Search for a command to run...
30 Sept 1975
આખાં કલ્પમાં વિશેષ પાર્ટ ભજવવા વાળી શ્રેષ્ઠ આત્માઓ ની વિશેષતાઓ
30 September 1975 · ગુજરાતી
સ્વયં ને આખાં કલ્પની અંદર સર્વ આત્માઓ થી શ્રેષ્ઠ પાર્ટ ભજવવા વાળી વિશેષ આત્મા સમજો છો? આપ વિશેષ આત્માઓની આદિ થી અંત સુધી કઈ-કઈ વિશેષતાઓ છે અથવા તમે કયો વિશેષ પાર્ટ ભજવ્યો છે, એને જાણો છો? એક હોય છે વિશેષ કામ કરવાનાં કારણે વિશેષ આત્મા કહેવાવું, બીજું વિશેષ ગુણો નાં પ્રભાવ નાં કારણે વિશેષ આત્મા કહેવાવું, ત્રીજું પોઝીશન (પદ) કે સ્ટેટસ (સ્થિતિ) નાં કારણે અને ચોથું સંબંધ અને સંપર્ક દ્વારા અનેકો ને વિશેષ પ્રાપ્તિ કરાવવાનાં કારણે. આ સર્વ વિશેષતાઓ ને સામે રાખતાં જુઓ કે આ ચાર પ્રકાર ની વિશેષતાઓ કઈ સ્ટેજ સુધી અને કેટલી ટકાવારીમાં છે.
સતયુગ આદિ માં આપ વિશેષ આત્માઓની પહેલી સ્ટેજ કઈ હોય છે, એની વિશેષતા આજ નાં ભક્ત પણ ગાતાં રહે છે - જેમાં સંપન્ન અને સંપૂર્ણતા નું ગાયન છે એ તો બધાં ની સ્મૃતિમાં છે ને? હવે આગળ ચાલો. સતયુગ પછી ક્યાં આવો છો? - (ત્રેતા) ત્યાંની વિશેષતા શું છે? ત્યાંની વિશેષતા પણ એટલી જ પ્રસિદ્ધ છે, કે જે આજ નાં કળયુગી નેતા એ જ રાજ્યનું સ્વપ્ન જોતાં રહે છે કે આવું થવું જોઈએ. કોઈ પણ યોજના વિચારે છે, તો પણ તમારી બીજી સ્ટેજ ને અતિ વિશેષ સમજીને એને સામે રાખે છે. હજી આગળ ચાલો ત્રેતા પછી ક્યાં આવો છો? (દ્વાપર) પરંતુ દ્વાપર માં પણ ક્યાં પહોંચ્યા. દ્વાપર માં પણ રાજ્ય સત્તા તો હોય છે ને? ત્યાં ધર્મસત્તા અને રાજ્ય સત્તા બે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. એટલે દ્વાપર થઈ જાય છે. બે પૂર થઈ ગયાં ને? એક રાજ્ય સત્તા બીજી ધર્મ સત્તા. તો પણ આપ વિશેષ આત્માઓનાં વિશેષ સંસ્કાર ગાયબ નથી થતાં. ભલે અન્ય ધર્મ પિતા, ધર્મ સત્તા નાં આધારે ધર્મની સ્થાપના પણ કરે છે પરંતુ તમારી વિશેષતાઓનું પૂજન, ગાયન અને વંદન આરંભ થઈ જાય છે. યાદગાર તો પણ આપ વિશેષ આત્માઓની જ બનાવશે. ગુણગાન આપ વિશેષ આત્માઓનાં જ થાય છે. રાજ્ય સત્તા માં પણ રાજાઈ ઠાઠ અને રાજાઈ પાવર્સ (સત્તા) રહે છે. તમારી વિશેષતાઓની યાદગાર માં શાસ્ત્ર બની જાય છે. પોતાની વિશેષતાઓ યાદ આવે છે? અચ્છા, એનાથી આગળ ચાલો. ક્યાં પહોંચ્યા? (કળયુગ) ત્યાંની વિશેષતા શું છે? આપ વિશેષ આત્માઓનાં નામ થી સર્વ કામ શરું થાય છે. દરેક કાર્યની વિધિમાં આપની વિશેષતાઓની સિદ્ધિ સુમિરણ થતી રહે છે. તમારાં નામથી અનેક આત્માઓનાં શરીર નિર્વાહ થાય છે. નામ ની મહિમા - આ કળયુગ ની વિશેષતા છે. તમારું નામ સર્વ સ્થૂળ-સૂક્ષ્મ પ્રાપ્તિઓ નો આધાર બની જાય છે. શું આ વિશેષતા ને જાણો છો? અચ્છા પછી આગળ ચાલો. ક્યાં પહોંચ્યા? (સંગમ) જ્યાં છો ત્યાં પહોંચી ગયાં.
સંગમયુગ ની વિશેષતાઓનો તો સ્વયં હમણાં અનુભવ કરી જ રહ્યાં છો. આખાં કલ્પની વિશેષતાઓ ને સદા સ્મૃતિ માં રાખતાં સદા અલૌકિક વિચિત્ર રાસ કરતાં રહો છો. ગોપ-ગોપીઓનો રાસ તો પ્રસિદ્ધ જ છે. તો નિરંતર રાસ કરો છો કે કાર્યક્રમ માં જ? આ છે ઉલ્લાસ નો રાસ. પરંતુ આ રાસમાં સંપૂર્ણ પૂર્ણમાસી (પૂનમ) નો રાસ પ્રસિદ્ધ છે. એનું રહસ્ય શું છે? પૂર્ણમાસી અર્થાત્ એમાં સંપૂર્ણતા ની નિશાની ગાવામાં આવી છે. આ રાસ ની વિશેષતાઓ હમણાં સુધી વર્ણન કરતાં રહે છે. એ કઈ વિશેષતાઓ? એ સમયે ગોપ-ગોપીઓ ની વિશેષતા શું હતી? તમારી જ વાતો છે ને? મુખ્ય વિશેષતા શું હતી, ત્રણ વાતો સંભળાવો? એક વિશેષતા રાત ને દિવસ બનાવેલો હતો. દિવસ અર્થાત્ દરેક ગોપ-ગોપી નાં જીવનમાં સતોપ્રધાનતા નો સૂર્ય ઉદય હતો. લોકો માટે કુંભકરણ ની નિદ્રા ની રાત હતી અર્થાત્ તમોપ્રધાનતા હતી. બીજી વિશેષતા આખો સમય જાગતી જ્યોતિ હતાં. માયા એક સંકલ્પ રુપમાં પણ આવી નહોતી શકતી. માયાવી લોકો અર્થાત્ માયા મૂર્છિત હતી અને બેભાન હતી. કારણ કે સર્વ જાગતી જ્યોતિ નિરંતર બાપની સાથે લગન માં મગન હતાં. ત્રીજી વિશેષતા સર્વનાં હાથમાં હાથ મળેલો હતો અને તાલ થી તાલ મળેલો હતો અર્થાત્ સંસ્કાર મળેલાં હતાં. સ્નેહ અને સહયોગ નું સંગઠન હતું. રાસ માં સર્કલ અર્થાત્ ચક્ર લગાવે છે ને? સર્કલ અર્થાત્ ચક્ર - આ શક્તિ સ્વરુપ પ્રકૃતિ અને માયા નો ઘેરાવ નાખવાની અથવા કિલ્લાની નિશાની છે. આ છે વિશેષતાઓ એટલે આ રાસ નું વિશેષ મહત્વ ગવાયેલું છે. આ થયું સંગમયુગ ની વિશેષતાઓ નું ગાયન. તો આવો રાસ નિરંતર થવો જોઈએ. કેટલી વાર આ રાસ કર્યો છે? અનેક વાર કરેલો છે, પછી ક્યારેક ભૂલી કેમ જાઓ છો? જ્યારે સંસ્કાર મેળવવા અર્થાત્ તાલ થી તાલ મેળવવા, એવી કોઈ પરિસ્થિતિ આવે છે તો શું કહો છો? એ સમયે ભક્ત અર્થાત્ કમજોર બની જાઓ છો. સંસ્કાર મેળવવા પડશે, મરવું પડશે, ઝૂકવું પડશે, સાંભળવું પડશે અને સહન કરવું પડશે - આ કેવી રીતે થશે? - આવું-આવું કહેવાથી ભક્ત બનો છો. એટલે હવે એ ભક્તપણા નાં વંશનાં અંશ ને પણ ખતમ કરો, ત્યારે જ આ રાસ મંડળ ની અંદર પહોંચી શકશો. નહીં તો જોવા વાળા બની જશો. જે કરવામાં મજા છે, એ જોવામાં નથી. તો પોતાની સર્વ-વિશેષતાઓ સાંભળી ને? આવી સર્વ શ્રેષ્ઠ આત્માઓ છો? આવી સર્વ શ્રેષ્ઠ આત્માઓનાં માટે બાપદાદા ને પણ આવવું પડે છે.
અચ્છા. એવી વિશેષ આત્માઓ જે બાપદાદા ને પણ મહેમાન બનાવવા વાળી છે, એવી મહાન આત્માઓ જેમનાં દરેક સંકલ્પ અનેકો ને મહાન બનાવવા વાળા છે, એવી તકદીરવાન જેમનાં મસ્તક ઉપર સદૈવ તકદીર નો તારો ચમકે છે અને એવી પદમા-પદમ ભાગ્યશાળી આત્માઓ નાં પ્રતિ બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
રાશિ મળવા વાળા જ મણકા નાં દાણા
આવાં રાસ કરવા વાળા તૈયાર થયાં છે? સંસ્કારો નું મળવું અર્થાત્ રાસ થી રાસ મળવો. રાસ માં જો કોઈનો હાથ ઉપર, કોઈનો હાથ નીચે હશે, તો રાસ માં મજા નહીં આવે. રાસ અર્થાત્ રાશિ મળવી. જેમ કોઈ પણ કનેક્શન (જોડાણ) જોડે છે અથવા મિલન કરે છે, તો રાશિ મેળવે છે ને? જો રાશિ નથી મળતી તો જોડી નથી મેળવતાં. એક-બે માં રાશિ મળવી અર્થાત્ સ્વભાવ, સંસ્કાર, ગુણ અને સેવા સાથે-સાથે મળેલા દેખાય. સમાન તો ન હોઈ શકે. નંબર તો હશે પરંતુ થોડુક અંતર જે ન બરાબર દેખાય-આવી રાશિ મળવા વાળા કેટલાં તૈયાર થયા છે? શું અડધી માળા? જેટલાં પણ તૈયાર થયાં છે, થવાનું તો છે, થયેલી છે ફક્ત ઘૂંઘટ ની અંદર છે. અચ્છા.