Search for a command to run...
23 Jan 1976
સંકલ્પ, વાણી અને સ્વરુપ નાં હાઈએસ્ટ અને હોલીએસ્ટ થવાથી બાપ ની પ્રત્યક્ષતા
23 January 1976 · ગુજરાતી
પોતાને હાઈએસ્ટ અને હોલીએસ્ટ સમજતાં દરેક સંકલ્પ અને કર્મ કરતાં રહો છો? હાઈએસ્ટ અર્થાત્ ઊંચા માં ઊંચા બ્રાહ્મણ. બ્રાહ્મણો ને વિરાટ રુપ માં ચોટી (ટોંચ) નું સ્થાન આપવામાં આવ્યું છે. જેમ સ્થાન ઊંચું ચોટી નું છે, તેમ જ સ્થાન ની સાથે-સાથે સ્થિતિ પણ ઊંચી છે? જેવું ઊંચું નામ, એવી ઊંચી શાન અને એવું જ ઊંચું કામ. જેમ બાપ નાં માટે ગાયન છે - ઊંચે થી ઊંચા ભગવાન; એમ બાળકોનું પણ ગાયન છે - ઊંચા માં ઊંચા બ્રાહ્મણ. આ ઊંચી સ્થિતિ નું યાદગાર આજ સુધી ચાલતું આવ્યું છે કે જે કોઈ શ્રેષ્ઠ કર્તવ્ય અથવા શુભ કાર્ય કરે છે તો નામધારી બ્રાહ્મણો થી જ કરાવે છે. આ સમય નાં શ્રેષ્ઠ કર્મની યાદગાર હમણાં પણ ચૈતન્ય સાચાં બ્રાહ્મણ નાં રુપ માં જોઈ અને સાંભળી રહ્યાં છો. શ્રેષ્ઠ કર્મની મહિમા અને ગાયન પણ સાંભળી રહ્યાં છો, બીજી તરફ સ્વયં શ્રેષ્ઠ પાર્ટ ભજવી રહ્યાં છો! યાદગાર અને પ્રેક્ટિકલ - બંને સાથે-સાથે જોઈ રહ્યાં છો. યાદગાર દ્વારા પણ સિદ્ધ થાય છે કે કેટલાં ઊંચા હતાં, હમણાં છો અને પાછા થશો. જેમ બ્રાહ્મણ ઊંચા છે, એમ જ બ્રાહ્મણો નો સમય પણ સર્વ યુગોમાંથી સર્વશ્રેષ્ઠ યુગ, અર્થાત્ સંગમયુગ નો સમય, અર્થાત્ અમૃતવેલા અથવા બ્રહ્મ મુહૂર્ત નો સમય છે. આ સર્વશ્રેષ્ઠ સ્થિતિ બ્રાહ્મણોની કેમ બની? કારણ કે બ્રાહ્મણ જ ઊંચે થી ઊંચા અથવા શ્રેષ્ઠ કર્તવ્ય માં સહયોગી બનવાનું શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત કરે છે. એટલો પોતાનો ઊંચો પાર્ટ, શ્રેષ્ઠ બાપ, શ્રેષ્ઠ સ્થાન અને શ્રેષ્ઠ શાન સ્મૃતિ માં રહે છે? આટલું શ્રેષ્ઠ ભાગ્ય આખાં કલ્પની અંદર પાછું પ્રાપ્ત નહીં કરી શકો. આવાં હાઈએસ્ટ (સર્વોચ્ચ) અને સાથે-સાથે હોલીએસ્ટ (સૌથી પવિત્ર) નું યાદગાર હમણાં સુધી પણ સાંભળો છો. લોકો બ્રાહ્મણો નાં બદલે તમારા દેવતા રુપ નું ગાયન કરે છે.
હોલીએસ્ટ નું કયું ગાયન છે? કમળ-નયન, કમળ-હસ્ત, કમળ-મુખ નાં રુપ માં હમણાં સુધી પણ ગાયન કરતાં રહે છે. હવે પ્રેક્ટિકલ માં તપાસ કરો કે દરેક કર્મેન્દ્રિય કમળ સમાન ન્યારી બની છે? જેમ કમળ સંબંધ અને સંપર્ક માં રહેતાં ન્યારું છે, એમ કર્મેન્દ્રિયો કર્મ નાં અને કર્મ નાં ફળ નાં સંપર્ક માં આવવા છતાં ન્યારી છે? અર્થાત્ દેહ અને દેહનાં સંબંધ થી, દેહની આ જૂની દુનિયાનાં આકર્ષણ થી પરે છે? કોઈ પણ કર્મેન્દ્રિય નો રસ - જોવાનો, સાંભળવાનો, બોલવાનો પોતાને વશીભૂત તો નથી બનાવતો? વશીભૂત થવાનો અર્થ છે હોલીએસ્ટ થી ભૂત બની જવું. જ્યારે ભૂત બની જાય છે તો ભૂતો નું કર્તવ્ય છે - દુઃખી થવું અને દુઃખી કરવું. હાઈએસ્ટ બ્રાહ્મણ થી શૂદ્ર બની જાય છે. એટલે સદૈવ એ સ્મૃતિ માં રાખો કે હું ‘હાઈએસ્ટ અને હોલીએસ્ટ છું.’ જ્યારે આ પ્રત્યક્ષ રુપ માં અર્થાત્ સંકલ્પ અને સ્વરુપ માં સ્મૃતિ રહેશે ત્યારે જ પ્રત્યક્ષતા વર્ષ મનાવી શકશો. ઊંચે થી ઊંચા બાપ ને પ્રત્યક્ષ કરવા માટે જ્યાં સુધી સ્વયં સ્વરુપ માં હોલીએસ્ટ અને હાઈએસ્ટ નથી બન્યાં તો બાપ ને પ્રત્યક્ષ કેવી રીતે કરશો? સ્વયં માં બાપ-સમાન ગુણ અને કર્તવ્ય ને પ્રખ્યાત કરવાં જ બાપ ને પ્રત્યક્ષ કરવું છે. ઊંચા કામ થી ઊંચા બાપ નું નામ થશે. પોતાની રુહાની મૂરત થી રુહાની બાપ ની પ્રત્યક્ષતા કરવાની છે જે દરેક આત્મા દરેક બ્રાહ્મણ માં બ્રહ્મા બાપ ને જુએ. રચના પોતાનાં રચયિતા ને દેખાડે. દરેક નાં મુખ થી એક જ બોલ નીકળે કે ‘સ્વયં ભગવાને આમને આટલાં તકદીરવાન બનાવ્યાં છે.’ દરેક ની તકદીર બાપ-દાદા ની તસવીર (છબી) ને પ્રસિદ્ધ કરે. દરેક પોતાને એવાં દિવ્ય-સ્વચ્છ દર્પણ બનાવો કે દરેક દર્પણ દ્વારા અનેકોને બાપ-દાદા નો સાક્ષાત્કાર થાય. સાક્ષાત્ બાપ સમાન ની સ્થિતિ જ બાપ નો સાક્ષાત્કાર કરાવી શકે છે.
પ્રત્યક્ષતા વર્ષ મનાવવાનો અર્થ છે સ્વયં ને બાપ સમાન બનાવવાં. આ સ્થૂળ સાધન તો નિમિત્ત માત્ર સાધન છે. સદાકાળ નું સાધન સિદ્ધિ-સ્વરુપ નું છે. સિદ્ધિ સ્વરુપ જ સ્વતઃ સિદ્ધ કરશે કે આવાં ઊંચા બનાવવા વાળા ઊંચે થી ઊંચા ભગવાન છે. તો સાધનો ની સાથે-સાથે સિદ્ધિ સ્વરુપ ને અપનાવો. સંકલ્પ, વાણી અને સ્વરુપ - ત્રણેય હોલીએસ્ટ અને હાઈએસ્ટ હોય. આવી સ્થિતિ થી જ બાપ ને પ્રત્યક્ષ કરી શકશો. બાપ-દાદા બાળકોનો ઉમંગ-ઉત્સાહ, શ્રેષ્ઠ સંકલ્પ, મહેનત અને લગન ને જોઈ હર્ષિત પણ થાય છે, પરંતુ આગળ નાં માટે સહયોગ આપવા માટે યોજના બતાવી રહ્યાં છે. સર્વ નો એક જ સંકલ્પ છે. એક સંકલ્પ માં મહાન શક્તિ છે. એકરસ સ્થિતિ માં સ્થિત થઈ આ સંકલ્પ ને સ્વરુપ માં લાવો. કલ્પ-કલ્પ નાં વિજય ની તકદીર ની તસ્વીર નું તો હમણાં પણ ગાયન છે અથવા કાયમ છે. અચ્છા!
આમ પોતાની તકદીર દ્વારા બાપ-દાદા ની તસવીર દેખાડવા વાળા, સદા કમળ નાં સમાન, અલ્પકાળ નાં આકર્ષણ થી દૂર રહેવા વાળા, બાપ-સમાન હોલીએસ્ટ અને હાઈએસ્ટ સ્વમાન માં સ્થિત રહેવા વાળા, દરેક આત્મામાં બાપ નાં સ્નેહ ને, સ્વરુપ ને, અને સંબંધ ને પ્રત્યક્ષ કરવા વાળા, સર્વશ્રેષ્ઠ, ઊંચે થી ઊંચા બ્રાહ્મણો ને ઊંચે થી ઊંચા બાપ-દાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે!