Search for a command to run...
30 May 1971
બાપની આજ્ઞા અને પ્રતિજ્ઞા
30 May 1971 · ગુજરાતી
બાપદાદા આજ્ઞા પણ કરે છે અને પ્રતિજ્ઞા પણ કરે છે. એવાં કયા મહાવાક્ય છે જેમાં આજ્ઞા પણ આવી જાય અને પ્રતિજ્ઞા પણ આવી જાય? એવાં મહાવાક્ય યાદ આવે છે જેમાં આજ્ઞા અને પ્રતિજ્ઞા - બંનેય આવી જાય? એવાં ઘણાં મહાવાક્ય છે. લાંબી લિસ્ટ છે તેની. પરંતુ ટેમ્પટેશન (પ્રલોભન) નાં મહાવાક્ય છે કે ‘એક કદમ તમે ઉઠાવો તો હજાર કદમ બાપદાદા આગળ આવશે,’ ન કે ૧૦ કદમ. આ મહાવાક્યો માં આજ્ઞા પણ છે એક કદમ આગળ વધારો અને પછી પ્રતિજ્ઞા પણ છે કે હજાર કદમ બાપદાદા પણ આગળ વધશે. એવાં ઉમંગ-ઉત્સાહ અપાવવા વાળા મહાવાક્ય હંમેશા સ્મૃતિ માં રહેવાં જોઈએ. આજ્ઞા ને પાલન કરવાથી બાપની જે પ્રતિજ્ઞા છે તેનાથી સહજ રીતે પોતાને આગળ વધારી શકશો. કારણ કે પછી પ્રતિજ્ઞા મદદનું રુપ બની જાય છે. એક પોતાની હિંમત, બીજી મદદ - જ્યારે બંને મળી જાય છે તો સહજ થઈ જાય છે. એટલે એવાં-એવાં મહાવાક્ય સદૈવ સ્મૃતિ માં રહેવાં જોઈએ. સ્મૃતિ જ સમર્થી લાવે છે. જેમ રાજપૂત હોય છે, તે જ્યારે યુદ્ધ નાં મેદાન માં જાય છે તો ભલે કેવાં પણ કમજોર હોય તેમને પોતાનાં કુળની સ્મૃતિ અપાવાય છે. રાજપૂત આવાં-આવાં હોય છે, આવાં થઈને ગયાં છે, આવું-આવું કરીને ગયાં છે, એવાં કુળનાં તમે છો - આ સ્મૃતિ અપાવવાથી તેમનામાં સમર્થી આવે છે. ફક્ત કુળની મહિમા સાંભળતાં-સાંભળતાં સ્વયં પણ એવાં મહાન બની જાય છે. એવી રીતે તમે સૂર્યવંશી છો, તે સૂર્યવંશી રાજ્ય કરવા વાળા શું હતાં? કેવી રીતે રાજ્ય કર્યું અને કઈ શક્તિ નાં આધાર પર થી એવું રાજ્ય કર્યું? તે સ્મૃતિ અને સાથે-સાથે હવે સંગમયુગ નાં ઈશ્વરીય કુળની સ્મૃતિ. જો આ બંને સ્મૃતિ બુદ્ધિ માં આવી જાય છે તો પછી સમર્થી આવી જાય છે. જે સમર્થી થી પછી માયાનો સામનો કરવો સરળ થઈ જાય છે. ફક્ત સ્મૃતિ નાં આધાર થી. તો દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવા માટે કયુ સાધન થયું? સ્મૃતિ થી પોતાનામાં પહેલાં સમર્થી ને લાવો. પછી કાર્ય કરો. તો ભલે કેવાં પણ કમજોર હશે પરંતુ સ્મૃતિનાં આધાર થી તે સમયનાં માટે સમર્થી આવી જશે. ભલે પહેલાં તે પોતાને એ કાર્ય નાં યોગ્ય ન સમજતાં હોય પરંતુ સ્મૃતિ થી તે પોતાને યોગ્ય સમજીને આગળનાં માટે ઉમંગ-ઉત્સાહમાં આવશે. તો સર્વ કાર્ય કરતાં પહેલાં આ સ્મૃતિ રાખો. ઈશ્વરીય કુળ અને ભવિષ્યની, બંનેય સ્મૃતિ આવવાથી ક્યારેય પણ નિર્બળતા નહીં આવી શકશે. નિર્બળતા નહીં તો અસફળતા પણ નહીં. અસફળતાનું કારણ જ છે નિર્બળતા. જ્યારે સ્મૃતિ થી સમર્થી ને લાવશો તો નિર્બળતા અર્થાત્ કમજોરી સમાપ્ત. અસફળતા થઈ ન શકે. તો સદા સફળતામૂર્ત બનવા માટે પોતાની સ્મૃતિ ને શક્તિશાળી બનાવો, પછી સ્વયં જ તે સ્વરુપ બની જશો. જેવી-જેવી સ્મૃતિ રહેશે તેવું સ્વરુપ પોતાનું મહેસૂસ (અનુભવ) કરશો. સ્મૃતિ હશે કે હું શક્તિ છું તો શક્તિસ્વરુપ બનીને સામનો કરી શકશો. જો સ્મૃતિમાં જ આ રાખો છો - હું તો પુરુષાર્થી છું, કોશિશ કરીને જોવું છું, તો સ્વરુપ પણ કમજોર બની જાય છે. તો સ્મૃતિ ને શક્તિશાળી બનાવવાથી સ્વરુપ પણ શક્તિનું બની જાય છે. તો આ સફળતાની યુક્તિ છે. પછી એમ બોલી નહીં શકો કે ઇચ્છતાં હોવાં છતાં પણ કેમ નથી થતું.
ઈચ્છાની સાથે સમર્થી પણ જોઈએ અને સમર્થી આવશે સ્મૃતિ થી. જો સ્મૃતિ કમજોર છે તો પછી જે સંકલ્પ કરો છો તે સિદ્ધ નથી થઈ શકતો. જે કર્મ કરો છો તે પણ સફળ નથી થઈ શકતાં. તો સ્મૃતિ રાખવી મુશ્કેલ છે કે સહજ છે? જે સહજ વાત હોય છે તે નિરંતર પણ રહી શકે છે. સ્મૃતિ ભલે નિરંતર રહે પણ છે પરંતુ એક હોય છે સાધારણ સ્મૃતિ, બીજી હોય છે પાવરફુલ સ્મૃતિ. સાધારણ રુપમાં તો સ્મૃતિ રહે છે પરંતુ પાવરફુલ સ્મૃતિ રહેવી જોઈએ. જેમ કોઇ જજ હોય છે તો તેમને આખો દિવસ પોતાનાં જજપણાની સ્મૃતિ તો રહે છે પરંતુ જે સમયે ખાસ ખુરશી પર બેસે છે તો એ સમયે તે આખાં દિવસની સ્મૃતિ થી પણ પાવરફુલ સ્મૃતિ હોય છે. તો ડ્યુટી અર્થાત્ કર્તવ્ય પર રહેવાથી પાવરફુલ સ્મૃતિ રહે છે. અને આમ સાધારણ સ્મૃતિ રહે છે. તો તમે પણ સાધારણ સ્મૃતિ માં તો રહો છો પરંતુ પાવરફુલ સ્મૃતિ, જેનાથી બિલકુલ તે સ્વરુપ બની જાય અને સ્વરુપ ની સિદ્ધિ ‘સફળતા’ મળે, તે કેટલો સમય રહે છે. તેની પ્રેક્ટિસ કરી રહ્યાં છો ને? નિરંતર સમજો કે અમે ઈશ્વરીય સર્વિસ (સેવા) પર છીએ. ભલે કર્મણા સેવા પણ કરી રહ્યાં હોવ, તો પણ સમજો હું ઈશ્વરીય સર્વિસ પર છું. ભલે ભોજન બનાવો છો, તે છે તો સ્થૂળ કાર્ય પરંતુ ભોજન માં ઇશ્વરીય સંસ્કાર ભરવાં, ભોજન ને પાવરફુલ બનાવવું, તે તો ઈશ્વરીય સર્વિસ થઈ ને. ‘જેવું અન્ન તેવું મન’ કહેવાય છે. તો ભોજન બનાવતાં સમયે ઇશ્વરીય સ્વરુપ હશે ત્યારે તે અન્ન ની અસર મન પર થશે. તો ભોજન બનાવવાનું સ્થૂળ કાર્ય કરતાં પણ ઈશ્વરીય સર્વિસ પર છો ને! તમે લખો પણ છો - ઓન ગૉડલી સર્વિસ ઓનલી (ફક્ત ઈશ્વરીય સેવા પ્રતિ). તો તેનો ભાવાર્થ શું થયો? અમે ઈશ્વરીય સંતાન ફક્ત અને સદૈવ આ જ સર્વિસ માટે જ છીએ. ભલે તેનું સ્વરુપ સ્થૂળ સર્વિસનું છે પરંતુ તેમાં પણ સદૈવ ઈશ્વરીય સર્વિસ માં છું. જ્યાં સુધી આ ઈશ્વરીય જન્મ છે ત્યાં સુધી દર સેકન્ડ, દર સંકલ્પ, દર કાર્ય ઈશ્વરીય સર્વિસ છે. તે લોકો થોડાં ટાઈમ (સમય) માટે ખુરશી પર બેસી પોતાની સર્વિસ કરે છે, તમારાં લોકો માટે આ નથી. સદૈવ પોતાની સર્વિસ નાં સ્થાન પર ક્યાંય પણ હોવ તો સ્મૃતિ તે રહેવી જોઈએ. પછી કમજોરી આવી નથી શકતી. જ્યારે પોતાની સર્વિસ ની સીટ ને છોડી દો છો તો સીટ ને છોડવાથી સ્થિતિ પણ સેટ નથી થઈ શકતી. સીટ ન છોડવી જોઈએ. ખુરશી પર બેસવાથી નશો હોય છે ને. જો સદૈવ પોતાનાં મર્તબા (પદ) ની ખુરશી પર બેસો તો નશો નહીં રહે? ખુરશી અથવા મર્તબા ને છોડો કેમ છો? થાકી જાઓ છો? જેમ તમે લોકોએ રાજાનું ચિત્ર દેખાડ્યું છે - પહેલાં બે તાજવાળા હતાં, પછી રાવણ પાછળ થી તેનો તાજ ઉતારી રહ્યો છે. એવું હજું પણ થાય છે શું? માયા પાછળ થી જ મર્તબા થી ઉતારી દે છે શું! હવે તો માયા વિદાય લેવા માટે, સત્કાર કરવા માટે આવશે. એવાં રુપ થી હવે નહીં આવવી જોઈએ. હવે તો વિદાય લેશે. જેમ તમે લોકો ડ્રામા દેખાડો છો - કળયુગ વિદાય લઈને જઈ રહ્યો છે. તો તે પ્રેક્ટિકલ માં તમારાં બધાંની પાસે માયા વિદાય લેવા આવે છે, ન કે વાર કરવા માટે. હવે માયાનાં વાર થી તો બધાં નીકળી ચૂક્યાં છો ને. જો હજું પણ માયાનો વાર થતો રહેશે તો પછી પોતાનાં અતીન્દ્રિય સુખનો અનુભવ ક્યારે કરશો? તે તો હમણાં કરવાનો છે ને. રાજ્ય-ભાગ્ય નો તો ભવિષ્ય માં અનુભવ કરશો, પરંતુ અતીન્દ્રિય સુખનો અનુભવ તો હમણાં કરવાનો છે ને. માયાનો વાર થવાથી આ અનુભવ નથી કરી શકતાં. બાપનાં બાળકો બની વર્તમાન અતીન્દ્રિય સુખનો પૂરો અનુભવ પ્રાપ્ત ન કર્યો તો શું કર્યું.
બાળક અર્થાત્ વારસાનાં અધિકારી. તો સદૈવ એમ વિચારો કે સંગમયુગ નો શ્રેષ્ઠ વારસો ‘અતીન્દ્રિય’ સુખ સદાકાળ પ્રાપ્ત રહ્યો? જો અલ્પકાળ માટે પ્રાપ્ત કર્યો તો બાકી ફરક શું રહ્યો? સદાકાળની પ્રાપ્તિ માટે જ તો બાપનાં બાળકો બન્યાં. તો પણ અલ્પકાળ નો અનુભવ કેમ? અટૂટ, અટલ અનુભવ હોવો જોઈએ. ત્યારે જ અટલ, અખંડ સ્વરાજ્ય પ્રાપ્ત કરશો. તો અટૂટ રહે છે કે વચ્ચે-વચ્ચે તૂટે છે? તૂટેલી ચીજ ફરીથી જોડેલી હોય અને કોઈ બિલકુલ અટૂટ ચીજ છે - તો બંનેમાંથી શું સારું લાગશે? અટૂટ ચીજ સારી લાગશે ને. તો આ અતીન્દ્રિય સુખ પણ અટૂટ હોવું જોઈએ. ત્યારે સમજો કે બાપનાં વારસાનાં અધિકારી બનશું. જો અટૂટ, અટલ નથી તો શું સમજવું જોઈએ? વારસાનાં અધિકારી નથી બન્યાં પરંતુ થોડું ઘણું દાન-પુણ્ય ની રીતે પ્રાપ્ત કરી લીધું છે, જે ક્યારેક-ક્યારેક પ્રાપ્ત થઈ જાય છે. વારસો સદૈવ પોતાની પ્રાપ્તિ હોય છે. દાન-પુણ્ય તો ક્યારેક-ક્યારેક ની પ્રાપ્તિ હોય છે. વારિસ છો તો વારિસની નિશાની છે - અતીન્દ્રિય સુખનાં વારસા નાં અધિકારી. વારિસ ને બાપ બધું જ વિલ કરે છે. જે વારિસ નહીં હશે તેમને થોડું ઘણું આપીને ખુશ કરશે. બાપ તો પૂરું વિલ કરી રહ્યાં છે. જેમનો બાપનાં વિલ પર પૂરો અધિકાર હશે, તેમની નિશાની શું દેખાશે? તે વિલ-પાવર વાળા હશે. તેમનો એક-એક સંકલ્પ વિલ-પાવર વાળો હશે. જો વિલ-પાવર છે તો અસફળતા ક્યારેય પણ નહીં થશે. પૂરા વિલનાં અધિકારી નથી બન્યાં ત્યારે વિલ-પાવર નથી આવતી. બાપની પ્રોપર્ટી (મિલકત) અથવા પ્રોસપર્ટી (સમૃદ્ધિ) ને પોતાની પ્રોપર્ટી બનાવવી - એમાં બહુ વિશાળ બુદ્ધિ જોઈએ. બાપ ની પ્રોપર્ટી ને પોતાની પ્રોપર્ટી કેવી રીતે બનાવશો? જેટલી પોતાની બનાવતાં જશો એટલો જ નશો અને ખુશી થશે. તો બાપની પ્રોપર્ટી ને પોતાની પ્રોપર્ટી બનાવવાનું સાધન કયું છે? કે બાપની પ્રોપર્ટી બાપની જ રહેવાં દે? (કોઈ કોઈ એ પોતાનાં વિચાર કહ્યાં) જેમની દિલ સાચી હતી તેમનાં પર સાહેબ રાજી થયાં, ત્યારે તો પ્રોપર્ટી આપી. પ્રોપર્ટી તો આપી દીધી, હવે તેને ફક્ત પોતાની બનાવવાની વાત છે. સર્વિસ અથવા દાન પણ ત્યારે કરી શકશો જ્યારે પ્રોપર્ટી ને પોતાની બનાવી હશે. જેટલી પ્રોપર્ટી હશે એટલું નશા થી દાન કરી શકશો અથવા બીજાની સર્વિસ કરી શકશો. પરંતુ વાત છે પહેલાં પોતાની કેવી રીતે બનાવીએ? પોતાની બની ગઈ પછી બીજાને આપવાથી વધતી જાય છે. આ થઈ પાછળ ની વાત. પરંતુ પહેલાં પોતાની કેવી રીતે બનાવશો? જેટલો-જેટલો જે ખજાનો મળે છે તેનાં ઉપર મનન કરવાથી અંદર સમાય છે. જે મનન કરવા વાળા હશે તેમનાં બોલવામાં પણ વિલ-પાવર હશે. કોઈનાં બોલવામાં શક્તિ નો અનુભવ થાય છે, કેમ? સાંભળો તો બધાં એક સાથે છો. પ્રોપર્ટી તો બધાંને એક જેવી એક જ સમયે સાથે મળે છે. જે મનન કરીને તે આપેલી પ્રોપર્ટીને પોતાની બનાવે છે, તેમને શું થાય છે? કહેવત છે ને - ‘અપની ઘોટ તો નશા ચઢે.’ હમણાં ફક્ત રિપીટ કરવાનો અભ્યાસ છે. મનન કરવાનો અભ્યાસ ઓછો છે. જેટલું-જેટલું મનન કરશો અર્થાત્ પ્રોપર્ટી ને પોતાની બનાવશો તો નશો થશે. તે નશાથી કોઇને પણ સંભળાવશો તો તેને પણ નશો રહેશે. નહીં તો નશો નથી ચઢતો. ફક્ત ભક્ત બની મહિમા કરી લે છે, નશો નથી ચઢતો. તો મનન કરવાનો અભ્યાસ પોતાનામાં પાડતાં જાઓ. પછી સદૈવ એવાં દેખાશો જાણે પોતાની મસ્તી માં મસ્ત રહેવા વાળા છો. પછી આ દુનિયાની કોઈ પણ ચીજ, મૂંઝવણ તમને આકર્ષણ નહીં કરશે, કારણ કે તમે પોતાની મનન ની મસ્તી માં મસ્ત છો. જે દિવસે મનન માં મસ્ત હશો તે દિવસે માયા પણ સામનો નહીં કરે, કારણ કે તમે બિઝી (વ્યસ્ત) છો ને. જો કોઈ બિઝી હોય છે તો બીજું કોઈ જો આવશે તો પણ પાછું જશે. જેમ તે લોકો અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) ચાલ્યાં જાય છે ને. તમે પણ મનન કરવાથી અંદર અર્થાત્ અંડરગ્રાઉન્ડ ચાલ્યાં જાઓ છો. અંડરગ્રાઉન્ડ રહેવાથી બહારનાં બોમ્બસ વગેરેની અસર નથી થતી. એવી રીતે મનન માં રહેવાથી, અંતર્મુખી રહેવાથી બહારમુખતા ની વાતો ડિસ્ટર્બ (હેરાન) નહીં કરે. દેહ-અભિમાન થી ગેરહાજર રહેશો. જેમ કોઇ પોતાની સીટ પર ગેર હાજર હશે તો લોકો પાછાં જશે ને. તમે પણ મનન માં અથવા અંતર્મુખી રહેવાથી દેહ-અભિમાન ની સીટને છોડી દો છો, પછી માયા પાછી જશે, કારણકે તમે અંતર્મુખી અર્થાત્ અંડરગ્રાઉન્ડ છો. આજકાલ અંડરગ્રાઉન્ડ બહુ બનાવતાં જાય છે - સેફટી (સુરક્ષા) માટે. તો તમારાં માટે પણ સેફટી નું સાધન આ જ અંતર્મુખતા છે અર્થાત્ દેહ-અભિમાન થી અંડરગ્રાઉન્ડ. અંડરગ્રાઉન્ડ માં રહેવું સારું લાગે છે! જેને અભ્યાસ નથી હોતો તે થોડો સમય રહી ફરી બહારમુખતા માં આવી જાય છે, કારણ કે અનેક જન્મો નાં સંસ્કાર બહારમુખતા નાં છે. તો અંતર્મુખતા માં ઓછા રહી શકે છે. પરંતુ રહેવાનું નિરંતર અંતર્મુખી છે. અચ્છા.