Search for a command to run...
27 Sept 1975
બેહદ નાં વૈરાગી, ત્યાગી અને સેવાધારી જ વિશ્વ-મહારાજન
27 September 1975 · ગુજરાતી
રુહ નું રુહાની મિલન વાણી દ્વારા થાય છે કે વાણી થી પરે રુહાની મિલન થાય છે? અંતિમ સ્ટેજ વાણી થી પરે એક સેકન્ડમાં રુહાની નજર ની ઝલક થી થાય છે. આ જે ગવાયેલું છે કે ઝલક દેખાડી દો, તે નયનો દ્વારા મસ્તક મણી નું ગાયન છે. અંતિમ સમયે નજર થી નિહાલ કરવાનું જ ગાયન છે.
તમે દરેક લાઈટ હાઉસ અને માઈટ હાઉસ ની સ્થિતિ માં હશો તો એક સ્થાન પર સ્થિત હોવા છતાં પણ વિશ્વની ચારેય તરફ પોતાની લાઈટ અને માઈટ આપવાનું કર્તવ્ય કરશો. એમાં પણ વિશ્વ-મહારાજન બનવા વાળા લાઈટ અને માઈટ હાઉસ હશે. રાજ્ય પદ પામવા વાળા નાં સંપર્ક માં આવવા વાળા સાહૂકાર તથા પ્રજા લાઈટ હાઉસ નહિં હશે, પરંતુ લાઈટ સ્વરુપ હશે. લાઈટ અને માઈટ હાઉસ બંન્નેમાં અંતર છે. વિશ્વ મહારાજન બનવા માટે જ્યાં સુધી વિશ્વ સેવક નથી બન્યાં ત્યાં સુધી વિશ્વ મહારાજન નથી બની શકતાં. વિશ્વ મહારાજન બનવા માટે ત્રણ સ્ટેજીસ (અવસ્થા) ને પાર કરવી પડે છે. પહેલી સ્ટેજ એક સેકન્ડમાં બેહદ નાં ત્યાગી - વિચાર કરી ને સમય ગુમાવવા વાળા નહીં, પરંતુ ઝટ થી અને એક ધક થી બાપ પર બલિહાર જવા વાળા. બીજી વાત - બેહદ નાં નિરંતર અથક સેવાધારી અને ત્રીજી વાત - સદૈવ બેહદની વૈરાગ્ય વૃત્તિવાળા. બેહદ નાં ત્યાગી, બેહદ નાં સેવાધારી અને બેહદ નાં વૈરાગી. આ ત્રણેવ સ્ટેજીસ થી પાર કરવા વાળા જ વિશ્વ-મહારાજન બની શકે છે. સાથે જ અંતમાં લાઈટ હાઉસ અને માઈટ હાઉસ બની શકે છે. પોતાની જાતને ચેક કરો કે ત્રણેય સ્ટેજીસ માંથી કઈ સ્ટેજ સુધી પહોંચ્યા છો? સ્વયં જ સ્વયં નાં જજ (ન્યાયાધીશ) બનો. ધર્મરાજપુરી માં જવાનાં પહેલા જે સ્વયં, સ્વયં નાં જજ બને છે તે જ ધર્મરાજ પુરીની સજા થી બચી જાય છે.
બાપ પણ બાળકોને ધર્મરાજ પુરી માં નથી જોવાં ઈચ્છતાં. ધર્મરાજ ની સજા થી બચવા માટે સહજ ઉપાય જાણો છો કયો છે? અજ્ઞાન કાળ માં પણ કહેવત છે કે સમજી-વિચારી ને કામ કરો. પહેલા વિચારો પછી કર્મ કરો અથવા બોલો. જો સમજી-વિચારીને કર્મ કરશો તો વ્યર્થ કર્મ નાં બદલે દરેક કર્મ સમર્થ થશે. કર્મની પહેલાં વિચાર અર્થાત્ સંકલ્પ ઉત્પન્ન થાય છે. આ સંકલ્પ જ બીજ છે. જો બીજ અર્થાત્ સંકલ્પ શક્તિશાળી છે તો વાણી અને કર્મ સ્વતઃ જ શક્તિશાળી હોય છે. એટલે વર્તમાન સમયનાં પુરુષાર્થ માં દરેક સંકલ્પ ને શક્તિશાળી બનાવવાનાં છે. સંકલ્પ જ જીવન નો શ્રેષ્ઠ ખજાનો છે. જે રીતે ખજાના દ્વારા જે ઈચ્છો, જેટલું ઈચ્છો, એટલું પ્રાપ્ત કરી શકો છો, એમ જ શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા જ સદાકાળ ની શ્રેષ્ઠ પ્રાલબ્ધ પામી શકો છો. સદૈવ આ નાનું-એવું સ્લોગન (સુવિચાર) સ્મૃતિમાં રાખો કે સમજી-વિચારી ને કરવાનું અને બોલવાનું છે ત્યારે સદાકાળ નાં માટે શ્રેષ્ઠ જીવન બનાવી શકશો અને ધર્મરાજપુરી ની સજાઓ થી બચી શકશો. જેમ જજ નું કાર્ય શું હોય છે સમજી-વિચારીને જજમેન્ટ (નિર્ણય) આપવું. દરેક સંકલ્પ માં પોતાનાં જસ્ટીસ (ન્યાયાધીશ) બનો. આનાથી તો સ્વર્ગ માં પણ વિશ્વ-મહારાજા નું શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કરી શકશો. અચ્છા.
આજે વિશેષ નવાં-નવાં બાળકો થી મળવા માટે બાપદાદા ને પણ જૂની પ્રકૃતિ ને અધીન કરવી પડી. બલિહારી નવાં બાળકોની જે બાપ ને પણ આપ સમાન બનાવી દે છે. બાપદાદા પણ આવાં સિકિલધા બાળકોને જોઈને હર્ષિત થાય છે. દરેકની લગન નો, સ્નેહ નો અને મિલન મનાવવા નો અવાજ બાપદાદા ની પાસે સદૈવ પહોંચી રહ્યો છે. એટલે રિટર્ન કરવા માટે બાપદાદા ને પણ આવવું પડ્યું. અચ્છા.
આવાં અતિ સ્નેહી, સિકીલધા, સદૈવ એકની લગન માં મગન રહેવા વાળા, લાસ્ટ સો ફાસ્ટ, (છેલ્લા પણ તીવ્ર) ફાસ્ટ સો ફર્સ્ટ (તીવ્ર અને પહેલાં) ડીવીઝન (શ્રેણી) માં આવવાવાળા તીવ્ર પુરુષાર્થી બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* વિશ્વ મહારાજન બનવા માટે ત્રણ સ્ટેજીસ ને પાર કરવી પડે છે - એક સેકન્ડ માં બેહદ નાં ત્યાગી, બેહદ નાં નિરંતર અથક સેવાધારી અને બેહદ ની વૈરાગ્ય વૃત્તિ.
* વિશ્વ મહારાજન બનવા વાળા લાઈટ હાઉસ અને માઈટ હાઉસ ની સ્થિતિ માં સ્થિત થઈને વિશ્વની ચારે તરફ લાઈટ અને માઈટ આપવાનું કર્તવ્ય કરશે.
* સદૈવ આ નાનો સુવિચાર સ્મૃતિ માં રાખો કે સમજી-વિચારીને કરવાનું અને બોલવાનું છે, ત્યારે સદાકાળ નાં માટે શ્રેષ્ઠ જીવન બનાવી શકશો અને ધર્મરાજ પુરી ની સજાઓથી બચી શકશો.
* અંતિમ સમયે નજર થી નિહાલ કરવાનું જ ગાયન છે.