Search for a command to run...
2 Sept 1975
દિલ રુપી તખ્ત-નશીન જ સતયુગી વિશ્વ નાં રાજ્ય નાં અધિકારી
2 September 1975 · ગુજરાતી
શું આપ બાળકો પોતાને ત્રિમૂર્તિ તખ્તનશીન સમજો છો? આજ ની સભા ત્રિમૂર્તિ તખ્તનશીન ની છે. પોતાનાં ત્રિમૂર્તિ તખ્ત ને જાણો છો ને? એક છે અકાળ મૂર્ત આત્મા નું આ ભ્રકુટી રુપી તખ્ત. બીજું છે - વિશ્વ નાં રાજ્ય નું તખ્ત. ત્રીજું છે - સર્વ-શ્રેષ્ઠ બાપ-દાદા નું દિલ રુપી તખ્ત. એમ દરેક પોતાને ત્રણેય તખ્તો પર વિરાજમાન અનુભવ કરો છો કે ફક્ત જાણો છો? શું તમે જ્ઞાન સ્વરુપ છો કે અનુભવ સ્વરુપ પણ છો? હું શ્રેષ્ઠ આત્મા અનેકવાર આની તખ્તનશીન બની છું - આવી અનેકવાર ની સ્મૃતિ સ્પષ્ટ રુપ માં અને સહજ રુપ માં હમણાં-હમણાં ની વાત અનુભવ થાય છે? પહેલાં ની વાત નહીં - પરંતુ હમણાં ની વાત છે. એવો અનુભવ કરવા વાળા બાપ-દાદા નાં અતિ સ્નેહી અને અતિ સમીપ છે.
આ બધાં તખ્તો નો આધાર, બાપદાદા નાં દિલ તખ્ત-નશીન બનવાનું છે. એનાં માટે મુખ્ય સાધન કયું છે એને જાણો છો? સહજ સાધન છે ને. કયું સાધન છે? - દિલ તખ્ત, જે સ્વયં તખ્તનશીન છે તેઓ સારી રીતે જાણે છે કે બાપદાદા ને સૌથી પ્રિય કયાં બાળકો લાગે છે. બાપ ને દુનિયા વાળા શું સમજે છે, કે બાપ ભગવાન શું છે? ભગવાન સત્ય છે. સત્ય ને જ ભગવાન માને છે. બાપદાદા સંભળાવે પણ સત્યનારાયણ ની કથા છે અને સ્થાપના પણ સતયુગ ની કરે છે. તો બાપ ને જે સત બાપ, સત શિક્ષક, સત ગુરુ નો પ્રેક્ટિકલ (વ્યાવહારિક) પાર્ટ ભજવે છે, તો સત બાપ ને શું પ્રિય લાગે છે? - સચ્ચાઈ-જ્યાં સચ્ચાઈ છે અર્થાત્ સત્યતા છે, ત્યાં સ્વચ્છતા અને સફાઈ અવશ્ય જ હોય છે. ગાયન પણ છે સાચાં દિલ પર સાહેબ રાજી. દિલ તખ્તનશીન સેવાધારી અવશ્ય છે - પરંતુ સેવાધારી ની નિશાની સંબંધ અને સંપર્ક માં સચ્ચાઈ અને સફાઈ, દરેક સંકલ્પ અને દરેક બોલ માં દેખાશે. અર્થાત્ એવી દિલ તખ્તનશીન શ્રેષ્ઠ આત્મા નો દરેક સંકલ્પ સત હશે, દરેક વચન સત હશે. સત અર્થાત્ સત્ય પણ અને સત અર્થાત્ સફળ પણ. અર્થાત્ કોઈ પણ સંકલ્પ અથવા બોલ વ્યર્થ અથવા સાધારણ નહીં હશે. એવાં સેવાધારી જેમનાં દરેક કદમ માં, દરેક સમયે નજર માં અર્થાત્ દૃષ્ટિમાં સર્વ આત્માઓનાં પ્રતિ નિ:સ્વાર્થ સેવા જ સેવા દેખાશે. સૂતાં પણ સેવા, જાગતાં પણ સેવા અને ચાલતાં પણ સેવા. સિવાય સેવા સ્વપ્ન માં પણ કોઈ વાત નહીં હશે. એવાં સેવાધારી જ અચળ અને અથક હશે - એવાં જ બાપદાદા નાં દિલ-તખ્તનશીન હોય છે. સમજ્યાં, નિશાની શું હોય છે? આવાં દિલ તખ્તનશીન નાં માટે વિશ્વ નાં રાજ્ય નું તખ્ત પ્રાપ્ત કરવું નિશ્ચિત જ છે. જેમ ઈન એડવાન્સ (પહેલા થી જ) સીટ બુક થાય છે, એ જ રીતે કલ્પ-કલ્પ માટે રાજ્ય તખ્ત નિશ્ચિત છે.
પ્રકૃતિ ને અધીન કરીને વિજયી બનવા વાળા વત્સ વિશ્વ નાં રાજ્ય નાં અધિકારી બનશું અથવા નહીં, એ સંકલ્પ પણ ન ઉઠી શકે. પ્રકૃતિ આવાં પોતાનાં વિજયી માલિક ની આગળ-પાછળ દાસી ની માફક નમતી રહે છે અથવા પ્રણામ કરતી રહે છે. દરેક સમયે સદા સેવાધારી શ્રેષ્ઠ આત્મા ની આગળ સેવાધારી બનીને રહે છે. એવું પોતાનું શ્રેષ્ઠ સ્વરુપ દખાઈ રહ્યું છે ને? હવે તો પ્રકૃતિ તમારી રાહ જોઈ રહી છે. પોતાનાં આવાં માલિક ની સેવા માટે. સાગર પણ, ધરતી પણ આવાં વિશ્વનાં માલિક ની સેવા-અર્થ સ્વયં ને હવે સંપન્ન બનાવી રહ્યાં છે. જોઈ રહ્યાં છો એમની તૈયારીઓ જે રીતે ભક્ત લોકો દેવીઓ ની, દેવતાઓ ની, શક્તિઓ ની, સાલિગ્રામ રુપ ની પૂજા કરતાં જોર-શોર થી આહવાન કરી રહ્યાં છે - પોતાની પ્રિય નિદ્રા ને પણ ત્યાગી જોર-જોર થી બોલાવીને આપ સર્વ નું આહવાન કરી રહ્યાં છે કે ક્યાંક અમારી વરદાની, મહાદાની આત્માઓ અથવા અમારા ઇષ્ટદેવ અમારું પણ સાંભળી લે. અપ્રાપ્તિ થી થોડી પ્રાપ્તિ કરાવી દે. એ જ રીતે હવે સમય સમીપ હોવાનાં કારણે ભક્તો ની સાથે-સાથે પ્રકૃતિ પણ તમારું આહવાન કરી રહી છે, કે ક્યારે અમારા સતોપ્રધાન માલિક અમારી ઉપર રાજી થઈ રાજ્ય કરશે અને પ્રકૃતિ પણ સતોપ્રધાન વસ્ત્ર ધારણ કરશે. શું પ્રકૃતિ નું આહવાન, ભક્તો નું આહવાન દેખાઈ કે સંભળાઈ રહ્યું છે?
એમના આહવાન ની સાથે બીજી તરફ બાપદાદા પણ આહવાન કરી રહ્યાં છે કે સમાન અને સંપૂર્ણ બની ને સૂક્ષ્મ વતન નિવાસી ફરિશ્તા બની ને બાપ ની સાથે ઘરે ચાલો. જવું છે કે સંગમ વધારે ગમે છે? શું એવરરેડી બની ગયાં છો? જ્યાં બેસાડે, જે રુપ માં બેસાડે અને જ્યાં સુધી બેસાડે એવાં વાયદા માં સદા સ્થિત રહો છો? અંતિમ ઓર્ડર (આદેશ) રુહાની મિલિટ્રી (લશ્કર) ને કેટલાં સમય માં મળશે? એક સેકન્ડ નો ઓર્ડર હશે. એક કલાક પહેલાં પણ જાણ નહીં થાય. ત્યારે તો આ આઠ રત્ન નીકળે છે. નિશ્ચિત તારીખ જાણ કરીને પેપર નહીં લે. અર્થાત્ છેલ્લી તારીખ જે ડ્રામા માં નિશ્ચિત છે, તે નિશ્ચિત તારીખ અને સમય નહીં બતાવવામાં આવે. આ તો એવરેજ (સરેરાશ) બતાવવામાં આવે છે. પરંતુ છેલ્લું પેપર એક જ પ્રશ્ન નું અને એક જ સેકન્ડ નું હશે. એટલે બાળકોએ એવર-રેડી બનવાનું છે.
દરેક સમયે સ્વયં ને ચેક (તપાસ) કરો કે સમેટવાની શક્તિ અને સામનો કરવાની શક્તિ બંને શક્તિઓ થી સંપન્ન બની ગયાં છો? સમેટવાની શક્તિ નો લાંબાસમય નો કર્તવ્ય માં લાવવાનો અભ્યાસ જોઈએ. અંતિમ સમયે સમેટવાનું શરું નહી કરતાં. સમેટતા જ સમય વીતી જશે. સમેટવાનું કાર્ય તો હવે સંપન્ન થવું જોઈએ. ત્યારે એક બળ, એક ભરોસો અને નિરંતર તમારી સાથે જ જમું, તમારી સાથે જ બેસું, તમારી સાથે જ બોલું અને તમારું જ સાંભળું નો કરેલો વાયદો નિભાવી શકશો. એવું નહીં કે આઠ કલાક તમારી સાથે જ બોલું, સાંભળું, અને બાકી સમય આત્માઓ સાથે બોલું અને સાંભળું - આ નિરંતર નો વાયદો છે - એમાં ચતુર નહિં બનતાં. બાપ ની આપેલી વાતો (મુદ્દા) બાપની આગળ વકીલ નાં રુપ માં નહી રાખતાં. અમૃતવેલા કેટલાંક વકીલ બનીને આવે છે. વકીલાત સતયુગ માં નહીં હશે. એટલે બાપદાદા ની આગળ આવું નટખટપણું નહીં કરતાં. વકીલ નાં બદલે જજ (ન્યાયાધીશ) બનો. પરંતુ કોના? સ્વયં નાં જજ (ન્યાયાધીશ) બનજો બીજા નાં નહીં. બાપદાદા ને આખાં દિવસ માં અમૃતવેલા નાં સમયે બાળકો ની વિચિત્ર રમત જોઈ ને હર્ષિત થવા મળે છે. એ સમયે દરેક નો ફોટો પાડવા યોગ્ય પોઝ (દેખાવ) અને પોઝિશન (સ્થિતિ) હોય છે. સાક્ષી થઈ ને તમે એક દિવસ પણ જુઓ તો ખૂબ હસશો. કોઈ યોદ્ધા બનીને પણ આવે છે. બાપ નાં આપેલા શસ્ત્ર બાપ ની આગળ વાપરે છે. “તમે આવું કહ્યું છે, જ્ઞાન આવું કહે છે” - બાપ સ્મિત આપે છે - રમત જોતાં રહે છે. યોદ્ધા નાં બદલે વિજયી બનો, ત્યારે જ ત્રિમૂર્તિ તખ્ત-નશીન બની શકશો. સમજ્યાં? અચ્છા.
આવી સદા વિજયી, સર્વ વાયદા નિભાવવા વાળી, બાપદાદા ની અતિ સ્નેહી અને સમીપ, પ્રકૃતિ ને દાસી બનાવવા વાળી અને સર્વ આત્માઓ ની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવા વાળી, શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.