Search for a command to run...
11 Oct 1975
વિજયી બનવા માટે મુખ્ય ધારણાઓ
11 October 1975 · ગુજરાતી
અમુક સંગઠન ને મળીને બાપદાદાએ એમને જે પ્રશ્ન કર્યા અને પછી એમણે જે ઉત્તર આપ્યા એનો સાર અહીંયા લખ્યો છે :-
પ્રશ્ન :- વિજયી બનવા માટે કઈ મુખ્ય ધારણા ની આવશ્યકતા છે?
ઉત્તર :- વિજયી બનવા માટે સતર્ક રહેવાની આવશ્યકતા છે. એક હોય છે સતર્ક રહેવા વાળા, બીજા હોય છે અલબેલા રહેવા વાળા. જે સદા સતર્ક હોય છે, તેઓ ક્યારેય માયા થી દગો નહીં ખાશે, પરંતુ તેઓ સદા વિજયી જ થશે.
પ્રશ્ન :- ૧૦૮ ની માળા માં અને ૧૬૦૦૦ ની માળા માં આવવાનાં ચિહ્ન અથવા નિશાની શું છે?
ઉત્તર :- જે અહીંયા સદા વિજયી હોય છે, એ જ વિજયી માળા માં આવશે. એટલે વૈજયંતી માળા નામ પડ્યું છે. જે ક્યારેક-ક્યારેક નાં વિજયી છે તેઓ ૧૬૦૦૦ ની માળા માં આવશે.
પ્રશ્ન :- કયું લક્ષ રાખવાથી સદા વિજયી બની શકો છો?
ઉત્તર :- અમે હમણાં નાં વિજયી નથી, કલ્પ-કલ્પ અનેકવાર નાં વિજયી છીએ. જે વાત અનેકવાર કરવામાં આવે છે, તો એ સ્વભાવ-સંસ્કાર માં સ્વતઃ જ આવી જાય છે. જેમ આજની દુનિયામાં જે વાત ન કરવી જોઈએ પરંતુ એ કરી દે છે, તો કહી દે છે કે આ તો મારા સંસ્કાર બની ગયાં છે. તો અહીંયા પણ અનેકવાર નાં વિજયી હોવાની ‘સ્મૃતિ વિજય નાં સંસ્કાર બનાવી’ દેશે.
પ્રશ્ન:- વ્યર્થ ને સમર્થ બનાવવાની ઝડપી મશીનરી કઈ હોવી જોઈએ?
ઉત્તર :- જેમ કોઈ પણ વસ્તુની મશીનરી શક્તિશાળી હોય છે, તો કામ ઝડપ થી થાય છે, તો અહીંયા પણ વ્યર્થ સંકલ્પ ને સમર્થ કરવા માટે બુદ્ધિ રુપી મશીનરી શક્તિશાળી હોય. બુદ્ધિ પણ શક્તિશાળી ત્યારે થશે જ્યારે બુદ્ધિ નું પાવર હાઉસ (ઊર્જા સ્ત્રોત) સાથે કનેક્શન હશે. અહીં કનેક્શન તૂટતું તો નથી પરંતુ ઢીલું જરુર થઈ જાય છે, એટલે હવે એ પણ ઢીલું ન થવું જોઈએ. ત્યારે વ્યર્થ ને સમર્થ બનાવી શકશો.
બીજા સંગઠન સાથે મુલાકાત
પ્રશ્ન :- બ્રાહ્મણ જીવનનું મુખ્ય કર્તવ્ય શું છે?
ઉત્તર :- બાપ ની યાદ માં સદા સ્મૃતિ સ્વરુપ થઈને રહેવું. જેમ મિશ્રી મીઠાશ નું રુપ હોય છે તેમ યાદ સ્વરુપ એવાં થઈ જાઓ કે યાદ અલગ જ ન થઈ શકે. જો બાપ ની યાદ છોડી તો બાકી રહ્યું જ શું? જેમ શરીર થી આત્મા નીકળી જાય તો એને મડદું જ કહેશે? એમ જ જો બ્રાહ્મણ જીવન થી યાદ નીકળી જાય તો બ્રાહ્મણ જીવન શું થયું? તો એવું યાદ-સ્વરુપ બનવાનું છે, તો બ્રાહ્મણ જીવન નું કર્તવ્ય છે - યાદ-સ્વરુપ બનવું.
ત્રીજા સંગઠન સાથે મુલાકાત
પ્રશ્ન :- દિલ્લી, યમુના નાં કિનારા પર છે, યમુના કિનારા નું ગાયન કેમ?
ઉત્તર :- જેમ હમણાં સાકાર રુપ માં જેમ યમુના કિનારે નિવાસ કરો છો, તેમ બુદ્ધિયોગ દ્વારા સ્વયં ને આ દેહ અને દેહની જૂની દુનિયાની સ્મૃતિ થી કિનારો કરેલો અનુભવ કરો. સંગમયુગી અર્થાત્ કળયુગી દુનિયાથી કિનારો કરી દેવો. કિનારો અર્થાત્ ન્યારા થઈ જવું. જૂની દુનિયા થી ન્યારા થઈ ગયાં છો કે હજી પણ એનાં પ્યારા છો?
પ્રશ્ન :- દશેરા પર બધાં રાવણ નો અગ્નિ-સંસ્કાર કરે છે, પરંતુ હવે તમારે શું કરવાનું છે?
ઉત્તર :- તમારા પોતાનામાં જ રાવણપણા નાં સંસ્કાર છે, એ રાવણપણા નાં સંસ્કારો નો સંસ્કાર કરો અર્થાત્ રાવણપણા નાં સંસ્કારોને સદા માટે રજા આપી ને લાભ ઉઠાવો. હાડકાઓ તથા રાખ બાંધીને સાથે નહીં લઈ જતાં. રાખ અર્થાત્ સંકલ્પ રુપ માં પણ રાવણપણા નાં સંસ્કાર નહીં લઈ જતાં.
અમુક મુખ્ય બહેનો ને સંબોધન
દરેક સમયે પોતાને નિમિત્ત બનેલાં સમજો છો? જે પોતાને નિમિત્ત બનેલાં સમજે છે, એમનામાં મુખ્ય આ વિશેષતા હશે - જેટલી મહાનતા એટલી નમ્રતા. બંનેનું સંતુલન હશે. ત્યારે જ નિમિત્ત બનેલાં કાર્યમાં સફળતા મૂર્ત બનશો. જ્યાં નમ્રતા નાં બદલે મહાનતા વધારે છે કે મહાનતા નાં બદલે નમ્રતા વધારે છે તો પણ સફળતા મૂર્ત નહીં બનશો. સફળતા મૂર્ત બનવા માટે બંને વાતોનું સંતુલન જોઈએ. શિક્ષક એ હોય છે, જે સદા પોતાને બાપ સમાન વર્લ્ડ સર્વન્ટ (વિશ્વ સેવાધારી) સમજીને ચાલે છે. વર્લ્ડ સર્વન્ટ જ વિશ્વ-કલ્યાણ નું કાર્ય કરી શકે છે. શિક્ષક ને સદા એ સ્મૃતિ રહેવી જોઈએ, કે શિક્ષકે સ્વયંને સ્વયં જ શિક્ષક ન સમજવું જોઈએ. જો શિક્ષકપણા નો નશો રાખ્યો તો રુહાની નશો નહીં રહે. આ નશો પણ દેહ અભિમાન છે. એટલે સદા રુહાની નશો રહે કે - ‘હું વિશ્વ-કલ્યાણકારી બાપની સહયોગી વિશ્વ કલ્યાણકારી આત્મા છું.’
કલ્યાણ ત્યારે કરી શકશો જ્યારે સ્વયં સંપન્ન હશો. જ્યારે સ્વયં સંપન્ન નહી હશો તો વિશ્વ કલ્યાણ નહીં કરી શકો. સદૈવ બેહદની દૃષ્ટિ રાખવી જોઈએ. બેહદ ની સેવા-અર્થ જ્યારે બેહદ નો નશો હશે, ત્યારે બેહદ નું રાજ્ય પ્રાપ્ત કરી શકશો. સફળ શિક્ષક અર્થાત્ સદા હર્ષિત રહેવું અને સર્વ ને હર્ષિતમુખ બનાવવાં. સમજ્યાં સફળતા મૂર્ત ની નિશાની? શિક્ષકે સફળતા મૂર્ત બનવાનું જ છે. બાપ અને સેવા નાં સિવાય અન્ય કોઈ વાત એમની સ્મૃતિમાં ન હોય. આવી સ્મૃતિ માં રહેવા વાળા શિક્ષક સદા સમર્થ હશે. કમજોર નહી હશે? એવાં શિક્ષક છો? એવાં સમર્થ પોતાને સમજો છો? સમર્થ શિક્ષક જ સફળતામૂર્ત હોય છે. એવાં જ છો ને? શિક્ષકને કમજોરી નાં બોલ બોલવાનું પણ શોભતું નથી. સંસ્કારો નાં વશીભૂત તો નથી ને? શું સંસ્કારો ને પોતાના વશ માં કરવા વાળા છો? ફરિયાદ કરવા વાળા શિક્ષક તો નથી ને? શિક્ષક તો અનેકો ની ફરિયાદ ને ખતમ કરવા વાળા હોય છે, પછી પોતાની ફરિયાદ તો ન હોવી જોઈએ. શિક્ષક ને તક તો ખૂબ જ મળે છે. ફરિયાદ સમાપ્ત થઈ ગઈ, પછી તો સંપૂર્ણ થઈ ગયાં. બાકી બીજું શું જોઈએ? અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* વિજયી બનવા માટે સદા સતર્ક રહેવાની આવશ્યકતા છે. જે સદા સતર્ક હોય છે, તેઓ ક્યારેય પણ માયા થી દગો નથી ખાતાં.
* વ્યર્થ સંકલ્પો ને સમર્થ કરવા માટે બુદ્ધિ રુપી મશીનરી ને પાવર હાઉસ નાં કનેક્શન થી પાવરફુલ બનાવો.
* બ્રાહ્મણ જીવનનું કર્તવ્ય છે - યાદ સ્વરુપ બનવું.
* તમે પોતાનામાં રાવણપણા નાં સંસ્કારો નો સદા માટે સંસ્કાર કરો, સંકલ્પ રુપમાં પણ રાવણપણા નાં સંસ્કાર સાથે ન જાય.
* સદા એ જ રુહાની નશો રાખો કે હું વિશ્વ-કલ્યાણકારી બાપની સહયોગી વિશ્વ-કલ્યાણકારી આત્મા છું.