Search for a command to run...
28 October 1975 · ગુજરાતી
દીદીજી સાથે અવ્યક્ત બાપ-દાદા નાં ઉચ્ચારેલાં મધુર મહાવાક્ય:-
આ વિશેષ કમજોરી ને ખતમ કરવા માટે વિશેષ સંગઠન જોઈએ. મહાકાળી સ્વરુપ શક્તિઓનું સંગઠન જોઈએ જે પોતાનાં યોગ-અગ્નિ નાં પ્રભાવ થી આ વાતાવરણ ને પરિવર્તન કરે. હવે તો ડ્રામા અનુસાર દરેક ચલન રુપી દર્પણ માં અંતિમ પરિણામ સ્પષ્ટ થવાનું છે. આગળ ચાલીને મહારથી બાળકો પોતાની જ્ઞાન ની શક્તિ દ્વારા દરેક નાં ચહેરા થી તેમની કર્મ-કહાની ને સ્પષ્ટ જોઈ શકશે. જેમ મલેચ્છ (દૂષિત) ભોજન ની દુર્ગંધ સમજમાં આવી જાય છે, એ જ રીતે મલેચ્છ સંકલ્પ રુપી આહાર સ્વીકાર કરવા વાળી આત્માઓનાં પ્રકંપન થી બુદ્ધિમાં સ્પષ્ટ ટચિંગ (સંકેત મળશે) થશે. આનું યંત્ર છે બુદ્ધિ ની લાઈન ક્લિયર (સાફ). જેનું આ યંત્ર શક્તિશાળી હશે એ સહજ જાણી શકશે.
શક્તિઓ તથા દેવતાઓનાં જડ ચિત્રો માં પણ આ વિશેષતા છે, જે કોઈ પણ પાપ-આત્મા પોતાનું પાપ એમનાં આગળ જઈને છુપાવી નથી શકતી. પોતે જ એ વર્ણન કરતાં રહે છે કે અમે આવાં છીએ! આ સ્વતઃ જ વર્ણન કરતાં રહે છે. તો જડ યાદગાર માં પણ હમણાં અંતકાળ સુધી આ વિશેષતા દેખાય છે. ચૈતન્ય રુપ માં શક્તિઓની આ વિશેષતા પ્રસિદ્ધ થઈ છે, ત્યારે તો યાદગાર માં પણ છે. આ છે માસ્ટર જાની-જાનનહાર ની સ્થિતિ, અર્થાત્ જ્ઞાન સ્વરુપ ની સ્થિતિ. આ સ્થિતિ પણ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં અનુભવ થશે, થઈ રહી છે અને થશે પણ. આવું સંગઠન બનાવ્યું છે? બનવાનું તો છે જ. આવું શમા-સ્વરુપ સંગઠન જોઈએ, જેમનાં દરેક કદમ થી બાપ ની પ્રત્યક્ષતા થાય.
જે સદા બાપ માં લવલીન અર્થાત્ યાદ માં સમાયેલાં છે, એવી આત્માઓનાં નયનો માં અને મુખ માં અર્થાત્ મુખ નાં દરેક બોલ માં બાપ સમાયેલા હોવાનાં કારણે શક્તિ-સ્વરુપ નાં બદલે સર્વશક્તિવાન નજર આવશે. જેમ આદિ સ્થાપના માં બ્રહ્મા રુપ માં સદેવ શ્રી કૃષ્ણ દેખાતા હતાં, એમ શક્તિઓ દ્વારા સર્વશક્તિવાન દેખાય. એવો અનુભવ થઈ રહ્યો છે ને, જે સદા બાપની યાદમાં હશે અને હું-પણા ની ત્યાગ-વૃત્તિ માં હશે, એમનાથી જ બાપ દેખાશે. જેમ સ્વયં હું-પણું ભુલેલા છે, એમ બીજાને પણ એમનું એ રુપ દેખાશે નહીં, પરંતુ સર્વશક્તિવાન નું રુપ દેખાશે. અચ્છા!
આ અવ્યક્ત વાણી નો સાર
* બુદ્ધિની લાઈન ક્લિયર હોવાથી અને પોતાની જ્ઞાનની શક્તિ દ્વારા દરેક નાં ચહેરા થી તેમની કર્મ-કહાની ને જાણી શકાય છે.
* જે સદા બાપની યાદ માં હશે, હું-પણા ની ત્યાગ-વૃત્તિમાં હશે એમનાથી જ સર્વશક્તિવાન બાપ દેખાશે.