Search for a command to run...
4 Feb 1975
જ્ઞાન ને સ્વયં માં સમાવવા થી જ અણમોલ મોતી અને અમોઘ શક્તિ ની પ્રાપ્તિ
4 February 1975 · ગુજરાતી
સર્વ સંગમયુગી શ્રેષ્ઠ આત્માઓ આ સમયે ચાતક ની સમાન છે જેમ સીપ (છીપલાં) માટે કહે છે કે દરેક બૂંદ (ટીપા) ને સ્વયં માં સમાવવા થી મોતી બનાવી દે છે, એમ જ આપ સર્વ પણ જે જ્ઞાન નાં બોલ અથવા મહાવાક્ય સાંભળો છો અને ધારણ કરો છો, તે એક-એક બોલ શું બની જાય છે? તમે પણ તેને મોતી બનાવી દો છો અને અહીંયા એક-એક બોલ પદમ્-પતિ બનાવવા વાળા બની જાય છે. એક-એક બોલ અમૂલ્ય ત્યારે બને છે જ્યારે તેને ધારણ કરો છો. જેમ ચાતક બૂંદ ને ધારણ કરી લે છે, તેમ તમે પણ આ જ્ઞાન ને સાંભળીને સમાવી લો છો. સમાવવાનું પ્રત્યક્ષ સ્વરુપ શું દેખાય છે? આમ દરેક સંકલ્પ, દરેક બોલ અને દરેક કર્મ પદમો નું જમા કરવાનો આધાર બની જાય છે. અર્થાત્ દરેક સેકન્ડનાં બોલ માં તે આત્મા પદમ્-પતિ સ્વરુપ માં દેખાય છે. સ્થૂળ ધન નો નશો અને ખુશી ચહેરા પર ચમકતી દેખાય છે પરંતુ હોય છે એ અલ્પકાળ ની જ પરંતુ જ્ઞાન-ચાતક નાં ચહેરા પર ખુશી ની ઝલક સદા સ્પષ્ટ દેખાય છે.
પોતાનાં દર્પણ માં, ત્રીજા નેત્ર દ્વારા, પોતાની આવી ઝલક ને દરેક સમયે જુઓ છો? દરેક સેકન્ડ નો જમા નો હિસાબ તપાસો છો? પ્લસ (જમા) કેટલું થાય છે અને માઈનસ (ઓછું) કેટલું થાય છે - એવો પોતાનો સ્પષ્ટ હિસાબ રાખવાનાં અભ્યાસી બન્યાં છો? વિશેષ સમય કાઢીને હિસાબ-કિતાબ જુઓ છો? હમણાં-હમણાં કમાણી, હમણાં-હમણાં નુકસાન - આ ઉતાર-ચઢાવ જો વધારે હશે તો વિચારવાનો, જોવાનો અને કરવાનો વિશેષ સમય કાઢવો પડશે. જો એકરસ કમાણી છે, જમા જ થતું જાય છે, વારંવાર નુકસાન ની કોઈ વાત નથી, અર્થાત્ ખાતુ સ્પષ્ટ છે તો જે પણ સમયે ઇચ્છો, એક સેકન્ડ માં હિસાબ કાઢી શકો છો? શું પરિણામ જુઓ છો? હવે તો અનેક આત્માઓ નાં અનેક જન્મોનાં બનેલાં ખાતા, જેને પાપ-કર્મો નાં ખાતું કહેવામાં આવે છે, એને ભસ્મ કરાવવા વાળા છો, તેઓ પોતે પોતાનું આવું ખાતુ બનાવી ન શકે. આ તો જૂના ખાતા છે. તમે તો જૂના ખાતા સમાપ્ત કરી નવો જન્મ, નવા ખાતા બનાવવા વાળા છો. જૂના ખાતા બધાં ખતમ થઈ રહ્યાં છે - એવો અનુભવ થાય છે? જો જૂના ખાતા ને પૂર્ણ રીતે ચૂકવવા ની યુક્તિ નથી આવડતી તો આ થોડુંક રહેલું ખાતુ વારંવાર દિલ ને ખાતું રહેશે.
અહીંયા પણ જો માયા નો કોઈ કર્જ હોય છે તો કર્જદાર વારંવાર હેરાન કરે છે. આવા કર્જ ને મર્જ (દર્દ) કહેવામાં આવે છે. અહીં પણ માયા નો કોઇ કર્જ જૂના ખાતા માં રહેલો છે, ત્યારે જ માયા વારંવાર હેરાન કરે છે અથવા કોઈ-ને-કોઈ માનસિક કર્જ નાં રુપ માં છે. તે કર્જ ચૂકવવો પડે છે. તો પોતાનાં ખાતા ને ચેક કરો કે કોઈ રહી ગયેલો કર્જ, સંકલ્પ અથવા સંસ્કાર નાં રુપ માં કે સ્વભાવ નાં રુપ માં રહેલો તો નથી? જેમ શારીરિક રોગ અથવા કર્જ બુદ્ધિ ને એકાગ્રચિત નથી કરવા દેતાં, ન ઈચ્છવા છતાં પણ પોતાની તરફ વારંવાર ખેંચી લે છે, એમ આ માનસિક કર્જ નો મર્જ બુદ્ધિ-યોગ ને એકાગ્ર નથી થવાં દેતો. ઉલટું વિઘ્ન રુપ બની જાય છે.
હવે તો સમય ની સમાપ્તિ ની સમીપતા છે, તો પોતાનાં પણ બધાં હિસાબ ચેક કરો અને સમાપ્ત કરો. હિસાબ-કિતાબ આવે છે ને? માસ્ટર નોલેજફુલ છો ને? જૂના ખાતા નો કર્જ કાં તો વ્યર્થ સંકલ્પ-વિકલ્પ નાં રુપ માં હશે અથવા કોઈ સંસ્કાર અથવા સ્વભાવ નાં રુપ માં હશે. આ વાતો થી ચેક કરો કે સંકલ્પ એક છે? યાદ પણ એક ને કરો છો, અથવા કરવા એક ને ઇચ્છો છો, થાય છે બીજું? પોતાની તરફ શું ખેંચે છે, કેમ ખેંચે છે? બોજો છે કોઈ, જે પોતાની તરફ ખેંચે છે? હલકી વસ્તુ ક્યારેય પણ નીચે નહીં આવે, એ ચઢતી કળા માં જ હશે, કોઈ પણ પ્રકાર નો બોજો, કેટલું પણ ઉપર કરવાં ઈચ્છો તો ઉપર નહીં જશે, ઉલટું નીચે જ આવશે. એ જ રીતે આખાં દિવસ ની મન્સા, વાચા, કર્મણા માં, સંપર્ક અને સેવા માં આ વાતો ને ચેક કરો.
સેવા માં પણ પ્લાન અને પ્રેક્ટિકલ (વ્યવહાર) માં, સંકલ્પ અને કર્મ માં અંતર કેમ? એ અંતર નું કારણ વિચારશો તો સ્પષ્ટ દેખાશે કે કાંઈ-ને-કાંઈ કમી હોવાનાં કારણે પ્લાન અને પ્રેક્ટિકલ માં અંતર આવે છે. સર્વશક્તિઓ માંથી કોઈ વિશેષ શક્તિની કમી છે. જેમ યોદ્ધા મેદાન માં સર્વશસ્ત્રધારી નથી બની જતાં તો સમય પર કોઈ સાધારણ શસ્ત્ર ની પણ આવશ્યકતા પડી જાય છે તો એમને સાધારણ શસ્ત્ર ની કમી પણ ખૂબ નુકસાન કરી દે છે. અહીંયા પણ સર્વશક્તિઓનો સમૂહ જોઈએ અર્થાત્ સર્વ-શસ્ત્રધારી જોઈએ. પોતાની બુદ્ધિ થી ભલે નિર્ણય કરો છો કે આ તો સાધારણ વાત છે, આ ક્યારેય પણ સમય પર મોટો દગો આપે છે. એટલે ટાઈટલ (શિર્ષક) જ છે - માસ્ટર સર્વશક્તિવાન્. બાપ સર્વશક્તિવાન્ અને બાળકો માસ્ટર સર્વશક્તિવાન્ નહીં? વિજયી નો અર્થ જ છે - સર્વશસ્ત્રધારી. ચેકિંગ ની સાથે ચેન્જ (પરિવર્તન) કેમ નથી કરી શકતાં? પરિવર્તન ત્યારે થશે જ્યારે સર્વ શક્તિઓ સ્વયં માં સમાઈ હશે, અર્થાત્ નોલેજફુલ (જ્ઞાન-સ્વરુપ) ની સાથે-સાથે પાવરફુલ (શક્તિ-સ્વરુપ), બન્ને નું સંતુલન જોઈએ. જો જ્ઞાન-સ્વરુપ ૭૫% અને શક્તિ-સ્વરુપ માં ત્રણ-ચાર માર્ક્સ પણ ઓછાં છે, તો પણ સંતુલન બરાબર-બરાબર જોઈએ. જ્ઞાન-સ્વરુપ નું પરિણામ છે - પ્લાનિંગ, શક્તિ-સ્વરુપ નું પરિણામ છે - પ્રેક્ટિકલ. જ્ઞાન-સ્વરુપ નું પરિણામ છે - સંકલ્પ અને શક્તિ-સ્વરુપ નું પરિણામ છે - સ્વરુપ માં આવવું. બંનેની સમીપતા અને સમાનતા જ બંનેનું સમાન રુપ બનવું અર્થાત્ સંપૂર્ણ બનવું. યોગ માં અને સેવા માં જેટલો સમય સ્વયં ને વ્યસ્ત રાખશો તો ઓટોમેટિકલી (આપમેળે) કર્જદાર ને આવવાની હિંમત અને ફુરસદ નહિં મળે. અચ્છા.
અવ્યક્ત વાણી નો સાર
* સીપ (છીપલાં) માટે કહે છે કે દરેક બૂંદ ને સ્વયં માં સમાવવા થી મોતી બનાવી દે છે. એ જ રીતે તમે પણ જે જ્ઞાન નાં બોલ કે મહાવાક્ય સાંભળો છો, તે એક-એક બોલ ને મોતી બનાવી દો છો.
* જે રીતે ચાતક બૂંદ (ટીપા) ને ધારણ કરી લે છે, એ જ રીતે તમે પણ આ જ્ઞાન ને સાંભળીને સમાવી લો છો. સમાવવા નું પ્રત્યક્ષ સ્વરુપ એ છે કે દરેક કર્મ પદમો નું જમા કરવાનો આધાર બની જાય છે.
* અહીંયા પણ જો કોઈ કર્જ લે છે તો કર્જદાર વારંવાર હેરાન કરે છે. આવા કર્જ ને મર્જ (દર્દ) કહેવામાં આવે છે. અહીંયા પણ માયા નો કોઈ કર્જ જૂના ખાતા માં રહેલો છે, ત્યારે માયા વારંવાર હેરાન કરે છે.
* જ્ઞાન-સ્વરુપ ની સાથે-સાથે શક્તિ-સ્વરુપ પણ હોવ, ત્યારે પરિવર્તન (ચેન્જ) થશે.