Search for a command to run...
27 May 1974
વિશ્વકલ્યાણનાં નિમિત્ત બનેલી આત્માઓનાં વચન પણ સદા કલ્યાણકારી
27 May 1974 · ગુજરાતી
અવાજમાં આવવું અને અવાજ થી પરે રહેવામાં કેટલું અંતર છે શું આનાં બધાં અનુભવી બની ચૂક્યાં છો? (માઈકમાં થોડો અવાજ ક્લિયર (સ્પષ્ટ) નહોતો) જુઓ અવાજ જો બરાબર નથી તો સારું નથી લાગતું ને? યંત્રમાં જરા પણ ખીટ-ખીટ હોય તો એવો અવાજ પસંદ નથી કરતાં ને? એમ જ તમારું આ યંત્ર, મુખ પણ માઈક છે. આ મુખ દ્વારા પણ જ્યારે યથાર્થ કે યુક્તિ-યુક્ત બોલ નથી નીકળતાં, તો તે જ સમયે બધાંને શું અનુભવ થશે અથવા તે સમયે તમને ખબર નથી પડતી શું? જ્યારે સ્થૂળ યંત્રનો અવાજ પણ પસંદ નથી કરતાં, તો નેચરલ (કુદરતી) મુખ દ્વારા નીકળેલાં બોલ તથા અવાજ સ્વયં ને પણ અને બીજાં ને પણ એવો જ અનુભવ થવો જોઈએ. જો આ મહેસૂસ કરો, તો આ જ ઘડી (ક્ષણ) થી શું પરિવર્તન થઈ જશે, શું જાણો છો? આ ઘડી થી સદાકાળ માટે વ્યર્થ બોલ, વિસ્તાર કરવાવાળા બોલ, સમય વ્યર્થ કરવાવાળા બોલ અને પોતાની કમજોરીઓ દ્વારા અન્ય આત્માઓને સંગદોષમાં લાવવાવાળા બોલ બધાં સમાપ્ત થઈ જશે. મહાન આત્માઓનાં દરેક બોલને મહાવાક્ય કહેવામાં આવે છે. મહાવાક્ય અર્થાત્ મહાન બનાવવાનાં મહાવાક્ય. મહાવાક્ય વિસ્તારનાં નથી હોતાં. જેમ વૃક્ષની અંદર બીજ મહાન છે અને તેનો વિસ્તાર નથી હોતો, પરંતુ એમાં આખો ‘સાર’ હોય છે, એમ જ મહાવાક્યમાં વિસ્તાર નથી હોતો, પરંતુ તેમાં સાર હોય છે, શું એવાં સાર-યુક્ત, યુક્તિ-યુક્ત, યોગ-યુક્ત, શક્તિ-યુક્ત, સ્નેહ-યુક્ત, સ્વમાન-યુક્ત અને સ્મૃતિ-યુક્ત બોલ બોલો છો?
જેમ આજકાલની દુનિયામાં જે વિનાશી પદ ધારણ કરવાવાળી વિશેષ આત્માઓ છે, તેઓ પણ પોતાનાં દરેક બોલને ચેક (તપાસ) કર્યા પછી જ બોલે છે કે ક્યાંક મારા દ્વારા એવો કોઈ એક બોલ પણ ન નીકળે, કે જે દેશમાં કે સાથીઓમાં સંઘર્ષ નો આધાર બને. એવી જ રીતે વિશ્વનું કલ્યાણ કરવાનાં શ્રેષ્ઠ કાર્યમાં નિમિત્ત બનેલી આપ શ્રેષ્ઠ આત્માઓ છો; તમારી વિશ્વમાં વિશેષ સ્થિતિ છે. તમારે એ પણ તપાસ કરવાની છે કે મારાં દ્વારા જે પણ બોલ નીકળે છે, શું તે બધાનાં તથા પોતાનાં પ્રતિ કલ્યાણકારી છે? વ્યર્થની તો વાત જ જવા દો. પરંતુ હમણાંની સ્ટેજ (સ્થિતિ) નાં અનુસાર એવો કોઈ પણ શબ્દ મુખ થી નહીં નીકળવો જોઈએ જેમાં કલ્યાણ નું કાર્ય સમાયેલું ન હોય. પહેલાં પણ કહ્યું હતું કે આપ વિશેષ આત્માઓનાં દરેક બોલનાં મહત્વ નું યાદગાર, હજું સુધી પણ ભક્તિમાર્ગમાં ચાલ્યું આવે છે -તે કયું છે? તમારાં દરેક બોલનાં મહત્વનું યાદગાર ભક્તિમાર્ગ માં કયું છે? ગીતા તો જ્ઞાનની યાદગાર છે - પ્રેક્ટિકલ (વ્યવહારિક) જીવનમાં તેનું મહત્વ વર્ણન કરાય છે. જુઓ, આજકાલની પણ જે મહાન આત્માઓ છે, તો ભક્ત લોકો તેમનાં દરેક બોલની પાછળ ‘સત્ય વચન મહારાજ’ કહે છે. ભલે વ્યર્થ હોય અને ભલે ગપ્પા પણ લાગતા હોય તો પણ સમજે છે કે આ મહાન આત્માઓનાં બોલ છે, તો આ મહત્વ રાખે છે. ‘સત્ય વચન મહારાજ’ નું આ યાદગાર ક્યારથી શરુ થયું? પહેલાં યથાર્થ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં ચાલે છે, પછી ભક્તિમાર્ગ માં માત્ર યાદગાર રહી જાય છે, યથાર્થ નથી હોતું, તો જ્યારે ભક્તિમાર્ગ માં પણ દરેક બોલનું મહત્વ એટલું આજ સુધી પણ છે, જે અંતિમ ઘડી સુધી પણ જોઈ તથા સાંભળી રહ્યાં છો તો એવાં મહત્વ વાળા બોલ જેમાં સત્યતા તથા વિશ્વનું કલ્યાણ હોય, શું એવાં દરેક બોલ નીકળે છે? દિન-પ્રતિદિન નંબરવાર પુરુષાર્થ અનુસાર જે મહારથી કે મહાવીર બની રહ્યાં છે, તેમનાં મુખ થી નીકળવા વાળા, દરેક બોલ સત્ય થઈ જશે. હમણાં નથી થતાં, કારણ કે હજું સુધી વ્યર્થ અને સાધારણ બોલ વધારે નીકળે છે.
જેમ કોઈ લેખ અથવા તો આર્ટીકલ લખે છે અથવા કોઈ પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત કરાવે છે, તો લખવા વાળા પછી ફરી થી ચેક કરે છે કે જે લખાયું છે, તે બરાબર તથા પ્રભાવશાળી છે; જે લક્ષ્ય તથા ટોપિક (વિષય) છે, શું તેનાં પ્રમાણે છે? એમ તમે પણ અમૃતવેલા થી લઈને રાત્રી સુધી પ્રેક્ટિકલ મન, વાણી, કર્મ આ ત્રણેવ નો એક લેખ અથવા લેખા (નોંધ) લખો છો અર્થાત્ ડ્રામામાં કર્મ દ્વારા નોંધો છો. રાત્રે પોતાની દરરોજની પ્રેક્ટિકલ નોંધ તથા લખાણ ને ચેક (તપાસ) કરો કે કેટલી સમર્થ અર્થાત્ પ્રભાવશાળી રહી અને કેટલી વ્યર્થ રહી, શું આવી ચેકિંગ (તપાસ) કરો છો?
બાપદાદા ની પાસે દરેક બાળકની દરેક ઘડીની ત્રણેય રુપોમાં અર્થાત્ મન્સા, વાચા, કર્મણા થી કરેલી પ્રેક્ટિકલ નોંધ ઇમર્જ (જાગૃત) હોય છે જેનાં થી પરિણામ શું દેખાય છે? હમણાં સુધી ૭૫% બાળકોનું અડધું પરિણામ વ્યર્થ બોલ તથા સાધારણ બોલમાં દેખાય છે. આ હિસાબ થી જો, હમણાંથી જ સત્યવચન મહારાજ થઈ જાય, તો અનેક આત્માઓનાં પુરુષાર્થ ને હલકાં કરવાનાં તથા પુરુષાર્થ ને સાધારણ બનાવવાનાં નિમિત્ત બની જશો. એટલાં માટે હમણાં આ વરદાન ડ્રામા અનુસાર બધાંને પ્રાપ્ત નથી. બહુ થોડી આત્માઓ છે, તેમને પણ બહુ થોડાં અર્થાત્ ૨૫% આવું શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત થવાનું પ્રારંભ થયું છે. એટલાં માટે પોતાની જવાબદારી સમજીને તથા મહત્વ સમજીને દરેક બોલ પર એટલું એટેંશન (સાવધાની) રાખો. તમે લોકો સાધારણ રીત થી બોલશો પરંતુ આપ મહાન આત્માઓનાં બોલ સત્ય હોવાનાં કારણે ઘણી આત્માઓનું અકલ્યાણ થઈ જાય છે. એટલાં માટે ભક્તિમાં પણ વરદાનની સાથે-સાથે તમારું પણ ગાયન છે. તમે આપતાં નથી પરંતુ આવી વ્યર્થ ચલન તથા વ્યર્થ બોલ અકલ્યાણનાં નિમિત્ત ઓટોમેટિકલી (આપોઆપ) જ બની જાય છે. અર્થાત્ સાંભળવા વાળી તથા જોવાવાળી સાધારણ આત્મા તમારાં બોલ અને કર્મ દ્વારા ઉતરતી (પડતી) કળામાં અર્થાત્ પુરુષાર્થહિન સ્થિતિ માં ચાલી જાય છે. આ રીતે તે તમારાં દ્વારા શ્રાપિત થઈ જાય છે.
વિશ્વનાં કલ્યાણનાં નિમિત્ત જો આત્માઓ ન ઇચ્છતાં કે ન વિચારતાં સાધારણ રીત થી પણ કોઈ આત્માને શ્રાપિત કરવાનાં કાર્યમાં નિમિત્ત બની જાય છે, તો તેને શું કહેવાશે? વરદાની કહેવાશે શું? તો આટલું અટેન્શન અને સૂક્ષ્મ ચેકિંગ (તપાસ) વર્તમાન સમય ખૂબ જ આવશ્યક છે. કારણ કે હમણાં તમારાં લોકોનું શ્રેષ્ઠ જીવન વિશ્વની સેવા પ્રતિ છે. હમણાં સુધી સ્વયંની સેવાનાં પ્રતિ કે સ્વયંના પરિવર્તન પ્રતિ તથા સ્વયંનાં સંસ્કાર અને સ્વભાવ વશ સ્વયં પોતાને જ બનાવવાં અને બગાડવાનાં પ્રતિ છો, તો હવે તે સમય વીતી ગયો. હવે દરેક શ્વાસ, દરેક સંકલ્પ, દરેક સેકન્ડ, દરેક કર્મ, સર્વ-શક્તિઓ, સર્વ ઈશ્વરીય સંસ્કાર, શ્રેષ્ઠ સ્વભાવ તથા સર્વ પ્રાપ્ત થયેલાં ખજાના વિશ્વની જ સેવાનાં પ્રતિ છે. જો હજું સુધી પણ પોતાનાં માટે જ લગાવો છો તો પછી પ્રાલબ્ધ શું મળશે? માસ્ટર રચયિતા બનશો કે રચના? રચના સ્વયંનાં પ્રતિ જ હોય છે, પરંતુ રચયિતા, રચનાનાં પ્રતિ હોય છે. જે હમણાં માસ્ટર રચયિતા નથી બનતાં તો તે ભવિષ્યમાં પણ વિશ્વનાં માલિક નથી બનતાં.
હવે સંપૂર્ણ સ્થિતિની સ્ટેજ (અવસ્થા) તથા સંપૂર્ણ (અંતિમ) પરિણામનો સમય નજીક આવી રહ્યો છે. બાપ-દાદા મુખ દ્વારા પરિણામ આઉટ (જાહેર) નહીં કરે અથવા કોઈ કાગળ તથા બોર્ડ પર નંબર નહીં લખશે. પરંતુ પરિણામ જાહેર કેવી રીતે થશે? તમે પોતે જ પોતાને પોતાની યોગ્યતા પ્રમાણે પોત-પોતાનાં નિશ્ચિત નંબર ને યોગ્ય સમજશો અને સિદ્ધ કરશો. ઓટોમેટિકલી (આપોઆપ) તેમનાં મુખ થી સ્વયંનાં પ્રતિ અંતિમ પરિણામ નાં નંબર ન વિચારવાં છતાં પણ, તેમનાં મુખ થી સંભળાશે અને ચલન થી દેખાશે. હમણાં સુધી તો રોયલ પુરુષાર્થીઓની રોયલ ભાષા ચાલે છે, પરંતુ થોડાં સમયમાં રોયલ ભાષા રીયલ (વાસ્તવિક) થઈ જશે. જેમ કે કલ્પ પહેલાનું ગાયન છે રોયલ પુરુષાર્થીઓનું - કેટલો પણ સ્વયં ને બનાવવાનો પુરુષાર્થ કરે પરંતુ સત્યતા રુપી દર્પણ ની આગળ રોયલ પણ રીયલ દેખાશે. તો આગળ ચાલીને આવાં સત્ય બોલ, સત્ય વૃત્તિ, સત્ય દૃષ્ટિ, સત્ય વાયુમંડળ, સત્ય વાતાવરણ અને સત્યનાં સંગઠન પ્રસિદ્ધ દેખાશે. અર્થાત્ બ્રાહ્મણ પરિવાર એક શીશ મહેલ (કાચ નો મહેલ) બની જશે. આવું અંતિમ પરિણામ આપોઆપ બહાર આવશે.
હમણાં તો મોટાં-મોટાં ડાઘ પણ છૂપાવવાથી છૂપાઈ જાય છે, કારણ કે હજી શીશ મહેલ નથી બન્યો, કે જેથી ચારે બાજુનાં ડાઘ સ્પષ્ટ દેખાય જાય. જ્યારે કિનારો કરી લો છો, તો ડાઘ છુપાઈ જાય અર્થાત્ પાપ, દર્પણ ની આગળ પોતાને લાવવાથી કિનારો કરીને છૂપાઈ જાય છે. છૂપાતાં નથી, પરંતુ કિનારો કરીને અને છૂપાયેલાં સમજીને પોતાને ખુશ કરી લે છે. બાપ પણ બાળકોનાં કલ્યાણકારી બનીને અજાણ્યાં બની જાય છે જેમ કે જાણતાં જ નથી. જો બાપ કહી દે કે હું જાણું છું કે આ ડાઘ આટલાં સમય થી તથા આ રુપ થી છે તો સંભળાવવા વાળાનું શું સ્વરુપ હશે? સંભળાવવાં ઈચ્છે તો પણ મુખ બંધ થઈ જશે, કારણ કે સંભળાવવાની (કહેવાની) વિધિ રાખેલી છે. બાપ જ્યારે જાણે પણ છે, તો પણ સાંભળે કેમ છે? કારણ કે સ્વયં દ્વારા કરેલાં કર્મ તથા સંકલ્પ સ્વયં વર્ણન કરશે, તો જ મહેસૂસતાની સીડી ઉપર પગ (કદમ) રાખી શકશે. મહેસૂસ કરવું અથવા અફસોસ કરવો અથવા માફી લેવી, વાત તો એક જ થઈ જાય છે. એટલાં માટે સંભળાવવાની અર્થાત્ સ્વયં ને હળવાં બનાવવાની અથવા પરિવર્તન કરવાની વિધિ બનાવેલી છે. આ વિધિ થી પાપોની વૃદ્ધિ ઓછી થઈ જાય છે. એટલાં માટે જો શીશ મહેલ બન્યાં પછી, સ્વયં ને સ્પષ્ટ જોઈને સ્પષ્ટ કરશો તો પરિણામ શું હશે, એ જાણો છો? બાપદાદા પણ ડ્રામા પ્રમાણે તે આત્માઓને સ્પષ્ટ પડકાર કરશે, તો પછી શું કરી શકશો? એટલાં માટે જ્યારે મહેસૂસતા નાં આધાર ઉપર સ્પષ્ટ થાય અર્થાત્ બોજ થી સ્વયં ને હળવાં કરો, ત્યારે જ ડબલ લાઈટ સ્વરુપ અર્થાત્ ફરિશ્તા તથા આત્મિક સ્થિતિ સ્વરુપ બની શકશો.
અચ્છા! રહેમદિલ બાપનાં રહેમદિલ બાળકો, શ્રેષ્ઠ અને સદા સ્પષ્ટ, દર્પણ રુપ, દિવ્યમૂર્ત, જ્ઞાનમૂર્ત, સદા હર્ષિત-મૂર્ત, સર્વ આકર્ષણ થી દૂર, રુહાની આકર્ષણ-મૂર્ત, દિવ્ય ગુણ-મૂર્ત સર્વ આત્માઓનાં કલ્યાણકારી, કલ્યાણનાં આધાર મૂર્ત, એવી મહાન આત્માઓ અને સેવાધારી આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ નાઈટ તથા નમસ્તે.
અવ્યક્ત વાણીનો સાર
* મહાન આત્માઓનાં દરેક બોલને મહાવાક્ય કહેવામાં આવે છે. મહાવાક્ય અર્થાત્ મહાન બનાવવાનાં મહાવાક્ય. આવાં મહાવાક્યોમાં વિસ્તાર નહીં સાર હોય છે.
* સંગમયુગ માં આપ બ્રાહ્મણોનાં બોલનાં મહત્વનું યાદગાર ભક્તિમાર્ગમાં ‘સત્ય વચન મહારાજ’ નાં રુપમાં હજી સુધી ચાલ્યું આવે છે.
* તમે લોકો અમૃતવેલા થી લઈને રાત સુધી પ્રેક્ટિકલ મન, વાણી તથા કર્મ ત્રણેયનો એક લેખ અથવા લેખા (નોંધ) લખો છો. રોજ રાત્રે પોતાની પ્રેક્ટિકલ નોંધ તથા લેખણી ને ચેક (તપાસ) કરો કે તે કેટલી સમર્થ રહી અને કેટલી વ્યર્થ રહી?