Search for a command to run...
6 Sept 1975
ત્રણ કમ્બાઈન્ડ (સંયુક્ત) સ્વરુપ
6 September 1975 · ગુજરાતી
દરેક પોતાનાં ત્રણેય રુપો થી કમ્બાઈન્ડ (સંયુક્ત) રુપ જાણો છો? એક છે અનાદિ કમ્બાઈન્ડ રુપ, બીજું છે સંગમયુગી કમ્બાઈન્ડ રુપ અને ત્રીજું છે ભવિષ્ય કમ્બાઈન્ડ રુપ - આ ત્રણેય ને જાણો છો?
આપ મનુષ્ય આત્માઓનું અનાદિ કમ્બાઈન્ડ રુપ કયું છે? પુરુષ અને પ્રકૃતિ કહો કે આત્મા અને શરીર કહો. આ અનાદિ કમ્બાઈન્ડ રુપ આ અનાદિ ડ્રામા માં નોંધાયેલું છે. ભવિષ્ય કમ્બાઈન્ડ રુપ કયું છે? વિષ્ણુ ચતુર્ભુજ. સંગમયુગી કમ્બાઈન્ડ રુપ તમારું કયું છે? શિવ અને શક્તિ. શક્તિ શિવ નાં સિવાય કાંઈ કરી નથી શકતી અને શિવ બાપ પણ શક્તિઓનાં વગર કાંઈ કરી નથી શકતાં. તો સંગમયુગી કમ્બાઈન્ડ રુપ બધાનું છે - શિવ-શક્તિ. ફક્ત માતાઓનું જ નથી, પાંડવ પણ શક્તિ સ્વરુપ છે. યાદગાર નાં રુપ માં આજકાલ નાં જગતગુરુ પણ તમારા કમ્બાઈન્ડ રુપ શિવ-શક્તિ નું પૂજન કરતાં રહે છે.
તો સદા આ સ્મૃતિ રહેવી જોઈએ કે અમે છીએ જ કમ્બાઈન્ડ શિવ-શક્તિ. જ્યારે છો જ કમ્બાઈન્ડ તો ભૂલી શકો છો શું? પછી ભૂલો કેમ છો? પોતાને એકલા સમજો છો એટલે ભૂલી પણ જાઓ છો. કલ્પ પહેલાં ની યાદગાર માં પણ અર્જુન ને જ્યારે બાપ નો સાથ ભૂલાઈ જતો હતો, અર્થાત્ જ્યારે તે સારથી ને ભૂલી જતો હતો, તો શું બની જતો હતો? નિર્બળ કહો કે કાયર કહો અને જ્યારે સ્મૃતિ આવતી હતી, કે મારા સાથી અને સારથી બાપ છે તો વિજયી બની જતો હતો. નિરંતર સહજ યાદ ની સરળ યુક્તિ એક જ છે કે સદા પોતાનાં કમ્બાઈન્ડ રુપ ને સાથે રાખો અથવા સ્મૃતિ માં રાખો તો ક્યારેય પણ કમજોરી નાં સંકલ્પ તો શું સ્વપ્ન પણ નહીં આવે. જાગતાં-સૂતાં કમ્બાઈન્ડ રુપ હોય.
જ્યારે બાપ સ્વયં બાળકો થી સદા સાથે રહેવાનો વાયદો કરી રહ્યાં છે અને નિભાવી પણ રહ્યાં છે તો વાયદા નો લાભ ઉઠાવવો જોઈએ. આવો સાથ અને સાથી, પછી ક્યારે મળશે? અનેક જન્મો થી આત્માઓ નો સાથ લેતાં દુઃખ નો અનુભવ કરતાં હજી પણ આત્માઓ નો સાથ સારો લાગે છે શું, જે બાપ નાં સાથ ને ભૂલી બીજાનાં સાથ માં જતાં રહો છો? કોઈ વૈભવ ને અથવા કોઈ વ્યક્તિ ને સાથી બનાવી દો છો, અર્થાત્ એ સાથ ને નિભાવવામાં એટલાં મસ્ત થઈ જાઓ છો જે બાપ સાથે કરેલાં વાયદા માં પણ અલમસ્ત થઈ જાઓ છો. આવાં સમયે જાણો છો કઈ રમત કરો છો? રમત રમવાનાં સમયે તો ખૂબ જ મસ્ત થઈ જાઓ છો. હમણાં ભૂલી ગયા છો. કળાબાજી થી પણ ખૂબ જ રમણીક રમત કરો છો? એવું નથી કે જે સંભળાવશે એ રમત કરતાં હશે, જોવા વાળા પણ સંભળાવી શકે છે. તમારી જ આ સાકારી દુનિયામાં રમત દેખાડે છે - વાંદરા ને વાંદરી ની. વાંદરી ને વાંદરા સાથે સગાઈ માટે પકડી ને લઇ જાય છે અને વાંદરી નટખટ થઈ ઘૂંઘટ કાઢી કિનારો કરી લે છે, પીઠ કરી લે છે. તે આગળ કરે છે અને આ પાછળ હટે છે. તો જેમ તે રમણીક રમત મનોરંજન માટે દેખાડે છે, એમ જ બાળકો પણ એ સમયે એવાં નટખટ થાય છે. બાપ સન્મુખ આવે છે અને બાળકો અલમસ્ત હોવાનાં કારણે જોવા છતાં પણ નથી જોતાં, સાંભળવા છતાં પણ નથી સાંભળતાં. આવી રમત હવે નથી કરવાની. પોતાનાં ત્રણેય કમ્બાઈન્ડ રુપો ને સ્મૃતિ માં રાખો તો જ સદા નાં માટે સદા સાથી નો સાથ નિભાવી શકશો.
પોતાને એકલા સમજવા થી ચાલતાં-ચાલતાં જીવન માં ઉદાસી આવી જાય છે. અતિ-ઇન્દ્રિય સુખમય જીવન, સર્વ સંબંધો થી સંપન્ન જીવન અને સર્વ પ્રાપ્તિઓથી સંપન્ન જીવન, એ સમયે નીરસ અથવા બિલકુલ અસાર અનુભવ કરો છો. ત્રિનેત્રી હોવા છતાં પણ કોઈ રસ્તો નજર નથી આવતો. શું કરું, ક્યાં જાઉં કાંઈ સમજ માં નહીં આવશે. સ્વયં જીવન-મુક્તિ નાં દ્વાર ખોલવા વાળા ને કોઈ ઠેકાણું નજર નથી આવતું, ત્રિકાળદર્શી હોવા છતાં પોતાનાં વર્તમાન ને નથી સમજી શકતાં. સૃષ્ટિ ની સર્વ આત્માઓનાં ભવિષ્ય નાં પરિણામ ને જાણવા વાળા પોતાનાં એ સમય નાં કર્મ નાં પરિણામ ને જાણી નથી શકતાં! આ કમાલ કરો છો ને? આવી કમાલ રોજ કોઈ ને કોઈ બાળકો દેખાડતાં રહે છે.
આવાં સમયે બાપદાદા શું કરે છે? ખૂબ જ મનાવે અને રીઝાવે છે, પરંતુ તો પણ બાળકો નટખટ કરે છે અને પછી જ્યારે એ સમય વિતી જાય છે, ત્યારે પછી બાપ ને રીઝાવે છે. બાળકો પણ ખૂબ ચતુર હોય છે. જ્ઞાન સ્વરુપ ને યાદ અપાવે છે. એ તો જાણો છો ને કે શું કરો છો? તમે ક્ષમા નાં સાગર છો, કૃપાળુ છો, દયાળુ છો, રહેમ દિલ છો - એવી કેટલીયે વાતો થી રીઝાવે છે. પછી બાપ શું કરે છે? બાપ પછી લવ (સ્નેહ) અને લો (કાયદો) નું સંતુલન રાખે છે. આ વાર્તા છે બાળકો અને બાપ ની. વાર્તા સાંભળવામાં બધાં ખુશ થઈ રહ્યાં છે. પરંતુ આ વાર્તા પરિવર્તન માં લાવવાની છે. જેમ બાપ આજ્ઞાકારી સેવક બનીને સેવા પર ઉપસ્થિત છે, એમ બાપ નાં દરેક સાથી અથવા સહયોગી બાળકો એ પણ બાપ સમાન આજ્ઞાકારી સેવક બનવાનું છે. આજ્ઞાકારી સેવક અલમસ્ત નથી હોતાં. દિવસ-રાત સેવા માં તત્પર રહે છે. જેમ બાપ બાળકો ની આગળ વફાદાર સ્વરુપ થી સાથ નિભાવી રહ્યાં છે, એ જ રીતે બાળકો એ પણ ફરમાન-વરદાર અર્થાત્ દરેક ફરમાન પર ચાલવા વાળા બનીને સાથ નિભાવવાનો છે. એવાં સદા નાં સાથી બનવાનું છે. અચ્છા!
આવાં સદા સાચાં સાથી, દરેક ફરમાન પર સ્વયં ને કુરબાન કરવા વાળા, વફાદાર, બાપ નાં ફરમાન-વરદાર, બાપ સમાન શ્રેષ્ઠ બનાવવા વાળા, આવી શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* નિરંતર સહજ યાદ ની સરળ યુક્તિ એક જ છે, કે ત્રણેય રુપો થી પોતાનાં કમ્બાઈન્ડ સ્વરુપ ને સ્મૃતિ માં રાખો એ છે - પહેલું આત્મા અને શરીર અથવા પ્રકૃતિ નું અનાદિ કમ્બાઈન્ડ રુપ, બીજું ભવિષ્ય વિષ્ણુ ચતુર્ભુજ નું કમ્બાઈન્ડ રુપ અને ત્રીજું સંગમયુગ નું શિવ-શક્તિ કમ્બાઈન્ડ રુપ. એ સ્મૃતિ થી ક્યારેય પણ કમજોરી અથવા નિર્બળતા નો સંકલ્પ સ્વપ્ન માં પણ નહીં આવશે.
* જે બ્રહ્મા વત્સ નાં સાથ અથવા સાથી ને ભૂલી બીજાનાં સાથ માં જતાં રહે છે, કોઈ વૈભવ ને અથવા કોઈ વ્યક્તિ ને સાથી બનાવી લે છે, તો ચાલતાં-ચાલતાં એમનાં જીવન માં ઉદાસી આવી જાય છે અને અંત માં દુઃખ પ્રાપ્ત થાય છે.
* જેમ બાપ આજ્ઞાકારી સેવક બનીને સેવા પર ઉપસ્થિત છે, એમ બાપ નાં દરેક સાથી તથા સહયોગી બાળકોએ પણ બાપ સમાન આજ્ઞાકારી સેવક બનવાનું છે.