Search for a command to run...
19 Jul 1969
જીરો અને હીરો બનો
19 July 1969 · ગુજરાતી
આજે શેનાં માટે બોલાવ્યાં છે? (બળ ભરવા માટે...), બળ ભરવા માટે બોલાવ્યાં છે તો કઈ વાત ની નિર્બળતા સમજો છો? વિશેષ કઈ વાત માં બળ ભરવાનું છે? સર્વિસમાં (સેવામાં) પણ બળ શેનાથી ભરાશે? તો પોતાના માં કેટલું બળ ભર્યું છે તે ફક્ત જોવાનું છે. તમારા બધાનું નામ જ છે શિવ શક્તિ. તો શક્તિઓમાં શક્તિ તો છે જ કે શક્તિ સ્વરુપ બની રહ્યાં છો? બાપદાદા તો આવ્યાં જ છે જોવાં કે કયા દાગીના બાપદાદા નાં, સૃષ્ટિ નો શ્રુંગાર કરવા માટે તૈયાર થયાં છે. હવે દાગીના તો તૈયાર થઈ ગયાં. પરંતુ તૈયાર થવા વાળું શું હોય છે? પોલીશ (સફાઈ). હમણાં ફક્ત પોલીશ થવાની છે. મુખ્ય વાત જેની પોલીશ થવાની છે તે આ જ છે, બધાએ વધારેમાં વધારે અવ્યક્ત સ્થિતિમાં રહેવાનો વિશેષ સમય આપવાનો છે. અવ્યક્ત સ્થિતિ ની પોલીશ જ બાકી રહી છે. પરસ્પર વાતચીત કરતાં સમયે આત્મા રુપ માં જુઓ. શરીરમાં હોવા છતાં પણ આત્માને જુઓ. આ પહેલો પાઠ છે આની જ આવશ્યકતા છે. જે પણ બધી ધારણાઓ સાંભળી છે તે બઘી ને જીવનમાં લાવવા માટે આ જ પહેલો પાઠ પાક્કો કરવો પડશે. આ આત્મિક દૃષ્ટિ ની અવસ્થા પ્રેક્ટીકલ (વ્યવહાર) માં ઓછી રહે છે. સર્વિસની સફળતા વધારે નીકળે, તેનું પણ મુખ્ય સાધન આ છે કે આત્મિક-સ્થિતિ માં રહીને સર્વિસ કરવાની છે. પહેલો પાઠ જ પોલીશ છે. એની જ આવશ્યકતા છે. ક્યારેય નોંધ કર્યું છે આખા દિવસ માં આ આત્મિક દ્દષ્ટિ, સ્મૃતિ કેટલી રહે છે? આ સ્થિતિની પરખ પોતાની સર્વિસ નાં રીઝલ્ટ (પરિણામ) થી પણ જોઈ શકો છો. આ અવસ્થા શમા છે. શમા ઉપર પરવાના ન ઇચ્છવા છતાં પણ જાય છે.
તમે બધાં શિક્ષક તો છો જ. બાકી શિક્ષક થી શું બનવા માટે ભઠ્ઠીમાં આવ્યાં છો? તમે લોકો ખુબ વિચારો છો. પરંતુ છે ખુબ સહજ. પોતાનાં સમાન બનાવવા માટે બોલાવ્યાં છે. પોતાનાં સમાન અર્થાત્ જીરો (શૂન્ય) બનાવવાં. જીરોમાં બીજ કે બિંદી પણ આવી જાય છે. અને પછી સાથે-સાથે કોઈ એવું કાર્ય થઈ જાય છે તો તેને પણ જીરો બનાવવાનું છે. તો ખાસ જીરો યાદ કરવા માટે બોલાવ્યાં છે. શિક્ષક નું રુપ તો ખુબ મોટું છે પરંતુ ખુબ મોટા પછી ખુબ નાનું બનાવવા આવ્યો છું. સૌથી નાનું રુપ છે બાપનું. અને તમારા બધાનું પણ. તો હવે જીરો ને યાદ રાખશો તો હીરો બનશો. હીરો એક્ટર (અભિનેતા) પણ હોય છે અને બાપદાદા નાં પ્રિય પણ છે. રત્ન ને પણ હીરો કહેવાય છે. અને મુખ્ય એક્ટરને પણ હીરો કહેવાય છે. તો હવે સમજ્યા શેનાં માટે બોલાવ્યાં છે? ફક્ત બે અક્ષર યાદ કરવા માટે બોલાવ્યાં છે - જીરો અને હીરો. આ બે વાતો યાદ રાખશો તો બાપ નાં સમાન સર્વ ગુણો થી સંપન્ન થઇ જશો. વિસ્તાર ને સમાવી શકાય છે ને. ૧૫ દિવસ આટલી સ્ટડી (અભ્યાસ) કરી છે, ખુબ કોપીઓ (નોંધવહી) ભરી છે. બાપદાદા પછી તમારા વિસ્તાર ને બીજમાં સંભળાવી રહ્યાં છે. બીજું બધું ભૂલાઈ પણ જાય. આ તો નહીં ભૂલાશે. આ યાદ રાખો પછી જુઓ સર્વિસ માં કેટલો જલ્દી ચેન્જ (પરિવર્તન) આવે છે. તમારા બધાની ઈચ્છા આ જ છે કે અમે પણ બદલાઈએ અને સમય પણ બદલાય. પોતાના ઘરે જઈએ. જ્યારે ઘરે જવાની ઇચ્છા છે તો પછી આ બે વાત યાદ રાખો. પછી કમીઓ (ખોટ) ને બદલે કમાલ કરી ને દેખાડો. ખોટ (ઉણપ) ખતમ થઇ જશે અને જ્યાં પણ જોશો, સાંભળશો તો કમાલ જ કમાલ દેખાશે તો હવે આ ભઠ્ઠી થી શું બનીને જશો? જીરો. જીરો માં કોઈ વાત જ નથી હોતી. કોઈ પાછલા સંસ્કાર નહીં. અહીંયા છોડવા પણ આવ્યાં છો. તો પછી સારી રીતે જે કાંઈ છોડવાનું હતું તે છોડી ને જાઓ છો કે થોડું સાથે પણ લઈ જશો? શું છોડ્યું છે અને કેટલાં સુધી છોડયું છે. થોડા સમય માટે છોડ્યું છે કે સદા નાં માટે છોડ્યું છે? આ પણ જોવાનું છે, સંગઠનની શક્તિ માં છોડી દીધું છે કે સ્વયં ની શક્તિથી છોડ્યું છે? સંગઠન ની શક્તિ સહારો તો આપે છે પરંતુ સંગઠનની શક્તિની સાથે સ્વયંની પણ શક્તિ જોઈએ. જ્યારે પણ જે છોડો છો તે સદાકાળ નાં માટે.
બાપદાદાને તમે બધા પ્રિય તો છો જ. કારણ કે બાપ પણ આપ બાળકોની મદદ થી કાર્ય કરાવી રહ્યાં છે. તો કાર્યમાં મદદગાર થવાવાળા પ્રિય તો રહે જ છે. પરંતુ મદદગાર ની સાથે હિંમતવાન ક્યાંક ઓછા બનો છો. અહીં હિંમત છોડી દો છો. જો હિંમત હોય તો મદદ જરુર મળશે. તો એટલે મદદગાર ની સાથે કંઈક હિંમતવાન પણ બનો. નાની-નાની વાતોમાં હિંમતહિન નથી બનવાનું. હિંમતવાન બનવાથી પછી તમારી બધાની જે ઇચ્છા છે તે પૂર્ણ થશે. હમણાં હિંમત ની આવશ્યકતા છે. હિંમત કેવી રીતે આવશે? દરેક સમય, દરેક કદમ પર, દરેક સંકલ્પ માં બલિહાર થવાથી. જે બલિહાર થાય છે તેમાં હિંમત વધારે હોય છે તો જેટલા-જેટલા પોતાને બલિહાર બનાવશો એટલાં જ ગળા નાં હાર માં નજીક આવશો. હમણાં બલિહાર થશો પછી પ્રભુનાં ગળાનો હાર બનશો. જો બલિહાર બનીને જ કર્મ કરશો તો બીજાઓને પણ બલિહાર બનાવશો. જેમને વારસદાર કહેવાય છે. હમણાં પ્રજા ખુબ બને છે. વારસદાર ઓછા બને છે. જેટલાં વધારે બનાવશો એટલાં જ નજીક આવશો. તો હવે વારસદાર બનાવવાનો પ્લાન (યોજના) વિચારો. સારું.