Search for a command to run...
7 Feb 1976
અવ્યક્ત ફરિશ્તાઓની સભા
7 February 1976 · ગુજરાતી
બાપ-દાદા સદા હર્ષિત, સદા હદ નાં આકર્ષણો થી પરે અવ્યક્ત ફરિશ્તાઓને જોઈ રહ્યાં છે. આ ફરિશ્તાઓ ની સભા છે. દરેક ફરિશ્તાની ચારે તરફ લાઈટ નો તાજ કેટલો સ્પષ્ટ દેખાય છે અર્થાત્ દરેક ફરિશ્તા લાઈટ-હાઉસ અને માઈટ-હાઉસ ક્યાં સુધી બન્યાં છે, એ આજે બાપ-દાદા જોઈ રહ્યાં છે.
જેમ ભવિષ્ય સ્વર્ગની દુનિયામાં સર્વ દેવતા કહેવાશે, એમ વર્તમાન સમયે સંગમ પર ફરિશ્તા સમાન બધાં બને છે પરંતુ નંબરવાર. જેમ ત્યાં દરેક પોતાની સ્થિતિ પ્રમાણે સતોપ્રધાન હોય છે, એમ અહિયાં પણ દરેક પુરુષાર્થી ફરિશ્તાપણા ની સ્થિતિ ને પ્રાપ્ત જરુર કરે છે. તો આજે બાપ-દાદા દરેકનું પરિણામ જોઈ રહ્યાં હતાં. કારણ કે હવે અંતિમ રિયલાઈઝેશન કોર્સ ચાલી રહ્યો છે. રિયલાઈઝેશન કોર્સ માં દરેક પોતાને ક્યાં સુધી રિયલાઇઝ (મહેસૂસ) કરી રહ્યાં છે? તો પરિણામ માં બે વિશેષ વાતો જોઈ. એ કઈ?
દરેક કઈ સ્થિતિ સુધી પહોંચ્યા છે? ઓપોઝીશન (વિરોધ) વધારે છે અથવા પોઝિશન ની સ્થિતિ વધારે છે? બીજું - જૂની દેહ અને જૂની દુનિયા થી સ્મૃતિ ને ક્યાં સુધી ટ્રાન્સફર (પરિવર્તન) કરી છે? સાથે-સાથે ટ્રાન્સફર નાં આધાર પર ટ્રાન્સપેરેન્ટ (પારદર્શક) ક્યાં સુધી બન્યાં છે? ચારેય વિષય માં ક્યાં સુધી પ્રેક્ટિકલ સ્વરુપ બન્યાં છે? બાપ-દાદા નાં ત્રણેય સ્વરુપ - સાકાર, આકાર અને નિરાકાર દ્વારા લીધેલી પાલના અને ભણતર નું રિટર્ન (વળતર) ક્યાં સુધી કર્યું છે? આદિ થી હમણાં સુધી જે બાપ-દાદા ને વાયદો કર્યો છે, એ બધાં વાયદાઓને નિભાવવાનું સ્વરુપ ક્યાં સુધી છે? જેટલો કાયદો, એટલો ફાયદો ઉઠાવ્યો છે? આવું ચેકીંગ દરેક પોતાનું કરો છો? ચારેય વિષયોનાં ચેકીંગ નું સહજ સાધન તમારી ગવાયેલી મહિમા થી સિદ્ધ થઈ જાય છે. એ મહિમા જાણો છો? એ કઈ મહિમા છે જેનાથી ચારેય વિષય ચેક કરી શકો છો? એ મહિમા તો બધાને યાદ છે ને. (સર્વગુણ સંપન્ન…) આ ચારેય વાતો માં ચારેય વિષય નું પરિણામ આવી જાય છે. તો એ ચેક કરો કે આ ચારેય વાતોમાં સંપન્ન બન્યાં છીએ? હમણાં સુધી સોળ કળા બન્યાં છીએ કે ચૌદ કળા સુધી પહોંચ્યા છીએ? સર્વગુણ સંપન્ન બન્યાં છીએ કે ગુણ સંપન્ન બન્યાં છીએ અર્થાત્ કોઈ-કોઈ ગુણ ધારણ કર્યા છે? સર્વ મર્યાદાઓ ધારણ કરી મર્યાદા પુરુષોત્તમ બન્યાં છીએ? સંપૂર્ણ અહિંસક બન્યાં છીએ? સંકલ્પ દ્વારા પણ કોઈ આત્માને દુઃખ આપવું અથવા દુઃખ લેવું - આ પણ હિંસા છે. સંપૂર્ણ અહિંસક અર્થાત્ સંકલ્પ દ્વારા પણ કોઈને દુઃખ ન આપવા વાળા. પુરુષોત્તમ અર્થાત્ દરેક સંકલ્પ અને દરેક કદમ ઉત્તમ અર્થાત્ શ્રેષ્ઠ હોય, સાધારણ ન હોય, લૌકિક ન હોય અને વ્યર્થ ન હોય. આવાં ક્યાં સુધી બન્યાં છે? બાપ-દાદા એ શું જોયું? હજી સુધી વિશેષ બે શક્તિઓની ખૂબ જ આવશ્યકતા છે. એ કઈ છે?
એક સ્વયં ને પારખવાની શક્તિ, બીજી સ્વયં ને પરિવર્તિત કરવાની શક્તિ. આ બંને શક્તિઓનાં પરિણામ માં જેટલાં તીવ્ર પુરુષાર્થી તીવ્ર ગતિ થી આગળ વધવાં ઇચ્છે છે, એટલા વધી નથી શકતાં. આ બંને શક્તિઓની કમી નાં કારણે જ કોઈ-ને-કોઈ અડચણ ગતિ ને તીવ્ર કરવા નથી દેતી. બીજા ને પારખવાની ગતિ તીવ્ર છે બીજા એ પરિવર્તન થવું જોઈએ - એ સંકલ્પ તીવ્ર છે; એમાં ‘પહેલા તમે’ નો પાઠ પાક્કો છે. જ્યાં ‘પહેલા હું’ હોવું જોઈએ, ત્યાં ‘પહેલા તમે’ છે અને જ્યાં ‘પહેલા તમે’ હોવું જોઈએ, ત્યાં ‘પહેલા હું’ છે. ત્રીજું નેત્ર જે દરેકને વરદાન માં પ્રાપ્ત છે એ ત્રીજા નેત્ર દ્વારા જે બાપ-દાદા એ કાર્ય આપ્યું છે, એને કાર્યમાં નથી લગાવતાં. ત્રીજું નેત્ર આપ્યું છે રુહ ને જોવાં, રુહાની દુનિયાને જોવાં માટે તથા નવી દુનિયાને જોવા માટે. એનાં બદલે શરીર ને જોવું, શરીર ની દુનિયા ને જોવું - એને કહેવામાં આવે છે કે યથાર્થ રીતે કાર્યમાં લગાવતા નથી આવડ્યું. એટલે હવે સમયની ગતિને જાણતાં પરિવર્તન-શક્તિ ને સ્વયં પ્રતિ લગાવો. સમય નું પરિવર્તન ન જુઓ પરંતુ સ્વયનું પરિવર્તન જુઓ. સમયનાં પરિવર્તન ની પ્રતીક્ષા બહુજ કરો છો. સ્વયંના પરિવર્તન માટે ઓછું વિચારો છો અને સમયનાં પરિવર્તન માટે વિચારો છો કે થવું જોઈએ. સ્વયં રચયિતા છો, સમય રચના છે. રચયિતા અર્થાત્ સ્વયંના પરિવર્તન થી રચના અર્થાત્ સમયનું પરિવર્તન થવાનું છે. પરિવર્તન નાં આધારમૂર્ત સ્વયં તમે છો. સમયની સમાપ્તિ અર્થાત્ આ જૂની દુનિયાનાં પરિવર્તન ની ઘડી તમે છો. આખાં વિશ્વની આત્માઓની આપ ઘડિયાળ પર નજર છે કે ક્યારે આ ઘડિયાળ સમાપ્તિ નો સમય દેખાડે છે. તમને ખબર છે કે તમારી ઘડિયાળ માં કેટલાં વાગ્યાં છે? તમે બતાવવા વાળા છો કે પૂછવા વાળા છો? પ્રતીક્ષા છે શું? સમય દેખાડવા વાળાને સમય નાં પ્રતિ હલચલ તો નથી ને? હલચલ છે કે અચળ છો? “શું થશે, ક્યારે થશે, થશે કે નહીં થશે?” ડ્રામા અનુસાર સમય-પ્રતિ-સમય હલાવવાનાં પેપર્સ આવતાં રહ્યાં છે અને આવશે પણ.
જેમ વૃક્ષ ને હલાવે છે ને. તો નિશ્ચયની નીવ અર્થાત્ ફાઉન્ડેશન (પાયા) ને હલાવવાનાં પેપર્સ પણ આવશે. પછી પેપર આપવા માટે તૈયાર છો કે કમજોર છો? પાંડવ સેના તૈયાર છે કે શક્તિઓ તૈયાર છે અથવા બંને તૈયાર છે? હોશિયાર વિદ્યાર્થી પેપર નું આહવાન કરે છે અને કમજોર ડરે છે. તો તમે કોણ છો? નિશ્ચયબુદ્ધિ ની નિશાની એ છે કે તેઓ દરેક વાત માં અને દરેક દૃશ્ય ને નિશ્ચિત જાણીને સદા નિશ્ચિંત હશે, “કેમ, શું અને કેવી રીતે” ની ચિંતા નહીં હશે. ફરીશ્તા પણાની અંતિમ સ્થિતિ ની નિશાની છે - સદા શુભ-ચિંતક અને સદા નિશ્ચિંત. એવાં બન્યાં છો? રિયલાઈઝેશન કોર્સમાં સ્વયં ને રિયલાઈઝ કરો. અને હવે અંતિમ થોડા પુરુષાર્થ નાં સમય માં સ્વયમાં સર્વ શક્તિઓને પ્રત્યક્ષ કરો.
પ્રત્યક્ષતા વર્ષ મનાવી રહ્યાં છો ને. બાપ ને પ્રત્યક્ષ કરતા પહેલાં સ્વયમાં (જે સ્વયંની મહિમા સંભળાવી) એ બધી વાતો ની પ્રત્યક્ષતા કરો, ત્યારે બાપ ને પ્રત્યક્ષ કરી શકશો. આ વર્ષ વિશેષ જ્વાળા-સ્વરુપ અર્થાત્ લાઈટ-હાઉસ અને માઈટ-હાઉસ સ્થિતિ ને સમજતાં એ જ પુરુષાર્થ માં રહો - વિશેષ યાદની યાત્રા ને પાવરફુલ (શક્તિશાળી) બનાવો, જ્ઞાન-સ્વરુપ નાં અનુભવી બનો. એવો સ્વયંની ઉન્નતિનાં પ્રતિ વિશેષ કાર્યક્રમ બનાવો. જેનાં દ્વારા આપ શ્રેષ્ઠ આત્માઓની શુભ વૃત્તિ અથવા કલ્યાણ ની વૃત્તિ અને શક્તિશાળી વાતાવરણ દ્વારા અનેક તડપતી, ભટકતી, પોકારવા વાળી આત્માઓ ને આનંદ, શાંતિ અને શક્તિ ની અનુભૂતિ થાય. સમજ્યાં? હવે શું કરવાનું છે? ફક્ત સંભળાવવાનું નથી, અનુભવ કરાવવાનો છે. અનુભવ કરાવવા માટે પહેલાં સ્વયં અનુભવી મૂર્ત બનો. આ વર્ષ નો વિશેષ સંકલ્પ લો. સ્વયં ને પરિવર્તન કરી વિશ્વ ને પરિવર્તન કરવાનું જ છે. સમજ્યાં? દૃઢ સંકલ્પ નું પરિણામ સદા સફળતા જ છે. અચ્છા.
આવાં દૃઢ સંકલ્પ દ્વારા સૃષ્ટિનું નવ-નિર્માણ કરવા વાળી, પોતાની રુહાની વૃત્તિ દ્વારા વાયુમંડળ ને પરિવર્તન કરવા વાળી, દરેક આત્મા ને સુખ, શાંતિ કે શક્તિ ની અંજલી આપીને તેમજ વરદાન આપીને, તૃપ્ત આત્મા બનાવવા વાળી, જન્મ-જન્મ ની તરસેલી આત્માઓની તરસ છીપાવવા વાળી, સર્વ ને પોતાનાં ઠેકાણા પર લગાવવા વાળી, સદા નિશ્ચયબુદ્ધિ, હલચલ માં પણ અચળ રહેવા વાળી, જ્ઞાન-સ્વરુપ અને યાદ-સ્વરુપ આત્માઓને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.