Search for a command to run...
21 Oct 1975
બેહદ ની વૈરાગ્ય-વૃત્તિ જ વિશ્વ પરિવર્તન નો આધાર
21 October 1975 · ગુજરાતી
બધાં નવી દુનિયા લાવવાનાં નિમિત્ત બનેલાં છો? નવી દુનિયા ક્યારે આવશે, આની બધાં રાહ જોઈ રહ્યાં છે. બધાની અંદર સંકલ્પ છે કે તિથિ તારીખ ની ખબર પડી જાય કે નવી દુનિયા ક્યારે આવવાની છે? તિથિ તારીખ ખબર પડશે? ખબર હોવી તો જરુર જોઈએ જ્યારે ત્રિકાળદર્શી છો અર્થાત્ ત્રણેય કાળો ને જાણવા વાળા છો તો ભવિષ્ય ને જાણવું પણ એવું જ હશે જે રીતે વર્તમાન ને જાણવું અને ભવિષ્ય ને જાણવાનો આધાર પણ વર્તમાન હશે. નવી દુનિયામાં આવવા વાળા પણ તો બ્રાહ્મણ જ છે. તો નવી દુનિયામાં જે આવવા વાળા છે એમનાં વર્તમાન થી જ ભવિષ્યની તિથિ તારીખ ઓટોમેટિકલી (આપોઆપ) સિદ્ધ થઈ જ જશે. જ્યારે નવી દુનિયા કહો છો તો નવી દુનિયાની અધિકારી આત્માઓ માં પણ નવાપણું હોવું જોઈએ. કોઈ પણ જૂનાં સંસ્કાર તથા સંકલ્પ અથવા બોલ કે કોઈ પ્રવૃત્તિ જૂનાપણા ની ન હોય. જેમ હમણાં પણ એક-બીજા માં જૂની ચાલ જોઈને કહો છો ને કે આ એમની જૂની ચાલ છે અથવા હજું સુધી આ જૂની આદત અથવા ચાલ એમની ગઈ નથી. કોઈ પણ વાત માં જૂનાપણું ન હોય. સંકલ્પ પણ જૂનાં સ્વભાવ તથા સંસ્કાર નાં વશ ન હોય. જ્યારે અધિકાંશ તથા મુખ્ય આત્માઓમાં આવી નવીનતા દેખાશે ત્યારે નવી દુનિયાનાં આગમનની તિથિ તારીખ સ્પષ્ટ થઈ જશે. જે નિમિત્ત છે એ મુખ્ય આત્માઓમાં નવીનતા નો અને પરિવર્ત નો અનુભવ થશે. એમનાં પરિવર્તન નાં આધાર પર વિશ્વ પરિવર્તન ની તારીખ પ્રત્યક્ષ થશે.
વિશ્વ-પરિવર્તન થવાનાં પહેલા વિશ્વની સર્વ-આત્માઓમાં વૈરાગ્ય વૃત્તિ હશે. અને વૈરાગ્ય વૃત્તિ થી જ બાપ નો પરિચય ધારણ કરી શકશે કે હાં અમારી આત્માઓનાં બાપ આવી ચૂક્યાં છે. તો જેમ વિશ્વની આત્માઓમાં વૈરાગ્ય-વૃત્તિ જ પરિવર્તન નો આધાર હશે એ જ રીતે જે નિમિત્ત બનેલી આત્માઓ છે એમનામાં પણ સંપૂર્ણ પરિવર્ત નો આધાર બેહદનું વૈરાગ્ય બનશે. તો સંગઠન માં પણ બેહદ ની વૈરાગ્ય-વૃત્તિ લાવવાનો પુરુષાર્થ કરો. એક-બીજા નાં સાથી તથા સહયોગી બનો. જ્યારે વૈરાગ્ય-વૃત્તિ ઈમર્જ (જાગૃત) રુપમાં હશે તો જૂનાં સંસ્કાર તથા સ્વભાવ ખૂબ જ જલ્દી અને સહજ જ વૈરાગ્ય-વૃત્તિ ની અંદર મર્જ (સમાઈ) થઈ જશે. બધાં વિચારે છે ને કે શું થશે જો જૂનાંપણું બધું ભુલાઈ જશે. મનુષ્ય ને જ્યારે હદ નું વૈરાગ્ય આવે છે તો જૂનાં આકર્ષણ નાં સંસ્કાર અને સ્વભાવ વગેરે ને સમાપ્ત કરવામાં વૈરાગ્ય-વૃત્તિ જ આધાર બનશે. આનાથી જ પરિવર્તન આવશે.
હવે એવી ધરણી બનાવો અને એવાં બેહદનાં વૈરાગીઓનું સંગઠન બનાવો, જેમનાં પ્રકંપન અને વાયુમંડળ દ્વારા અન્ય આત્માઓમાં પણ એ સંસ્કાર ઇમર્જ થઈ જાય. જેમ સેવાધારીઓ નું સંગઠન હોય છે એમ બેહદ નાં વૈરાગીઓનું સંગઠન મજબૂત હોવું જોઈએ જેને જોઈને જ અન્ય આત્માઓને પણ એવાં પ્રકંપન આવે. એક તરફ બેહદ નું વૈરાગ્ય હશે બીજી તરફ બાપ નાં સમાન બાપ નાં લવ (પ્રેમ) માં લવલીન (પ્રેમમાં મગન) હશે, ત્યારે જ બેહદ નું વૈરાગ્ય આવશે. એક સેકન્ડ પણ અને એક સંકલ્પ પણ આ લવલીન અવસ્થા થી નીચે નહીં આવે. આવા લવલી (પ્રેમાળ) બાપ નાં લવલી બાળકો નું સંગઠન હોય. એમને કહેશે લવલી સંગઠન. એક તરફ અતિ પ્રેમ બીજી તરફ બેહદ નું વૈરાગ્ય બંને નું સંગઠન સાથે-સાથે સમાન દેખાશે, આવું સંગઠન બનાવો તો તે તારીખ સ્પષ્ટ દેખાશે. આ સંગઠન જ તારીખ ને પ્રસિદ્ધ કરશે.
આ અવ્યક્ત વાણી નો સાર
* નવી દુનિયાની અધિકારી આત્માઓ માં કોઈપણ જૂનાં સંસ્કાર, સંકલ્પ, બોલ તથા પ્રવૃત્તિ જૂનાંપણાં ની ન હોય ત્યારે જ નવી દુનિયા આવશે.
* જેમ વિશ્વની આત્માઓમાં વૈરાગ્ય વૃત્તિ જ પરિવર્તન નો આધાર હશે એ જ રીતે જે નિમિત્ત બનેલી આત્માઓ છે એમનામાં પણ સંપૂર્ણ પરિવર્તન નો આધાર ‘બેહદ નું વૈરાગ્ય’ બનશે.
* એક તરફ અતિ પ્રેમ અને બીજી તરફ બેહદ નું વૈરાગ્ય બંનેનું સંગઠન સાથે-સાથે સમાન દેખાશે તો આવું સંગઠન જ નવી દુનિયાની તિથિ તારીખ ને પ્રસિદ્ધ કરશે.