Search for a command to run...
2 Feb 1975
સ્વ-ચિંતક, શુભ-ચિંતક અને વિશ્વ-પરિવર્તક
2 February 1975 · ગુજરાતી
આજે બાપદાદા આખી સેના નાં વર્તમાન સમય નાં પરિણામ ને જોઈ રહ્યાં છે. આ પરિણામ વિશેષ રીતે ત્રણ વાતો માં જુઓ. જેમ મુખ્ય ચાર વિષય છે, એમ જ આ ચાર વિષયો નું પરિણામ ત્રણ સ્ટેજિસ (અવસ્થા) માં જોયું. એ ત્રણ સ્ટેજિસ કયાં છે?
પહેલું સ્ટેજ - સ્વયં નાં પ્રત્યે સ્વ-ચિંતક કેટલાં બન્યાં છે?
બીજું સ્ટેજ છે - સમીપ સંબંધ અથવા સંપર્ક માં શુભ-ચિંતક કેટલાં બન્યાં છે?
ત્રીજું સ્ટેજ છે - વિશ્વ સેવા નાં પ્રતિ. એમાં વિશ્વ-પરિવર્તક ક્યાં સુધી બન્યાં છે?
પરિવર્તન ની સ્ટેજ અથવા ટકાવારી ક્યાં સુધી પ્રત્યક્ષ રુપમાં થઈ છે? આ ત્રણેય અવસ્થા નાં પરિણામ થી ચારેય વિષય નું પરિણામ સ્પષ્ટ થઈ જાય છે.
મુખ્ય રીતે તો પહેલું સ્ટેજ - સ્વ-ચિંતક ક્યાં સુધી બન્યાં છે? - આનાં ઉપર જ ત્રણેય વિષય નું પરિણામ આધારિત છે. આખાં દિવસ માં ચેક (તપાસ) કરો કે સ્વ-ચિંતક કેટલો સમય રહીએ છીએ? જે રીતે વિશ્વ-પરિવર્તક બનવાનાં કારણે વિશ્વ-પરિવર્તન નાં પ્લાન (યોજના) બનાવતાં રહો છો, સમય પણ નિશ્ચિત કરતાં જ રહો છો, વિધિ દ્વારા વૃદ્ધિ નાં ભિન્ન-ભિન્ન પ્લાન અથવા સંકલ્પ પણ ચાલતાં જ રહે છે, એ જ રીતે સ્વ-ચિંતક બની, સંપૂર્ણ બનવાની વિધિ દરરોજ નવાં રુપથી, નવી યુક્તિઓથી વિચારો છો? પરિણામ પ્રમાણે ત્રીજા સ્ટેજ નાં પ્લાન વધારે બનાવો છો. પહેલાં સ્ટેજ નાં પ્લાન માટે ક્યારેક-ક્યારેક ઉમંગ અથવા ઉત્સાહ માં આવો છો અથવા ક્યારેક-ક્યારેક સમય ધ્યાન ખેંચાવે છે અથવા કોઈ સમસ્યા તથા કોઈ વિષય નું પરિણામ ધ્યાન ખેંચાવે છે, પરંતુ આ ધ્યાન તીવ્ર-ગતિ નાં સ્વરુપ માં અલ્પકાળ રહે છે.
બીજું સ્ટેજ - શુભ-ચિંતક નું પરિણામ સ્વ-ચિંતક થી ટકાવારી માં વર્તમાન સમય માં થોડુંક વધારે છે. પરંતુ સફળતા અથવા કાર્ય ની સંપન્નતા કે સ્વયંની સ્થિતિ ની સંપૂર્ણતા, જ્યાં સુધી પહેલું સ્ટેજ ફાસ્ટ રુપનાં પરિણામ સુધી નથી પહોંચ્યું, ત્યાં સુધી નથી થઈ શકતી. એનાં માટે સ્વયં નાં પ્રતિ સ્વયં નો જ પ્લાન બનાવો. પ્રોગ્રામ (કાર્યક્રમ) થી પ્રગતિ થાય છે, આ અલ્પકાળ ની ઉન્નતિ અવશ્ય થાય છે પરંતુ સદાકાળ ની ઉન્નતિ નું સાધન છે - સ્વ-ચિંતક બનવું.
વર્તમાન સમય-પ્રમાણે પુરુષાર્થ ની ગતિ ચિંતન ને બદલે ચિંતા નાં સ્વરુપ માં હોવી જોઈએ. સેવા નાં વિશેષ કાર્યક્રમ તો બનાવો છો, દિવસ-રાત ચિંતા પણ રહે છે કે કેવી રીતે સફળ કરીએ અને એનાં માટે પણ દિવસ-રાત એક કરી દો છો. પરંતુ આ ચિંતા સુખ સ્વરુપ ચિંતા છે. અનેક પ્રકાર ની ચિંતાઓ ને ખતમ કરવા વાળી આ ચિંતા છે. જે રીતે સર્વ બંધનો થી છૂટવા માટે એક શુભ-બંધન માં સ્વયં ને બાંધો છો, આ બંધન નું નામ ભલે બંધન છે પરંતુ બનાવે આ નિર્બંધન જ છે. એ જ રીતે આનું નામ ચિંતા છે પરંતુ પ્રાપ્તિ બાપ દ્વારા વારસા ની છે. એમ જ આ ચિંતા થી સદા-સંતુષ્ટ, સદા-હર્ષિત અને સદા કમળ-પુષ્પ સમાન રહેવાની સ્થિતિ અથવા સ્ટેજ સહજ બની જાય છે.
વર્તમાન સમયે સંકલ્પ તો આવે છે અને ચિંતન તો ચાલે છે કે કેવું હોવું જોઈએ પરંતુ જેવું હોવું જોઈએ, એવું છે નહીં. આ થવું જોઈએ, આ કરવું જોઈએ, આવી રીતે કરીએ, આ કરીએ - આ તો ચિંતન નું રુપ છે. પરંતુ ચિંતા નું સ્વરુપ ચાલવું અને કરવું હોય છે, બનવું અને બનાવવાનું હોય છે, ‘હોવું જોઈએ’ - આ ચિંતા નું સ્વરુપ નથી. જ્યાં સુધી સ્વયં નાં પ્રતિ વિશેષ વિધિ ને નથી અપનાવી, ત્યાં સુધી તે ચિંતા નું સ્વરુપ નહીં થશે. આ વિશેષ વિધિ કઈ છે? એ જાણો છો? કઈ નવી વાતો કરશો? જેથી વિધિ ની સિદ્ધિ દેખાય? જૂની વિધિ કરતાં-કરતાં તો વિધિ નું રુપ જ ન રહ્યું. બાકી શું રહી ગયું છે?
કરવાનાં થોડાં સમય પછી અલબેલાપણું કેમ આવે છે? મુખ્ય વાત એ જ છે કે હજી સુધી સમય ની સમાપ્તિ નો બુદ્ધિમાં નિશ્ચય નથી. નિશ્ચિત ન હોવાનાં કારણે નિશ્ચિંત રહો છો! જેમ સેવા નાં પ્લાન નો સમય નિશ્ચિત કરો છો, ત્યાર થી નિશ્ચિંત રહેવું સમાપ્ત થઈ જાય છે, એમ જ સ્વયં ની ઉન્નતિ નાં પ્રતિ પણ જો સમય નિશ્ચિત કરો છો તો એનું પણ વિશેષ પરિણામ અનુભવ કરો છો ને? જે રીતે વિશેષ માસ યાદ ની યાત્રા નાં પ્રોગ્રામ નો નિશ્ચય કર્યો તો ચારેય બાજુ વિશેષ વાયુમંડળ અને પરિણામ, વિધિ નું સિદ્ધિ સ્વરુપ પ્રત્યક્ષ ફળ નાં રુપ માં જોયું. એ જ રીતે પોતાની ઉન્નતિ નાં પ્રતિ જ્યાં સુધી સમય નિશ્ચિત નથી કર્યો કે આ સમય ની અંદર દરેક વિશેષતાનાં સફળતા સ્વરુપ બનવું જ છે અથવા સમયનાં વાતાવરણ થી સ્વ-ચિંતન ની સાથે-સાથે શુભ-ચિંતક પણ બનવું જ છે, ત્યાં સુધી સફળતા-સ્વરુપ કેવી રીતે બનશો? નહીં તો અવગણના ની સમાપ્તિ, અર્થાત્ સંપૂર્ણતા થઈ નહિં શકે. સ્વયં નાં સ્વયં જ શિક્ષક બનીને જ્યાં સુધી સ્વયં ને આ બંધન માં નથી બાંધ્યા, ત્યાં સુધી અન્ય આત્માઓ ને પણ સર્વ-બંધનો થી સદાનાં માટે મુક્ત નહીં કરી શકો. સમજ્યાં?
હવે શું કરશો? જેમ સેવા માં ભિન્ન-ભિન્ન ટોપીક્સ (વિષય) નો સપ્તાહ અથવા મહિનો મનાવો છો, તેમ સેવા ની સાથે-સાથે સ્વયં નાં પ્રતિ પણ ભિન્ન-ભિન્ન યુક્તિઓનાં આધાર પર સમય નિશ્ચિત કરો. આ વર્ષ આવાં ખાસ પુરુષાર્થ નું છે. સમય હજું પણ ઓછો તો થતો જ જાય છે પરંતુ એ જ રીતે આગળ ચાલીને સ્વયં નાં પ્રતિ વિશેષ સમય હજી ઓછો મળશે. પછી શું કરશો? જેમ આજ નાં મનુષ્ય એ જ કહે છે કે પહેલાં તો પણ સમય મળતો હતો પરંતુ હવે તો તે પણ સમય નથી મળતો, એમ જ સ્વયં ની સ્વયં પ્રતિ આ ફરિયાદ ન રહી જાય કે સ્વયં નાં પ્રતિ જે કરવાનું હતું તે કર્યું જ નહીં કારણ કે સમય જેટલો સમીપ આવતો જાય છે, એ પ્રમાણે આટલી વિશ્વની આત્માઓ ને મહાદાન અને વરદાન નો પ્રસાદ વહેંચવામાં જ સમય ચાલ્યો જશે. એટલે સ્વ-ચિંતક બનવાનો સમય વધારે નથી રહ્યો. અચ્છા.
એવાં સદા મહાદાની, સર્વ વરદાની, સ્વ-ચિંતક, અને શુભ-ચિંતક, વિશ્વ ની દરેક આત્માનાં પ્રતિ સદા રહેમદિલ, માસ્ટર સર્વ-શક્તિઓનાં સાગર, સંકલ્પ અને દરેક બોલ દ્વારા વિશ્વ-કલ્યાણ અર્થ નિમિત્ત બનેલી આત્માઓ - વિજયી રત્ન આત્માઓનાં પ્રતિ બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!
એક વત્સ ની તરફ જોતાં બાબા બોલ્યાં :- દિવસ-પ્રતિદિવસ થોડા સમય માં સફળતા વધારે દેખાઈ રહી છે, એ જ આગળ વધવાની નિશાની છે. સહજ પણ હોય અને સાથે-સાથે મહેનત ઓછી અને ફળ વધારે - આ સ્થિતિ ની સમીપ જઈ રહ્યાં છો ને? જેટલું નિશાન સમીપ દેખાય છે, એટલો નશો ઓટોમેટિકલી (આપમેળે) જ થાય છે. નશો અર્થાત્ ખુશી! આ છે પ્રત્યક્ષ ફળ. તો હવે પ્રત્યક્ષ ફળ નો સમય છે. ભવિષ્ય ફળ નહીં, પ્રત્યક્ષ ફળ!
(ઉપરોક્ત વત્સે એક બહેન ની તબિયત નાં સમાચાર આપ્યાં) હર્ષિત રુપ થી અહીંયા જ કર્મ-ભોગ ને કર્મયોગ થી ચૂકતું કરવાનું છે. એવું ન સમજે કે હું સેવા નથી કરતી - જેમ વાણી દ્વારા સેવા કરો છો, જેટલું એક ભાષણ નું પરિણામ હોય છે, એનાથી હજાર ગણું વધારે આ પ્રેક્ટિકલ અનુભવ ની સેવા નું પરિણામ નીકળે છે - એવું સમજીને સાક્ષીપણા થી હિસાબ-કિતાબ ચૂકતું કરો તો સેવા ખૂબ છે. જે છે જ સેવાધારી એમનો શારીરિક રોગ નિમિત્ત કારણ બનીને હિસાબ ચૂકતું થાય છે પરંતુ એમાં પણ સેવા ભરેલી છે. આ કોઈ આરામ નથી પરંતુ આ પણ ભિન્ન પ્રકાર ની સેવા ની તક છે. એવું સમજીને સેવા માં વ્યસ્ત રહો તો ડબલ ફળ મળી જશે. મુક્તિ પણ અને સેવા પણ. અચ્છા!