Search for a command to run...
5 Feb 1975
પવિત્રતા - પ્રત્યક્ષતા ની પૂર્વગામિની છે અને પર્સનાલિટી ની જનની
5 February 1975 · ગુજરાતી
આજે બાપ સર્વ દેવો નાં પણ દેવ, સર્વ રાજાઓનાં પણ રાજા બનાવવા વાળા રચયિતા ની રચના, અર્થાત્ શ્રેષ્ઠ આત્માઓનાં શ્રેષ્ઠ ભાગ્ય ને જોઈને હર્ષિત થઇ રહ્યાં છે. તમે ઊંચેથી ઊંચા, બાપ થી પણ ઊંચા બનવા વાળી આત્માઓ છો. આજે આવી ઊંચી આત્માઓ ની વિશેષ બે વાતો જોઈ રહ્યાં છે. એ કઈ છે? એક રુહાની રોયલ્ટી, બીજી પર્સનાલીટી. જ્યારે છો જ ઊંચેથી ઊંચા બાપ ની ઉંચી સંતાન - જેમની આગળ દેવતાઓ પણ શ્રેષ્ઠ નથી ગાવામાં આવતાં, રાજાઓ પણ ચરણો માં નમે છે, અને સર્વ નામી-ગ્રામી આત્માઓ પણ ભિખારી બનીને ઈશ્વરીય પ્રસાદ લેવા માટે જિજ્ઞાસા રાખીને આવવાની છે તો એવી સર્વ આત્માઓનાં નિમિત્ત બનેલાં આપ સર્વ માસ્ટર-જ્ઞાનદાતા અને વરદાતા છો. તો એવી રોયલ્ટી છે? વાસ્તવિકતા માં તો પવિત્રતા જ રોયલ્ટી છે અને પવિત્રતા જ પર્સનાલિટી છે. હવે પોતાને જુઓ કેટલાં પર્સન્ટેજ (ટકાવારી) માં પવિત્રતા ધારણ કરેલી છે? પવિત્રતા ની પરખ અથવા ઓળખ દરેક ની રોયલ્ટી અને પર્સનાલિટી થી થઈ રહી છે.
રોયલ્ટી કઈ છે? રોયલ આત્મા ને હદ ની વિનાશી વસ્તુ અથવા વ્યક્તિ માં ક્યારેય આકર્ષણ નહીં થશે. જેમ લૌકિક રીતે રોયલ પર્સનાલિટી વાળી આત્મા ને કોઈ નાની-નાની વસ્તુ માં આંખ નથી ડૂબતી, કોઈ નાં દ્વારા પડેલી કોઈ પણ વસ્તુ સ્વીકાર કરવાની ઈચ્છા નથી થતી, એમનાં નયન સદા સંપન્ન થવાનાં નશા માં રહે છે, અર્થાત્ નયન નીચે નથી હોતાં, એમના બોલ મધુર અને અણમોલ અર્થાત્ ગણતરી નાં હોય છે અને એમના સંપર્ક માં ખુમારી અનુભવ થાય છે, એજ રીતે રુહાની રોયલ્ટી એનાં કરતાં પણ પદમ ગણી શ્રેષ્ઠ છે.
આવી રોયલ્ટી માં રહેવા વાળી આત્માઓ ની ક્યારેય પણ એક-બીજા નાં અવગુણો કે કમજોરી ની તરફ નજર પણ નથી જઈ શકતી. જેને બીજા છોડી રહ્યાં છે અર્થાત્ મિટાવવાનાં પુરુષાર્થ માં લાગેલાં છે, એવી છોડવા વાળી વસ્તુ અર્થાત્ નીચે લાવવા વાળી વસ્તુ અને પડેલી વસ્તુ, રુહાની રોયલ્ટી વાળાનાં સંકલ્પ માં પણ ધારણ નથી થઈ શકતી તથા બીજા ની વસ્તુ તરફ ક્યારેય સંકલ્પ રુપી આંખ પણ નથી જઈ શકતી. તો આ જૂના તમોગુણી સ્વભાવ, સંસ્કાર, કમજોરીઓ શૂદ્રો ની છે નહીં કે બ્રાહ્મણો ની. શૂદ્રો ની વસ્તુ ની તરફ સંકલ્પ કેવી રીતે જઈ શકે છે? જો ધારણ કરો છો તો જે રીતે કહેવત છે ને કે “કખ નો ચોર એ લખ નો ચોર” - તો એ પણ સેકન્ડ-માત્ર અથવા સંકલ્પમાત્ર ધારણ કરવા વાળી આત્માઓ રોયલ નહીં ગાવામાં આવે.
રુહાની રોયલ્ટી વાળી આત્માઓનાં બોલ મહાવાક્ય હોય છે. આ વાક્ય ગોલ્ડન વર્શન (સુવર્ણ મહાવાક્ય) હોય છે, જેને સાંભળવા વાળા પણ ગોલ્ડન એજ (સ્વર્ણિમ દુનિયા) નાં અધિકારી બની જાય છે. એક-એક બોલ રત્ન સમાન કીંમતી હોય છે એ દુઃખ આપવા વાળા, પાડવા વાળા અથવા પથ્થર ની સમાન બોલ નથી હોતાં, સાધારણ અને વ્યર્થ પણ નથી હોતાં, સમર્થ અને સ્નેહ નાં બોલ હોય છે. આખાં દિવસ નાં ઉચ્ચારણ કરેલાં બોલ એવાં શ્રેષ્ઠ હોય છે કે હિસાબ કાઢવા થી સ્મૃતિ માં આવી શકે છે કે આજે આવાં બીજા આટલાં બોલ બોલ્યાં. રોયલ્ટી વાળાની નિશાની તથા વિશેષતા એ છે કે પચાસ બોલ બોલવા વાળા વિસ્તાર નાં બદલે દસ બોલ નાં સાર માં બોલે, ક્વોન્ટિટી (સંખ્યા) ઓછી કરી ને ક્વોલિટી (ગુણવત્તા) માં લાવે. રુહાની રોયલ્ટી વાળાનાં સંપર્કમાં જે પણ આત્મા આવે, એને થોડા સમય માં પણ, એ આત્માનાં દાતાપણા ની અને વરદાતાપણા ની અનુભૂતિ થવી જોઈએ, શીતળતા તથા શાંતિ ની અનુભૂતિ થવી જોઈએ જેથી દરેક નાં મન માં આ ગુણગાન હોય કે આ કયાં ફરિશ્તા હતાં, જે સંપર્ક માં આવ્યાં. થોડા સમય માં પણ તે તડપતી અને ભટકતી આત્મા ને લાંબાસમય ની તરસ છીપાવવાનું સાધન તથા ઠેકાણું દેખાવા લાગે. આને કહેવામાં આવે છે - પારસ ની સાથે લોખંડ પણ પારસ થઈ જાય, અર્થાત્ રુહાની રોયલ્ટી વાળા ની રુહાની નજર થી નિહાલ થઈ જાય. એવી રોયલ્ટી અનુભવ કરો છો?
હવે સેવા ની ગતિ તીવ્ર જોઈએ, તે ત્યારે થશે, જ્યારે આવી રુહાની રોયલ્ટી ચહેરા થી દેખાશે. ત્યારે જ સર્વ આત્માઓની ફરીયાદ પૂર્ણ કરી શકશો. એવી પવિત્રતા ની પર્સનાલિટી હોય કે જે મસ્તક દ્વારા શુદ્ધ આત્મા અને સતોપ્રધાન આત્મા દેખાય, અર્થાત્ અનુભવ કરી શકે, નયનો દ્વારા ભાઈ-ભાઈ ની વૃત્તિ અર્થાત્ શુદ્ધ, શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા વાયુમંડળ અથવા વાયબ્રેશન પરિવર્તિત કરી શકો. જ્યારે લૌકિક પર્સનાલિટી પોતાનો પ્રભાવ પાડી શકે છે તો પવિત્રતા ની પર્સનાલિટી કેટલી પ્રભાવશાળી હશે? શુદ્ધ સ્મૃતિ દ્વારા નિર્બળ આત્માઓ ને સમર્થી સ્વરુપ બનાવી શકો છો? એવી રોયલ્ટી અને પર્સનાલિટી સ્વયં માં પ્રત્યક્ષ રુપ માં લાવો. ત્યારે સ્વયં ને તથા બાપ ને પ્રત્યક્ષ કરી શકશો! હવે વિશેષ રહેમદિલ બનો. સ્વયં પર પણ અને સર્વ પર પણ રહેમદિલ! સહજ જ સર્વ નાં સ્નેહી અને સહયોગી બની જશો. સમજ્યાં? એવો ભાગ્ય નો તારો ચમકી રહ્યો છે ને? આવાં ધરતી નાં તારાઓ ને સર્વ ચમકતા જોવાં ઈચ્છે છે.
અચ્છા, ગોલ્ડન વર્શનસ (સુવર્ણ મહાવાક્ય) દ્વારા સ્વર્ણિમ યુગ લાવવા વાળા, સર્વ નાં પ્રતિ સદા રહેમદિલ, સર્વ ગુણો થી સંપન્ન, સર્વ પ્રાપ્તિ કરવા વાળા, એક આત્મા ને પણ વંચિત ન રાખવા વાળા એવાં સદા દાતા, રુહાની રોયલ્ટી અને પર્સનાલિટી માં રહેવા વાળા, સદા ચમકતાં તારાઓ ને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!