નિરંતર યોગયુક્ત બનવા માટે કમળ પુષ્પ નું આસન
આજનો દિવસ કયો છે? ભઠ્ઠી નો દિવસ છે. ભઠ્ઠી નાં દિવસ ને કયો દિવસ કહેવાય છે? ભઠ્ઠી નાં આરંભ નો દિવસ અર્થાત્ જીવન નાં ફેંસલા નો દિવસ છે. ભઠ્ઠી માં શેનાં માટે આવો છો? જીવન નો સદાકાળ નાં માટે ફેંસલો કરવાં. બધાં આ લક્ષ્ય થી આવ્યાં છો? કારણ કે ભઠ્ઠી માં આવવાથી બાપદાદા દ્વારા અથવા અનન્ય બાળકો દ્વારા એક ગિફ્ટ મળે છે. તે કઈ? જે વસ્તુ મળે છે, તે સંભળાવવું પણ સહજ હોય છે. (બે-ચારે પોત-પોતાનાં વિચાર સંભળાવ્યાં) જે પણ વાતો સંભળાવી છે તે બધી વાતો ની પ્રાપ્તિ નો આધાર કઈ ગિફ્ટ છે? તે છે બુદ્ધિનું પરિવર્તન. રજોગુણી કે વ્યક્ત ભાવની બુદ્ધિ થી બદલી સતોગુણી, અવ્યક્ત ભાવની દિવ્ય બુદ્ધિ. જે દિવ્ય બુદ્ધિની પ્રાપ્તિ થી જ અવ્યક્ત સ્થિતિ અથવા યોગયુક્ત સ્થિતિ ને પ્રાપ્ત કરી શકો છો. તો ગિફ્ટ કઈ થઈ? ‘દિવ્ય સતોગુણી બુદ્ધિ.’ બુદ્ધિનાં પરિવર્તન થી જ જીવનનું પરિવર્તન થાય છે. તો દિવ્ય બુદ્ધિ ની ગિફ્ટ વિશેષ ભઠ્ઠીમાં પ્રાપ્ત થાય છે. હવે તે ગિફ્ટને યુઝ (વાપરવી) કરવી કે સદાકાળ નાં માટે કાયમ રાખવી - તે પોતાનાં હાથમાં છે. પરંતુ ગિફ્ટ બધાંને પ્રાપ્ત થાય છે. જે પણ ભઠ્ઠીમાં આવ્યાં છે તે દિવ્ય સતોગુણી બુદ્ધિ ની ગિફ્ટ દ્વારા પોતાને બહુ સહજ અને બહુ જલ્દી થી પરિવર્તનમાં લાવી શકે છે. તો આજ નો દિવસ જીવન-પરિવર્તન નો દિવસ છે. તો આજનાં દિવસે જે ગિફ્ટ પ્રાપ્ત થાય છે તેને ધારણ કરતાં રહેજો. જ્ઞાન તો સાંભળતા જ રહ્યાં છો, પરંતુ ભઠ્ઠીમાં શું કરવાં આવો છો? જ્ઞાન-સ્વરુપ બનવા માટે આવો છો. યોગની નૉલેજ કે યોગનો અભ્યાસ પણ કરતાં આવ્યાં છો, પરંતુ ભઠ્ઠી માં આવો છો - સદા યોગયુક્ત થઈને રહેવાનો પાઠ પાક્કો કરવા માટે. નિરંતર યોગયુક્ત બનવા માટે કઈ સહજ યુક્તિ ભઠ્ઠી દ્વારા પ્રાપ્ત કરવાની છે? હઠયોગી જે હઠ કે તપસ્યા કરે છે, તો તપસ્યા નાં સમયે આસન પર બેસે છે. ભિન્ન-ભિન્ન આસન હોય છે. તો તમારાં લોકો માટે સદા યોગયુક્ત બનવા માટે કયું આસન છે? નિરંતર યોગ્યયુક્ત અવસ્થા સહજ રહે, તેનાં માટે બાપદાદા સહજ આસન બતાવી રહ્યાં છે. તે છે કમળપુષ્પ નું આસન. કમળ-આસન કહો છો ને. દેવતાઓનાં જે ચિત્ર બનાવે છે, તો તેમાં શેનાં પર ઉભાં રહેલાં અથવા બેઠેલાં દેખાડે છે? કમળની ઉપર. તો નિરંતર કર્મ કરતાં રહીને પણ સહજ યોગયુક્ત બનવા માટે સદૈવ કમળ-આસન અર્થાત્ પોતાની સ્થિતિ કમળ પુષ્પની સમાન રાખશો તો નિરંતર યોગયુક્ત બની જશો. પરંતુ કમળનું પુષ્પ બની આ આસન પર આ સ્થિતિ માં રહેવા માટે શું કરવું પડે? પોતાને લાઈટ બનાવવાં પડે. હલ્કા પણ અને પ્રકાશ-સ્વરુપ પણ. કમળ નું પુષ્પ કેટલું જ્ઞાનયુક્ત છે. કમળ પુષ્પ ને જોઈ જ્ઞાનની સ્મૃતિ આવે છે ને. તો કમળ-આસન પર વિરાજમાન રહેવાથી સદા યોગયુક્ત બની શકો છો. આસન ક્યારેય પણ નહીં છોડો. આ કમળ પુષ્પ સમાન સ્થિતિ નું આસન સદા કાયમ રાખજો અર્થાત્ તેનાં પર સદા સ્થિત રહેવાનું છે. ત્યારે ભવિષ્ય માં પણ રાજ્ય-સિંહાસન એટલો જ સમય કાયમ રહેશે. જો આ આસન પર નથી બેસી શકતાં અર્થાત્ આ સ્થિતિ માં સ્થિત નથી થઈ શકતાં તો સિંહાસન ને પણ પ્રાપ્ત નહીં કરી શકશો. તો રાજ-સિંહાસન પ્રાપ્ત કરવા માટે પહેલાં કમળ-આસન પર સ્થિત રહેવાનો અભ્યાસ કરવો પડે. ભઠ્ઠીમાં આવ્યાં છો પોતાને બધાં પ્રકારનાં બંધનો થી મુક્ત કરી હલ્કા બનાવવા માટે કે સદા કમળ પુષ્પની સ્થિતિ માં સ્થિત થવાનાં આસન પર વિરાજમાન રહેવાનો અભ્યાસ શીખવા માટે. તો જે પણ બોજ હોય તે બધાં પ્રકાર નો બોજ ભઠ્ઠી માં ખતમ કરીને જજો. ભલે મનનાં સંકલ્પો નો બોજ હોય, ભલે સંસ્કારો નો બોજ હોય, ભલે દુનિયાની કોઈપણ વિનાશી ચીજો પ્રતિ આકર્ષિત થવાનો બોજ હોય, ભલે લૌકિક સંબંધી ની મમતાનો બોજ છે, બધાં પ્રકારનાં બોજ કહો અથવા બંધન કહો, તેને ખતમ કરવા માટે ભઠ્ઠીમાં આવ્યાં છો. હવે પોતાનાં જીવનની ઉન્નતિ નો ગૉલ્ડન ચાન્સ (સ્વર્ણિમ તક) આ ભઠ્ઠી છે. આ ચાન્સ માં જે જેટલો ચાન્સ લે છે એટલું જ સદાકાળ માટે પોતાનાં જીવન ને આગળ વધારી શકશે. ભઠ્ઠીમાં કયું લક્ષ્ય રાખીને આવ્યાં છો? સંસ્કારો ને પરિવર્તન માં લાવીને પછી શું બનવાનું લક્ષ્ય રાખ્યું છે? આ ગ્રુપ વિશેષ કઈ વાતમાં બધાં ગ્રુપ થી સારું છે, તે ખબર છે? આ ગ્રુપની એક બહુ જ સારી વિશેષતા છે. ગોલ્ડ માં જ્યારે ખાધ નખાય છે, તો તેના પછી ગૉલ્ડ ને મોલ્ડ નથી કરી શકાતું. ઓરીજનલ ગૉલ્ડ (સાચું સોનું) હોય છે તો તેને મોલ્ડ કરી શકાય છે. તો એમ સમજે કે આ સાચું સોનું છે, એમાં કોઈ ખાધ નથી. તમે લોકો તમારી વિશેષતાને જાણો છો? આ ગ્રુપને જોઇને એવું લાગે છે જેમ જ્યારે વૃક્ષ નવું લગાવાય છે તો પહેલાં ખૂબ કોમળ, સુંદર નાનાં-નાનાં પાંદડા નીકળે છે, જે ખૂબ પ્રિય લાગે છે. તો આ ગ્રુપ પણ નવાં પાંદડા છે પરંતુ કોમળ છે. કોમળ અને સખત (કડક) ચીજો હોય છે ને. કોમળ અર્થાત્ સંસ્કારો નાં હાડકાં એટલાં સખત નથી જે ચેન્જ (બદલી) ન થઈ શકે. નાનાં બાળકોનાં હાડકા પહેલાં કોમળ હોય છે, પછી જેમ-જેમ મોટાં થાય છે તો સખત થતાં જાય છે. આ ગ્રુપ પણ કોમળ સંસ્કારો વાળું છે. આ સંસ્કારો ને પરિવર્તન કરવું સહજ થઇ જશે. કડક સંસ્કારો વાળા તો નથી ને.
દાદીજી બે દિવસ માટે મદ્રાસ સર્વિસ પર જવા માટે બાપદાદા થી રજા લઈ રહ્યાં છે
જે વિશ્વનાં રાજા બનવાવાળા છે તેમની વિશેષતા એ છે - સર્વ આત્માઓ ને રાજી રાખવાં. મહારથીઓનાં કદમ-કદમ માં પદ્મોની કમાણી રહે છે. (સીતા માતા પણ રજા લઇ રહી છે) પોતાને સમર્થ આત્મા સમજી આ શરીર ને જોઈ રહી છો? સાક્ષી અવસ્થાની સ્થિતિમાં સ્થિત થવાથી શક્તિ મળે છે. જેમ કોઇ કમજોર હોય છે તો તેનામાં શક્તિ ભરવાં માટે ગ્લુકોઝ ચઢાવાય છે. તો જયારે પોતાને શરીર થી પરે અશરીરી આત્મા સમજો છો તો આ સાક્ષીપણાની અવસ્થા શક્તિ ભરવાનું કામ કરે છે. અને જેટલો સમય સાક્ષી અવસ્થા ની સ્થિતિ રહે છે એટલા જ બાપ સાથી પણ યાદ રહે છે અર્થાત્ સાથે રહે છે. તો સાથે પણ છે અને સાક્ષી પણ છે. એક સાક્ષીપણાની શક્તિ, બીજી બાપનાં સાથી બનવાની ખુશી નો ખોરાક. તો કહો પછી શું બની જશો? નીરોગી. શક્તિરુપ ન્યારી અને પ્યારી. આ સમયે એવી ન્યારી અને પ્યારી સ્થિતિ માં સ્થિત છો? આ સ્થિતિ એટલી પાવરફુલ છે - જેમ ડૉક્ટર લોકો વીજળી નાં રેયઝ (કિરણો) આપે છે કીટાણુ મારવા માટે. તો આ સ્થિતિ પણ એવી પાવરફુલ છે જે એક સેકન્ડમાં અનેક વિકર્મો રુપી કીટાણુ ભસ્મ થઇ જાય છે. વિકર્મ ભસ્મ થઈ ગયાં તો પછી પોતાને હલ્કા અને શક્તિશાળી અનુભવ કરશો. સદૈવ પ્રવૃત્તિ ને પણ સર્વિસ ભૂમિ સમજવી જોઈએ. પોતાને બાપદાદાનાં અતિ પ્રિય સમજો છો. કેમ? એવી શું વિશેષતા છે જે અતિ પ્રિય છો. એક બાપ બીજું ન કોઈ. એવાં એકની જ લગન માં રહેવા વાળા બાપ ને અતિ પ્રિય છે. સમજ્યાં? અચ્છા.
\\
પોતાની સ્થિતિ કમળ પુષ્પની સમાન રાખશો તો નિરંતર યોગયુક્ત બની જશો. પરંતુ કમળનું પુષ્પ બની એ આસન પર આ સ્થિતિમાં રહેવા માટે શું કરવું પડે? પોતાને લાઈટ બનાવવાં પડે. હલ્કા પણ અને પ્રકાશ- સ્વરુપ પણ. કમળનું પુષ્પ કેટલું જ્ઞાનયુક્ત છે. કમળ પુષ્પને જોઈ જ્ઞાનની સ્મૃતિ આવે છે ને. તો કમળ-આસન પર વિરાજમાન રહેવાથી સદા યોગયુક્ત બની શકો છો. આસન ક્યારેય પણ નહીં છોડો. આ કમળ પુષ્પ સમાન સ્થિતિ નું આસન સદા કાયમ રાખજો અર્થાત્ તેના પર સદા સ્થિત રહેવાનું છે.
