Search for a command to run...
8 October 1975 · ગુજરાતી
તમને પોતાનું સંગમયુગી અને ભવિષ્ય સ્વરુપ સ્પષ્ટ દેખાય છે? ભવિષ્ય સ્પષ્ટ દેખાવાથી પુરુષાર્થ પણ બરાબર થાય છે. અંતિમ સ્વરુપ છે જ મહાકાળી નું અર્થાત્ આસુરી સંસ્કાર ને સમાપ્ત કરવા વાળું. એટલે તમારે સદા સ્મૃતિ માં રાખવાનું છે કે હું મહાકાળી સ્વરુપ છું - એટલે તમારામાં હવે કોઈ પણ આસુરી સંસ્કાર ન રહેવો જોઈએ. આપ નિમિત્ત બનેલી આત્માઓને સદા એ ધ્યાન રહેવું જોઈએ કે હું તીવ્ર પુરુષાર્થ કરું. તીવ્ર પુરુષાર્થ નું સ્લોગન શું છે? (જે કર્મ હું કરીશ, મને જોઈને બીજા પણ તેવું જ કરશે) આ તો મધ્યમ પુરુષાર્થ નું સ્લોગન છે. તીવ્ર પુરુષાર્થ નું સ્લોગન છે - ‘જેવો સંકલ્પ હું કરીશ મારા સંકલ્પ નું એવું જ વાતાવરણ બનશે.’ સંકલ્પ નો પણ આધાર વાતાવરણ પર અને વાતાવરણ નો આધાર પુરુષાર્થ પર છે. જે સંકલ્પ કરશો એનું બધાં અનુસરણ કરશે. કર્મ તો મોટી વાત છે, પરંતુ સંકલ્પ પર પણ ધ્યાન, સંકલ્પ ને હલ્કી વાત નહીં સમજતાં, કારણ કે સંકલ્પ છે બીજ. સંકલ્પ રુપી બીજ કમજોર હશે તો ક્યારેય પણ શક્તિશાળી ફળ અનુભવ નહીં થશે. એક સંકલ્પ નું પણ વ્યર્થ જવું, એ પણ એક ભૂલ છે. જેમ વાણી માં થયેલી ભૂલ મહેસૂસ થાય છે, એમ વ્યર્થ સંકલ્પ ની પણ મહેસૂસ થવી જોઈએ. જ્યારે આવું ચેકિંગ (તપાસ) કરશો ત્યારે જ તમે આગળ વધી શકશો. નહીં તો નિમિત્ત બનવાની જે તક મળી છે, એનો લાભ ઉઠાવી નહીં શકો. હવે તો ગુહ્ય સૂક્ષ્મ પુરુષાર્થ થવો જોઈએ. હવે મોટાં પુરુષાર્થ નો સમય સમાપ્ત થઈ ગયો. કર્મ અને બોલ માં ભૂલ થવી - આ છે બાળપણ. હવે વાનપ્રસ્થી નો પુરુષાર્થ હોવો જોઈએ. હજી પણ જો બાળપણ નો પુરુષાર્થ કરતાં રહેશો તો નસીબ અર્થાત્ ભાગ્યની લોટરી ને ગુમાવી દેશો. ક્યારેક હર્ષિત, ક્યારેક ઉદાસ, ક્યારેક તીવ્ર પુરુષાર્થ અને ક્યારેક મધ્યમ પુરુષાર્થ નું હોવું એ કોઈ વિશેષ આત્મા ની નિશાની નથી. એ તો સાધારણ આત્મા થઈ. હવે તો આપ સર્વ માં વિશેષ ન્યારાપણુ હોવું જોઈએ. જે પોતાની શક્તિશાળી સ્મૃતિ થી કમજોર આત્માઓની સ્થિતિને પણ શક્તિશાળી બનાવી દો. સંતુષ્ટ ન હોવાનાં કારણે સેવા રોકાયેલી છે. તો હવે આ પણ સ્લોગન યાદ રાખો - સંતુષ્ટ રહેવાનું પણ છે અને સર્વ ને સંતુષ્ટ કરવાનાં પણ છે. સમજ્યાં. અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* મારું અંતિમ સ્વરુપ છે ‘મહાકાળી’ અર્થાત્ આસુરી સંસ્કારો ને સમાપ્ત કરવા વાળું.
* તીવ્ર પુરુષાર્થ નું સ્લોગન છે કે - જેવો સંકલ્પ હું કરીશ, મારા સંકલ્પ નું વાતાવરણ એવું જ બનશે અને બધાં એનું અનુસરણ પણ એવું જ કરશે.
* એક સંકલ્પ પણ વ્યર્થ જવો એ પણ ભૂલ છે, એવું સૂક્ષ્મ ચેકિંગ હવે કરવાનું છે.
* પોતાની સ્મૃતિ એટલી શક્તિશાળી હોવી જોઈએ કે કમજોર આત્માઓની સ્થિતિ પણ શક્તિશાળી બની જાય.