Search for a command to run...
29 Jan 1975
પરખવાની શક્તિ નાં પ્રયોગ થી સફળતા
29 January 1975 · ગુજરાતી
આજ ની આ બધાં રાજઋષિઓની સભા છે. જેમ મધુબન શબ્દ બે વાતો ને સિદ્ધ કરે છે - એક મધુરતા ને અને બીજી બેહદ ની વૈરાગ્ય વૃત્તિ ને, એમ જ રાજઋષિ શબ્દ છે જેનો અર્થ છે - રાજ્ય કરવા વાળા. તો રાજઋષિ છો - બેગર ટૂ પ્રિન્સ (કંગાળ થી રાજકુમાર). જેટલો જ અધિકાર એટલો જ સર્વ ત્યાગ. સર્વ ત્યાગી, અર્થાત્ સમય ની ઉપર, સંકલ્પ ની ઉપર, સ્વભાવ અને સંસ્કાર ની ઉપર અધિકાર પ્રાપ્ત કરવા વાળા. જેમ ઈચ્છે એમ પોતાનાં સમય, સ્વભાવ અને સંસ્કાર ને પરિવર્તન કરી શકે, અર્થાત્ જેવો સમય, એવું પોતાનું સ્વરુપ અને સ્થિતિ ધારણ કરી શકે. એવાં રાજઋષિ અર્થાત્ સર્વ અધિકારી અને સર્વ ત્યાગી બન્યાં છો? જન્મ લેતાં જ કર્મ-પ્રમાણે, શ્રેષ્ઠ સ્વમાન-પ્રમાણે રાજઋષિ નું પદ બાપદાદા દ્વારા પ્રાપ્ત થયું છે ને? સર્વ અધિકારી બની ગયાં છો ને કે હજું બનવાનું છે? શું સમજો છો? આપ સર્વ નો વિશેષ નારો કયો છે? જ્યારે જન્મ-સિદ્ધ અધિકાર છે તો જન્મ લેવાથી જ પ્રાપ્ત છે - ત્યારે અધિકારી તો બની જ ગયાં ને?
નોલેજફુલ અર્થાત્ માસ્ટર જ્ઞાન-સાગર. જ્યારે માસ્ટર જ્ઞાન-સાગર બની ગયાં તો જ્ઞાન અર્થાત્ સમજ થી અધિકાર પ્રાપ્ત થાય છે. સમજ ઓછી તો અધિકાર પણ ઓછો. નોલેજફુલ તો છો ને? હવે અંતિમ સ્ટેજ (સ્થિતિ) શું છે? એને જાણો છો? કર્માતીત બનવાની સ્ટેજ ની નિશાની શું છે? સદા સફળતા મૂર્ત. સમય પણ સફળ, સંકલ્પ પણ સફળ, સંપર્ક અને સંબંધ પણ સદા સફળ - આને કહેવાય છે સફળતા મૂર્ત. આવાં સફળતામૂર્ત બનવા માટે વર્તમાન સમય-પ્રમાણે વિશેષ કઈ શક્તિ ની આવશ્યકતા છે જેનાથી સર્વ વાતો માં સદા સફળતા મૂર્ત બની જાઓ? તે કઈ શક્તિ છે? સર્વ શક્તિઓ પ્રાપ્ત થઇ રહી છે, તો પણ વર્તમાન સમય-પ્રમાણે વિશેષ આવશ્યકતા પરખવાની શક્તિ ની છે.
જો પરખવાની શક્તિ તીવ્ર છે તો ભિન્ન-ભિન્ન પ્રકાર નાં આવેલાં વિઘ્ન, જે લગન માં વિઘ્ન બને છે, એ વિઘ્નો ને પહેલે થી જ જાણી ને, એનાં દ્વારા વાર થયા પહેલાં જ એમને સમાપ્ત કરી દે છે. આનાં કારણે વ્યર્થ સમય જવાનાં બદલે સમર્થ માં જમા થઈ જાય છે. એ જ રીતે સેવા માં દરેક આત્માની મુખ્ય ઈચ્છા અને એનાં મુખ્ય સંસ્કાર જાણવાનાં કારણે, એ જ પ્રમાણે, એ આત્મા ને એ જ પ્રાપ્તિ કરાવવાનાં કારણે સેવા માં પણ સદા સફળ રહે છે.
ત્રીજી વાત એ છે કે બીજા નાં સંબંધ માં આવવાનો જે મુખ્ય વિષય છે, એમાં પણ દરેક આત્માનાં સંસ્કાર તથા સ્વભાવ ને જાણતાં, એ જ પ્રમાણે એને સદા સંતુષ્ટ રાખશે.
ચોથી વાત છે સમય ની ગતિ. કયાં સમયે કેવું વાતાવરણ અથવા વાયુમંડળ છે અને શું હોવું જોઈએ - એને પરખવાનાં કારણે સમય પ્રમાણે જ સ્વયં ને પણ અને અન્ય આત્માઓ ને પણ તીવ્ર ગતિ માં લાવી શકશે અને જેવો સમય, એવું સ્વરુપ ધારણ કરવાનો ઉમંગ અને ઉત્સાહ પણ ભરી શકશે તથા સમય પ્રમાણે નોલેજફુલ અને લોફુલ (કાયદેસર) કે લવફુલ (પ્રેમાળ) પણ બની તથા બનાવી શકશે અને આ પ્રકારે સદા સફળ બની શકશે, કારણ કે ક્યારેક લોફુલ બનવાનું છે અને ક્યારેક લવફુલ બનવાનું છે, એટલે આ પરખ હોવાનાં કારણે હંમેશા સહજ જ સફળ રહેશે.
આવાં સફળતામૂર્ત ની સામે પ્રકૃતિ અથવા પરિસ્થિતિ પણ દાસી બની જાય છે. અર્થાત્ તેઓ પ્રકૃતિ અને પરિસ્થિતિ ની ઉપર સદા વિજયી બને છે. તેઓ પ્રકૃતિ અને પરિસ્થિતિ ને વશીભૂત નથી થતાં. એવાં વિજયી ને જ સદા સફળતા મૂર્ત કહેવામાં આવે છે. આનાં માટે ત્રણ સ્વરુપ થી બાપ ની વાત યાદ રાખો. ત્રણેય સ્વરુપ અર્થાત્ નિરાકાર, આકાર અને સાકાર. જે રીતે ત્રણ સંબંધો માં સત્-બાપ, સત્-શિક્ષક અને સદ્-ગુરુ ની શિક્ષાઓ સ્મૃતિ માં રાખો છો, તે જ રીતે ત્રણ સ્વરુપો થી ત્રણ મુખ્ય વાતો સ્મૃતિ માં રાખો.
આ ત્રણ સ્વરુપો થી વિશેષ ત્રણ વરદાન કયાં છે? નિરાકારી સ્વરુપ ની મુખ્ય શિક્ષાનું વરદાન કયું છે? કર્માતીત ભવ. આકારી સ્વરુપ અથવા ફરિશ્તાપણા નું વરદાન કયું છે? ડબલ લાઈટ ભવ! ડબલ લાઈટ અર્થાત્ સર્વ કર્મ બંધનો થી હલકા અને લાઈટ અર્થાત્ સદા પ્રકાશ સ્વરુપ માં સ્થિત રહેવા વાળા. તો આકારી સ્વરુપ નું વિશેષ વરદાન છે - ડબલ લાઈટ ભવ! આનાથી જ ડબલ તાજધારી પણ બનશો. સાકાર સ્વરુપ નું વિશેષ વરદાન કયું છે? સાકાર સ્વરુપ નું વિશેષ વરદાન છે - સાકાર સમાન નિરહંકારી અને નિર્વિકારી ભવ! આ ત્રણ વરદાન સદા સ્મૃતિ માં રાખવાથી સદા માટે સહજ જ સફળતા મૂર્ત બની જશો. સમજ્યાં?
બાપદાદા થી પણ બાળકો શક્તિવાન્ છે કારણ કે તેઓ સર્વશક્તિમાન્ ને પ્રત્યક્ષ કરવાનાં નિમિત્ત બન્યાં છે. શું તેઓ વધારે શક્તિમાન્ નથી? સર્વ શક્તિમાન ને સર્વ-સંબંધો થી પોતાનાં બનાવી દેવા તથા પોતાનાં સ્નેહ ની દોરી માં બાંધી લેવા તો શું વધારે શક્તિવાન્ ન થયાં? ઉલટું ઓથોરિટી (સત્તાધિકારી) ને વર્લ્ડ સર્વન્ટ (વિશ્વ સેવાધારી) બનાવી દેવા - એનાં નિમિત્ત કોણ? સમીપ તથા સહયોગી બાળકો.
એવાં સર્વ શ્રેષ્ઠ સદા બાપદાદા ને દરેક કર્મ અને દરેક કદમ દ્વારા પ્રખ્યાત કરવા વાળા, દરેક આત્મા ને બાપ ની સાથે મિલન મનાવવાનાં નિમિત્ત બનાવવા વાળા, સદા બાપ અને સેવા માં લવલીન રહેવા વાળા, લક્ષ અને લક્ષણ ને સમાન બનાવવા વાળા, સાક્ષાત્ બાપ-સમાન બની સર્વ ને બાપ નો સાક્ષાત્કાર કરાવવા વાળા, એવાં લવફુલ અને લોફુલ આત્માઓનાં પ્રતિ બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* સંગમયુગ પર શિવ બાબા દ્વારા રાજઋષિ નું પદ પ્રાપ્ત થાય છે. રાજઋષિ અર્થાત્ જેટલો અધિકાર એટલો જ સર્વ ત્યાગ.
* કર્માતીત બનવાનાં સ્ટેજ ની નિશાની છે સદા સફળતા મૂર્ત. સમય પણ સફળ, સંકલ્પ પણ સફળ, સંપર્ક અને સંબંધ પણ સફળ. આને કહેવાય છે સફળતા મૂર્ત.
* સફળતા મૂર્ત બનવા માટે વર્તમાન સમય પ્રમાણે વિશેષ રુપ થી પરખવાની શક્તિ ની આવશ્યકતા છે. આ શક્તિ હોવાથી આવવાવાળા વિઘ્નો ને પહેલેથી જ જાણી ને તેને સમાપ્ત કરી પોતાની શક્તિ ને વ્યર્થ જવાથી બચાવી શકશો, દરેક મનુષ્ય ની આવશ્યકતા ને પારખી એને સંતુષ્ઠ રાખી શકશો, સમય તથા વાયુમંડળ ને પારખી પુરુષાર્થ ની ગતિ તીવ્ર રાખી શકશો, નોલેજફુલ, લોફુલ અને લવફુલ નું સંતુલન રાખી ને જ સફળતા ને પ્રાપ્ત કરી શકશો.
* શિવબાબા નાં ત્રણ સ્વરુપ થી ત્રણ વિશેષ વરદાન પ્રાપ્ત થાય છે નિરાકાર રુપ થી કર્માતીત ભવ, આકારી સ્વરુપ થી ડબલ લાઈટ ભવ જેનાથી ડબલ તાજધારી બનશો, સાકારી સ્વરુપ થી બાપ સમાન નિરહંકારી અને નિર્વિકારી ભવ!