Search for a command to run...
4 Jul 1974
સ્વ-સ્થિતિની શ્રેષ્ઠતા થી વ્યર્થ સંકલ્પોની હલચલ સમાપ્ત
4 July 1974 · ગુજરાતી
શું પોતાનાં સંપૂર્ણ નિશાના (લક્ષ્યાંક) ની સમીપ પહોંચ્યા છો? શું નિશાના પર પહોંચવાની નિશાનીઓ દેખાઈ રહી છે? શું સંપૂર્ણ નિશાનાની સમીપ પહોંચવાની નિશાની નો ડબલ નશો ઉત્પન્ન થાય છે? પહેલો નશો છે - કર્માતીત અર્થાત્ સર્વ કર્મબંધનો થી મુક્ત, ન્યારાં બની, પ્રકૃતિ દ્વારા નિમિત્ત - માત્ર કર્મ કરાવવું. આવો કર્માતીત અવસ્થા નો અનુભવ થશે. ન્યારાં બનવાનો પુરુષાર્થ વારંવાર નહીં કરવો પડે. સહજ અને સ્વતઃ જ અનુભવ થશે કે કરાવવા વાળા અને કરાવવા વાળી આ કર્મેન્દ્રિયો સ્વયં થી, છે જ અલગ. બીજો નશો છે - વિશ્વનાં માલિક બનવાનો, કે એવો અનુભવ કરશો જેમ કે સ્થૂળ વસ્ત્ર અથવા શરીર તૈયાર થયેલું સામે દેખાઈ રહ્યું છે અને નિશ્ચય થશે કે વસ્ત્ર તૈયાર છે અને થોડાં જ સમયમાં તેને ધારણ કરવાનું છે. તે સર્વગુણ સંપન્ન અને સતોપ્રધાન નવું શરીર સ્પષ્ટ દેખાશે અને ચાલતાં-ફરતાં આ નશો અને ખુશી થશે કે કાલે આ જૂનું શરીર છોડી નવું શરીર ધારણ કરીશું. જરાય સંકલ્પ પણ ઉત્પન નહીં થશે, કે દૈવી-પદ પ્રાપ્ત થશે કે નહીં, દેવતા બનીશું અથવા નહીં અને રાજા બનીશું કે પ્રજા? આવો સંશયનો સંકલ્પ પણ ઉત્પન્ન નહીં થશે કારણ કે સામે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આજે હું આ છું અને કાલે આ હોઈશ. જ્ઞાનનાં ત્રીજા નેત્ર દ્વારા યોગ-યુક્ત અર્થાત્ સદા યોગી હોવાનાં કારણે બુદ્ધિની લાઈન ક્લિયર અર્થાત્ સ્પષ્ટ હોવાનાં કારણે નિશ્ચય બુદ્ધિ વિજયન્તિ નાં આધાર થી અનુભવ થશે કે અનેક વાર આ શરીર ધારણ કર્યું છે અને હમણાં પણ કરવાનું જ છે. આવો અટલ વિશ્વાસ હશે અને સ્પષ્ટ સાક્ષાત્કાર થશે. આ બનીશું અથવા નહીં બનીશું?-આ હલચલ જ્યાં સુધી બુદ્ધિમાં છે, ત્યાં સુધી જ સ્થિતિમાં પણ હલચલ છે.
જેટલી-જેટલી સ્વ-સ્થિતિ, શ્રેષ્ઠ-સ્થિતિ, જ્ઞાનસ્વરુપ તથા આત્માનાં સર્વ-ગુણો થી સંપન્ન સ્થિતિ, અચળ, અડોલ, નિરંતર અને એક-રસ થતી જશે તો તેટલી જ સંકલ્પોની હલચલ સમાપ્ત થતી જશે. જેમ સાકારમાં માતા-પિતા ને જોયાં કે બંન્નેનાં નશામાં સંકલ્પની પણ હલચલ નહોતી. સંપૂર્ણ અચળ અને અટલ નિશ્ચય હતો કે આ તો બનેલું જ છે અથવા આ તો નિશ્ચિત જ છે. તો નશાની નિશાની અટલ નિશ્ચય અને નિશ્ચિંત અનુભવ થશે. નિશાના ની નિશાની નશો અને નશા ની નિશાની નિશ્ચય અને નિશ્ચિંત. સાથે-સાથે માયાનો કોઈ પણ પ્રકારનો વાર થવાથી અને હાર ખાવાથી પણ નિશ્ચિંત. શું ખબર માયા હાર નહીં ખવડાવે, વિજયી બનીશું કે નહીં - આ કમજોર સંકલ્પો થી પણ નિશ્ચિંત, કારણ કે સામે દેખાઈ રહ્યું છે, શું એવો અનુભવ થાય છે? કમજોર સંકલ્પોની ચિંતામાં કે માયા આવી ન જાય, કમજોર થઈ ન જાઉં, અને મને સફળતા મળશે કે નહીં? શું આ ભયનાં ભૂતને વશ થઈને પોતાનો સમય અને શક્તિઓ વ્યર્થ તો નથી ગુમાવતાં ને? આવાં કમજોર સંકલ્પ કરવાં અર્થાત્ સ્વયંમાં સંશયનો સંકલ્પ રાખવાથી ક્યારેય પણ સંપૂર્ણ નહીં બની શકો. આ સંકલ્પ કરવો અર્થાત્ કમજોરીઓનાં રુપમાં એક ભૂતની સાથે બીજાં માયાનાં ભૂતો નું આહવાન કરો છો અથવા બુદ્ધિમાં સ્થાન આપો છો તથા એકની સાથે અનેકોને નિમંત્રણ આપો છો. એટલાં માટે આ ભયનાં ભૂતને પણ જ્યાં સુધી બુદ્ધિ થી નહીં કાઢો, ત્યાં સુધી આ ભૂતની સાથે બાપની યાદ બુદ્ધિમાં કેવી રીતે રહી શકે છે? બાપની યાદ અને ભૂત આ બંને એક સાથે નિવાસ નથી કરી શકતાં; એટલાં માટે કહેવત પણ છે કે ‘નિશ્ચય બુદ્ધિ વિજયન્તિ.’
આ નિશ્ચય તથા સ્મૃતિ રાખો અને સમર્થી રાખો કે અનેકવાર બાપનાં બન્યાં છીએ તથા માયાજીત બન્યાં છીએ, તો હવે બનવું શું મુશ્કેલ છે? શું સ્મૃતિ સ્પષ્ટ નથી કે મેં શ્રેષ્ઠ આત્માએ વિજયી બનવાનો પાર્ટ અનેકવાર ભજવ્યો છે? જો સ્પષ્ટ સ્મૃતિ નથી તો એનાથી સિદ્ધ છે કે બાપની આગળ સ્વયંને સ્પષ્ટ નથી કર્યા. કોઈ પણ કારણ થી બાપની આગળ કંઈક છુપાવ્યું છે તો આ ભયનું ભૂત આ કારણ થી જ છુપાયેલું છે. જે છું અને જેવો છું, તેવો જ બાપનો છું, આ નિશ્ચયની કમીનાં કારણે આ પણ નિશ્ચય નથી કે હું અનેકવાર બન્યો છું. તો પહેલાં એ ચેક કરો કે સ્વયંને બાપની આગળ સ્પષ્ટ કર્યા છે? અથવા પોતાને અને બાપને ખુશ કરો છો કે બાપ તો જાની જાનનહાર છે તે તો બધું જાણે જ છે. શું બાપ એ નથી જાણતાં કે હું જાણું છું? વિશ્વનાં શિક્ષક નાં પણ શિક્ષક બનો છો? બાપ ને વિસ્મૃતિ થઈ છે શું કે બાપને સ્મૃતિ દેવડાવો છો? એટલાં માટે આ એક ઈશ્વરીય નિયમ તથા મર્યાદા છે કે કોઈ પણ એક મર્યાદાનું પાલન નથી કરતાં, તો તે મર્યાદા પુરુષોત્તમ નથી બની શકતાં, એટલાં માટે કારણનું નિવારણ કરો. બાપની આગળ છુપાવવાથી એક ની ઉપર લાખ ગણો બોજ ચઢેલો હોવાનાં કારણે જ્યાં સુધી સ્વયંને હલકા નહીં કર્યા હોય તો વિચારો કે એક ભૂલની પાછળ અનેક ભૂલો કરવાથી અને એક મર્યાદાનું ઉલ્લંઘન થવાથી અનેક મર્યાદાઓનું ઉલ્લંઘન થઇ જવાનાં કારણે તથા આટલો લાખ ગણો બોજ ચઢેલો હોવાથી ચઢતી કળામાં કદમ કેવી રીતે વધારી શકશો અને નિશાના ની સમીપ કેવી રીતે આવી શકશો? લૌકિક દુનિયામાં પણ કોઈ ચીજ છુપાવવા વાળાને કયું ટાઇટલ (શીર્ષક) આપવામાં આવે છે? નાનકડી ચીજ ને છૂપાવવાવાળા ને ચોરની લિસ્ટ માં તો ગણશે ને? તો જ્યાં સુધી આવાં સંસ્કાર છે, બાપદાદાની આગળ ખોટું બોલવું તથા કોઈ પણ પ્રકાર થી વાતને ચલાવી દેવી તો ખબર છે કે આનું કેટલું પાપ થાય છે? આવાં અનેક પ્રકારનાં ચરિત્ર બાપની આગળ દેખાડે છે; આવાં ચરિત્ર દેખાડવા વાળા ક્યારેય શ્રેષ્ઠ ચરિત્રવાન બની શકતાં નથી. બાપ ને ભોળાનાથ સમજો છો ને, એટલા માટે સમજો છો કે છૂપાઈ જશે અને ચાલી જશે. પરંતુ બાપનાં રુપમાં ભોળાનાથ છે, સાથે-સાથે હિસાબ-કિતાબ ચૂકતું કરાવવાનાં સમયે પછી લોફુલ (કાયદો) પણ તો છે, પછી તે સમયે શું કરશો? શું સ્વયંને છુપાવી શકશો તથા બચાવી શકશો?
પોતાનાં અનેક પ્રકારનાં બોજાને ચેક કરો. અમૃતવેલા થી લઈને જે ઈશ્વરીય મર્યાદાઓ બનેલી છે અને જાણો પણ છો કે આખાં દિવસમાં કેટલી મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. એક-એક મર્યાદાની ઉપર પ્રાપ્તિનાં માર્કસ (ગુણાંક) પણ છે અને સાથે-સાથે માથા પર બોજાનો પણ હિસાબ છે અને જે મર્યાદાઓને સાધારણ સમજો છો તેમાં પણ તેની પ્રાપ્તિ અને તેના બોજાનો હિસાબ છે. સંકલ્પ, બોલ, સમય અને શક્તિઓનાં ખજાના આ બધાંને વ્યર્થ કરવાથી વ્યર્થ નો બોજ ચઢે છે. જેમ કે યજ્ઞની સ્થૂળ વસ્તુ, ભોજન તથા અન્ન જો વ્યર્થ જવા દો છો તો બોજ ચઢે છે ને? એવી જ રીતે જ્યારે આ મરજીવા જીવનનો સમય બાપે વિશ્વની સેવા-અર્થ આપ્યો છે, તો સર્વ શક્તિઓ સ્વયંના તથા વિશ્વનાં કલ્યાણ અર્થ આપી છે, મન શુદ્ધ સંકલ્પ કરવા માટે આપ્યું છે અને આ તન વિશ્વ-કલ્યાણની સેવા માટે આપ્યું છે. તમે બધાંએ તન, મન અને ધન જે આપી દીધું છે તો તે તમારું છે શું? જે અર્પણ કર્યું તે બાપ નું થઈ ગયું ને? બાપે પછી તે વિશ્વ સેવા માટે આપ્યું છે. શ્રેષ્ઠ સંકલ્પ થી વાયુમંડળ અને વાતાવરણ ને શુદ્ધ કરવા માટે મન આપ્યું છે, આવી ઇશ્વરીય દેન ને અર્થાત્ ઈશ્વર દ્વારા અપાયેલી વસ્તુને જો વ્યર્થમાં લગાવો છો તો બોજો નહીં ચઢે?
આજકાલ પણ જડ મૂર્તિઓ દ્વારા તથા મંદિરોમાં જે થોડોક પણ પ્રસાદ મળે છે તો તેને ક્યારેય વ્યર્થ નથી જવા દેતાં. જો થોડોક કણ પણ પગમાં પડી જાય છે, તો પાપ સમજી મસ્તક થી લગાવીને સ્વીકાર કરે છે. અનેકોનાં મુખમાં મૂકીને પ્રસાદ ને સફળ કરવાનો પુરુષાર્થ કરશે અને તેને વ્યર્થ નહીં જવા દેશે. આ સ્વયં બાપ દ્વારા મળેલી જે વસ્તુ મન તથા તન પરમાત્મા-પ્રસાદ થઈ ગયાં, શું એને વ્યર્થ કરવાનો બોજ નહીં ચઢે? જેવી રીતે સમયની ગતિ સઘન થતી જઈ રહી છે તો તેવી જ રીતે હવે પુરુષાર્થની પ્રાપ્તિ અને બોજની ગતિ પણ સઘન થતી જઈ રહી છે. એને જ કહેવામાં આવે છે કે કર્મની ગતિ અતિ ગુહ્ય છે. તો આજે કર્મની ગુહ્ય ગતિ સંભળાવી રહ્યાં છે કે જેનાથી જ સદ્દગતિ પામી શકશો. હવે સમજ્યાં, કે નિશાના ની સમીપની નિશાનીઓ શું છે? તથા નિશાના ની સમીપ જવાની વિધિ શું છે?
બાપદાદાને પણ દયાભાવ આવે છે કે બધાંને હમણાંથી સંપૂર્ણ બનાવી દે. પરંતુ રચયિતા પણ મર્યાદાઓ તથા ઈશ્વર નિયમો માં બંધાયેલા છે. બાપ પણ મર્યાદાઓનું ઉલ્લંઘન નથી કરી શકતાં. ‘જે કરશે, તે પામશે’, આ મર્યાદા બાપે પૂર્ણ કરવી પડે છે. હા, એટલું માર્જિન છે કે જે એકનું સો-ગણું આપી દે છે. હિંમત કરવાં પર મદદ કરી શકે છે, બાકી બીજું કાંઈ નથી કરી શકતાં.
અચ્છા! આવાં હિંમત અને ઉલ્લાસ માં રહેવાવાળા, સદા નિશ્ચય બુદ્ધિ વિજયી બનવાવાળા, નિશાના ની સમીપ પહોંચેલી આત્મા, સદા નશામાં રહેવાવાળી આત્માઓ, વ્યર્થ ને સમર્થ બનાવવાવાળી આત્માઓ, દરેક સેકન્ડ અને દરેક સંકલ્પ ને સફળ કરવાવાળી સફળતા મૂર્ત આત્માઓ ને બાપદાદાનાં યાદ-પ્યાર, ગુડનાઈટ અને નમસ્તે.