Search for a command to run...
26 Oct 1975
વિકારી દેહ રુપી સાપ થી બધી કમાણી ખતમ
26 October 1975 · ગુજરાતી
બાપદાદા સર્વ બાળકોને જોઈ રહ્યાં છે કે દરેકે અહીંયા આવીને કોર્સ (અભ્યાસક્રમ) કર્યો છે? કોર્સ કર્યો છે ને? કોર્સ નાં પછી રીવાઇઝ (પુનરાવર્તિત) કોર્સ ચાલ્યો. રિવાઇઝ નાં પછી હવે અંતિમ કોર્સ છે રિયલાઇઝેશન (અનુભવનો) કોર્સ. અર્થાત્ જે કાંઈ સાંભળ્યું, જે મેળવ્યું, જે બાપ નાં ચરિત્ર જોયા એ પ્રમાણે પોતાનામાં સમાવ્યું કેટલું અને ગુમાવ્યું કેટલું? ફક્ત સાંભળવા વાળા બન્યાં કે સ્વયં સંપન્ન બન્યાં? સમર્થ બન્યાં કે ફક્ત અન્ય શ્રેષ્ઠ આત્માઓ અને બાપદાદા નાં ગુણગાન કરવા વાળા બન્યાં? જ્ઞાન સ્વરુપ, યાદ સ્વરુપ, દિવ્ય ગુણ સંપન્ન સ્વરુપ અને સદા સેવાધારી સ્વરુપ બન્યાં કે આ સર્વ નાં ફક્ત સુમિરણ વાળા બન્યાં? જ્ઞાન તો ખૂબ જ ઊંચું છે, યોગ ખૂબ જ શ્રેષ્ઠ છે, દિવ્ય-ગુણ ધારણ કરવાં આવશ્યક છે અને સેવા કરવી મુજ બ્રાહ્મણ ની ફરજ છે, આવું ફક્ત સુમિરણ કરો છો કે સ્વરુપ પણ બન્યાં છો? એ જ પ્રકારે પોતાની જાતને રિયલાઇઝ કરવું, એ છે અંતિમ કોર્સ. જેમ દિવાળી પર જૂનો પોતામેલ સમાપ્ત કરી નવો શરું કરો છો અને પોતાનાં રજિસ્ટર ને ચેક કરો છો એ જ રીતે આપ સહુએ પણ આદિ થી અંત સુધી અર્થાત્ આજ સુધી પોતાનાં રજિસ્ટરને ચેક કરવાનાં છે, કે દરેક વિષય માં કેટલાં માર્ક્સ લીધાં છે? સમય નાં પ્રમાણે જ્યારે મંઝિલ સામે દેખાઈ રહી છે, ડબલ લક્ષ સ્પષ્ટ છે - વર્તમાન સંગમયુગી ફરિશ્તાપણાનું લક્ષ અને ભવિષ્ય દેવતા સ્વરુપ નું લક્ષ. જેમ લક્ષ સ્પષ્ટ છે એમ લક્ષણ સ્પષ્ટ દેખાય છે? વિશ્વ-પરિવર્તન નાં પહેલાં શું સ્વયં માં પરિવર્તન થયેલ અનુભવ થાય છે? આવું ચેકિંગ કર્યું છે?
બાપદાદાએ સર્વ બાળકોનાં રજિસ્ટર ચેક કર્યા. જેમણે પોતાની કર્મ કહાની લખી એમનું પરિણામ પણ જોયું. તો શું જોયું - ઘણી આત્માઓએ ભય અને લજ્જાનાં વશ લખી જ નથી. પરંતુ બાપદાદા ની પાસે નિરાકારી અને સાકારી બાપ નાં રુપ માં દરેક બાળકનું રજિસ્ટર આદિ થી આજ સુધી નું સ્પષ્ટ છે. એને તો કોઈ મિટાવી નથી શકતું. હમણાં સુધીનાં રજિસ્ટર નાં પરિણામ માં વિશેષ ત્રણ પ્રકારનાં પરિણામ છે - એક છુપાવવું; બીજું - ક્યાંય-ને-ક્યાંય ફસાવું; ત્રીજું - અલબેલાપણા માં બહાના બનાવવાં. બહાનાબાજી માં ખૂબ જ હોશિયાર છે. પોતાની જાતને અથવા પોતાની ભૂલોને છુપાવવા માટે ખૂબજ વન્ડરફુલ (આશ્ચર્ય જનક) વાતો બનાવે છે. આદિ થી હમણાં સુધી આવી વાતો નો સંગ્રહ કરીએ તો આજકાલ નાં શાસ્ત્રો સમાન મોટા શાસ્ત્રો બની જાય. પોતાની ભૂલ ને ભૂલ માનવાના બદલે એને યથાર્થ સિદ્ધ કરવામાં અથવા ખોટાં ને સાચું સિદ્ધ કરવામાં આજકાલ નાં કાળા કોટ વાળા વકીલો સમાન છે, માયા થી લડવાનાં બદલે આવાં કેસ લડવામાં ખૂબ જ હોશિયાર છે. પરંતુ એ યાદ નથી રહેતું કે હમણાં પોતાને સિદ્ધ કરવું અર્થાત્ બાપ દ્વારા જન્મ-જન્માંતર માટે સર્વ-સિદ્ધિઓ ની પ્રાપ્તિ થી વંચિત થવું છે. સિદ્ધ કરવા વાળા માં જિદ્દ કરવાનાં સંસ્કાર જરુર હોય છે. આવી આત્મા સદ્દગતિ નથી પામી શકતી. હજું સુધી અધિકાંશ પહેલો પાઠ અર્થાત્ પહેલી વાત - ‘પવિત્ર દૃષ્ટિ અને ભાઈ-ભાઈ ની વૃત્તિ’ માં નપાસ છે. હજું સુધી આ પહેલાં ફરમાન પર ચાલવા વાળા ફરમાનબરદાર (આજ્ઞાકારી) ખૂબ જ થોડા છે. વારંવાર આ ફરમાન નું ઉલ્લંઘન કરવાનાં કારણે પોતાનાં ઉપર બોજ ઉપાડતાં રહે છે. આનું કારણ એ છે કે પવિત્રતા નાં મુખ્ય વિષય નું મહત્વ નથી જાણતાં, એનાં નુકસાન નાં નોલેજ (જ્ઞાન) ને નથી જાણતાં.
કોઈ પણ દેહધારી માં સંકલ્પ થી અથવા કર્મ થી ફસાવું, આ વિકારી દેહ રુપી સાપ ને સ્પર્શ કરવું અર્થાત્ પોતાની કરેલી હમણાં સુધીની કમાણી ને ખતમ કરવી. ભલે કેટલો પણ જ્ઞાન નો અનુભવ હોય અથવા યાદ દ્વારા શક્તિઓની પ્રાપ્તિનો અનુભવ કર્યો હોય કે તન-મન-ધન થી સેવા કરી હોય, પરંતુ સર્વ પ્રાપ્તિઓ આ દેહરુપી સાપ ને સ્પર્શ કરવાથી આ સાપ નાં વિષ (ઝેર) નાં કારણે, જેમ વિષ મનુષ્ય ને ખતમ કરી દે છે, એમ જ આ સાપ પણ અર્થાત્ દેહ માં ફસાવાનું વિષ આખી કમાણી ને ખતમ કરી દે છે. પહેલાં કરેલી કમાણી નાં રજિસ્ટર ઉપર કાળો ડાઘ પડી જાય છે જેને મિટાવવો ખૂબ જ મુશ્કેલ છે. જેમ યોગ-અગ્નિ પાછલાં પાપો ને ભસ્મ કરે છે એમ આ વિકારી ભોગ ભોગવવાની અગ્નિ પાછલાં પુણ્ય ને ભસ્મ કરી દે છે. આને સાધારણ વાત નહીં સમજતાં. આ પાંચમા માળે થી પડવાની વાત છે. ઘણાં બાળકો હજું સુધી અલબેલાપણા નાં સંસ્કાર-વશ આ વાત ને સખત ભૂલ અથવા પાપ કર્મ નથી સમજતાં. વર્ણન પણ એવું સાધારણ રુપ માં કરે છે કે મારા થી ચાર પાંચ વખત આ થઈ ગયું, આગળ નહીં કરું. વર્ણન કરતાં સમયે પણ પશ્ચાતાપ નું રુપ નથી હોતું, જેમ કે સાધારણ સમાચાર સંભળાવી રહ્યાં છે. અંદર ધ્યાન રહે છે કે આ તો થાય જ છે મંજિલ તો ખૂબ જ ઊંચી છે, હવે આ કેવી રીતે થશે?
પરંતુ છતાં પણ આજે એવી પાપ આત્મા, જ્ઞાન ની ગ્લાનિ કરાવવા વાળા ને બાપદાદા ચેતવણી આપે છે કે આજ થી પણ આ ભૂલ ને કડી (સખત) ભૂલ સમજીને જો મિટાવી નહીં તો ખૂબ જ કઠોર સજા નાં અધિકારી બનશો. વારંવાર અવજ્ઞા નાં બોજ થી ઊંચી સ્થિતિ સુધી પહોંચી નહીં શકો. પ્રાપ્તિ કરવા વાળાની લાઈન નાં બદલે પશ્ચાતાપ કરવા વાળાની લાઈન માં ઉભાં હશો. પ્રાપ્તિ કરવા વાળા ની જય-જયકાર થશે અને અવજ્ઞા કરવાવાળા નાં નયન અને મુખ ‘હાય હાય’ નો અવાજ નિકાળશે અને સર્વ પ્રાપ્તિ કરવા વાળા બ્રાહ્મણ આવી આત્માઓને કુળકલંકિત ની લાઈન માં જોશે. પોતાનાં કરેલાં વિકર્મો નું કાળાપણું ચહેરા થી સ્પષ્ટ દેખાશે. એટલે હવેથી આ વિકરાળ ભૂલ અર્થાત્ મોટા-માં-મોટી ભૂલ સમજી ને હમણાં જ પોતાની પાછલી ભૂલો નો પશ્ચાતાપ દિલ થી કરીને બાપ પાસે સ્પષ્ટ કરી પોતાનો બોજો મિટાવો. પોતાની જાતને સખત સજા આપો એટલે આગળ ની સજાઓ થી પણ છૂટી જાઓ.
જો હજું સુધી પણ બાપ થી છુપાવશો અથવા પોતાને સાચાં સિદ્ધ કરીને ચલાવવાની કોશિશ કરશો તો હજું ચલાવવું અર્થાત્ અંત માં અને હમણાં પણ પોતાનાં મન માં ચિલ્લાવતા (ચીસો પાડતા) રહેશો - શું કરું, ખુશી નથી થતી, સફળતા નથી થતી, સર્વ- પ્રાપ્તિઓની અનુભૂતિ નથી થતી. આમ હમણાં પણ ચિલ્લાવશો અને અંતમાં ‘હાય મારું ભાગ્ય’ કહી ચિલ્લાવશો. તો હમણાં નું ચલાવવું અર્થાત્ વારંવાર ચિલ્લાવવું. જો હમણાં વાત ને ચલાવો છો તો પોતાની જન્મ-જન્માંતર ની શ્રેષ્ઠ તકદીર ને જલાવો (બાળો) છો. એટલે આ વિશેષ વાત પર વિશેષ ધ્યાન રાખો. સંકલ્પ માં પણ આ વિષ-ભરેલાં સાપ ને સ્પર્શ નહીં કરતાં. સંકલ્પ માં પણ સ્પર્શ કરવું અર્થાત્ પોતાને મૂર્છિત કરવું છે. તો રજિસ્ટર માં વિશેષ અલબેલાપણું જોયું. બીજું પરિણામ કાલે સંભળાવ્યું હતું કે કેવી-કેવી વાતો માં ચઢતી કળા નાં બદલે થોભી જાઓ છો. તીવ્ર ગતિ ને બદલે મધ્યમ ગતિ થઈ જાય છે. આ છે અધિકાંશ નું પરિણામ. એટલે હવે પોતાની જાત ને રીયલાઇઝ કરો અર્થાત અંતિમ રીયલાઇઝ કોર્સ સમાપ્ત કરો. પોતાની જાતને સારી રીતે દરેક પ્રકાર થી દરેક વિષય માં ચેક કરો. સર્વ મર્યાદાઓ ને, બાપ નાં ફરમાનો ને અને શ્રેષ્ઠ-મત ને ક્યાં સુધી પ્રેક્ટિકલમાં લાવ્યાં છો, તેને ચેક કરો અને સાથે-સાથે મધુબન મહાયજ્ઞ માં સદાકાળ નાં માટે અંતિમ આહુતિ નાખો. સમજ્યાં? હવે બાપ નાં પ્રેમ-સ્વરુપ નો ઉલટો ફાયદો નહીં ઉઠાવો. નહીં તો અંતિમ મહાકાળ રુપ ની આગળ એક ભૂલ નો હજાર ગણો પશ્ચાતાપ કરવો પડશે.
આવાં ઈશારા થી સમજવા વાળા બ્રાહ્મણ સો દેવતા, સર્વ પ્રાપ્તિ નો અધિકાર પ્રાપ્ત કરવા વાળા અધિકારી અને વીતી ને વીતી કરી ભવિષ્ય અને વર્તમાન નાં દરેક સંકલ્પ ને શ્રેષ્ઠ બનાવવા વાળા, આવાં બ્રાહ્મણ-કુળ નાં દિપકો ને, ઉમ્મીદવાર તારાઓ ને પોતાની અને વિશ્વની તકદીર જગાડવા વાળી તકદીરવાન આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
આ અવ્યક્ત વાણી નો સાર
* બાળકોની કર્મ કહાની નાં રજિસ્ટર માં વિશેષ ત્રણ પ્રકાર નાં પરિણામ છે - એક છુપાવવું, બીજું ક્યાંય-ને-ક્યાંય ફસાવું, ત્રીજું અલબેલાપણા માં બહાના બનાવવાં.
* હમણાં પોતાનાથી થયેલી ભૂલ ને સાચી સિદ્ધ કરવી અર્થાત્ બાપ દ્વારા જન્મ-જન્માંતર માટે સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થી વંચિત થવું છે.
* કોઈ પણ દેહધારી માં સંકલ્પ થી અથવા કર્મ થી ફસાવું અર્થાત્ પોતાની કરેલી હમણાં સુધીની કમાણી ને ખતમ કરવી છે.
* જેમ લક્ષ સ્પષ્ટ છે - વર્તમાન સંગમયુગી ફરિશ્તાપણા નું અને ભવિષ્ય દેવતા સ્વરુપ નું - એમ લક્ષણ પણ સ્પષ્ટ દેખાવાં જોઈએ.