Search for a command to run...
5 Sept 1975
ફરિશ્તા સ્વરુપ માં સ્થિતિ
5 September 1975 · ગુજરાતી
ફરિશ્તા સ્વરુપ ની સ્થિતિ માં સદા સ્થિત રહો છો? ફરિશ્તા સ્વરુપ ની લાઈટ માં અન્ય આત્માઓ ને પણ લાઈટ જ દેખાશે. હદ નાં એક્ટર્સ (કલાકારો) જ્યારે હદ ની અંદર પોતાની એક્ટ (કળા) કરતાં દેખાય છે, તો લાઈટ નાં કારણે અતિ સુંદર સ્વરુપ દેખાય છે. એ જ એક્ટર, સાધારણ જીવન માં, સાધારણ લાઈટ ની અંદર પાર્ટ ભજવતા કેવાં દેખાય છે? રાત-દિવસ નું અંતર દેખાય છે ને? લાઈટ નું ફોકસ (પ્રકાશ) એમના ફીચર્સ (ચહેરા) ને જ પરિવર્તિત કરી દે છે. એ જ રીતે બેહદ ડ્રામા નાં આપ હીરો-હીરોઇન એક્ટર્સ, અવ્યક્ત સ્થિતિ ની લાઈટ ની અંદર દરેક એક્ટ કરવાથી શું દેખાશો? અલૌકિક ફરિશ્તા! સાકારી નાં બદલે સૂક્ષ્મ વતનવાસી નજર આવશો. સાકારી હોવા છતાં પણ આકારી અનુભવ થશે. દરેક એક્ટ દરેક ને સ્વતઃ જ આકર્ષિત કરવાવાળું હશે.
જેમ આજે હદ નાં સિનેમા (ચલચિત્રો) અને ડ્રામા કળયુગી મનુષ્ય નાં આકર્ષણ નું મુખ્ય કેન્દ્ર છે-છોડવાનું ઈચ્છવા છતાં અને ન જોવાનું ઈચ્છવા છતાં પણ હદ નાં એક્ટર્સ નું એક્ટ પોતાની તરફ ખેંચી લે છે, પરંતુ એનો આધાર લાઈટ છે, એમ જ આ અંતિમ સમય માં માયા નાં આકર્ષણ ની અતિ નાં પછી અંત થવાથી, બેહદ નાં હીરો એક્ટર્સ, જે સદા ઝીરો (શૂન્ય) સ્વરુપ માં સ્થિત રહેતાં ઝીરો બાપ ની સાથે દરેક પાર્ટ ભજવવા વાળા છે અને દિવ્ય જ્યોતિ સ્વરુપ વાળા જેની સ્થિતિ પણ લાઈટ ની છે અને સ્ટેજ પર દરેક પાર્ટ પણ લાઇટ માં છે - અર્થાત્ જે ડબલ લાઈટ વાળા ફરિશ્તા છે - તેઓ દરેક આત્મા ને સ્વતઃ જ પોતાની તરફ આકર્ષિત કરશે. આજકાલ ની દુનિયામાં ડ્રામા થી વધારે બીજી કઈ વસ્તુ છે જે આવાં ફરિશ્તાઓનાં નયનો જેવી આકર્ષણ કરવા વાળી છે? ટી.વી.. જે રીતે ટી.વી. દ્વારા આ સંસાર નાં કેવાં-કેવાં દૃશ્યો જોતાં ઘણાં આકર્ષિત થાય, અર્થાત્ પડતી કળા માં જાય છે - એ જ રીતે ફરિશ્તાઓનાં નયન દિવ્ય દૂર-દર્શન નું કામ કરશે. દરેક નાં નયનો દ્વારા ફક્ત આ સંસાર નાં જ નહીં પરંતુ ત્રણેય લોક નાં દર્શન કરશે. આવાં ફરિશ્તાઓનાં મસ્તક માં ચમકતી મણિ આત્માઓ ને સર્ચ-લાઈટ અથવા લાઈટ હાઉસ નાં સમાન સ્વયં નું સ્વરુપ, સ્વ-માર્ગ અને શ્રેષ્ઠ મંઝિલ નો સ્પષ્ટ સાક્ષાત્કાર કરાવશે.
આવાં ફરિશ્તાઓનાં યુક્તિ-યુક્ત બોલ અર્થાત્ અમૂલ્ય બોલ, દરેક ભિખારી આત્માઓ ની ઝોલી રત્નો થી ભરપૂર કરશે. જે ગાયન છે દેવતાઓ પણ ભક્તો પર પ્રસન્ન થઈ ફૂલો ની વર્ષા કરે છે - એ જ રીતે આપ શ્રેષ્ઠ આત્માઓ દ્વારા વિશ્વ ની આત્માઓનાં પ્રતિ સર્વ શક્તિઓ, સર્વગુણો તથા સર્વ વરદાનો ની પુષ્પ-વર્ષા સર્વ નાં પ્રતિ થશે. ત્યારે જ આપ સર્વ ને દેવતા અર્થાત્ આપવા વાળા સમજી ને ભક્ત-ગણ દ્વાપર યુગ થી દેવતાઓ નું ગાયન અને પૂજન કરતાં આવે છે, કારણ કે અંત સમયે સર્વ આત્માઓ, વિશેષ (ખાસ) કરીને આ ભારતવાસી આત્માઓ દેવતા ધર્મ નાં અંત સુધી વૃદ્ધિ પામવા વાળી આત્માઓ જે સતયુગ માં તમારા દેવતાઈ રુપ ની પાલના તો નહીં લે પરંતુ પછી આ ધર્મ ની વૃદ્ધિ થવાનાં સમય થી લઈ ને અંત સુધી નાં સમય માં તમારું દેવતા રુપ, દાતા રુપ અથવા વરદાતા રુપ અનુભવ કરશે. તમારા અંતિમ દેવતા રુપ ની અનેક પ્રાપ્તિઓનાં સંસ્કાર અથવા સ્મૃતિઓ સર્વ આત્માઓમાં મર્જ હોય છે અર્થાત્ સમાયેલી રહે છે. એ કારણે પ્રેક્ટિકલ રુપ માં સતયુગી સૃષ્ટિમાં ન આવતાં પણ દ્વાપર માં સૃષ્ટિ-મંચ પર આવતાં જ દેવતા સ્વરુપ ની પ્રાપ્તિ ની સ્મૃતિ ઈમર્જ (જાગૃત) થઈ જાય છે અને ગાયન-પૂજન કરતાં રહે છે. સમજ્યાં, પોતાનાં અંતિમ ફરિશ્તા સ્વરુપ ને?
આવાં બેહદ નાં એક્ટર્સ સ્વતઃ પોતાની તરફ આકર્ષિત નહીં કરે? આ જ ડબલ લાઈટ ની સ્થિતિ અને સ્ટેજ આપ સર્વ ને અને બાપ ને પ્રત્યક્ષ કરશે. ઝીરો અને હીરો બંને પ્રત્યક્ષ થશે. સમજ્યાં, (લાઈટ જતી રહી) પછી બાબા બોલ્યાં - હમણાં પણ જુઓ, લાઈટ થી કેટલું કામ થાય છે. હમણાં પણ આપ સર્વ ને આકર્ષણ કરવાની વસ્તુ લાઈટ નાં આધાર ઉપર છે. અચ્છા.
આવાં સદા ઝીરો ની સાથે હીરો પાર્ટ ભજવવા વાળા, સદા આપવા વાળા દેવતા સ્વરુપ, વિશ્વ માં સ્વયં ને અને બાપ ને પ્રખ્યાત કરવા વાળા, વિશ્વ ની સર્વ આત્માઓ ની સર્વ-મનોકામનાઓ સંપન્ન કરવા વાળા, આવા ફરિશ્તાઓ ને ફરિશ્તાઓની દુનિયામાં રહેવા વાળા અને ફરિશ્તાઓની દુનિયાથી પાર રહેવા વાળા બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે!