Search for a command to run...
20 Oct 1975
ત્યાગ-મૂર્ત અને તપસ્વી-મૂર્ત સેવાધારી જ યથાર્થ શિક્ષક
20 October 1975 · ગુજરાતી
શિક્ષક અર્થાત્ સેવાધારી. સેવાધારી અર્થાત્ ત્યાગ અને તપસ્વી-મૂર્ત. શિક્ષકે પોતાની અંદર મહીન (સૂક્ષ્મ) રુપથી ચેકિંગ (તપાસ) કરવું જોઈએ. મોટાં રુપ થી નહીં પરંતુ મહીન રુપ થી. તે એ જ છે કે આખાં દિવસ માં સર્વ પ્રકાર નાં ત્યાગ-મૂર્ત રહ્યાં અથવા ક્યાંક ત્યાગ-મૂર્ત નાં બદલે કોઈ પણ સાધન અથવા કોઈ પણ વસ્તુ ને સ્વીકાર કરવા વાળા બન્યાં? જે ત્યાગ-મૂર્ત હશે તે ક્યારેય પણ કોઈ વસ્તુ સ્વીકાર નહીં કરે. જ્યાં સ્વીકાર કરવાનો સંકલ્પ આવ્યો તો ત્યાં તપસ્યા પણ સમાપ્ત થઈ જશે. ત્યાગ, તપસ્યા-મૂર્ત જરુર બનાવશે. જ્યાં ત્યાગ અને તપસ્યા ખતમ ત્યાં સેવા પણ ખતમ. બહાર થી કોઈ કેટલાં પણ રુપ થી સેવા કરે, પરંતુ ત્યાગ અને તપસ્યા નથી તો સેવાની પણ સફળતા નથી.
કેટલાંક શિક્ષકો વિચારે છે કે સેવા માં સફળતા કેમ નથી? સેવા માં વૃદ્ધિ ન થવી એ તો બીજી વાત છે, પરંતુ વિધિ-પૂર્વક ચાલવું એ છે સેવા ની સફળતા. તો તે ત્યારે થશે જ્યારે ત્યાગ અને તપસ્યા હશે. હું શિક્ષક છું, હું ઈન્ચાર્જ (પ્રભારી) છું, હું જ્ઞાની છું કે યોગી છું એ સ્વીકાર કરવું, એને પણ ત્યાગ ન કહેવાશે. બીજા ભલે કહે, પરંતુ સ્વયં ને સ્વયં ન કહો. જો સ્વયં ને સ્વયં કહો છો તો એને પણ સ્વ-અભિમાન જ કહેવાશે. તો ત્યાગ ની પરિભાષા સાધારણ નથી. આ મોટાં રુપ (ઉપર-ઉપર) નો ત્યાગ તો પ્રજા બનવા વાળી આત્માઓ પણ કરે છે, પરંતુ જે નિમિત્ત બને છે એમનો ત્યાગ મહીન (સૂક્ષ્મ) રુપ માં છે. કોઈ પણ પદ કે કોઈ પણ વસ્તુ ને કોઈ વ્યક્તિ દ્વારા પણ સ્વીકાર ન કરવી - આ છે ત્યાગ. નહીં તો કહેવત છે કે જે સિદ્ધિ ને સ્વીકાર કરે તો ‘તે કરામત ખેર ખુદાઈ’. તો અહીંયા પણ કોઈ સિદ્ધિ ને સ્વીકાર કરી, જે જ્ઞાન યોગ થી પ્રાપ્ત થયેલું માન અને શાન, તો એ પણ વિધિ નું સિદ્ધિ-સ્વરુપ પ્રાલબ્ધ જ છે. તો આમાંથી કોઈ ને પણ સ્વીકાર કરવું અર્થાત્ સિદ્ધિ ને સ્વીકાર કરવી થઈ. જે સિદ્ધિ ને સ્વીકાર કરે છે, એમની પ્રાલબ્ધ અહીં જ ખતમ પછી એમનું ભવિષ્ય નથી બનતું. તો શિક્ષકોની ચેકિંગ ખૂબ જ મહીન રુપ માં હોય. સેવાધારી નાં સંબંધ થી ત્યાગ અને તપસ્યા નિરંતર હોય. તપસ્યા અર્થાત્ એક બાપ ની લગન માં રહેવું. કોઈ પણ અલ્પકાળ નાં પ્રાપ્ત થયેલાં ભાગ્ય માં જો બુદ્ધિનો ઝુકાવ (ઢળેલી) છે તો એ સેવામાં સફળતા-મૂર્ત નથી બની શકતાં. સફળતામૂર્ત બનવા માટે ત્યાગ અને તપસ્યા જોઈએ. ત્યાગ નો અર્થ એ નથી કે સંબંધ છોડીને અહીં આવીને બેસો. ના. મહિમા નો પણ ત્યાગ, માન નો પણ ત્યાગ અને પ્રકૃતિ દાસી નો પણ ત્યાગ - આ છે ત્યાગ. પછી જુઓ મહેનત ઓછી, સફળતા વધારે નીકળશે. હમણાં મહેનત વધારે, સફળતા ઓછી કેમ? કારણ કે હમણાં આ બંને વાતો માં અર્થાત્ ત્યાગ અને તપસ્યા ની કમી છે. જેમાં ત્યાગ-તપસ્યા બંન્ને છે એ છે યથાર્થ શિક્ષક અર્થાત્ કામ કરવા વાળા શિક્ષક. નહીં તો નામ-માત્ર નાં શિક્ષક જ કહેવાશે.
શિક્ષક કોઈ પણ વિષય માં કમજોર ન હોવાં જોઈએ. જો શિક્ષક કમજોર છે તો તે જેની માટે નિમિત્ત બન્યાં છે એ પણ કમજોર થશે. એટલે શિક્ષકે બધાં વિષયો માં પરફેક્ટ (સંપૂર્ણ) થવું જોઈએ. શિક્ષકોનું એ કામ નથી કે તેઓ કહે કે શું કરું, કેવી રીતે કરું કે કહે કે આવડતું નથી. આ શિક્ષક નાં બોલ નથી, આ તો પ્રજા નાં બોલ છે. એવાં પોતાને સફળતા-મૂર્ત સમજો છો? ચેક કરો, ક્યાંક ને ક્યાંક રુકાવટ (અડચણ) છે એટલે સફળતામૂર્ત નથી. જ્યાં ત્યાગ-તપસ્યા નું આકર્ષણ હશે ત્યાં સેવા પણ આકર્ષિત થઈ પાછળ આવશે. સમજ્યાં? એવાં સફળતા-મૂર્ત શિક્ષક બનો. આવાં શિક્ષક ની પાછળ સેવા ની વૃદ્ધિ નો આધાર છે. એમને કહેવાય છે લક્કી (ભાગ્યવાન). એમનાં માટે જ કહેવત છે - ‘ધૂળ પણ સોનું થઈ જાય છે’. ધૂળ પણ સોનું થઈ જશે અર્થાત્ સફળતામૂર્ત બની જશો. શિક્ષકો આવાં સફળતામૂર્ત છે? નંબરવાર તો હશે. શિક્ષકો નાં નંબર તો આગળ છે. અચ્છા જો આવાં સફળતામૂર્ત ન બન્યાં હોવ તો હવે થી બની જજો.
બાપ સાથે પ્રીત નિભાવવા વાળા નાં મુખ્ય લક્ષણ
બાપ ને જીવન નાં સાથી બનાવ્યાં છે? સાથી ની સાથે સદા સાથ નિભાવવાનો હોય છે. સાથ નિભાવવો અર્થાત્ દરેક કદમ (પગલે) એમની મત પર ચાલવું પડે. તો કદમ-કદમ એમની મત પર ચાલવું અર્થાત્ સાથ નિભાવવો. આવાં નિભાવવા વાળા છો કે ફક્ત પ્રીત લગાવવા વાળા છો? કોઈ તો હમણાં સુધી પ્રીત લગાવવામાં લાગેલાં છે. એટલે કહે છે કે યોગ નથી લાગતો. જેનો થોડો સમય યોગ લાગે છે પછી તૂટે છે એમને કહેશું પ્રીત લગાવવા વાળા. જે પ્રીત નિભાવવા વાળા હોય છે તેઓ પ્રીત માં ખોવાયેલાં રહે છે. તેમને દેહ ની અને દેહ નાં સંબંધીઓ ની સુધ-બુધ ભુલાયેલી હોય છે તો તમે પણ બાપ સાથે એવી પ્રીત નિભાવો તો પછી દેહ અને દેહ નાં સંબંધી યાદ કેવી રીતે આવી શકે?
પ્રશ્ન:- બાપ દ્વારા પ્રાપ્ત થયેલી શક્તિઓની પ્રેક્ટિકલ (વ્યાવહારિક) જીવન માં શક્તિપણા ની નિશાની શું દેખાશે?
ઉત્તર:- શક્તિપણા ની નિશાની છે - ક્યાંય પણ કોઈ માં આસક્તિ ન હોય. બીજું, શક્તિ-સ્વરુપ સદા સેવા માં તત્પર રહેશે. સેવા માં રહેવા વાળા ની ક્યાંય પણ આસક્તિ નથી હોતી. સેવા કરવા વાળા ત્યાગ અને તપસ્યા-મૂર્ત હોય છે એટલે એમની ક્યાંય પણ આસક્તિ નથી હોતી - અર્થાત્ એમને દેહ-અભિમાન નથી હોતું. ત્રીજું, એમને શક્તિઓ આપવા વાળા બાપ અને એમનાં દ્વારા મળેલી શક્તિઓ જ યાદ રહે છે. આવાં શક્તિ અવતાર જ માયાજીત બને છે.
આ અવ્યક્ત વાણી નો સાર
* સેવાધારી જ શિક્ષક છે અને સેવાધારી ત્યાગ-તપસ્યા મૂર્ત અવશ્ય હશે. સેવા માં સફળતા ન મળવાનું કારણ ત્યાગ-તપસ્યા માં કમી છે.
* કોઈ પણ પદ (હું શિક્ષક છું, હું ઈન્ચાર્જ છું, હું જ્ઞાની છું, યોગી છું) વાળાઓએ, કોઈ પણ વસ્તુ ને, કોઈ પણ વ્યક્તિ દ્વારા સ્વીકાર ન કરવી - આ છે ત્યાગ અને તપસ્યા અર્થાત્ એક બાપની યાદ માં મગન રહેવું.
* શિક્ષકે સર્વ વિષયો માં પરફેક્ટ (સંપૂર્ણ) થવું જોઈએ - જો શિક્ષક કમજોર છે તો તેઓ જેમનાં માટે નિમિત્ત બન્યાં છે એ પણ કમજોર થશે.
* જે સિદ્ધિ ને સ્વીકાર કરે છે, એમની પ્રાલબ્ધ અહીંયા જ ખતમ થઈ જાય છે.