Search for a command to run...
27 October 1975 · ગુજરાતી
બ્રહ્મા બાપનાં સમાન શું મહારથી પણ બાપ સમાન સદા પોતાને નિમિત્ત-માત્ર અનુભવ કરે છે? મહારથીઓ ની આ વિશેષતા છે કે એમનામાં હું-પણા નો અભાવ હશે. હું નિમિત્ત છું, અને સેવાધારી છું - એ કુદરતી સ્વભાવ હશે. સ્વભાવ બનાવવો નથી પડતો. સ્વભાવ-વશ સંકલ્પ, બોલ અને કર્મ સ્વતઃ જ હોય છે. મહારથીઓ નાં દરેક કર્તવ્ય માં વિશ્વ-કલ્યાણની ભાવના સ્પષ્ટ રુપ માં દેખાશે. તેનો પ્રેક્ટિકલ (વ્યાવહારિક) પુરાવો અથવા પ્રમાણ દરેક વાત માં અન્ય આત્માઓને આગળ વધારવા માટે ‘પહેલા તમે’ નો પાઠ પાક્કો હશે. ‘પહેલા હું નહીં’. ‘તમે’ કહેવાથી જ એ આત્મા નાં કલ્યાણ નાં નિમિત્ત બની જશો. આવા મહારથી જેમની આટલી શ્રેષ્ઠ ભાવના છે અને આવો શ્રેષ્ઠ સ્વભાવ છે, આવાં જ બાપ સમાન ગવાય છે.
મહારથી અર્થાત્ મહાદાની, પોતાનાં સમય નો, પોતાનાં સુખ નાં સાધનો નો, પોતાના ગુણો નો અને પોતાને પ્રાપ્ત થયેલી સર્વ શક્તિઓ નો પણ અન્ય આત્માઓની ઉન્નતિ-અર્થ દાન કરવા વાળા - આને કહેવાય છે મહાદાની. આવાં મહાદાની નાં સંકલ્પ અને બોલ સ્વતઃ જ વરદાન નાં રુપ માં બની જાય છે. જે આત્મા પ્રતિ જે સંકલ્પ કરશે કે જે બોલ બોલશે એ તે આત્મા પ્રતિ વરદાન થઈ જશે. કારણ કે મહાદાની અર્થાત્ ત્યાગ અને તપસ્યામૂર્ત થવું. એ જ કારણે ત્યાગ, તપસ્યા અને મહાદાન નું પ્રત્યક્ષ ફળ એમનો સંકલ્પ વરદાન રુપ થઈ જાય છે. એટલે મહારથી ની મહિમા ‘મહાદાની અને વરદાની ગવાયેલી છે. આવાં મહારથીઓનું સંગઠન લાઈટ-હાઉસ અને માઈટ-હાઉસ નું કામ કરશે. આવી તૈયારી થઈ રહી છે ને. આવું સંગઠન તૈયાર થવું અર્થાત્ જયજયકાર થવો અને પછી હાહાકાર થવો. આ દૃશ્ય પણ વન્ડરફુલ હશે. એક તરફ અતિ હાહાકાર અને બીજી તરફ પાછો જયજયકાર. અચ્છા.
આ અવ્યક્ત વાણી નો સાર
* મહારથીની એ વિશેષતા હશે કે એમનામાં હું-પણા નો અભાવ હશે.
* મહારથી નાં દરેક કર્તવ્યમાં વિશ્વ-કલ્યાણની ભાવના સ્પષ્ટ રુપ માં દેખાશે.