Search for a command to run...
22 Sept 1975
સ્વમાન માં સ્થિત થવું જ સર્વ ખજાનાઓ અને ખુશી ની ચાવી છે
22 September 1975 · ગુજરાતી
આજની સભા સ્વમાન માં સ્થિત રહેવા વાળી, સર્વ ને સ્વ-ભાવના થી જોવા તથા દરેક આત્મા પ્રતિ શુભ કામના રાખવા વાળી છે. આ ત્રણેય વાતો સ્વયંના પ્રતિ સ્વમાન, બીજાનાં પ્રતિ સ્વ ની ભાવના અને સદા શુભ કામના એવી સ્થિતિ સદા સહજ રહે છે? સહજ એમાં સ્થિત રહેવું અને મહેનત થી એ સ્થિતિમાં સ્થિત થવું એમાં ફર્ક તો જાણો જ છો. વર્તમાન સમયે આ સ્થિતિ સદા સહજ અને સ્વતઃ થવી જોઈએ. પોતાને ચેક (તપાસ) કરો કે સદા અને સ્વતઃજ આ સ્થિતિ કેમ નથી થઈ શકતી? એનું મૂળ કારણ છે કે સ્વમાન માં સ્થિત નથી રહેતાં. સ્વમાન એક શબ્દ પ્રેક્ટિકલ (વ્યવહારીક) જીવન માં ધારણ થઈ જાય તો સહજ જ સંપૂર્ણતા ને પામી શકો છો. સ્વમાન માં સ્થિત થવાથી સ્વતઃજ સર્વ પ્રતિ સ્વની ભાવના તથા શુભ કામના થઇ જશે. આ સ્વમાન માં સ્થિત થવું પહેલો પાઠ છે.
સ્વમાન માં સ્થિત થવું જ જીવનની પહેલી (કડી) ને હલ કરવાનું સાધન છે. આદિ થી લઈને હમણાં સુધી આ કડી ને હલ કરવામાં જ લાગેલા છો કે “હું કોણ છું?” શરુઆતમાં જ્યારે સ્થાપનાનું કાર્ય આરંભ થયું હતું તો બધાને શું સંભળાવતાં હતાં - વ્હોટ એમ આઇ? (what am I?) અર્થાત હું કોણ છું? આ વાત એટલી પાક્કી સ્મૃતિ માં હતી કે બધાં લોકો જાણતા હતાં કે આ સર્વ નો એક જ પાઠ છે કે વ્હોટ એમ આઈ? એ જ એક પાઠ હજું સુધી ચાલી રહ્યો છે. એટલે આને પહેલી (કોયડો) કહેવામાં આવે છે. આ આટલી નાની-એવી પહેલીએ ઊંચા માં ઉંચા બ્રાહ્મણો ને પણ પરાજિત કરી દીધાં છે. પઝલ (Puzzle) અર્થાત્ વ્યાકુળ, ભ્રમિત કરી દીધાં છે. અર્થાત્ સંપૂર્ણ રીતે હલ નથી કરી શક્યાં. સ્વમાન નાં બદલે દેહ-અભિમાન તથા અન્ય આત્માઓ નાં પ્રતિ અભિમાન ની દૃષ્ટિ થઈ જાય છે તો શું કહેવાય? શું આ પહેલી હલ કરી લીધી છે કે હમણાં સુધી પણ હલ કરી જ રહ્યાં છો?
“હું કોણ છું” આ એક શબ્દનાં ઉત્તર માં આખું જ્ઞાન સમાયેલું છે. આ એક શબ્દ જ ખુશીનો ખજાનાં, સર્વ શક્તિઓ નાં ખજાનાં, જ્ઞાન ધન નાં ખજાનાં, શ્વાસ અને સમય નાં ખજાનાની ચાવી છે. ચાવી તો મળી ગઈ છે ને? જે દિવસે તમારો જન્મ થયો હતો તો સર્વ બ્રાહ્મણો ને જન્મદિવસ પર ગિફ્ટ (ભેટ) મળે છે ને? તો આ જન્મદિવસ ની ગિફ્ટ જે બાપે આપી છે, એનો સદા ઉપયોગ કરતાં રહો. તો સર્વ ખજાનાઓ થી સંપન્ન સદા માટે બની શકો છો. આવાં સર્વ ખજાનાઓથી સંપન્ન આત્માનાં દિલ નાં ખુશીનાં ઉમંગો માં દરેક સમયે કયો અવાજ નીકળે છે? મુખ નો અવાજ નહીં, પરંતુ દિલનો અવાજ શું નીકળે છે? જે શરુઆત માં બ્રહ્મા બાપનાં દિલનો અવાજ હતો - કયો? ‘વાહ રે હું!’ જેમ બીજાની વાહ-વાહ કરવામાં આવે છે ને - એમ વાહ રે હું! આ સ્વમાન નાં શબ્દ છે, નહીં કે દેહ અભિમાનનાં.
તો હું કોણ છું ની ચાવી ને કાં તો લગાડતા નથી આવડતું કે પછી રાખતાં નથી આવડતું (રટતા તો આવડે છે) રાખતાં નથી આવડતું. એટલે સમય પર યાદ નથી આવતું. આ ચાવી ને ચોરવા માટે માયા પણ ચારેય બાજુ ફરે છે કે ક્યારે આ એક સેકન્ડ પણ અલબેલાપણા નાં ઝૂટકા માં આવે તો આ ચાવી ચોરી કરી લે. જેમ આજકાલ નાં ડાકુ બેભાન કરી દે છે એમ માયા પણ સ્વમાન નાં હોશ અર્થાત્ સ્મૃતિ ને ગાયબ કરીને બેભાન બનાવી દે છે. એટલે સદા સ્વમાન નાં હોશ માં રહો. અમૃતવેલા સ્વયં ને જ સ્વયં આ પાઠ પાક્કો કરાવો અર્થાત્ રિવાઇઝ (અભ્યાસ) કરાઓ કે - હું કોણ છું? અમૃતવેલા થી જ આ ચાવીને પોતાનાં કાર્યમાં લગાવો. અને અનેક પ્રકાર નાં ખજાના જે સંભળાવ્યાં છે એને વારંવાર જુઓ કે કયાં-કયાં ખજાનાં મળ્યા છે અને સમય પ્રમાણે આ સર્વ ખજાનાઓ નો પોતાનાં જીવનમાં ઉપયોગ કરો. જેમ કાલે સંભળાવ્યું કે ફક્ત બૈંક બેલેન્સ નહીં બનાવો પરંતુ એને કામમાં લગાવો. તો સહજ જ જેવી સ્મૃતિ એવી સ્થિતિ થઈ જશે.
જેમ કલ્પ પહેલાનું યાદગાર શાસ્ત્ર માં લખાયેલું છે - બાપ નાં માટે કહે છે કે હું કોણ છું તો સર્વ માં શ્રેષ્ઠ નું વર્ણન કર્યું છે. એમ જ જેમ બાપ નું ઊંચા-માં-ઊંચા ભગવાન નું ગાયન છે, તો ભગવાન બાપ શું ગાયન કરે છે - ઊંચા-માં-ઉંચા બાળકો. એમ પોતાનાં ઊંચ અર્થાત્ શ્રેષ્ઠ સ્વમાન ને સદા યાદ રાખો કે ઊંચા બાપનાં પણ ‘બાળક સો માલિક’ છીએ. સ્વયં બાપ અમારી, શ્રેષ્ઠ આત્માઓ ની માળા સ્મરણ કરે છે. બાપની મહિમા આત્માઓ કરે છે, પરંતુ આપ શ્રેષ્ઠ આત્માઓ ની મહિમા સ્વયં બાપ કરે છે. સર્વ શ્રેષ્ઠ આત્માઓનાં સહયોગ વગર તો બાપ પણ કાંઈ નથી કરી શકતાં. તો તમે આવાં શ્રેષ્ઠ સ્વમાન વાળા છો. બાપ ને સર્વ-સંબંધો થી પ્રખ્યાત કરવા વાળા અથવા બાપ નો પરિચય આપવા વાળા આપ શ્રેષ્ઠ આત્માઓ છો. દરેક કલ્પમાં ઊંચા માં ઉંચા બાપની સાથે ઊંચા માં ઊંચો પાર્ટ ભજવવા વાળા છો. સૌથી ઊંચા સ્વમાન ની વાત તો એ છે કે જે સંગમયુગ પર બાપ ને પણ પોતાનાં સ્નેહ અને સંબંધ ની દોરી માં બાંધવા વાળા છો. બાપ ને પણ સાકાર માં આપ સમાન બનાવવા વાળા છો. બાપ નિરાકાર રુપ માં આપ સમાન બનાવે છે અને તમે નિરાકાર ને સાકાર માં આવવાથી એમને આપ સમાન બનાવો છો અને તમે સ્વયં બાપની સર્વ મહિમા નાં સમાન બનો છો. એટલે બાપ પણ કહે છે - માસ્ટર છો. તો હવે સમજ્યાં કે હું કોણ છું? - જે છું, જેવો છું, એવાં જ પોતાને જાણવાથી સદા સ્વમાન માં રહેશો અને દેહ-અભિમાન થી સ્વતઃ જ દૂર રહેશો. સ્વમાનની આગળ દેહ અભિમાન આવી જ નથી શકતું. તો પોતાનાં જન્મદિવસની સૌગાત ને સદા પોતાની પાસે સંભાળીને રાખો. અલબેલાપણા માં ભૂલી નહીં જાઓ. એનાથી જ સ્વતઃ સહજ અને સદા સર્વ પ્રતિ સ્વની ભાવના અને શુભ-કામના રહેશે. સમજ્યાં? પહેલી તો સહજ છે ને? સમજદાર માટે સહજ છે અને અલબેલી આત્માઓનાં માટે ગુહ્ય છે. તમે બધાં તો બેહદ નાં સમજદાર બાળકો છો ને? ફક્ત સમજદાર નહીં પરંતુ બેહદ નાં સમજદાર બાળકો છો. અચ્છા.
એવી વિશાળ બુદ્ધિ સર્વ માં બેહદ બુદ્ધિ ને ધારણ કરવા વાળી, સર્વ આત્માઓને અનેક પ્રકારની હદો થી નીકાળવા વાળી એવી બેહદની બુદ્ધિમાન, બેહદ સમજદાર, બેહદની વૈરાગ્ય વૃત્તિવાળી, સદા બેહદની સ્થિતિ અને સ્થાનમાં રહેવાવાળી એવી સર્વશ્રેષ્ઠ આત્માઓને બેહદ નાં બાપ નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* પહેલો પાઠ “હું કોણ છું” જાણવું જ જીવનની પહેલી ને હલ કરવું છે. આ એક પ્રશ્ન નાં ઉત્તર માં સર્વ જ્ઞાન સમાયેલું છે. આ એક શબ્દ જ ખુશીનાં ખજાનાં, સર્વ શક્તિઓનાં ખજાનાં, જ્ઞાન-ધનનાં ખજાનાં, શ્વાસ અને સમય નાં ખજાનાની ચાવી છે. આ સર્વ બ્રાહ્મણો નાં જન્મ દિવસની પહેલી સૌગાત છે.