયું? ‘બરાબર કરી દઈશ’. ‘તો શું’ એવાં ટ્રેડમાર્કનાં બોલ હશે. જેમ સૃષ્ટિ-ચક્રને સમજાવવામાં પછી-શું, પછી-શું, કહેતાં આખી વાર્તા બતાવી દે છે ને? સતયુગની પછી પાછું શું થયું, ત્રેતા આવ્યો, પછી શું થયું, દ્વાપર આવ્યો…પછી શું શબ્દો માં આખાં ચક્રની વાર્તા સંભળાવો છો. તેવી રીતે તે વકીલ આત્માઓ પછી-શું શબ્દનાં આધાર પર બીજાંની ઉપર આખું ચક્ર ચલાવી દે છે, પોતાને સાક્ષી બનાવી દે છે તથા ન્યારાં બનાવી દે છે અથવા છોડાવી દે છે. ‘પછી શું’ શબ્દ થી અર્થાત્ આ એક સંકલ્પ થી અલબેલાપણું તથા રોયલ-આળસ નો વંશ અંદર ને અંદર વધતો જાય છે અને આમ આત્માને પાવરફુલ (શક્તિશાળી) બનાવવાનાં બદલે નિર્બળ બનાવતો જાય છે. આ છે સેકન્ડ ડિવિઝનનાં અર્થાત્ ઘોડે સવાર આત્માઓની અંદર અલબેલાપણું અને આળસ વંશ રુપમાં. આ અંશ તથા વંશ સમાપ્ત કરવા માટે ચેકર બનવું અતિ આવશ્યક છે. ૮ દિવસમાં એક દિવસ ચેકર બનો છો, ૭ દિવસ અલબેલા રહો છો, તો સંસ્કાર ૭ દિવસનાં બનશે કે એક દિવસનાં? એટલાં માટે એલર્ટ (સચેત) બનવાનાં બદલે ઇઝી (ઢીલા) અને લેઝી (આળસુ) બનો છો. આવાનું પરિણામ શું હશે? શું આવાં વિશ્વ કલ્યાણકારી, સર્વ-શક્તિઓનાં મહાદાની-વરદાની બની શકે છે? એટલાં માટે હવે આ બે વાતોને અંશ-રુપમાં કે વંશ-રુપમાં, જે પણ રુપમાં છે, તેને હમણાંથી જ મિટાવશો, ત્યારે જ લાંબો સમય વિજયી બનવાનાં સંસ્કારો નાં પ્રમાણે વિજય માળાનાં મણકાં બની શકશો.
અચ્છા! આવાં સાંભળવાં અને સ્વરુપ બનવા વાળા, સંકલ્પ ને એક સેકન્ડમાં સાકારી રુપમાં લાવવા વાળા, સર્વ આત્માઓને લાઈટ હાઉસ તથા માઈટ હાઉસ બનીને સર્વ શક્તિઓથી સંતુષ્ટ કરવા વાળા, સંતુષ્ટ મણિઓ, મસ્તક મણિઓ, સદા સ્વયં પર અને દરેક સંકલ્પ પર ચેકર બનવા વાળા નવી દુનિયાનાં મેકર અને વિશ્વ કલ્યાણી આત્માઓને પરમાત્મા અને સર્વશ્રેષ્ઠ આત્મા બાપદાદાનાં યાદ પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે.
આ અવ્યક્ત વાણીનો સાર
* જો સ્વયંમાં જ કોઈ એક શક્તિની કમી હશે, તો બીજાં ને સર્વ શક્તિમાન્ બાપનાં વારસાનાં અધિકારી માસ્ટર સર્વશક્તિમાન નહીં બનાવી શકો.
* જે ચેકર નથી બની શકતાં, તે ન તો સ્વયંનાં, ન તો બીજી આત્માઓનાં અને ન તો વિશ્વનાં મેકર બની શકે છે.