Search for a command to run...
17 Jul 1969
અવ્યક્તિ સ્થિતિ બનાવવાની યુક્તિઓ
17 July 1969 · ગુજરાતી
અવ્યક્ત સ્થિતિ સારી લાગે છે કે વ્યક્ત માં આવવું સારું લાગે છે? અવ્યક્ત સ્થિતિ માં અવાજ છે? અવાજ થી પરે રહેવા ઈચ્છો છો? જ્યારે તમે બધાં અવાજ થી પરે રહેવાનો પ્રયત્ન કરો છો, સારું પણ લાગે છે. તો પછી બાપદાદા ને વ્યક્ત માં કેમ બોલાવો છો? દરેક સમય અવ્યક્ત સ્થિતિ માં રહે, તેનાં માટે શું પુરુષાર્થ કરવાનો છે? ફક્ત એક અક્ષર બતાવો. જે એક અક્ષર થી અવ્યક્ત સ્થિતિ રહે. કયો એક અક્ષર યાદ રાખશો તો અવ્યક્ત સ્થિતિ બની જાય? મન્સા-વાચા-કર્મણા ત્રણેય વ્યક્ત માં રહેતાં અવ્યક્ત રહે તેનાં માટે એક અક્ષર બતાવો? (આત્મ-અભિમાની બનવું) આત્મ-અભિમાની અર્થાત્ અવ્યક્ત સ્થિતિ. પરંતુ તે સ્થિતિ માટે યાદ શું રાખવું? પુરુષાર્થ શું કરવો?
ધીરે-ધીરે એવી સ્થિતિ બધાની થઈ જશે. જે કોઈ ની અંદર માં જે વાત હશે તે પહેલાથી જ તમને ખબર પડશે. એટલે પ્રેક્ટિસ (અભ્યાસ) કરાવી રહ્યાં છે. જેટલા-જેટલા અવ્યક્ત સ્થિતિ માં સ્થિત હશો, કોઈ મુખ થી બોલે ન બોલે પરંતુ તેમની અંદર નો ભાવ પહેલેથી જ જાણી લેશો. એવો સમય આવશે. એટલે આ પ્રેક્ટિસ કરાવે છે. તો પહેલી વાત પૂછી રહ્યા હતાં કે એક અક્ષર કયો યાદ રાખવો? પોતાને મહેમાન સમજવું. જો મહેમાન સમજશો તો પછી જે અંતિમ સંપૂર્ણ સ્થિતિ નું વર્ણન છે તે આ મહેમાન બનવાથી થશે. પોતાને મહેમાન સમજશો તો પછી વ્યક્ત માં હોવા છતાં પણ અવ્યક્ત માં રહેશો. મહેમાન નો કોઈની સાથે પણ લગાવ નથી હોતો. આપણે આ શરીરમાં પણ મહેમાન છીએ. આ જૂની દુનિયામાં પણ મહેમાન છીએ. જ્યારે શરીરમાં જ મહેમાન છીએ તો શરીર થી પણ શું લગન રાખવી? ફક્ત થોડા સમય નાં માટે આ શરીર કામમાં લાવવાનું છે.
અહીંયા મહેમાન બનશો તો પછી ત્યાં શું બનશો? જેટલાં અહીંયા મહેમાન બનશો એટલાં જ પછી ત્યાં વિશ્વનાં માલિક બનશો. આ દુનિયાનાં માલિક નથી. આ દુનિયામાં આપણે મહેમાન છીએ. નવી દુનિયા નાં માલિક છીએ. આ જે વ્યક્ત ભાવમાં આવી જાઓ છો તો તેનું કારણ એ જ છે જે પોતાને મહેમાન નથી સમજતાં. વસ્તુઓ પર પણ પોતાનો અધિકાર સમજે છે. એટલે એમાં અટેચમેન્ટ (લગાવ) થઈ જાય છે. જો પોતાને મહેમાન સમજશો તો પછી આ બધી વાતો ખતમ થઇ જાય.
પોતાનું બેંક બેલેન્સ પણ નોટ (નોંધ) કરવાનું છે. જેટલું કમાવો છો એટલું ખાઓ છો કે કંઈક જમા પણ થાય છે. ટોટલ (કુલ) હિસાબ કાઢ્યો છે કેટલું જમા કર્યું છે? તે જમા નાં હિસાબ થી પોતે સ્વયંથી સંતુષ્ટ છો? (ના) તો જમા કરવાનો બીજો કોઈ સમય રહ્યો છે? કેટલો સમય છે? સમય પણ નથી, સંતુષ્ટ પણ નથી તો પછી શું થશે? હવે બધાએ આ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાનું બેલેન્સ (સિલક) વધારવું જોઈએ. ઓછા માં ઓછું એટલું તો હોવું જોઈએ જે પોતે સંતુષ્ટ રહો. પોતાની કમાણી થી પોતે પણ સંતુષ્ટ નહીં રહો તો બીજાઓને શું કહેશો? એક-એક ને આટલું જમા કરવાનું છે. શું ફક્ત પોતાનાં માટે જ જમા કરવાનું છે કે બીજાઓને માટે પણ કરવાનું છે. બીજાઓને દાન કરવા માટે જમા નથી કરવાનું?
એવો સમય હવે આવશે જે બધાં ભિખારી રુપમાં તમારા લોકો પાસે આ ભીખ માંગશે. તો એમને નહીં આપો? એટલું જમા કરવું પડશે ને. પોતાનાં માટે તો કરવાનું જ છે પરંતુ સાથે-સાથે એવાં દૃશ્ય બધા ની સામે હશે. જે આજે પોતાને ભરપૂર સમજે છે તેઓ પણ ભિખારી નાં રુપ માં તમારા બધાં પાસે થી ભીખ માંગશે. તો ભીખ કેવી રીતે આપી શકશો? જ્યારે જમા હશે ને. દાતા નાં બાળકો તો બધાં આપવા વાળા થયાં. તમારા બધાની એક સેકન્ડની દૃષ્ટિ નાં, અમૂલ્ય બોલનાં પણ તરસ્યા રહેશે. એવાં અંતિમ દૃશ્યો પોતાની સામે રાખી પુરુષાર્થ કરો. એવું ન થાય કે દરવાજા પર આવેલી કોઈ ભૂખી આત્મા ખાલી હાથે જાય. સાકાર માં શું કરી ને દેખાડ્યું? કોઈ પણ આત્મા અસંતુષ્ટ થઈને ન જાય. ભલે કેવી પણ આત્મા હોય પરંતુ સંતુષ્ટ થઈને જાય. તો આવી વાતો વિચારવી જોઈએ. ફક્ત પોતાનાં માટે નહીં.
હવે તમે રચયિતા છો. તમારી એક-એક રચના ની પાછળ પાછી રચના પણ છે. માં-બાપને જ્યાં સુધી બાળકો નથી હોતાં, માં-બાપ ની કમાણી પોતાનાં પ્રતિ જ હોય છે. જ્યારે રચના થાય છે તો પછી રચનાનું પણ પૂરું ધ્યાન રાખવું પડે છે. હમણાં પોતાના માટે જે કમાણી હતી તે તો ખુબ સમય ખાધું, મનાવ્યું. પરંતુ હવે પોતાની રચનાનું પણ ધ્યાન રાખવાનું છે. તમે પોતાની રચના જોઈ છે? કેટલી રચના છે. નાની છે કે મોટી છે. બાપદાદા દરેક નું રીઝલ્ટ (પરિણામ) જુએ છે. એ હિસાબ થી કહી દે છે. એક-એક તારાઓ ની કેટલી રચના છે. જેટલી અહીંયા રચના હશે એટલું ત્યાં મોટું રાજ્ય હશે. અહીંયા કેટલી રચના રચી છે? પોતાની રચના જોઈ છે? ભવિષ્યને જાણો છો? રચયિતા તો બધાં છે પરંતુ મોટી રચના કરી છે કે નાની રચના કરી છે. (આશા તો મોટા ની છે ) મોટી રચનાની સાથે પછી જવાબદારીઓ પણ મોટી છે. સારું.