Search for a command to run...
6 Feb 1976
બાબા નાં સહયોગી - રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ
6 February 1976 · ગુજરાતી
બાપ-દાદા સર્વ બાળકો ને આજે વિશેષ પોતાનાં સહયોગી રુપ માં જોઈ રહ્યાં છે. બાપ નાં સહયોગી સ્વરુપ નું પોતાનું યાદગાર જાણો છો અથવા જોયું છે? કયું છે? સહયોગી સ્વરુપ ભુજા નાં રુપ માં દેખાડયું છે. જેમ શરીર નાં વિશેષ કાર્યકર્તા ભુજાઓ છે, એમ બાપ-દાદા નાં કર્તવ્ય માં કાર્યકર્તા નિમિત્ત રુપ માં આપ સર્વ બાળકો છો. સદૈવ બાપ નાં સહયોગી અર્થાત્ સ્વયં ને બાપની ભુજાઓ સમજી કાર્ય કરો છો? ભુજાઓમાં પણ રાઈટ (જમણી) અને લેફ્ટ (ડાબી) હોય છે. આવાં કર્તવ્ય માં, સદા યથાર્થ રુપ માં સાથ નિભાવવા વાળા સાથી ને અથવા મદદગાર ને પણ કહેવામાં આવે છે કે આ અમારા રાઈટ હેન્ડ છે. તો એક છે રાઈટ હેન્ડ, બીજા છે લેફ્ટ હેન્ડ. પરંતુ સહયોગી બંને છે. એટલે સાકાર બાપ બ્રહ્માની અનેક ભુજાઓ પ્રસિદ્ધ છે. રાઈટ હેન્ડ કોને કહેવાય છે? હેન્ડ તો બધાં છો. વગર હેન્ડ નાં કોઈ પણ કાર્ય સિદ્ધ નથી થઈ શકતું. એટલે આ સાકારી દુનિયામાં કહેવત પણ છે કે આ કાર્ય માં આંગળી આપવી અથવા આ કાર્ય માં હાથ લગાડવો. તો હાથ અર્થાત્ ભુજાઓ અથવા આંગળી સહયોગી ની નિશાની છે. બધાં છો, પરંતુ નંબરવાર છો.
રાઈટ હેન્ડ ની વિશેષતા સદા સ્વચ્છ અર્થાત્ શુદ્ધ અને શ્રેષ્ઠ છે. જેમ કોઈ પણ શ્રેષ્ઠ અથવા શુદ્ધ કાર્ય શરીર નાં રાઈટ હેન્ડ દ્વારા જ કરવામાં આવે છે, એમ બાપ-દાદા નાં સહયોગી રાઈટ હેન્ડ સદા બોલ માં, કર્મ માં અને સંપર્ક માં શ્રેષ્ઠ અને શુદ્ધ અર્થાત્ પ્યોર (પવિત્ર) હોય છે. અર્થાત્ સદા શ્રેષ્ઠ કાર્ય અર્થ સ્વયં ને નિમિત્ત સમજીને ચાલે છે. જેમ ભુજાઓ દ્વારા કાર્ય કરાવવા વાળી શક્તિ ‘આત્મા’ છે, ભુજાઓ કરનહાર છે અને આત્મા કરાવનહાર છે, એમ જ રાઈટ હેન્ડ સહયોગી સદૈવ પોતાનાં કરાવનહાર બાપ ને સ્મૃતિમાં રાખતાં નિમિત્ત કરનહાર બને છે. સ્વયં ને કરાવનહાર નથી સમજતાં, એટલે એમનાં દરેક કર્મ માં ન્યારા પણું, નિરહંકારી પણું, અને નમ્રતાપણા નાં નવનિર્માણ ની શ્રેષ્ઠતા ભરેલી હશે. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ સંપૂર્ણ પવિત્ર અર્થાત્ સ્વચ્છ હશે, જેને સચ્ચાઈ અને સફાઈ કહેવાય છે. રાઈટ હેન્ડ વિશેષ શક્તિશાળી હોય છે. આમ પણ કોઈ વિશેષ વજન ઉપાડવા માટે રાઈટ હેન્ડ થી જ ઉપાડવામાં આવે છે. એમ રાઈટ હેન્ડ સહયોગી આત્મા સદૈવ વિશ્વ-કલ્યાણ, વિશ્વ-પરિવર્તન નાં કાર્યની જવાબદારીનો બોજ અર્થાત્ રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) અતિ સહજ રીતે ઉપાડી શકે છે. અર્થાત્ તેઓ પોતાને રિસ્પોન્સિબલ (જવાબદાર) અનુભવ કરશે, સદા માસ્ટર સર્વશક્તિમાન ની સ્થિતિ અનુભવ કરશે. રાઈટ હેન્ડ ની વિશેષતા - કાર્ય ની ગતિ માં અર્થાત્ સ્પીડ માં તીવ્રતા હોય છે. એમ જ રાઈટ હેન્ડ સહયોગી આત્મા પણ દરેક વિષય ની ધારણા માં અને પ્રેક્ટિકલ (વ્યવહારીક) સ્વરુપ ને લાવવામાં તીવ્ર પુરુષાર્થી હશે, સદા એવર-રેડી હશે. આ છે રાઈટ હેન્ડ ની વિશેષતા.
લેફ્ટ હેન્ડ સહયોગી સદા રહે છે, પરંતુ સ્વચ્છતા ની સાથે-સાથે અસ્વચ્છતા અર્થાત્ સંકલ્પ, વાણી અને કર્મ માં ક્યારેક-ક્યારેક કાંઈ-ને-કાંઈ અશુદ્ધિ પણ રહી જાય છે અર્થાત્ સંપૂર્ણ સ્વચ્છ નહીં. પુરુષાર્થ ની ગતિમાં પણ તીવ્રતા ઓછી હોય છે. કરીશું, વિચારશું પરંતુ લેફટ અર્થાત્ લેટ (મોડું) કરશે. સાથ આપશે, કાર્ય કરશે, પરંતુ પૂરી જવાબદારી ઉઠાવવાની હિંમત નહીં રાખે. સદા ઉલ્લાસ, હિંમત રાખશે, પરંતુ નિરાધા૨ નહીં હોય. એમની સ્થિતિ ઘણો સમય વકીલ અર્થાત્ લોયર ની હોય છે. કાયદા વધારે વિચારશે પરંતુ ફાયદા ઓછા પામશે. સ્વયં, સ્વયં નાં ન્યાયાધીશ નહીં બની શકે. દરેક નાની વાતમાં ફાઈનલ જજમેન્ટ (અંતિમ નિર્ણય) નાં માટે ન્યાયાધીશ ની આવશ્યકતા અનુભવ કરશે. રાઈટ હેન્ડ લો ફુલ (કાયદેસર) છે, ન્યાયાધીશ છે પરંતુ લોયર નથી.
હવે પોતાની તપાસ કરો કે રાઈટ હેન્ડ છો કે લેફ્ટ હેન્ડ; લોયર છો કે લો ફુલ છો? બાપ-દાદા નાં તો બંનેય સહયોગી છે. સદા પોતાને સહયોગી સમજવાથી સહજ યોગી બની જશો. કરાવનહાર બાપ-દાદા નાં નિમિત્ત કરનહાર સમજીને ચાલવાથી સદૈવ નિશ્ચિંત અને હર્ષિત રહેશો.
તો આજે બાપ-દાદા પોતાની સહયોગી ભુજાઓ ને જોઈ રહ્યાં છે. ભુજાઓ તો બધાં છો ને? સર્વનાં દિલમાં એ શુભ સંકલ્પ સદા રહે છે કે અમે સર્વ વિશ્વ નવનિર્માણ કરવા વાળા વિશ્વ-પરિવર્તક છીએ? વિશ્વનાં પરિવર્તન ની પહેલાં સ્વયં નું સંપૂર્ણ પરિવર્તન કર્યું છે? જેટલી સ્વયનાં પરિવર્તન માં કમી હશે એટલી જ વિશ્વ-પરિવર્તન ની ગતિ ઓછી હશે. સ્વયનાં પરિવર્તન થી જ સમયનું પરિવર્તન કરી શકશો. સ્વયંને જુઓ તો સમય ની જાણ સ્વતઃ જ થઈ જશે. પરિવર્તન નાં સમય ની ઘડિયાળ તમે છો. તો સ્વયંની ઘડિયાળ માં સમય જુઓ. આખાં વિશ્વનું અર્થાત્ સર્વ આત્માઓનું ધ્યાન હવે આપ નિમિત્ત બનેલી સમય ની ઘડિયાળ પર છે કે હવે બીજો કેટલો સમય રહેલો છે. એટલે આ જૂની દુનિયાનાં સમય ને સમાપ્ત કરવાનાં નિમિત્ત સ્વયં ને સમજતાં સ્વયં ને સંપન્ન બનાવો. સમજ્યાં? અચ્છા!
એવાં વિશ્વ-પરિવર્તક, રાત ને દિવસ માં પરિવર્તન કરવા વાળા, જૂના ને નવું બનાવવા વાળા, બાપ-દાદા નાં શ્રેષ્ઠ સહયોગી અર્થાત્ સદા સહજયોગી, એવાં સદા વિશ્વનાં હિતકારી, વિશ્વ-કલ્યાણી શ્રેષ્ઠ આત્માઓને બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.