Search for a command to run...
24 January 1976 · ગુજરાતી
રુહાની સેવાધારી શિક્ષકો સાથે મધુર મુલાકાત કરતાંં અવ્યક્ત બાપ-દાદાએ આ મધુર મહાવાક્ય ઉચ્ચાર્યા :-
શિક્ષકો જેમ વિશેષ સેવા અર્થ નિમિત્ત બનેલી વિશેષ આત્માઓ છે, એવો પુરુષાર્થ પણ ચાલે છે કે જેવો વિદ્યાર્થીઓ નો ચાલે છે, એવો જ ચાલે છે? પાર્ટ નાં અનુસાર વિશેષ પુરુષાર્થ કયો ચાલે છે? સંપૂર્ણ બનવાનું છે, સતોપ્રધાન બનવાનું છે - એ તો સર્વ નું લક્ષ છે, આ તો ઈન જનરલ (સામાન્ય) થઈ ગયું. પરંતુ શિક્ષકો નો વિશેષ પુરુષાર્થ કયો ચાલે છે? આજકાલ જે વિશેષ પુરુષાર્થ કરવાનો છે અથવા થવો જોઈએ, તે એ જ છે કે દરેક સંકલ્પ શક્તિશાળી હોય - સાધારણ ન હોય, સમર્થ હોય વ્યર્થ ન હોય. શિક્ષક નો અર્થ શું છે? સેવાધારી, એક સેકન્ડ પણ સેવા વગર ન હોય. મુરલી વાંચવી અને તપાસ કરવી - એ તો મોટી (સ્થૂળ) વાત છે!
જેમ સમય સમીપ આવી રહ્યો છે, તો નિમિત્ત બનેલી વિશેષ આત્માઓ એ પુરુષાર્થ એ કરવાનો છે કે સમય થી પણ ઝડપી દોડ લગાવે. એવું નથી કહેવાનું કે આટલો સમય પડ્યો છે, કમી દૂર થઈ જ જશે. ના. એ બુદ્ધિમાં રાખવાનું છે કે હમણાં નહીં તો ક્યારેય નહીં. દરેક સંકલ્પ, દરેક સેકન્ડ નાં માટે આ સુવિચાર છે કે હમણાં નહીં તો ક્યારેય નહીં. જ્યારે આ રીતે હમણાનાં સંસ્કાર ભરશો તો આવી હમણાં કહેવા વાળી આત્માઓ સતયુગ ની આદિ માં આવશે. કભી (ક્યારેક) કહેવા વાળા મધ્ય માં આવશે. કભી કહેવા વાળા સમય ની રાહ જુએ છે. તો પદ માં પણ રાહ જોશે. તો દરેક સેકન્ડ, દરેક સંકલ્પ માં આ સુવિચાર યાદ રહે. જો આ પાઠ પાક્કો નહિં હશે તો સદૈવ કમજોરી નાં સંસ્કાર રહેશે. મહાવીર નાં સંસ્કાર છે - ‘હમણાં નહીં તો ક્યારેય નહીં!’ અમારાથી એ આગળ છે, એ કરશે તો અમે કરીશું - આ અલબેલાપણા નાં સંસ્કાર છે. જે સંકલ્પ આવ્યો એ હમણાં કરવાનું જ છે. કાલે નહીં આજે, આજે નહીં હમણાં, અર્થાત્ હમણાં જ કરવાનું છે.
સર્વ વિશેષ આત્માઓ છો ને? પોતાને નાનાં તો નથી સમજતાં? પુરુષાર્થ માં દરેક મોટાં છે. કારોબાર માં નાનાં-મોટાં હોય છે, પુરુષાર્થ માં નાનાં-મોટાં નથી હોતાં. પુરુષાર્થ માં નાનાં આગળ જઈ શકે છે. કારોબાર માં મર્યાદા ની વાત છે. પુરુષાર્થ માં મર્યાદા ની વાત નથી. ‘પુરુષાર્થ માં જે કરશે, એ પામશે.’ હવે એ તપાસ કરવાની છે કે આવો પુરુષાર્થ છે કે જે રીતે સાધારણ બધાનો ચાલે છે, એ રીતે ચાલે છે? શિક્ષકો સદા હર્ષિત છે? શિક્ષકો ને અનેકોનાં આશીર્વાદ ની લિફ્ટ પણ મળે છે અને કોઈ ને કમજોર બનાવવાનાં નિમિત્ત બને છે, તો પાપ પણ ચઢે છે. જે બોજ નાં કારણે જે ઈચ્છો છો એ કરી નથી શકતાં. બોજ વાળા ઉપર ઉઠી નહીં શકે. એટલે ઈચ્છવા છતાં પણ પરિવર્તન નથી થતાં તો જરુર બોજ છે. એ બોજ ને ભસ્મ કરો - વિશેષ યોગ થી, મર્યાદાઓ થી અને લગન થી. નહીં તો બોજ માં સમય વીતી જશે, આગળ વધી નહીં શકો. અમૃતવેલા ઉઠીને પોતાની સીટ ને સેટ કરો. જેવી સીટ છે, એ જ પ્રમાણે સેટ છો? - એ તપાસ કરો. પોતાનાં પોઝ (સ્થિતિ) ને ઠીક કરો. જો પોઝ ઠીક નહીં પણ હોય તો તપાસ કરવાથી ઠીક થઈ જશે. અચ્છા!