Search for a command to run...
30 Jun 1974
અવ્યક્ત સ્થિતિમાં સ્થિત થવાથી પુરુષાર્થની ગતિ માં તીવ્રતા
30 June 1974 · ગુજરાતી
આજે બધાં બાળકોને સૂક્ષ્મ વતનનાં સમાચાર સંભળાવે છે. તમારાં બધાંની રુચિ હોય છે ને કે સૂક્ષ્મ વતન માં ફરવા જઇયે અર્થાત્ એક વાર વતન ને જરુર જોઈએ? ખબર છે કે આ ઈચ્છા તથા સંકલ્પ શું કામ થાય છે? કારણ કે બાપદાદા, સૂક્ષ્મ વતનવાસી બનીને, પાર્ટ ભજવે છે એટલાં માટે સંકલ્પ આવે છે કે અમે પણ એકવાર બાપદાદાની સાથે આ અનુભવ કરીએ. એટલાં માટે બાપદાદા જ પોતાનો અનુભવ સંભળાવી દે છે. આ તો ખબર છે ને કે સૌથી મુખ્ય અનુભવ કરવાનું તથા સાંભળવાનું દૃશ્ય કયા સમયે હોય છે? વિશેષ બાળકોનાં પ્રતિ અમૃતવેલા નો સમય જ નિશ્ચિત છે. પછી તો, વિશ્વની અન્ય આત્માઓનાં પ્રતિ, યથા-શક્તિ ભાવનાનું ફળ તથા કોઈ પણ રજોપ્રધાન કર્મ, અલ્પકાળ માટે જે આત્મા દ્વારા થતાં રહ્યાં છે તેમને પણ તેમનાં કર્મોનાં અનુસાર અલ્પકાળ માટે ફળ આપવાનાં પ્રતિ, સાથે-સાથે સાચાં ભક્તોની પોકાર સાંભળવી અને ભકતોની ભિન્ન-ભિન્ન પ્રકારની ભાવના પ્રમાણે સાક્ષાત્કાર કરાવવાનાં અને હજું સુધી પણ ચારે બાજુ કલ્પ પહેલાં વાળી છૂપાયેલી બ્રાહ્મણ આત્માઓને સંદેશ પહોંચાડવા માટે, બાળકોને નિમિત્ત બનાવવાનાં કાર્ય માં, જૂની દુનિયા ને સમાપ્ત કરાવવા અર્થ નિમિત્ત બનેલાં, વૈજ્ઞાનિકોની દેખરેખ કરવાં, જ્ઞાની તું આત્મા, સ્નેહી તથા સહયોગી બાળકો ને, આખાં દિવસની અંદર ઈશ્વરીય સેવાનાં કાર્ય કરવા તથા માયાજીત બનવામાં ‘હિંમતે બચ્ચે મદદે બાપ’ નાં નિયમ અનુસાર, તેમને પણ મદદ દેવાનાં કર્તવ્યમાં, ડ્રામા અનુસાર નિમિત્ત બન્યાં છે. હવે સમજ્યાં કે બાપ આખો દિવસ શું કરે છે? સાકારી બાપ પણ હવે અવ્યક્ત હોવાનાં કારણે કવીક-સ્પીડ (ઝડપ) થી નિરાકાર બાપનાં સાથી તથા સહયોગી સદાકાળ માટે બનવાનો પાર્ટ ભજવી શકે છે.
બ્રહ્માબાબા, અવ્યક્ત શરીરધારી, શરીરનાં બંધનમાં ન હોવાનાં કારણે, જેવી રીતે હવે ઝડપ થી બાપ-સમાન સાથી બન્યાં છે, તેવી રીતે વ્યક્તમાં સાથી ન બની શકત, કેમ ન બની શકત? કારણ શું છે? જે વ્યક્ત અને અવ્યક્ત રુપમાં, અંતર પડી જાય છે કે વ્યક્ત શરીરમાં તો પણ શરીરનાં પ્રત્યે, સમય આપવો પડે છે અને ક્યારેક-ક્યારેક કર્મ ભોગનાં પ્રત્યે પણ, પોતાની નિમિત્ત સર્વ-શક્તિઓનો ઉપયોગ કરવો પડે છે. તો વ્યક્ત શરીરમાં સ્વયંના પ્રતિ, બાળકોનાં પ્રતિ, અને વિશ્વનાં પ્રતિ આ ત્રણેયમાં જ, સમય આપવો પડે છે અને વ્યક્ત શરીરધારી હોવાનાં કારણે વ્યક્ત સાધનોનાં આધાર પર સેવા કરવી પડે છે. પરંતુ અવ્યક્ત રુપમાં સ્વયંના પ્રતિ પણ સાધનો નો આધાર નથી લેવો પડતો. આવી રીતે એક તો સંપૂર્ણ હોવાનાં સંબંધથી, સંપૂર્ણતાની તીવ્ર ગતિ છે, બીજું સ્વયં પર, સમય તથા શક્તિઓનો ઉપયોગ ન કરવાનાં કારણે સેવામાં પણ તીવ્ર ગતિ છે. ત્રીજું વિનાશી સાધનોનો આધાર ન હોવાનાં કારણે સંકલ્પની ગતિ પણ તીવ્ર છે. સંકલ્પ દ્વારા ક્યાંય પણ પહોંચવામાં અને વિનાશી શરીર દ્વારા ક્યાંય પહોંચવામાં, સમય અને શક્તિનું કેટલું અંતર પડી જાય છે. એવી જ રીતે વ્યક્ત અને અવ્યક્તની ગતિમાં પણ અંતર છે.
સાયન્સ (વિજ્ઞાન) વાળા, સમય ને અને પોતાની શક્તિ અર્થાત્ મહેનત ને, સાધનોનાં વિસ્તાર ને, સૂક્ષ્મ અને શોર્ટ (નાના) કરી રહ્યાં છે. ઓછા-માં-ઓછી એક સેકન્ડ સુધી પહોંચવાનો તીવ્ર પુરુષાર્થ કરી રહ્યાં છે અને સફળતા ને પામી રહ્યાં છે જેમ કે વિનાશનાં અર્થે, નિમિત્ત બનેલી આત્માઓની ગતિ, સૂક્ષ્મ અને તીવ્ર થતી જઈ રહી છે તો એવી જ રીતે સ્થાપનાનાં અર્થ નિમિત્ત બનેલી આત્માઓની સ્થિતિ અને ગતિ પણ સૂક્ષ્મ અને તીવ્ર હોવી જોઈએ ને? ત્યારે જ તો બન્ને કાર્ય સંપન્ન થશે. તો હવે વ્યક્ત શરીરમાં અને અવ્યક્ત શરીરમાં અંતર સમજાયું? અવ્યક્ત થવાનું ડ્રામા અનુસાર કઈ સેવાનાં નિમિત્ત બનેલું છે, શું આ રહસ્યને સમજ્યાં? બ્રહ્માનો પાર્ટ સ્થાપના નાં કાર્યમાં, અંત સુધી નોંધાયેલો છે. જ્યાં સુધી, સ્થાપના નું કાર્ય સંપન્ન નથી થયું, ત્યાં સુધી નિમિત્ત બનેલી આત્માઓનો પાર્ટ સમાપ્ત થવાનો નથી. તેઓ ત્યાં સુધી બીજો પાર્ટ નથી ભજવી શકતાં. જગતપિતા નાં નવાં જગતની રચના સંપન્ન કરવાનો પાર્ટ ડ્રામા માં નોંધાયેલો છે. મનુષ્ય સૃષ્ટિની સર્વ-વંશાવલી રચવાનું માત્ર બ્રહ્મા નાં માટે જ ગાયન છે ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર એટલાં માટે ગવાયેલું છે. માત્ર સ્થિતિ, સ્થાન અને ગતિનું પરિવર્તન થયું છે, પરંતુ પાર્ટ બ્રહ્માનો હજું સુધી એ જ છે.
કેટલાકનાં સંકલ્પ પહોંચે છે કે આટલો સમય બાબા શું કરી રહ્યાં છે? બાપ પણ પ્રશ્ન પૂછે છે કે શું બ્રહ્માની સાથે બ્રાહ્મણો નો, સર્વ આત્માઓનાં કલ્યાણ-અર્થ નિમિત્ત બનવાનો પાર્ટ તથા નવી સૃષ્ટિની સ્થાપનાનો નોંધાયેલો પાર્ટ સમાપ્ત થયો છે? જ્યારે પાર્ટ સમાપ્ત નથી થયો અને સૃષ્ટિનું પરિવર્તન જ નથી થયું, તો બ્રહ્માનો પાર્ટ સમાપ્ત કેવી રીતે થશે? સ્નેહનાં કારણે જ સંકલ્પ આવે છે કે વતનમાં આટલો સમય શું કરશે? વતનનો પાર્ટ આટલો સમય કેમ અને કેવી રીતે, આ સંકલ્પ ક્યારે આવે છે? આ પણ એક ગુપ્ત રહસ્ય છે. કર્મબંધન થી મુક્ત, સંપન્ન થયેલી આત્મા, આ કલ્પનાં જન્મ-મરણ નાં ચક્રને સમાપ્ત કરવા વાળી આત્મા, નિરાકાર બાપની પહેલાં નંબરની સાથી આત્મા, વિશ્વનાં કલ્યાણ પ્રતિ નિમિત્ત બનેલી પહેલી આત્મા, સ્વયંના પ્રતિ અને વિશ્વનાં પ્રતિ સર્વ-સિદ્ધિ પ્રાપ્ત થયેલી આત્મા, જ્યાં ઇચ્છે અને જેટલો સમય ઇચ્છે, તે ત્યાં સ્વતંત્ર રુપમાં પાર્ટ ભજવી શકે છે. જ્યારે અલ્પકાળની સિદ્ધિ પ્રાપ્ત કરવા વાળી આત્માઓ, પોતાની સિદ્ધિનાં આધાર થી પોતાનું રુપ પરિવર્તન કરી શકે છે, તો સર્વ-સિદ્ધિ પ્રાપ્ત થયેલી આત્મા અવ્યક્ત રુપધારી બનીને, જેટલો સમય ઈચ્છે શું તેટલો સમય ડ્રામા અનુસાર નથી રહી શકતી?
આત્મા ને નિરાકારી તથા અવ્યક્ત સ્ટેજ થી વ્યક્તમાં લાવવાનું કારણ શું હોય છે? એક કર્મોનું બંધન, બીજું સંબંધનું બંધન, ત્રીજું વ્યક્ત સૃષ્ટિનાં પાર્ટનું બંધન અને દેહનું બંધન-વસ્ત્ર (શરીર) તૈયાર થાય છે અને આત્મા ને જૂનાંથી નવામાં આકર્ષિત કરે છે-તો આ બધાં જ બંધનોનું વિચારો. સ્થાપના નાં પાર્ટનું જે બંધન છે, તે વ્યક્ત થી અવ્યક્ત રુપમાં વધારે જ તીવ્ર ગતિ થી થઈ રહ્યું છે. આ કલ્પની અંદર હવે અન્ય દેહનાં આકર્ષણનું બંધન નથી, દેહ-ધારી બનીને કર્મ બંધનમાં આવવાનું બંધન સમાપ્ત કરી લીધું. જ્યારે સર્વ-બંધનો થી મુક્ત આત્મા બની ગઈ, તો આ વ્યક્ત દેહ તથા વ્યક્ત દેશ આત્માને ખેંચી નથી શકતાં. જેમ સાઈન્સ (વિજ્ઞાન) દ્વારા પણ સ્પેસ (અંતરિક્ષ) માં ચાલ્યા જાય છે અને ધરતીનાં આકર્ષણ થી પરે થઇ જાય છે, તો ધરતી તેમને ખેંચી નથી શકતી. એવી જ રીતે જ્યાં સુધી નવાં કલ્પમાં, નવો જન્મ અને નવી દુનિયામાં પાર્ટ ભજવવાનો સમય નથી આવ્યો, ત્યાં સુધી આ આત્મા સ્વતંત્ર છે અને તે વ્યક્ત-બંધનો થી મુક્ત છે. સમજ્યાં?
એટલાં માટે, હવે ભિન્ન-ભિન્ન પ્રકારનાં સંકલ્પ નહીં કરતાં. બ્રાહ્મણ બાળકોની સાથે જે બાપનો વાયદો છે કે સાથે ચાલીશું, સાથે મરશું અને સાથે જીવશું અર્થાત્ પાર્ટ સમાપ્ત કરીશું; બ્રહ્મા બાપે બાળકોની સાથે જે કોન્ટ્રાક્ટ (કરાર) વિશ્વ-પરિવર્તનનો ઉઠાવ્યો છે, તે અધૂરો છોડી શકે છે શું? સ્થાપનાનાં કાર્યમાં નિમિત્ત બનેલી નીવ (પાયો) વચ્ચેથી નીકળી શકે છે શું? ‘જે કર્મ હું કરીશ, મને જોઈને બધાં કરશે’, આ સ્લોગન (સુવિચાર) કર્મ-અર્થ નિમિત્ત બનેલી આત્મા સમાપ્ત નહીં કરશે. હમણાં સેવાનું કર્મ બાપને જોઈને કરી રહ્યાં છો ને? કર્મ કરીને બતાવવા નિમિત્ત બનેલી આત્મા, અંત સુધી સાથી અને સહયોગી અવશ્ય બને છે. અચ્છા, આ થયો સંકલ્પનો રિસ્પોન્સ (પ્રતિઉત્તર). અમૃતવેલાનાં સમાચાર પછી બીજીવાર સંભળાવશે. કારણ કે તે વિશેષ રીત થી બાપ અને બાળકોનાં જ સમાચાર છે અને તેનો તો વિસ્તાર થશે. અચ્છા!
આવાં ગુહ્ય રહસ્ય ને સમજવા વાળા રાઝ-યુક્ત, યોગ્ય-યુક્ત, જ્ઞાન-યુક્ત, યુક્તિ-યુક્ત સર્વગુણો થી યુક્ત, પ્રકૃતિ અને વિકારોનાં આકર્ષણ થી સદા પરે રહેવાવાળા, બાપની સાથે સ્થાપનાનાં કાર્યમાં તીવ્ર ગતિ થી સહયોગી બનવા વાળા અને સદા સ્નેહી આત્માઓને બાપદાદાનાં યાદ-પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે.
આ અવ્યક્ત વાણીનો સાર
* સૂક્ષ્મ વતન માં રહેવાં છતાં પણ અવ્યક્ત બાપદાદા ભક્તો ની પોકાર સાંભળવા, વૈજ્ઞાનિકો ની દેખ-રેખ કરવાં, છૂપાયેલાં બાળકોને શોધી કાઢવાનું અને બ્રાહ્મણ બાળકોનાં, પુરુષાર્થ અને સેવામાં મદદ કરવાનું કાર્ય કરે છે.
* અવ્યક્ત શરીરધારી હોવાથી એક તો સંપૂર્ણ હોવાનાં કારણે સંપૂર્ણતાની તીવ્ર ગતિ છે, બીજું સ્વયં પર સમય તથા શક્તિનો ઉપયોગ ન કરવાનાં કારણે સેવામાં તીવ્ર ગતિ છે અને ત્રીજું વિનાશી સાધનો નો આધાર ન હોવાનાં કારણે સંકલ્પની ગતિ પણ તીવ્ર છે.