Search for a command to run...
26 Jun 1974
સર્વ-સિદ્ધિઓની પ્રાપ્તિનાં રુહાની નશામાં સદા સ્થિત રહો
26 June 1974 · ગુજરાતી
આજે જ્ઞાન-સૂર્ય બાપ દરેક તારાનાં મસ્તક પર ભાગ્યની રેખા જોઈ રહ્યાં છે. લૌકિક રીતે પણ ભક્તો દ્વારા હસ્તો (હાથ) થી જે જન્માક્ષર જોવામાં આવે છે, તેમાં મુખ્યતઃ ચાર વાતો જુએ છે. અહીંયા હાથ દ્વારા તો નહીં, પરંતુ મસ્તક દ્વારા મુખ્ય ચાર વાતો જોઈ રહ્યાં છે - (૧) એક વાત એ કે બુદ્ધિની લાઈન કેટલી ક્લિયર (સ્પષ્ટ) અને વિશાળ છે (૨) બીજી વાત, દરેક સમય જ્ઞાન-ધન ને ધારણ કરવામાં, તન નાં કર્મભોગ થી નિર્વિઘ્ન અને મન થી એકરસ લગન લગાવવામાં મરજીવા જન્મ થી લઈને હમણાં સુધી કેટલાં નિર્વિઘ્ન ચાલી રહ્યાં છે? (૩) ત્રીજી વાત, આ શ્રેષ્ઠ બ્રાહ્મણ જન્મની સ્મૃતિ નું આયુષ્ય લાંબું છે કે ટૂંકું છે? વારંવાર સ્મૃતિ અર્થાત્ જીવવું, વિસ્મૃતિ અર્થાત્ મરવાની હાલત માં પહોંચી જવું, આ જ હિસાબ થી આયુષ્ય નાનું અથવા મોટું ગણાય છે. (૪) મરજીવા જન્મ લેતાં જ સ્નેહ, સંબંધ, સંપર્ક અને સર્વ શક્તિઓમાં ક્યાં સુધી ભાગ્યશાળી રહ્યાં છે? શું ભાગ્યની રેખા ટકાવારી નાં હિસાબ થી અતૂટ રહી છે અને સાથે-સાથે ભણવામાં તથા કમાણી જમા કરવામાં સદા સફળતામૂર્ત, રેગ્યુલર (નિયમિત) અને પંકચયુઅલ (સમયસર) ક્યાં સુધી રહ્યાં છે? કેટલી આત્માઓનાં પ્રત્યે મહાદાની, વરદાની, કલ્યાણકારી બન્યાં છે અર્થાત્ દાન-પુણ્યની રેખા લાંબી છે કે ટૂંકી? આ બધી વાતો થી દરેક તારાનું વર્તમાન અને ભવિષ્ય જોઈ રહ્યાં છે.
તમે બધાં તમારી મસ્તકની રેખાઓને જાણી અને જોઈ શકો છો, પરંતુ કેવી રીતે? બાપદાદાનાં દિલ-તખ્તનશીન બનીને, સ્મૃતિનાં તિલકધારી બનીને, નોલેજફૂલ (જ્ઞાન સ્વરુપ) અને પાવરફુલ (શક્તિશાળી) સ્ટેજ પર સ્થિત થઈને જોશો તો સ્પષ્ટ જાણી શકશો. પોતાની પૉઝિશન (સ્થિતિ) ને છોડીને માયાની ઓપૉઝિશન (વિરોધ) ની સ્થિતિમાં તથા સ્ટેજ પર સ્થિત થઈને પોતાને તથા અન્ય આત્માઓને જ્યારે જુઓ છો, ત્યારે સ્પષ્ટ દેખાતું નથી. પૉઝિશન કઈ છે? તમારી પોતાની પૉઝિશન કઈ છે, જેમાં બધી જ વાતો આવી જાય છે? માસ્ટર ઓલમાઇટી ઓથોરિટી (સર્વશક્તિવાન સત્તા). સદા આ જ પોઝિશનમાં (સ્થિતિમાં) સ્થિત રહીને, દરેક કર્મ ને કરો તો આ પૉઝિશન માયાનાં દરેક વિઘ્ન થી પરે, નિર્વિઘ્ન બનાવવા વાળી છે. જેવી રીતે કોઈ લૌકિક રીતમાં પણ જ્યારે કોઈ ઓથોરિટી વાળા હોય છે, તો તેમની આગળ કોઈ પણ સામનો કરવાની હિંમત નથી રાખતાં અને જો કોઈ પોતાની સત્તાનો યુઝ (ઉપયોગ) કરવાનાં બદલે દરેક સમય લૂઝ (ઢીલાં) રહે છે, તો સાધારણ મનુષ્ય પણ સામનો કરવા માટે અથવા ડિસ્ટર્બ (હેરાન) કરવા માટે, વિઘ્ન નાખવા માટે લુઝ (છુટ્ટા) રહે છે. તો અહીંયા પણ પોતાની ઓથોરિટી ને, પ્રાપ્ત થયેલી સર્વ-શક્તિઓ ને, વરદાનો નો ઉપયોગ કરવાનાં બદલે ઢીલાં રહો છો. એટલાં માટે દરેક સમયે, માયા ને સામનો કરવાની હિંમત રહે છે. મન્સામાં, વાણીમાં, કર્મણામાં, સંબંધમાં અને સંપત્તિમાં બધાંમાં ઇન્ટરફિયર (દખલ) કરવાની હિંમત રાખે છે. કોઈ પણ વાતમાં છોડતી નથી, કારણ કે પોતાની પોઝિશન (પદ) થી નીચે આવીને સાધારણ બની જાઓ છો.
રિવાજની રીત થી જો કોઈ સાધારણ આત્માઓ પણ થોડાં સમયની સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે, તો કેટલી ઓથોરિટી (સત્તા) માં રહે છે. અહીંયા સર્વ-સિદ્ધિઓ પ્રાપ્ત હોવા છતાં (૧) ભલે સદા નિરોગી બનવાની સિદ્ધિ (૨) ભલે કોઈ પણ પ્રકૃતિનાં તત્વને વશમાં કરવાની સિદ્ધિ (૩) ભલે કોઈ દુઃખી, નિર્ધન તથા અશાંત આત્મા ને અવિનાશી ધનવાન બનાવવાની તથા સદા સુખી બનાવવાની સિદ્ધિ (૪) નિર્બળ ને મહાબળવાન બનાવવાની સિદ્ધિ (૫) સંકલ્પો ને એક સેકન્ડમાં જ્યાં અને જેવી રીતે રોકવા ઇચ્છો કે સંકલ્પ ને પોતાનાં વશમાં કરવાની સિદ્ધિ (૬) પાંચ વિકારો રુપી મહાભૂતો ને વશમાં કરવાની સિદ્ધિ (૭) નયનહીન ને ત્રિનેત્રી બનાવવાની સિદ્ધિ (૮) અનેક પરિસ્થિતિઓની પરેશાનીમાં મૂર્છિત (બેભાન) થયેલી આત્માને સ્વ-સ્થિતિ દ્વારા સુરજીત કરવાની તથા જીવ-દાન આપવાની સિદ્ધિ (૯) ભટકેલી આત્મા ને સદાકાળ માટે ઠેકાણું આપવાની સિદ્ધિ (૧૦) જન્મ-જન્માંતર માટે આયુષ્ય લાંબુ કરવાની સિદ્ધિ (૧૧) અકાળે મૃત્યુ થી બચાવવાની સિદ્ધિ (૧૨) રાજ્યભાગ તથા તાજ-તખ્ત પ્રાપ્ત કરવાની સિદ્ધિ. આવી સર્વ-સિદ્ધિઓને વિધિ દ્વારા પ્રાપ્ત કરવા વાળી આત્માઓ કેટલાં નશામાં રહેવી જોઈએ?
પોતે પોતાને કેમ ભૂલી જાઓ છો? લેવાની છે બાપ ની મદદ અને કરી દો છો સર્વશક્તિમાન થી કિનારો. નાવિક થી કિનારો કરીને બીજા કિનારા ને અર્થાત્ મંઝિલ ને જ્યારે શોધો છો, તો શું મળશે કે પછી સમય વ્યર્થ જશે? બાપદાદા ને આવાં ભોળા તથા ભૂલેલાં બાળકો પર દયા આવે છે. પરંતુ ક્યાં સુધી? જ્યાં સુધી બાપ દ્વારા દયા લેવાની આવશ્યકતા તથા ઈચ્છા છે, ત્યાં સુધી અન્ય આત્માઓનાં પ્રત્યે રહેમદિલ નહીં બની શકો. જે પોતે જ લેવાવાળા છે, તે આપવાવાળા દાતા નથી બની શકતાં, જેમ ભિખારી, ભિખારી ને સંપન્ન નથી બનાવી શકતાં. હાં, અલ્પકાળ માટે તેઓ કંઈક શક્તિઓનાં આધાર થી, તેઓનાં પર થોડાં સમય માટે પ્રભાવ પાડી શકે છે. પરંતુ સદાકાળ માટે અને સર્વમાં સંપન્ન નથી બનાવી શકતાં. સારું-સારું કહેવાં સુધી અનુભવ કરાવી શકે છે, પરંતુ ‘ઇચ્છા માત્રમ અવિદ્યા’ ની સ્ટેજ સુધી લાવી નથી શકતાં. સારું-સારું કહેવાંની સાથે સર્વ પ્રાપ્તિની ઈચ્છા સમાપ્ત નથી થતી. કારણ કે સ્વયં પણ બાપ દ્વારા તથા સર્વ સહયોગી આત્માઓ દ્વારા સહયોગ, સ્નેહ, હિંમત, ઉલ્લાસ, ઉમંગની ઈચ્છા રાખવાવાળા અને કોઈ પણ પ્રકારનો આધાર લેવાવાળા સર્વ-આત્માઓનાં નિમિત્ત આધારમૂર્ત નથી બની શકતાં. પ્રકૃતિનાં કે પરિસ્થિતિનાં અને વ્યક્તિની કે વૈભવની અધિન રહેવાવાળી આત્મા અન્ય આત્માઓને પણ સર્વ અધિકારી નથી બનાવી શકતી. એટલાં માટે પોતાની સર્વ-સિદ્ધિઓને જાણીને તેનો ઉપયોગ કરો. પરંતુ નિમિત્ત-માત્ર બનીને ઉપયોગ કરો. હું-પણું ભૂલીને, શ્રીમત નાં આધાર થી દરેક સિદ્ધિનો ઉપયોગ કરો. જો હું-પણામાં આવીને, કોઈ પણ સિદ્ધિનો ઉપયોગ કર્યો, તો શું કહેવત છે? “કરામત ખૈર ખુદાઈ.” અર્થાત્ શ્રેષ્ઠ-પદ ને બદલે, સજાનાં ભાગી બની જશો. સાક્ષીપણું નથી, તો પછી સજા છે. એટલાં માટે સદા સ્મૃતિ-સ્વરુપ અને સિદ્ધિ-સ્વરુપ બનો. સમજ્યાં?
અવ્યક્ત વાણીનો સાર
* સદા માસ્ટર સર્વશક્તિમાનની પૉઝિશન (સ્થિતિ) માં સ્થિત રહીને, જો દરેક કર્મ કરો તો આ પૉઝિશન માયાની ઓપૉઝિશન અર્થાત્ દરેક વિધ્ન થી પાર નિર્વિઘ્ન બનાવવા વાળી બની જશે.
* પ્રકૃતિ કે પરિસ્થિતિનાં અને વ્યક્તિનાં વૈભવની અધિન રહેવાવાળી આત્મા ક્યારેય પણ અન્ય આત્માઓને સર્વ-અધિકારી નથી બનાવી શકતી.
* પોતાની સર્વ-સિદ્ધિઓને જાણીને, હું-પણાને ભૂલીને નિમિત્ત-માત્ર બનીને, શ્રીમત નાં આધાર થી ઉપયોગ કરો.
* જો સાક્ષીપણું નથી, તો પછી સજા છે.