Search for a command to run...
18 Jan 1975
સાક્ષાત્કાર મૂર્ત અને ફરિશ્તા મૂર્ત બનવાનું નિમંત્રણ
18 January 1975 · ગુજરાતી
સર્વ-સ્નેહી આત્માઓ ને સ્નેહ નો જવાબ સ્નેહ થી આપી રહ્યાં છે. નયનો નાં આંસુ મોતી, ગળા ની માળા જે બાળકોએ બાપદાદા ને પહેરાવી છે, એનાં રિટર્ન (વળતર) માં જ્ઞાન-રત્નો ની માળા બાપદાદા આપી રહ્યાં છે. આજે અમૃતવેલાએ દરેક સ્નેહી બાળકોનો સંકલ્પ બાપદાદા ની પાસે પહોંચી ગયો. દરેક ની રુહ-રુહાન, દરેક નો શુભ સંકલ્પ, દરેક નો કરેલો વાયદો પહોંચ્યો. તે સર્વ રુહ-રુહાન નાં જવાબ માં બાપદાદા સ્વયં અવ્યક્ત માં મળવાની અભિલાષા કરી રહ્યાં છે. બાપ ને બાળકો વ્યક્ત માં બોલાવે છે અને બાપ બાળકો ને અવ્યક્ત વતનમાં બોલાવી રહ્યાં છે. અવ્યક્ત વતન-વાસી બાપ-સમાન બનવું - એ જ બાળકો પ્રતિ બાપ ની શુભ ઈચ્છા છે. હવે બતાવો, કેટલાં સમય માં અવ્યક્ત વતન પધારશો? અવ્યક્ત વતન નું મિલન કેટલું સુંદર છે - એને જાણો છો?
બાપદાદા પણ બાળકોનાં સિવાય પાછા ઘરે જઈ નથી શકતાં. ઘરે જતાં પહેલાં અવ્યક્ત ફરિશ્તાઓની મહેફિલ અવ્યક્ત વતન માં થાય છે. એ મહેફિલ માં બાપદાદા સર્વ સ્નેહી બાળકોનું આહવાન કરી રહ્યાં છે. બાળકો બાપ નું જૂની દુનિયામાં આહવાન કરે છે કે બોલાવે છે પરંતુ બાપ આપ બાળકો ને ફરિશ્તાઓની દુનિયામાં બોલાવી રહ્યાં છે, જ્યાંથી સાથે-સાથે રુહો ની દુનિયામાં ચાલશું. આ અલૌકિક અવ્યક્ત નિમંત્રણ ગમે છે? જો ગમે છે તો શું વ્યક્ત જન્મ, વ્યક્ત ભાવ ભૂલતાં નથી આવડતું? બાપ સમાન નિરંતર ફરિશ્તા બનતાં નથી આવડતું? એક સેકન્ડ નો સંકલ્પ નિરંતર દૃઢ કરતાં નથી આવડતું? બનવાનું જ છે, આવવાનું જ છે - આમ સેકન્ડ નાં સંકલ્પ ની ટિકિટો લેતાં નથી આવડતી? શું શક્તિરુપી ખજાનો હોવા છતાં પણ આ ટિકિટ રિઝર્વ (આરક્ષણ) નથી કરાવી શકતાં? વિશ્વ ની સર્વ આત્માઓ ને નજર થી નિહાલ કરી એમને પણ પોતાની સાથે મુક્તિ-જીવનમુક્તિ રુપી વારસો બાપ પાસે થી નથી અપાવી શકતાં? બાપનાં કે પોતાનાં ભક્તો ને ભટકવાથી જલ્દી-થી-જલ્દી છોડાવવાનો શુભ સંકલ્પ તીવ્ર રુપ થી ઉત્પન્ન થાય છે? રહેમદિલ બાપ નાં બાળકો છો; દુઃખ-અશાંતિ માં તડપતી આત્માઓ ને જોતા સહન કરી શકો છો? શું રહેમ નથી આવતો? અનેક પ્રકાર નાં વિનાશી સુખ-શાંતિ માં વિચલિત થયેલી આત્માઓ, જે બાપ ને અને પોતાની જાત ને ભૂલી ચૂકી છે, એવી ભૂલેલી આત્માઓ ઉપર કલ્યાણ ની ભાવના દ્વારા એમને પણ યથાર્થ મંઝિલ (લક્ષ) બતાવીને અવિનાશી પ્રાપ્તિ ની અંજલી આપવાનો સંકલ્પ ઉત્પન્ન નથી થતો?
હવે તો સમય પ્રમાણે સપ્તાહ કોર્સ નાં બદલે પોતાનાં વરદાનો દ્વારા, પોતાની સર્વ શક્તિઓનાં દ્વારા સેકન્ડ નો કોર્સ બતાવો; ત્યારે જ સર્વ આત્માઓ ને રુહો ની દુનિયામાં બાપ ની સાથે લઈ જઈ શકશો. અશરીરી ભવ, નિરાકારી ભવ, નિરહંકારી અને નિર્વિકારી ભવ નું વરદાન, વરદાતા દ્વારા પ્રાપ્ત થઈ ચૂક્યું છે ને? હવે આવાં વરદાન ને સાકાર રુપમાં લાવો! અર્થાત્ સ્વયં ને જ્ઞાન-મૂર્ત, યાદ-મૂર્ત અને સાક્ષાત્કાર-મૂર્ત બનાવો. જે પણ સામે આવે, એમને મસ્તક દ્વારા મસ્તક-મણિ દેખાય, નયનો દ્વારા જ્વાળા દેખાય અને મુખ દ્વારા વરદાન નાં બોલ નીકળતાં દેખાય. જેમ હમણાં સુધી બાપદાદા નાં મહાવાક્યો ને સાકાર સ્વરુપ આપવા માટે નિમિત્ત બનતાં આવ્યાં છો, હવે આ સ્વરુપ ને સાકાર બનાવો.
બાપદાદા બાળકોનાં સ્નેહ, સહયોગ અને સેવા પર વારંવાર સંતુષ્ટતા નાં પુષ્પ ચઢાવી રહ્યાં છે. મહેનત પર ધન્યવાદ આપી રહ્યાં છે. સાથે-સાથે ભવિષ્ય માટે નિમંત્રણ પણ આપે છે કે હવે જલ્દી-જલ્દી, તીવ્ર ગતિ થી થઈ રહેલી ઈશ્વરીય સેવા ને સંપન્ન કરો, અર્થાત્ સ્વયં ને બાપ-સમાન બનાવો. બાપ નાં આહવાન ની ફેલાયેલી બાંહો (ભૂજાઓ) માં સમાઇ જાઓ અને સમાન બની જાઓ! સ્નેહ નું પ્રત્યક્ષ સ્વરુપ છે - સમાન બની જવું!
આજે જ બાપદાદા ની સાથે ચાલશો? એવાં એવરરેડી (સદા તૈયાર) છો કે રહેલી સેવા નો શુભ સંબંધ ખેંચશે? બધાં કાર્યો સંપન્ન કરી દીધાં છે કે હજી રહેલાં છે? તે પછી વતન થી કરશો? એક સેકન્ડ માં સર્વ સંબંધ માટે સેવા ને ભૂલવાનો પુરુષાર્થ કરો છો. એવી જ રીતે પોતાનું નિજી-સ્વરુપ તથા વરદાની સ્વરુપ સદા સ્મૃતિ માં રહેવું જોઈએ. અપવિત્રતા નું અને વિસ્મૃતિ નું નામ-નિશાન પણ ન રહે. એને કહેવામાં આવે છે - વરદાન નો કોર્સ કરવો. એવો કોર્સ કર્યો છે કે કરવાનો છે?
જે રીતે તમે લોકો સાપ્તાહિક કોર્સ સમાપ્ત કર્યા સિવાય કોઈ પણ આત્મા ને ક્લાસ (વર્ગ) માં જવા નથી દેતાં, એ જ રીતે બ્રાહ્મણ બાળકો, જે આ પ્રેક્ટિકલ કોર્સ સમાપ્ત નથી કરતાં, તો જાણો છો કે બાપદાદા એમને કયાં ક્લાસ (વર્ગ) માં જવાં નથી દેતા? તેઓ ફર્સ્ટ ક્લાસ (પહેલાં વર્ગ) માં દાખલ નથી થઈ શકતાં. ફર્સ્ટ ક્લાસ કયો છે? જ્યારે તમે લોકો એમને ક્લાસ માં જવાં નથી દેતા તો ડ્રામા પણ ફર્સ્ટ-ક્લાસ માં જવાનાં અધિકારી નથી બનાવી શકતો. ફર્સ્ટ ક્લાસ માં જવા માટે આ બે મુખ્ય વરદાન પ્રેક્ટિકલ રુપ માં જોઈએ. વિસ્મૃતિ તથા અપવિત્રતા શું હોય છે? - એની અવિદ્યા થઈ જાય. તમે સંગમ પર ઉપસ્થિત છો ને? તો એવો અનુભવ થાય કે આ સંસ્કાર અને સ્વરુપ મારા નથી પરંતુ મારા પૂર્વ જન્મ નાં હતાં. હવે નથી. હું બ્રાહ્મણ છું અને આ તો શૂદ્ર નાં સંસ્કાર તથા સ્વરુપ છે. એમ પોતાનાં થી અલગ, અર્થાત્ બીજા નાં સંસ્કાર છે - એવો અનુભવ થવો, એને કહેવામાં આવે છે - ન્યારા અને પ્યારા. જેમ દેહ અને દેહી બંને અલગ-અલગ બે વસ્તુઓ છે, પરંતુ અજ્ઞાન-વશ બંને ને મળાવી દીધાં છે; મારા ને હું સમજી લીધું છે અને આ જ ભૂલ નાં કારણે આટલી પરેશાની, દુઃખ અને અશાંતિ પ્રાપ્ત કરી છે! એ જ રીતે આ અપવિત્રતા અને વિસ્મૃતિ નાં સંસ્કાર, જે મારા, અર્થાત્ બ્રાહ્મણપણા નાં નથી; શૂદ્રપણા નાં છે, એને પણ મારા સમજવાથી માયા ને વશ થઈ જાઓ છો અને પછી પરેશાન અર્થાત્ બ્રાહ્મણપણા ની શાન થી દૂર થઈ જાઓ છો. આ નાની-એવી ભૂલ તપાસ કરો કે આ મારા સંસ્કાર તો નથી, આ મારું સ્વરુપ તો નથી. સમજ્યાં? તો આ વરદાન - પવિત્ર ભવ અને યોગી ભવ - ને પ્રેક્ટિકલ સ્વરુપ માં લાવો; ત્યારે જ બાપ-સમાન અને બાપ ની સમીપ જવાનાં અધિકારી બની શકો છો.
આજે કલ્પ પહેલા વાળા, લાંબા સમય થી વિખુટા પડી ગયેલાં, બાપ ની યાદ માં તડપવા વાળા તથા અવ્યક્ત મિલન મનાવવા નાં શુભ સંકલ્પ માં રમણ કરવા વાળા, પોતાની સ્નેહ ની દોરી થી બાપદાદા ને પણ બાંધવા વાળા, અવ્યક્ત ને પણ આપ-સમાન વ્યક્ત માં લાવવા વાળા, નવાં-નવાં બાળકો તથા સાકારી દેશ માં દૂર-દેશી બાળકો જે છે, એમનાં પ્રતિ વિશેષ મળવા માટે બાપદાદા ને પણ આવવું પડ્યું છે તો શક્તિશાળી કોણ થયાં? બાંધવા વાળા કે બંધાવા વાળા. બાપ કહે છે - વાહ બાળકો વાહ! શાબાશ બાળકો! નવા નાં પ્રતિ વિશેષ બાપદાદા નો સ્નેહ છે કારણ કે નિશ્ચય ની સદા વિજય છે. વિશેષ સ્નેહ નું કારણ એ છે કે નવાં બાળકો સદા અવ્યક્ત મિલન મનાવવાની મહેનત માં રહે છે. અવ્યક્ત રુપ દ્વારા વ્યક્ત રુપ થી કરેલા ચરિત્રો નાં અનુભવ કરવાનાં સદા શુભ આશા નાં દીપક જાગેલા રહે છે. આવી મહેનત કરવા વાળા ને ફળ આપવા માટે બાપદાદા ને પણ વિશેષ યાદ સ્વતઃ જ રહે છે. એટલે બાપદાદા આજ ની યાદ, આજની ગુડ મોર્નિંગ તથા નમસ્તે પહેલાં વિશેષ ચારેય તરફ નાં નવાં-નવાં બાળકો ને આપી રહ્યાં છે, સાથે બધાં બાળકો તો છે જ. અવ્યક્ત રુપ માં અવ્યક્ત મુલાકાત તો સદાકાળ ની છે. આવાં વરદાતા બાળકો ને યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* સ્નેહ નું પ્રત્યક્ષ સ્વરુપ છે - બાપનાં સમાન બની જવું.
* બાપ ની વત્સો પ્રતિ એ જ શુભ ઈચ્છા છે કે એ બાપનાં સમાન બને.
* ઘરે જતાં પહેલા અવ્યક્ત ફરિશ્તાઓ ની મહેફિલ અવ્યક્ત વતન માં થાય છે. આ મહેફિલ માં સર્વ-સ્નેહી બાપદાદા બાળકો નું આહવાન કરી રહ્યાં છે.
* હવે તો સમય પ્રમાણે સાપ્તાહિક કોર્સ ની બદલે વરદાનો દ્વારા અને પોતાની સર્વ શક્તિઓ દ્વારા સેકન્ડ નો કોર્સ કરાવો. ત્યારે જ આપ સર્વ આત્માઓને બાપ ની સાથે રુહો ની દુનિયા માં લઈ જઈ શકશો.
* પવિત્ર-ભવ અને યોગી-ભવ - આ વરદાન પ્રેક્ટિકલ સ્વરુપ માં લાવો. ત્યારે જ બાપ સમાન બની શકો છો અને બાપ ની સમીપ જવાનાં અધિકારી બની શકો છો.
* વિસ્મૃતિ અને અપવિત્રતા શું હોય છે, એની પણ અવિદ્યા થઈ જાય - એને કહેવાય છે વરદાન નો કોર્સ કરવો.