Search for a command to run...
16 Jul 1969
મધુબન નિવાસી ગોપો ની સાથે અવ્યક્ત બાપદાદા ની અવ્યક્ત રુહ-રુહાન
16 July 1969 · ગુજરાતી
આજે શેનાં માટે નિમંત્રણ આપ્યું છે? મળવા માટે જ બોલાવ્યાં છે કે બીજું કોઈ લક્ષ્ય છે? તમે બધાં આ સંગઠનમાં કયા નિમંત્રણ પર આવ્યાં છો? મધુબન નિવાસી ગોપો નો કયા લક્ષ્ય થી આ સમાગમ થયો છે? બાપદાદા તો એટલે આવ્યાં છે કે આપ સર્વ બાળકોનો પરિવર્તન સમારોહ છે. તો પરિવર્તન સમારોહ પર આવેલાં છો. ભઠ્ઠીમાં શેનાં માટે બેઠા હતાં? પરિવર્તન માટે. તો આજે પરિવર્તન સમારોહ માં મળી રહ્યાં છીએ. પરિવર્તનની ઉત્કંઠા બધામાં ખુબ સારી છે. ઉત્સાહ પણ છે, હિંમત પણ છે. આજની ભઠ્ઠી નાં ચાર્ટ થી આ જોવામાં આવી રહ્યું છે. આ ગોપો નાં પરિવર્તન નાં ઉત્સાહ થી તમને (કુમારકા દાદી ને) શું-શું જોવા માં આવે છે? જેવી રીતે વાવઝોડા ને જોઈને ખબર પડે છે કે વરસાદ આવવાનો છે. આ પરિવર્તન નાં ઉમંગ થી તમે શું સમજો છો? પરિવર્તન શું પરિચય આપે છે? આ પરિવર્તન નો ઉમંગ ખાસ એ વાત નો પરિચય આપે છે કે હવે પ્રત્યક્ષતા નો સમય નજીક છે. પહેલાં પ્રત્યક્ષતા થશે, પછી આ સૃષ્ટિ પર સ્વર્ગ પ્રખ્યાત થશે. તો આ પરિચય આપે છે પ્રત્યક્ષતા નો. વર્તમાન સમયે જોવાય છે કે દરેક વત્સ પોત-પોતાની પ્રત્યક્ષતા પ્રત્યક્ષ રુપમાં લાવી રહ્યાં છે. પહેલાં ગુપ્ત હતાં. જેમ સૂર્યનાં પ્રકાશ માં તારાઓ છુપાયેલાં હોય છે. જ્યારે સૂર્ય બીજા કિનારે ચાલ્યો જાય છે તો તારાઓની ચમક પ્રત્યક્ષ થાય છે. તો હવે જ્ઞાન-સૂર્ય વ્યક્ત કિનારો છોડી અવ્યક્ત વતનમાં ઊભાં છે, તો વ્યક્ત દેશમાં આપ તારાઓની પ્રત્યક્ષતા જોવામાં આવે છે. પહેલાથી હમણાં એક-બીજાને વધારે ઓળખો છો ને. જેમ કહે છે ને એક-એક તારામાં દુનિયા છે. પરંતુ એ ખબર નથી કે એક-એક તારાની કઈ દુનિયા છે. આ આકાશનાં તારાઓમાં કોઈ દુનિયા નથી. પરંતુ આ ધરતી નાં ચૈતન્ય તારાઓમાં એક-એક દુનિયા છે. પોતાની દુનિયા નો સાક્ષાત્કાર થતો જાય છે? થોડા સમયમાં જ જોશો જે સંગમનું સંપુર્ણ રુપ તમારા બધાનું છે. ખબર છે સંગમનું સંપુર્ણ રુપ કયું છે? શક્તિઓ અને પાંડવોનાં રુપ માં. તો આ સંગમનું જે સંપુર્ણ સ્વરુપ છે તે હવે પ્રત્યક્ષ તમને બધાને પોતાનામાં મહેસૂસ (અનુભૂતિ) થશે. ખબર પડશે-અમારા કોણ ભક્ત છે, કોણ પ્રજા છે? જે પ્રજા હશે તે તો નજીક આવશે અને જે ભક્ત હશે તે છેલ્લે પાછળ થી ચરણો માં ઝુકશે. તો દરેક તારા ની અંદર જે રાજધાની અથવા દુનિયા બનેલી છે, તે હવે પ્રત્યક્ષ રુપ લેશે. જ્યારે તે પ્રત્યક્ષતા થશે ત્યારે બધાં ‘અહો પ્રભુ’ નાં નારાં લગાવશે. હવે આ સમય નજીક આવી રહ્યો છે. એટલે હવે જલ્દી પરિવર્તન ને લાવવાનું છે.
તમે રચાયિતા છો ને! જેવાં રચયિતા હશે તેવી રચના હશે. રચયિતાએ પોતાની રચના નું ધ્યાન રાખવાનું છે. આ સમય પર બાપદાદા ને પણ હર્ષ થઈ રહ્યો છે - સ્નેહ અને સાહસ આ બે વસ્તુ જોઈ ને હર્ષિત થઇ રહ્યાં છે. દરેક માં સ્નેહ અને સાહસ છે. એનું ફક્ત બીજ નહીં પરંતુ બીજ નું કંઈક પ્રત્યક્ષ ફળ પણ જોવામાં આવે છે. તે પ્રત્યક્ષ ફળ જોઇને હર્ષિત થાય છે. પરંતુ જ્યારે ફળ નીકળે છે તો પછી એની ખુબ સંભાળ કરવી પડે છે. તો તમે પણ આ ફળની ખુબ સંભાળ રાખજો. કારણ કે આ ફળ બાપદાદાને જ સ્વીકાર કરાવવાનું છે. પરંતુ આ સાવચેતી રાખવાની છે કે વચમાં માયારુપી ચકલી ફળને એઠું ન કરી દે. ફળ જ્યારે પાકી જાય છે તો પછી પક્ષી તેને ખાવાની ખુબ કોશિશ કરે છે. તો આ માયા પણ આ ફળને ખાવા માટે કોશિશ કરશે. પરંતુ તમે લોકોએ કોનાં માટે ફળ પકાવ્યું છે! તો સંભાળ પણ પૂરી કરવાની છે. હમણાં હજુ ફળ નીકળ્યું છે, પૂરું પાકી જશે પછી સ્વીકાર કરશે. ત્યાં સુધી સંભાળ કરવાની છે. ફળની સંભાળ માટે શું પ્રયત્ન કરશો? તેનું કયું સાધન છે તમારી પાસે? જરા પણ ફળ જો એઠું થઈ ગયું પછી સ્વીકાર થોડી થશે. હવે આશા તો ખૂબ સારી છે. બધાનાં મસ્તક પર આત્માનો તારો તો જોવામાં આવે જ છે, પરંતુ એની સાથે-સાથે તમારા મસ્તક પર શું ચમકી રહ્યું છે? આશાઓ નો તારો ચમકી રહેલો બાપદાદા જોઈ રહ્યાં છે. ફક્ત આ તારાની આગળ વાદળને આવવા નહીં દેતાં. નહીં તો તારો છુપાઈ જશે. આ જે આશા નો તારો ચમકતો જોવામાં આવી રહ્યો છે તેની સંભાળ કરતાં રહેજો. ક્યારેય પણ કોઇ કાર્યમાં ભલે સ્થૂળ, ભલે સૂક્ષ્મ એક તો ક્યારેય સાહસ નથી છોડવાનું, બીજું પરસ્પર સ્નેહ કાયમ રાખજો. તો પછી પાંડવો ની જય-જયકાર થઇ જશે. જય-જયકાર નાં સાદ સાંભળવામાં આવશે. હમણાં તો ક્યારેક કંઈક, ક્યારેક કંઈક થઈ રહ્યું છે. જ્યારે જય-જયકાર થઈ જાય છે તો પછી નાટક પૂરું થઈ જાય છે. પછી આપ સર્વ ની અવ્યક્ત સ્થિતિ નો ઝંડો દૂર થી જોવામાં આવશે. તમારા બધા ની અવ્યક્ત, એકરસ સ્થિતિ નો ઝંડો આખી દુનિયાને લહેરાતો જોવામાં આવશે. આજે જે આ પરિવર્તન ની પ્રતિજ્ઞા નું કંગન બાંધેલું છે - આ અવિનાશી રાખજો. કંગન ઉતારવાનું નથી. કોઈ પણ કંગન બાંધે છે તો જ્યાં સુધી તે કાર્ય સફળ ન થાય ત્યાં સુધી ઉતારી નથી શકતાં. તો આ કંગન પણ ક્યારેય ઉતારવાનું નથી.
આગળ જઈને ખુબ સારી સીન-સીનરીઓ (દૃશ્યો) આવશે. પરંતુ તે સીન-સીનરીઓ તમારું પરિવર્તન જ નજીક લાવશે. પોતાની વેલ્યુ (કિંમત) ની પણ ખબર પડશે, જ્યારે પોતાની વેલ્યુ ની ખબર પડશે ત્યારે તે નશો ચઢશે. હમણાં ક્યારેક શું વેલ્યુ રાખો છો ક્યારેક શું વેલ્યુ રાખો છો. ભાવમાં હેર-ફેર થાય છે. જેમ કોઈ વસ્તુ નીકળે છે તો પહેલાં ભાવ થોડો નીચે-ઉપર થાય છે પછી ફાઈનલ (પાક્કો) થઈ જાય છે. પોતાની વેલ્યુ પણ હમણા ફાઇનલ ખબર નથી પડી. ક્યારેક સમજો છો ઘણી વેલ્યુ છે, ક્યારેક ઓછી સમજો છો. પરંતુ યથાર્થ દરેક ની વેલ્યુ શું છે - તે હવે જલ્દી ખબર પડશે.
આ મધુબન જ્યાં તમે બેઠા છો-આ આખી સૃષ્ટિની વચમાં શું છે? મધુબન છે બાપદાદા નો આખી દુનિયાની વચમાં ખુબ જ પ્રેમ થી બનાવેલો શો કેસ (પ્રદર્શન). જેમ શો-કેસમાં ખુબ સારી-સારી વસ્તુ રાખે છે અને બધી વસ્તુઓ થી ઊંચી વસ્તુ શો-કેસ માં રાખે છે. તો મધુબન આખી દુનિયાનાં માટે શો-કેસ છે. આ શો-કેસ માં આપ અમુલ્ય રત્નો રખાયેલાં છો. આ ખબર છે કે અમે મધુબન શો-કેસ માં અમૂલ્ય રત્ન છીએ! શો-કેસ માં જે વસ્તુ મુકવામાં આવે છે તેનું ખાસ ધ્યાન રખાય છે. તો તમે બધાં પણ શો-કેસ નાં મુખ્ય રત્ન છો. તમને જોઈને બધાં સમજશે કે અંદર શું માલ છે. જો એક વાત યાદ રાખશો તો શો-કેસ થી શો કરશો. “જે કર્મ અમે કરીશું અમને જોઈ બીજા કરશે” દરેકે સમજવું જોઈએ - હું એકલો નથી, મારી આગળ-પાછળ આખી રાજધાની છે. મારી પ્રજા, મારાં ભક્ત મને જોઈ રહ્યાં છે. અમે એકલા નથી. એકલા જે કામ કરાય છે એનો એટલો વિચાર નથી રહેતો. હવે પોતાને, પોતાની પ્રજા અને ભક્તોની વચમાં સમજવાનું છે. બધાં તમને ફોલો (અનુસરણ) કરશે. જે પણ સેકન્ડ-સેકન્ડ પગલાં ચાલો છો, તે તમારા સંસ્કાર, તમારાં જે ભક્ત અને પ્રજા છે, એમનામાં ભરાતાં જશે. જેમ કે માં નાં પેટમાં ગર્ભ હોય છે તો કેટલી સંભાળ કરે છે! કારણ કે માં જે કરશે, જે ખાશે તે સંસ્કાર બાળક માં ભરાશે. તો તમારે બધાએ પણ એટલું ધ્યાન રાખવાનું છે જે કર્મ અમે કરીશું અમને જોઈ અમારી પ્રજા અને અમારા દ્વાપર થી કળયુગ સુધીનાં ભક્ત પણ એવાં બનશે. મંદિર પણ એવું બનશે. મૂર્તિ પણ એવી બનશે, મંદિરને સ્થાન પણ એવું મળશે. એટલે હંમેશા લક્ષ્ય રાખો કે અમે હવે એકલા નથી. અમે માસ્ટર રચયિતા ની સાથે રચના પણ છીએ. માં બાપ જ્યારે એકલા હોય છે તો કાંઈ પણ કરે. પરંતુ પોતાની રચના ની સામે હોય છે તો કેટલું ધ્યાન આપે છે. તો તમે પણ રચયિતા છો! જે રચયિતા કરશે તે જ રચના કરશે. જ્યારે પોતાની ઉપર જવાબદારી સમજશો તો જવાબદારી આવવાથી અલબેલાપણું અને આળસ ખતમ થઈ જશે. કઈ જવાબદારી? જે કર્મ આપણે કરીશું... દરેક તારાએ પોતાની દુનિયાની પરખ રાખવાની છે. પછી કોઈની નાની દુનિયા છે, કોઈની મોટી દુનિયા છે.
સમારોહ કરાય જ એટલાં માટે છે કે જીવનભર માટે યાદગાર બની જાય. આ સમારોહ પણ એટલે છે. આજ નો દિવસ યાદગાર છે. સમારોહમાં નિશાની અપાય છે ને. બાપદાદા કઈ નિશાની આપે છે? બાપદાદા બે વાતો ની સોગાત (ભેટ) આપે છે - ખાસ મધુવન વાળાઓને. શિક્ષા તો મળી છે કે સાહસ અને સ્નેહ નથી છોડવાનાં. સોગાત શું આપી રહ્યાં છે? (૧) એક જ લગન માં દરેક સમયે રહેવું, અમારાં તો એક બીજા ન કોઈ. અને (૨) ઇકોનોમી (કરકસર) માં રહેવું. એક ની યાદ અને ઇકોનોમી. આ બે સોગાત આજનાં સમારોહની છે. કેટલું પણ કોઈ પોતાની તરફ ખેંચે પરંતુ એક નાં સિવાય બીજું ન કોઈ. આ છે મન્સા ની વાત. અને ઇકોનોમી છે કર્મણા ની. તો મન્સા અને કર્મણા બંને જ ઠીક રહે તો વાણી ઠીક રહેશે. આ બે વાતો ખાસ ધ્યાન માં રાખવાની છે. જેમ સાકાર રુપમાં પણ જોયું ને કે એક લગન અને ઇકોનોમી. એટલે યાદ છે, મંત્ર કયો સંભળાવતાં હતાં? કમ ખર્ચ બાલાનશીન (ખર્ચ ઓછો સફળતા વધુ). ઇકોનોમી ની સાથે આ મંત્ર પણ નહીં ભૂલતાં. ઇકોનોમી પણ હોય, સાથે-સાથે જેટલી ઇકોનોમી એટલું જ ફ્રાક (ઉદાર) દિલ પણ હોય. ફ્રાક દિલમાં ઇકોનોમી સમાયેલી હોય. આને કહેવાય છે કમ ખર્ચ બાલાનશીન.
તમે બીજા બધાં થી એક્સ્ટ્રા (વધારે) ભાગ્યશાળી છો, કેમ? કહેવાય છે ને કે જેમનાં ઘરમાં વધુ મહેમાનો આવતા હોય તે ખુબ ભાગ્યશાળી હોય છે. તો તમે એક્સ્ટ્રા ભાગ્યશાળી છો કારણ કે સૌથી વધારે મહેમાન અહીંયા આવે છે. પરંતુ મહેમાનગતી પણ કરવી પડે છે. મહેમાનગતી એવી કરવાની છે જે પોતાનાં ઘર થી પૂરા જ મહેમાન થઈ જાય. તમારી મહેમાનગતી એમને સદા નાં માટે મહેમાન બનાવી દે. બાપદાદા સાકાર માં આ કરીને દેખાડતાં હતાં. એક દિવસની મહેમાનગતીમાં પૂરા જીવન નાં મહેમાન બનાવવાં. એવી મહેમાનગતી કરવાની છે. આને કહેવાય છે સન શોઝ ફાધર (બાળક બાપનું પ્રદર્શન કરે). સારું - આ ક્લાસ ની અંદર સૌથી વધારે પુરુષાર્થી કોણ છે? નંબરવન કોણ છે? એક બીજાથી બધાં સારા છે. આ તો કમાલ છે. આ જ ગ્રુપ છે જે બધાએ નંબરવન નંબર ઉઠાવ્યો છે. કારણ કે કોઈએ કઈ વાતમાં વિશેષ પુરુષાર્થ કર્યો છે, કોઈએ કઈ વાતમાં કર્યો છે. એટલે બધાં નંબરવન છે. આ ગ્રુપે આ નંબરવન નો થપ્પો પોતાની ઉપર લગાવ્યો છે.
આ નંબરવન નો થપ્પો નહીં ભૂલતાં. મુખ્ય ચાર વાતો નથી ભૂલવાની. એક તો શિક્ષા, સાવધાની, થપ્પો અને એક બીજાને આગળ કરી ઉન્નતી ને પામવું. આ ચાર વાતો ક્યારેય ભૂલવાની નથી. સારું-