Search for a command to run...
22 January 1976 · ગુજરાતી
મહારથીઓની રુહ-રુહાન માં વિશેષ કઈ રુહ-રુહાન ચાલે છે? ખાસ કરીને મહારથીઓની રુહ-રુહાન માં એ વાત નીકળે છે કે સમય-પ્રમાણે પરિવર્તન કેવી રીતે થવાનું છે? સમય અને સ્વયં ને જોતાં આ પ્રશ્ન ઉઠે છે કે શું થશે? પરંતુ પરિવર્તન નો મૂળ આધાર છે - દરેક સેકન્ડ સેવા માં વ્યસ્ત રહેવું. દરેક મહારથી ની અંદર સદા એ સંકલ્પ રહે કે જે પણ સમય છે, એ સેવા-અર્થ જ આપવાનો છે. ભલે પોતાનાં દેહ અથવા શરીર નાં આવશ્યક કાર્ય માં પણ સમય લગાવો છો, તો પણ સ્વયં નાં પ્રતિ લગાવતાં મન્સા વિશ્વ-કલ્યાણ ની સેવા સાથે-સાથે કરી શકો છો. જો વાચા અને કર્મણા નથી કરી શકતાં તો મન્સા કલ્યાણકારી ભાવના નો સંકલ્પ રહે તો એ પણ સેવાનાં વિષયમાં જમા થઈ જાય છે.
ભક્તિ-માર્ગ માં મહાદાની કોને કહેવામાં આવે છે? જે સ્વયંના પ્રતિ નહીં પરંતુ દરેક વસ્તુ, દરેક સમય અન્ય નાં દાન-પુણ્ય માં લગાવે, એને મહાદાની કહેવામાં આવે છે. નહીં તો દાની કહેવામાં આવે. જે અવિનાશી દાન કરતાં જ રહે, સદા દાન ચાલતું રહે એને કહેવામાં આવે છે મહાદાની. એમ જ સ્વયંના પ્રતિ સમય આપવા છતાં પણ સદા સમજે કે હું વિશ્વની સેવા પર છું. જ્યારે જેમ સ્ટેજ પર બેસો છો તો આખો સમય વિશેષ ધ્યાન રહે છે કે હું આ સમયે સેવાની સ્ટેજ પર છું; તો હલકાપણું નથી રહેતું, સેવાનું પૂરું ધ્યાન રહે છે. એમ જ સદા પોતાને સેવાની સ્ટેજ પર સમજો. એનાં દ્વારા જ પરિવર્તન થશે. જે પણ કાંઈ સ્વયં માં કમજોરી અનુભવ થાય છે એ સર્વ આ સેવાનાં કાર્યમાં નિરંતર રહેવાથી સેવાનાં ફળ સ્વરુપ અન્ય આત્માઓનાં દિલ થી આશીર્વાદની પ્રાપ્તિ કે ગુણગાન થાય છે; એ પ્રાપ્તિ નાં આધાર થી ખુશી અને એનાં આધાર થી હજી વ્યસ્ત રહેવાથી એ કમી સમાપ્ત થઈ જશે. તો પરિવર્તન થવાનું સાધન એ જ છે જેને જ એક-બીજા માં ધ્યાન ખેંચાવતા પ્રેક્ટિકલ માં લાવવાનું છે. તો યાદ ની યાત્રા માં સ્થિત રહેવું - આ પણ વર્તમાન સમયે વિશ્વ-કલ્યાણકારી ની સ્ટેજ પ્રમાણ સેવા માં જમા થઈ જાય છે. કારણ કે હવે મહારથીઓની યાદ ની યાત્રા નો સમય ફક્ત સ્વયં પ્રતિ નથી, યાદની યાત્રા નો સમય પણ સ્વયંની સાથે-સાથે સર્વનાં કલ્યાણ અથવા સર્વની સેવાનાં પ્રતિ છે. સ્વયંનો અનુભવ કરવાનો તો સમય ખૂબ જ મળ્યો પરંતુ હવે મહાદાની અને વરદાની ની સ્ટેજ છે.
(અવ્યક્ત બાપદાદા એ પુન: પૂછ્યું) મહારથી ની પરિભાષા શું થઈ? મહારથી અર્થાત્ ડબલ તાજધારી અર્થાત્ ડબલ સેવાધારી. સ્વયંની અને સર્વની સેવા નું સંતુલન હોય, એને કહેશે મહારથી. બાળકો નો બાળપણનો સમય સ્વયં નાં પ્રતિ હોય છે અને જવાબદાર આત્માઓનો સમય સેવા પ્રતિ હોય છે. તો ઘોડેસવાર અને પ્યાદા નો સમય સ્વયં પ્રતિ વધારે જશે. સ્વયં જ ક્યારેક બગડશે, ક્યારેક ધારણ કરશે, ક્યારેક ધારણા માં નપાસ થતાં રહેશે. ક્યારેક તીવ્ર પુરુષાર્થ માં, ક્યારેક સાધારણ પુરુષાર્થ માં હશે. ક્યારેક કોઈ સંસ્કાર થી યુદ્ધ તો ક્યારેક કોઈ સંસ્કાર થી યુદ્ધ. તેઓ સ્વયં ના પ્રતિ વધારે સમય ગુમાવશે. પરંતુ મહારથી એવું નહીં કરે. જેમ બાળકો હોય છે - રમકડા થી રમશે પણ, બનાવશે પણ અને બગાડશે પણ. આ પણ પોતાનાં સંસ્કાર રુપી રમકડા સાથે ક્યારેક રમે છે, ક્યારેક બગાડે છે, ક્યારેક બનાવે છે, ક્યારેક વશીભૂત થઈ જાય છે અને ક્યારેક એને વશીભૂત કરી લે છે. પરંતુ આ બાળપણ ની નિશાની છે, મહારથી ની નહીં. અચ્છા!