Search for a command to run...
16 Jan 1975
જ્વાળા રુપ અવસ્થા
16 January 1975 · ગુજરાતી
પોતાને નયનો માં સમાયેલાં, નયનો નાં નૂર તથા નૂરે-રત્ન સમજો છો? સ્વયં ને બાપ-દાદા નાં નયનો નાં તારા સમજો છો? નયનો ની સન્મુખ છો કે નયનો માં સમાયેલાં છો? બે પ્રકાર નાં તારા આ સમયે ચમકી રહ્યાં છે. દરેક પોતાને પૂછે કે હું કયો તારો છું? સમાયેલા ની ક્વોલિફિકેશન (લાયકાત) અને સન્મુખ વાળા ની વચ્ચે, બે ની વચમાં ત્રીજા ને આવવાની માર્જિન હોય છે, અર્થાત્ કાંઈ-ને-કાંઈ વિઘ્ન નિરંતર માં અંતર કરી શકે છે. પરંતુ જે નયનો માં સમાયેલાં છે તેઓ બાપનાં સમાન હોય છે; કોઈ પરિસ્થિતિ તથા પ્રકૃતિ, અર્થાત્ પાંચ તત્વ, પણ બાપ થી એમને અલગ નથી કરી શકતાં. એટલે તેઓ સદા વિજયી, નિરંતર એક-રસ અને એક ની લગન માં મગન હશે. એક બાપ અને બાપ સમાન સદા ઈશ્વરીય સેવા. બસ, એનાં સિવાય એમને બીજું કાંઈ દેખાશે નહીં. એમની દૃષ્ટિ, વૃત્તિ અને સ્મૃતિ એ ત્રણેય સદા સમર્થ હોય છે અર્થાત્ વ્યર્થ સમાપ્ત થઈ જાય છે. એવાં બન્યાં છો કે બનવાનું છે?
વિશ્વ-પરિવર્તન નાં આધારમૂર્ત સ્વયં ને પરિવર્તન કરેલાં અનુભવ કરો છો? જો આધારમૂર્ત સંપૂર્ણ પરિવર્તન ની હમણાં સ્વયં માં કમી મહેસૂસ કરે છે તો પછી વિશ્વ-પરિવર્તન કેવી રીતે થશે? આધારમૂર્ત સ્વયં પોતાનાં માટે જ થોડા સમય ની આવશ્યકતા સમજે છે કે વિશ્વ-પરિવર્તન ને માટે હજું સમય જોઈએ. આ સંકલ્પ ઉત્પન્ન થાય છે? આધારમૂર્ત નાં દૃઢ સંકલ્પ માં ક્યારેક હલચલનાં સંકલ્પ રહે છે તો વિનાશ-અર્થ નિમિત્ત બનેલી આત્માઓમાં ક્યારેક જોશ, ક્યારેક હોશ આવી જાય છે. આધારમૂર્ત આત્માઓનાં સંકલ્પ જ વિનાશ-અર્થ નિમિત્ત બનેલી આત્માઓ ની પ્રેરણા નો આધાર છે. તો પોતાની જાત ને પૂછો કે પ્રેરક શક્તિ-સેના નો સંકલ્પ દૃઢ નિશ્ચય-બુદ્ધિ છે અને સ્વયં એવરરેડી (સદા તૈયાર) છે? જેમ યજ્ઞ રચવાનાં નિમિત્ત બ્રહ્મા બાપ ની સાથે બ્રાહ્મણ બન્યાં, તો યજ્ઞ થી પ્રજ્વલિત થયેલી આ જે વિનાશ જ્વાળા છે, એનાં માટે પણ જ્યાં સુધી જ્વાળા રુપ નથી બનતાં, ત્યાં સુધી આ વિનાશ ની જ્વાળા પણ સંપૂર્ણ જ્વાળા રુપ નથી લેતી. એ ભડકે છે, પાછી શીતળ થઈ જાય છે. કારણ? કારણ કે જ્વાળામૂર્ત અને પ્રેરક આધારમૂર્ત આત્માઓ હજું સ્વયં જ સદા જ્વાળા-રુપ નથી બની. જ્વાળા-રુપ બનવાનો દૃઢ સંકલ્પ સ્મૃતિ માં નથી રહેતો.
જ્વાળા રુપ બનવાનો મુખ્ય અને સહજ પુરુષાર્થ કયો છે? (મારા તો એક શિવ બાબા). આ સ્મૃતિ સદા રહે, એનાં માટે પણ કયો પુરુષાર્થ છે? હવે અંતિમ વિશેષ પુરુષાર્થ કયો રહી ગયો છે? (ઉપરામ અવસ્થા). આ તો છે પરિણામ. પરંતુ એનો પણ પુરુષાર્થ શું છે? (ન્યારાપણું) ન્યારાપણું પણ શેનાથી આવશે - કઈ ધૂન માં રહેવાથી? ધૂન એ જ રહે કે હવે પાછાં ઘરે જવાનું છે - જવાનું છે અર્થાત્ ઉપરામ. જવાનું છે-જ્યાં જવાનું છે એવો પુરુષાર્થ સ્વતઃ જ ચાલે છે. જ્યારે પોતાનાં નિરાકારી ઘરે જવાનું છે તો એવો પોતાનો વેશ બનાવવાનો હોય છે. તો આ નવાં વર્ષ નો વિશેષ પુરુષાર્થ એ જ હોવો જોઈએ કે પાછું જવાનું છે અને બધાને લઈને જવાનાં છે. આ સ્મૃતિ થી સ્વતઃ જ સર્વ-સંબંધ, સર્વ પ્રકૃતિ નાં આકર્ષણ થી ઉપરામ, અર્થાત્ સાક્ષી બની જશો. સાક્ષી બનવાથી સહજ જ બાપ નાં સાથી બની જશો તથા બાપ સમાન બની જશો. સર્વ ને સદા જ્વાળા રુપ દેખાશો, ત્યારે જ આ વિનાશ જ્વાળા પણ તમારા જ્વાળા રુપ ની સાથે-સાથે સ્પષ્ટ દેખાશે. જેટલાં સ્થાપના નાં નિમિત્ત બનેલા જ્વાળા-રુપ હશે એટલો જ વિનાશ જ્વાળા રુપ માં પ્રત્યક્ષ થશે. આ દૃઢ સંકલ્પ ની તીલી (કાંડી) લગાડો ત્યારે વિનાશ-જ્વાળા ભડકશે. હમણાં શીતળ રુપ માં છે કારણ કે આધારમૂર્ત પણ પુરુષાર્થ માં શીતળ છે. સંગઠન રુપ નું જ્વાળા-રુપ વિશ્વ નાં વિનાશ નું કાર્ય સંપન્ન કરશે.
અલ્પ આત્માઓનાં દૃઢ સંકલ્પ અલ્પકાળ માટે ક્યાંક-ક્યાંક વિનાશ-જ્વાળા ભડકાવવા નાં નિમિત્ત બન્યાં છે. પરંતુ મહાવિનાશ, અને વિશ્વ-પરિવર્તન - સંગઠન નાં એક શ્રેષ્ઠ સંકલ્પ નાં સિવાય સંપન્ન નથી થઈ શકતું. એટલે આ વર્ષ માં પોતાની અંતિમ અવસ્થા, સર્વ કર્મ-બંધનો થી મુક્ત, કર્માતીત અવસ્થા, ન્યારા અને પ્યારાપણા નું સંતુલન સદા ઠીક રહે. એવી નિરાકારી સ્થિતિ સંગઠન રુપ માં બનાવો. ત્યારે વિનાશ નાં દૃશ્યો અને સાથે-સાથે નવી દુનિયાનાં દૃશ્યો સ્પષ્ટ દેખાશે. બધાએ આ વર્ષે આ પુરુષાર્થ કરવાનો છે. આ અંતિમ પુરુષાર્થ થી જ સ્વયં ની અને વિનાશ ની ગતિ ઝડપી થશે.
સંકલ્પ ચાલે છે કે સમાપ્ત થઈ ગયાં છે? ગભરાતા તો નથી ને કે શું થશે, કેવી રીતે થશે? જો અને તો તો નથી આવતું? જો ન થયું તો? - કોઈ કહે છે એ તો થવાનું જ છે; કોઈ જો કહે છે. પરંતુ શું થશે? કેટલાંક સમજે છે કે બાપ તો અવ્યક્ત થઈ ગયાં, વ્યક્ત માં સામનો કરવા વાળા તો અમે જ છીએ. પરંતુ તમે પણ અવ્યક્ત થઈ જાઓ અર્થાત્ કોઈ પણ સામે આવે તો વ્યક્ત ભાવ ની વાત એમને દેખાય નહીં કે કરવાની હિમ્મત ન થાય. બીજા નાં પણ વ્યક્ત ભાવ ને ખતમ કરવા વાળા અવ્યક્ત ફરિશ્તા બની જાઓ. આવી અવ્યક્ત-સ્થિતિ અને વાયુમંડળ, અર્થાત્ પાંડવો નો કિલ્લો બનાવો તો આ હલચલ સમાપ્ત થઈ જશે. બાપદાદા અંત સુધી તમારી સાથે છે અને સદા બાળકો ની ઉપર સ્નેહ અને સહયોગ ની છત્રછાયા નાં સમાન છે. એટલે ગભરાઓ નહીં. બેક-બોન (આધાર-સ્તંભ) બાપદાદા, સામનો કરવા માટે કોઇ પણ વ્યક્તિ દ્વારા, સમય પર પ્રત્યક્ષ થઈ જ જશે અને હમણાં પણ થઈ રહ્યાં છે. અચ્છા.
આવાં સદા હિંમત અને ઉલ્લાસ માં રહેવા વાળા, દરેક પરિસ્થિતિ માં શ્રેષ્ઠ સ્થિતિમાં રહેવા વાળા, પ્રકૃતિ નાં સર્વ આકર્ષણો થી પરે રહેવા વાળા, રુહાની બાપ નાં રુહાની આકર્ષણ માં રહેવા વાળા, રુહાની આકર્ષણમૂર્ત, સદા નિશ્ચિંત અને નિશ્ચય-બુદ્ધિ, બાપ નાં સદા સાથી, સર્વ નાં સદા સ્નેહી અને સહયોગી આત્માઓ ને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!
આ અવ્યક્ત વાણી નો સાર
* આ નવાં વર્ષ નો વિશેષ પુરુષાર્થ એ જ હોવો જોઈએ કે પાછું ઘરે જવાનું છે અને બધાને સાથે લઈને જવાનાં છે. આ સ્મૃતિ થી પ્રકૃતિ નાં સર્વ આકર્ષણો થી તથા સર્વ સંબંધો થી ઉપરામ થઈ જશો અને સાક્ષી તેમજ નિરાકારી બની જશો.
* સાક્ષી થવાથી સહજ જ બાપનાં સાથી બની જશો અને સમાન બની જશો.
* જે વત્સ બાપ-દાદા નાં નયનો માં સમાયેલાં હોય છે, તેઓ બાપ સમાન હોય છે. કોઈ પણ પરિસ્થિતિ અને પ્રકૃતિ નું કોઈ પણ રુપ એમને બાપ થી અલગ નથી કરી શકતું. એ સદા એક ની લગન માં મગન હોય છે.
* કોઈ પણ પરિસ્થિતિ માં ગભરાઓ નહીં કારણ કે બાપદાદા નો સ્નેહ છત્રછાયા નાં સમાન છે અને તે ક્યારેય પણ કોઈ વ્યક્તિ દ્વારા પ્રત્યક્ષ થઇ જશે.