Search for a command to run...
12 Oct 1975
કમ્પલેન (ફરિયાદ) સમાપ્ત કરી કમ્પલીટ (સંપૂર્ણ) બનવાની પ્રેરણા
12 October 1975 · ગુજરાતી
“બાપ-સમાન નિરાકારી, દેહ ની સ્મૃતિ થી ન્યારા, આત્મિક સ્વરુપ માં સ્થિત થઈને, સાક્ષી થઈને પોતાનો અને સર્વ આત્માઓ નો પાર્ટ જોવાનો અભ્યાસ મજબૂત થતો જાય છે? સદા સાક્ષીપણા ની સ્થિતિ સ્મૃતિ માં રહે છે? જ્યાં સુધી સાક્ષી સ્વરુપની સ્મૃતિ સદા નથી રહેતી તો બાપદાદા ને પોતાનાં સાથી પણ નથી બનાવી શકતાં. સાક્ષી અવસ્થા નો અનુભવ, બાપ નાં સાથીપણા નો અનુભવ કરાવે છે. પોતાને ખુદા-દોસ્ત સમજો છો ને? અર્થાત્ પોતાનાં મન નાં મીત બાપદાદા ને બનાવ્યાં છે? દિલ નાં દિલવાળા બાપ ને જ બનાવ્યાં છે? એક દિલવાળા બાપનાં સિવાય બીજા કોઈ થી પણ દિલની લેણ-દેણ કરવાનો સંકલ્પ માત્ર પણ નથી, એવો અનુભવ કરો છો? જો એક બાપ ની સાથે સર્વ-સંબંધો નું સુખ, સર્વ-સંબંધો ની પ્રીત ની પ્રાપ્તિ અનુભવ કરો છો તો બીજે ક્યાંય પણ કોઈ સંબંધમાં બુદ્ધિ જઈ નથી શકતી. દરેક શ્વાસ, દરેક સંકલ્પ માં સદા બાપ નાં સર્વ-સંબંધોમાં બુદ્ધિ મગન રહેવી જોઈએ. કેટલાંક બાળકો ની ફરિયાદ છે કે વ્યર્થ સંકલ્પ ખૂબ આવે છે, બુદ્ધિ બાપ ની તરફ લાગતી નથી. ન ઈચ્છવા છતાં પણ ક્યાંક-ને-ક્યાંક બુદ્ધિનો લગાવ જતો રહે છે અથવા સ્થૂળ પ્રવૃત્તિ ની જવાબદારી બુદ્ધિયોગ ને એકાગ્ર બનવા નથી દેતી. જૂની દુનિયા નો સંપર્ક અથવા વાતાવરણ વૃત્તિને ચંચળ બનાવી દે છે. જેટલો તીવ્ર પુરુષાર્થ કરવા ઇચ્છીએ છે એટલો કરી નથી શકતાં, હાઈ-જમ્પ (ઊંચી છલાંગ) આપી નથી શકતાં. આખાં દિવસમાં આ જ પ્રકાર ની ફરિયાદો બાપદાદા ની પાસે ખૂબજ આવે છે.
માસ્ટર સર્વશક્તિમાન કહેવાતાં હોવા છતાં પણ પોતાનાં જ સ્વભાવ-સંસ્કાર થી મજબૂર થઈ જાય છે, તો બાપદાદા ને પણ એવી વાતો સાંભળતા મીઠું હસવું પણ આવે છે અને રહેમ પણ આવે છે. જ્યારે પોતાનાં સ્વભાવ સંસ્કાર ને મિટાવી નથી શકતાં તો આખાં વિશ્વનાં તમોપ્રધાન આસુરી સંસ્કારો ને મિટાવવા વાળા કેવી રીતે બનશે? જે પોતાનાં જ સંસ્કારો ને વશ થઈ જાય, તે સર્વ વશીભૂત થયેલી આત્માઓને મુક્ત કેવી રીતે કરી શકશે? પોતાનાં સંસ્કારો, જેનાથી સ્વયં જ પરેશાન છે એ બીજાની પરેશાની કેવી રીતે મિટાવશે? આવાં સંસ્કારો થી મુક્તિ પામવાની સરળ યુક્તિ કઈ છે? કર્મ માં આવતાં પહેલાં સંસ્કાર સંકલ્પ માં આવે છે - “આ કરી દઈશ, આવું થવું જોઈએ, એ શું સમજે છે, હું પણ બધું કરવાનું જાણું છું.” આ રુપ નાં સંકલ્પો માં સંસ્કાર ઉત્પન્ન થાય છે. જ્યારે જાણો છો કે આ સમયે સંસ્કાર સંકલ્પ રુપ માં પોતાનું રુપ દેખાડે છે, તો સદૈવ એ આદત પાડો અથવા અભ્યાસ કરો કે દરેક સંકલ્પ ને પહેલાં તપાસ કરવાનો છે કે શું આ સંકલ્પ બાપ-સમાન છે?
જેમ ઘણાં મોટા વ્યક્તિ હોય છે, તેઓ જે કાંઈ પણ સ્વીકાર કરે છે તો પહેલાં એ વસ્તુની તપાસ થાય છે. જેમ પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) છે કે કોઈ પણ વિશેષ વ્યક્તિ કે મોટા-મોટા રાજા હોય છે, તો એમનું દરેક ભોજન પહેલાં તપાસ થાય છે, પછી તેઓ સ્વીકાર કરે છે. એમને કોઈ પણ વસ્તુ આપશે તો પહેલાં એની તપાસ થાય છે કે ક્યાંક એમાં કોઈ અશુદ્ધિ કે મિશ્રણ તો નથી ને? એ મોટા વ્યક્તિઓ તમારી આગળ શું છે? તમારા રાજ્યમાં એ મોટા માણસો પગ પણ નથી રાખી શકતાં. હમણાં પણ તમારા પગે પડવા વાળા છે. જ્યારે રાજાઓનાં પણ રાજા બનો છો અને સૃષ્ટિની વચ્ચે શ્રેષ્ઠ આત્માઓ કહેવાઓ છો, તો આપ વિશેષ આત્માઓનાં આ સંકલ્પ રુપી બુદ્ધિનું જે ભોજન છે, એનાં માટે પણ તપાસ થવી જોઇએ. જ્યારે તપાસ વગર સ્વીકાર કરો છો, એટલે દગો ખાઓ છો. તો દરેક સંકલ્પ ને પહેલાં તપાસો. જેમ સોનાને યંત્ર દ્વારા તપાસ કરાય છે કે સાચું છે કે મિશ્રણ છે, રીયલ છે અથવા રોલ્ડ ગોલ્ડ છે? એમ જ એ તપાસ કરો કે સંકલ્પ બાપદાદા સમાન છે કે નહીં? એ આધાર થી તપાસ કરો, પછી વાણી અને કર્મ માં લાવો. આધાર ને ભૂલી જાઓ છો, ત્યારે સંસ્કાર શૂદ્ર-પણા નાં અને વિષ નાં મિક્સ (ભેળસેળ) થઈ જાય છે. જે રીતે ભોજન માં વિષ મિક્સ થઈ જાય છે તો તે મૂર્છિત કરી દે છે, એમ જ સંકલ્પ રુપી આહાર અથવા ભોજન માં જૂનાં શુદ્રપણા નું વિષ મિક્સ થઈ જાય છે, તો બાપ ની સ્મૃતિ અને સમર્થી સ્વરુપ થી મૂર્છિત થઈ જાઓ છો. તો પોતાને વિશેષ આત્માઓ સમજીને પોતે પોતાનાં જ તપાસનાર બનો. સમજ્યાં? વિશેષ આત્માની પોતાની શાન માં રહો તો પરેશાન નહીં થશો. અચ્છા આ થઈ સંસ્કારોને મિટાવવાની યુક્તિ. જો આ કાર્ય માં સદા વ્યસ્ત રહેશો અથવા સદા હોલી-હંસ સ્વરુપ માં સ્થિત હશો તો શુદ્ધ અથવા અશુદ્ધ, શુદ્રપણુ અને બ્રાહ્મણપણા ની સહજ જ તપાસ કરી શકશો અને બુદ્ધિ એ જ કાર્યમાં વ્યસ્ત હોવાનાં કારણે વ્યર્થ સંકલ્પોની ફરિયાદ થી ફ્રી (મુક્ત) થઈ જશે.
બીજી વાત આખો દિવસ, બાપ નાં સર્વ-સંબંધો નું દરેક સમય પ્રમાણ સુખ નથી લઈ શકતા જે ગોપીઓ અને પાંડવોનું ચરિત્ર ગવાયેલ છે. બાપ સાથે સર્વ-સંબંધો નું સુખ લેવું અને મગન રહેવું અથવા સર્વ-સંબંધો નાં લવ માં લવલીન રહેવું, એ અનુભવ હજું કર્યો નથી. બાપ અને શિક્ષક આ વિશેષ સંબંધોનું સુખ અનુભવ કરો છો પરંતુ સર્વ-સંબંધો નાં સુખો ની પ્રાપ્તિ નો અનુભવ ઓછો કરો છો. એટલે જે સંબંધોનાં સુખનો અનુભવ નથી કર્યો, એ સંબંધોમાં બુદ્ધિનો લગાવ જાય છે અને એ આત્માનો લગાવ તથા બુદ્ધિની લગન વિઘ્ન-રુપ બની જાય છે. તો આખાં દિવસમાં ભિન્ન-ભિન્ન સંબંધો નો અનુભવ કરો. જો આ સમયે બાપનાં સર્વ-સંબંધો નું સુખ નથી લીધું, તો સર્વ સુખોની પ્રાપ્તિ માં સર્વ-સંબંધો ની રસના લેવામાં કમી રહી જશે. હમણાં જો આ સુખ નથી લીધું તો ક્યારે લેશો? આત્માઓ થી સર્વ-સંબંધ તો આખો કલ્પ અનુભવ કરશો પરંતુ બાપ સાથે સર્વ-સંબંધો નો અનુભવ હમણાં નહીં કર્યો તો ક્યારેય પણ નહીં કરશો. તો આ સર્વ-સંબંધો નાં સુખો માં આખો દિવસ-રાત પોતાને વ્યસ્ત રાખો. આ સુખો માં નિરંતર રહેવાથી બીજા સર્વ-સંબંધ અસાર અને નિરસ અનુભવ થશે. એટલે બુદ્ધિનું એક ઠેકાણા પર સ્થિત થશે, ભટકવાનું બંધ થઈ જશે. અને તમે એ સુખો નાં ઝૂલામાં સદા ઝૂલતાં રહેશો. આવી સ્થિતિ બનાવવાથી તીવ્ર પુરુષાર્થી સ્વતઃ અને સહજ બની જશો, સર્વ કમ્પલેન સમાપ્ત થઈને કમ્પલીટ બની જશો. સમજ્યાં? પોતાની ફરીયાદ નો ઉત્તર.
અચ્છા એવાં સદા અતીન્દ્રિય સુખો નાં ઝૂલા માં ઝૂલવા વાળા, સદા બાપ ની સાથે સર્વ-સંબંધ નિભાવવા વાળા, સદા સ્વયં ને સાક્ષી અને બાપ ને સાથી સમજવા વાળા એવાં ખુદા-દોસ્ત, સદા ખુદાઈ-ખિદમત માં રહેવા વાળા, એવાં બાપ-સમાન બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
સાંભળવામાં ખુશ થાઓ છો પરંતુ નિભાવવામાં ક્યાંક મજબૂર થઈ જાઓ છો. જ્યારે સાંભળવામાં એટલી ખુશી થાય છે તો સ્વરુપ બનવામાં કેટલી ખુશી થશે? આ સમયે બધાં હર્ષિત મુખ છો - એમ જ સદા હર્ષિત મુખ રહો તો સ્વયં નો પણ સમય બચાવશો અને નિમિત્ત બનેલી આત્માઓનો પણ સમય બચાવી લેશો. હમણાં સુધી પડવા અને ચઢવામાં, સ્વયં ને સંભાળવામાં અને બુદ્ધિને ઠેકાણે લગાડવામાં ૨૫% સમય જે આમાં જાય છે તો એ સમય બચી જશે અને તે કમાણી માં જમા થઈ જશે. હવે બચત કરતાં શીખો. સમજ્યાં? ઓમ્ શાંતિ.
આ અવ્યક્ત વાણી નો સાર
* જો એક બાપ ની સાથે સર્વ-સંબંધોનું સુખ અને પ્રીતની પ્રાપ્તિ નો અનુભવ કરો છો તો બીજે ક્યાંય પણ કોઈ સંબંધ માં બુદ્ધિ જઈ નથી શકતી.
* પોતાને વિશેષ આત્મા સમજતાં પોતાની જાતનાં જ સ્વયં તપાસનાર બનો. સદૈવ આદત પાડો અથવા અભ્યાસ કરો કે દરેક સંકલ્પ ની પહેલાં તપાસ કરવાની છે કે આ સંકલ્પ બાપ સમાન છે, એક દિલવાળા બાપ સિવાય બીજા કોઈ થી પણ દિલની લેણ-દેણ કરવાનો સંકલ્પ તો નથી?
* સાક્ષી અવસ્થાનો અનુભવ બાપ નાં સાથીપણા નો અનુભવ કરાવે છે.
* વિશેષ આત્માની પોતાની શાન માં રહો તો પરેશાન નહીં થશો.