Search for a command to run...
8 Jun 1971
જીવન નાં માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા - ખોરાક, ખુશી અને ખજાનો
8 June 1971 · ગુજરાતી
જીવનમાં મુખ્ય ત્રણ ચીજોની આવશ્યકતા હોય છે. તે કઈ છે? ભલે લૌકિક જીવન, ભલે અલૌકિક જીવન - બંનેમાં ત્રણ વસ્તુની આવશ્યકતા છે. તે કઈ? એક જોઈએ ખોરાક, બીજી ખુશી અને ત્રીજો ખજાનો. આ ત્રણેય વાતો આવશ્યક છે. ખજાના વગર કાંઈ નથી થતું, ખુશીનાં વગર પણ જીવન નથી અને ખોરાક પણ આવશ્યક છે. તો આ ત્રણેય ચીજો અહીંયા પણ આવશ્યક છે. ખોરાક કોને કહેશો? ખુશી તો થઈ પ્રાપ્તિની, બાકી ખોરાક કયો છે? ખજાનો કયો છે? ખજાનો છે જ્ઞાનનો, ખોરાક છે યાદ થી જે શક્તિ ભરાય છે. જીવનની એનર્જી (શક્તિ) ખોરાક છે. ત્રણેય પ્રાપ્તિઓ થઈ ચૂકી છે કે થઈ રહી છે? ખજાનો પણ પૂરો મળી ગયો છે ને. ખોરાક પણ મળી ગયો છે. ખુશી તો છે જ. અખૂટ ખજાનો મળ્યો છે ને. અચ્છા, એ અખૂટ ખજાનાને બહુ સહજ જો કોઈને ગણતરી કરીને સંભળાવો કે શું-શું મળ્યું છે, તો કેવી રીતે સંભળાવી શકો છો? કોઈને વર્ણન કરીને સંભળાવો તો એવી રીતે સંભળાવો જેથી સહજ રીતે પૂરો ખજાનો આવી જાય. સાગર ને ગાગર માં સમાવીને દેખાડો. ખજાનાનું વર્ણન જરુર ‘એક, બે, ત્રણ…..’ એવું ગણીને સંભળાવશો ને કે આટલો ખજાનો અમારી પાસે છે. અહીંયા પણ ‘એક, બે, ત્રણ, ચાર, પાંચ ……. ની અંદર જ પૂરો ખજાનો ગણીને સંભળાવી શકો છો. ‘એક’ માં બધી વાતો આવી જાય છે. એક બાપ છે, એક જ જ્ઞાન છે. એમ ‘એક’ નું જ વર્ણન કરો તો કેટલી પોઇન્ટસ આવી જશે. ‘બે’ નું વર્ણન કરો તો બે માં પણ કેટલી પોઇન્ટસ છે. ત્રણનું વર્ણન કરો તો પણ કેટલી પોઇન્ટસ છે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ - એમાં જ આખું જ્ઞાન વર્ણન કરી શકો છો. જેમ ખજાના ને આંગળીઓ પર ગણો છો ને. એમ તમે પણ જ્ઞાન ખજાના ને આ પાંચ ગણતરીમાં વર્ણન કરીને સંભળાવી શકો છો. આનો ક્લાસ કરાવજો. પછી જોજો, ૫ ની અંદર બધી પોઇન્ટસ આવી જાય છે. એવું-એવું મંથન કરવું જોઈએ, જેનાથી સહજ પણ થઈ જાય અને એ જ જ્ઞાન રમણીક પણ બની જાય. ૫ માં આખું જ્ઞાન વર્ણન કરીને સંભળાવો. ખજાનાને પણ વર્ણન કરીને સંભળાવવા માટે સહજ રીત આ છે. નાનાં બાળકોને પણ એક, બે, ત્રણ…..એમ શીખવાડો છો ને. તો આ પાંચમાં જ આખાં ખજાનાનું વર્ણન થાય. અને જેટલી વાર ખજાનાનું વર્ણન કરો છો અથવા મનન માં લાવો છો એટલી ખુશી જરુર થાય છે. અને ખજાનાને મનન કરવાથી મગન અવસ્થા ઓટોમેટિકલી (આપોઆપ) થાય છે. ખુશી પણ મળી જાય છે, ખોરાક પણ મળે છે અને ખજાનાની સ્મૃતિ પણ આવી જાય છે. ત્રણેય વાતો સ્મૃતિ માં છે. આ જીવન ને શ્રેષ્ઠ જીવન કહેવાય છે. યાદની યાત્રામાં રહેવાથી કોઈ કરામત આવે છે? (શક્તિઓની પ્રાપ્તિ થાય છે) શક્તિઓની પ્રાપ્તિ ને કરામત કહેવાય? જેમ તે લોકો અનેક અભ્યાસ કરે છે તો તેમનામાં રિદ્ધિ-સિદ્ધિની કરામત આવે છે. આ પ્રાપ્તિ ને કરામત કહેવાય? જે શક્તિનાં આધાર થી તમે કર્તવ્ય કરો છો તેને કરામત કહેવાય? (કરામત નહીં કહીશું) કરામત સમજીને પ્રયોગ નથી કરતાં પરંતુ કર્તવ્ય સમજીને શક્તિનો પ્રયોગ કરો છો. કર્તવ્ય કરવાની તો ફરજ છે. એનાં કારણે સ્વીકાર નથી થતું. અહીંયા કરામતની વાત નથી. આને શ્રીમતનું પ્રેક્ટિકલ કર્તવ્ય સમજીને ચાલો છો. તે મનુષ્યોની પાસે કરામત હોય છે. તમારાં લોકોની બુદ્ધિમાં આવશે શ્રીમત. તો શ્રીમત અને કરામત માં ફરક છે. તમને લોકોને શક્તિઓ પ્રાપ્ત થશે તો સ્મૃતિ માં આવશે - શ્રીમત દ્વારા અથવા આ મતની આ ગતિ પ્રાપ્ત થઈ. કરામત નહીં પરંતુ શ્રીમત સમજશો. કરામત સમજી શક્તિઓનો પ્રયોગ નહીં કરશો, કર્તવ્ય સમજી શક્તિઓનો પ્રયોગ કરશો. શક્તિઓ આવવાની જરુર છે. મુખ થી બોલવાની પણ જરુરત નથી, સંકલ્પ થી કર્તવ્ય સિદ્ધ કરી દેશો. જેમ મુખ દ્વારા કર્તવ્ય સિદ્ધ કરવાનાં અભ્યાસ માં પણ પહેલાં તમારે લોકોએ વધારે બોલવું પડતું હતું ત્યારે સિદ્ધિ મળતી હતી. હવે ઓછું બોલવાથી પણ કર્તવ્ય થાય છે. તો જેમ આ અંતર્યામી તેમ પછી આ પ્રેક્ટિસ (અભ્યાસ) થઇ જશે. તમારો સંકલ્પ કર્તવ્ય ને પૂરું કરશે. સંકલ્પ થી કોઈને બોલાવી શકશો, કોઈને સંકલ્પ થી કાર્યની પ્રેરણા આપશો. આ પણ શક્તિઓ છે પરંતુ તેને કર્તવ્ય સમજી પ્રયોગ કરવાની છે. આ પ્રાપ્તિ શ્રીમત થી થઈ. આ જેમ બટન દબાવવાથી આખો નજારો (દૃશ્ય) ટેલિવિઝન માં આવે છે, તે જ રીતે તમે સંકલ્પ અહીંયા કરશો, ત્યાં તેમની બુદ્ધિમાં ક્લિયર (સ્પષ્ટ) ચિત્ર ખેંચાઇ જશે. એવું કનેક્શન ચાલશે. આ બધી શક્તિઓની પ્રાપ્તિ થશે. આ પ્રાપ્તિ માટે જ્યાં સુધી બુદ્ધિમાં બીજી બધી વાતો સમાપ્ત થાય અને ફક્ત શ્રીમત ની આજ્ઞા જે મળેલી છે તે જ ચાલતી રહે. બીજું કાંઈ પણ મિક્સ ન થાય. વ્યર્થ સંકલ્પ શ્રીમત નથી, તે પોતાની મનમત છે. તો જ્યારે આવી બુદ્ધિ થઈ જાય જેમાં સિવાય શ્રીમતનાં બીજું કાંઈ પણ મિક્સ ન થાય, ત્યારે શક્તિઓ આવશે. નજીક આવી રહ્યાં છો. ગાયન શક્તિઓનું વધારે છે. કર્તવ્ય નાં સંબંધમાં શક્તિઓનું ગાયન વધારે છે. કારણ કે સાકાર માં અંતિમ કર્તવ્ય ની સમાપ્તિ શક્તિઓ દ્વારા છે. એટલે કર્તવ્યની સ્મૃતિ કે યાદગાર પણ શક્તિઓનું વધારે છે. દિન-પ્રતિદિન ભવિષ્ય માં દેવતાઓનાં સ્વરુપ નું પૂજન અથવા યાદગાર ઓછું થતું જશે, શક્તિઓનું પૂજન ગાયન વધતું જશે. ગાયન થતાં-થતાં જ પ્રત્યક્ષ થઇ જશો. અચ્છા.
(નિર્મલ શાંતા દાદી બાપદાદાની સન્મુખ બેઠાં છે) કલકત્તામાં સર્વિસ (સેવા) નું સાધન તો સ્થાપન કરી લીધું છે, પરંતુ જેમ સર્વિસ નાં સાધનની સ્થાપના કરી છે તેમ પાલના નું રુપ હવે વિસ્તાર ને પામવું જોઈએ. કલકત્તા નાં મ્યુઝિયમ દ્વારા બધી આત્માઓને કેવી રીતે શાંતિનું વરદાન પ્રાપ્ત થઈ શકે. કારણ કે કલકત્તા માં અશાંતિ વધારે છે ને. તો એટલો અવાજ ફેલાવો જોઈએ જે ગવર્મેન્ટ સુધી આ અવાજ જાય કે આ સ્થાન દ્વારા શાંતિ સહજ પ્રાપ્ત થઈ શકે છે. ગવર્મેન્ટ દ્વારા શાંતિ-દળ નાં રુપમાં ઑફર થઈ શકે છે. જેમ જેલ વગેરે માં ભાષણ નાં માટે ઑફર કરે છે. કારણ કે પાપાત્મા ને પુણ્યાત્મા બનાવવાનું સાધન છે, ત્યારે નિમંત્રણ આપે છે. એમ જ ક્યાંક અશાંતિ હશે તો આ શક્તિ-દળ શાંતિ-દળ સમજવામાં આવશે. એવી પણ ગવર્મેન્ટ દ્વારા ઑફર થશે, ત્યારે તો આફરીન ગવાશે. એવો કોઈ પ્લાન બનાવો જે ચારે બાજું અવાજ ફેલાય. અશાંતિ ની વચ્ચે આ શાંતિ-દળ સેફટી (સુરક્ષા) નું સાધન છે - એવાં તમે પ્રસિદ્ધ થઈ જશો. જેમ ભઠ્ઠી નાં પ્રોગ્રામ નું ગાયન છે. આગ બળતી હોવા છતાં પણ તે સ્થાન સેફટી નું સાધન રહ્યું. ચારે બાજું આગ હશે પરંતુ આ એક જ સ્થાન શાંતિ નું છે - એવો અનુભવ કરશે. આ જ સ્થાન થી જ અમને સેફટી અથવા શાંતિ મળી શકે છે. આ પાલનાનું કર્તવ્ય વધારો. તે ત્યારે થશે જ્યારે કોઈ એક સ્થાન બનાવો જે વિશેષ (યોગ) અભ્યાસ નું હોય, જેમાં જવાથી જ એવો અનુભવ કરે કે ખબર નહીં અમે ક્યાં આવી ગયાં છીએ. સ્થાન પણ અવસ્થા ને વધારે છે. મધુબન નું સ્થાન જ સ્થિતિ ને વધારે છે ને. તો એવું કોઈ સ્થાન બનાવો જે કોઈ ક્યારેય પણ હેરાન-દુઃખી આત્મા હોય, ચિંતામાં ડૂબેલી હોય તો તે આવવાથી જ મહેસૂસ કરે કે અમે ક્યાં આવ્યાં છીએ. એવો પ્લાન બનાવો. પોતાને સફળતા મૂર્ત સમજો છો? સફળતામૂર્ત બનવા માટે મુખ્ય કયો ગુણ ધારણ કરવાથી સફળતામૂર્ત બની જશો? સફળતા મૂર્ત બનવાનાં માટે મુખ્ય ગુણ જોઈએ સહનશીલતા. સહનશીલતા અને સરળતા કોઇ પણ કાર્ય ને સફળ બનાવી દેશે. જેમ કોઇ ધૈર્યતા વાળો મનુષ્ય સમજી વિચારી ને કાર્ય કરે છે તો સફળતા પ્રાપ્ત થાય છે. તેમ જ સહનશીલ જે હોય છે તે પોતાની જ સહનશીલતા ની શક્તિ થી, કેવાં પણ કઠોર સંસ્કાર વાળા હોય અથવા કેવું પણ કઠિન કાર્ય હોય, તેને શીતળ બનાવી દે છે અથવા સહજ કરી દે છે. સહનશીલતા નો ગુણ જેનામાં હશે તે ગંભીર પણ જરુર હશે. જે ગંભીર હોય છે તે ગહેરાઇ (ઊંડાણ) માં જવાવાળા હોય છે અને જે ગહેરાઇ માં જવા વાળા હોય છે તે કોઈ પણ કાર્યમાં ક્યારેય ગભરાશે નહીં. ગહેરાઇ માં જઈને સફળતા પ્રાપ્ત કરશે. સહનશીલતા વાળા બહારમુખતા નાં વાયબ્રેશન ને જ નહીં, પરંતુ મનનાં સંકલ્પ પણ જે ઉત્પન્ન થાય છે તે સંકલ્પોની ઉત્પત્તિ ને જોઈને પણ ગભરાશે નહીં. પોતાની સહનશીલતા થી સામનો કરશે. અને સહનશીલતા નાં ગુણ વાળાનાં ચહેરા થી શું દેખાશે? જેમાં સહનશીલતા નો ગુણ હોય છે તે ચેહરા થી સદૈવ સંતુષ્ટ દેખાશે. તેમનાં નૈન-ચૈન (હાવ-ભાવ) ક્યારેય પણ અસંતુષ્ટતા નાં નહીં દેખાશે. તો જે સ્વયં સંતુષ્ટમૂર્ત રહે છે તે બીજાઓને પણ સંતુષ્ટ બનાવી દેશે. અને ચાલતાં-ફરતાં તે ફરિશ્તા અનુભવ થશે. સહનશીલતા બહુ મુખ્ય ધારણા છે. જેટલી સહનશીલતા પોતાના માં જોશો એટલું સમજો સ્વયં થી પણ સંતુષ્ટ છો, બીજા પણ સંતુષ્ટ છે. સંતુષ્ટ થવું એટલે સફળતા પામવી. જે કોઈ પણ વાત ને સહન કરી લે છે તો સહન કરવું અર્થાત્ તેની ગહેરાઈ માં જવું. જેમ સાગરનાં તળિયા માં જાય છે તો રત્ન લઈને આવે છે. એમ જ જે સહનશીલ હોય છે તે ગહેરાઇ માં જાય છે, જે ગહેરાઈ થી બહુ શક્તિઓની પ્રાપ્તિ થાય છે. સહનશીલ જ મનન-શક્તિ ને પ્રાપ્ત કરી શકે છે. સહનશીલ જે હોય છે તે અંદર ને અંદર પોતાનાં મનન માં તત્પર રહે છે અને જે મનન માં તત્પર રહે છે તે મગન રહે છે. તો સહનશીલતા બહુ આવશ્યક છે. તેમનો ચહેરો જ ગુણમૂર્ત બની જશે. સહનશીલતા ની ધારણા પર એટલું અટેન્શન રાખવાનું છે. સહનશીલ જ ડ્રામાની ઢાલ પર ઉભો રહી શકે છે. સહનશીલતા નથી તો ડ્રામાની ઢાલ ને પકડવી પણ મુશ્કેલ છે. સહનશીલતા વાળા જ સાક્ષી બની શકે છે અને ડ્રામાની ઢાલ ને પકડી શકે છે. આટલું અટેન્શન આનાં પર છે? સદૈવ કોઇને કોઇ ગુણ સામે જોઈ તેની ગહેરાઈ માં જવાનું છે. જેટલું-જેટલું ગહેરાઈ માં જશો એટલી જ ગુણની વેલ્યુ ની ખબર પડશે અને જેટલી જે ચીજ ની વેલ્યુની ખબર પડે છે એટલો જ દરેક ગુણને ગ્રહણ કરવો અથવા વર્ણન કરવું સહજ છે. પરંતુ એક-એક ગુણની ગહેરાઇ કેટલી છે - એ જે જાણે છે તે જ એટલાં વેલ્યુએબલ બને છે, એમનું જ ગાયન સર્વ ગુણ સંપન્ન નું હોય છે અર્થાત્ ગુણોનાં આધાર પર જ આટલી વેલ્યુ છે. તો જે ગુણોનાં આધારે આટલાં વેલ્યુએબલ બન્યાં, તે એક-એક ગુણની કેટલી વેલ્યુ હશે! એવી ગહેરાઇમાં જવાનું છે અને જેટલી સ્વયં ને વેલ્યુની ખબર હશે એટલું જ બીજાઓને પણ તે વેલ્યુ થી સંભળાવશો. અચ્છા. પોતાને વેલ્યુએબલની લિસ્ટ માં સમજો છો? વેલ્યુએબલ નું મુખ્ય લક્ષણ શું હોય છે?
જેમ બાપદાદાને ત્રિમૂર્તિ કહે છે તેમ આપ એક-એકનાં એક મૂર્ત થી ત્રણ મૂર્ત નાં સાક્ષાત્કાર થાય છે. બાપ તો ત્રણ દેવતાઓનાં રચયિતા હોવાનાં કારણે ત્રિમૂર્તિ કહેવાય છે. પરંતુ તમારાં એક-એક નાં મૂર્ત થી ત્રણ મૂર્તનાં સાક્ષાત્કાર થાય છે? એ ત્રણ મૂર્ત કઈ છે? શક્તિઓ દ્વારા કઈ ત્રણ મૂર્તિઓનાં સાક્ષાત્કાર થાય છે? તમારાં લોકો દ્વારા હમણાં ત્રણ કર્તવ્ય થાય છે. અનેક આત્માઓની અંદર દૈવી સંસ્કારોની રચના અથવા સ્થાપના કરાવો છો. તો આ સ્થાપના નું કાર્ય પણ કરો છો. અને કેટલીક આત્માઓનાં સંસ્કાર એવાં છે જે થોડાં નિર્બળ છે. પોતાનાં સંસ્કારો નું પરિવર્તન નથી કરી શકતાં અથવા પોતાનાં સંસ્કારો ને સેવામાં નથી લગાવી શકતાં, તેમને મદદ આપી આગળ વધારવાં - આ છે પાલના. પાલના માં નાના થી મોટા કરવાનું હોય છે. અને પછી કેટલીક આત્માઓ જે પોતાની શક્તિ થી જૂનાં સંસ્કારો ને મટાવી નથી શકતી, તેમનાં પણ મદદગાર બની તેમનાં વિકર્મો નો નાશ કરવામાં મદદગાર બનો છો. ત્રણેય કર્તવ્ય ચાલી રહ્યાં છે. આ ત્રણ કર્તવ્યો નાં માટે ત્રણ મૂર્ત કઈ છે? જે સમયે કોઈ આત્મામાં નવાં દૈવી સંસ્કારોની રચના કરાવો છો, તે સમયે બનો છો જ્ઞાનમૂર્ત્ત. અને જે સમય પાલના કરાવો છો તો તે સમયે રહેમ અને સ્નેહ બંને મૂર્તિ ની આવશ્યકતા છે. જો રહેમ નથી આવતો તો સ્નેહ પણ નથી. તો પાલના નાં સમયે એક રહેમદિલ અને સ્નેહમૂર્ત. અને જે સમયે કોઈનાં જૂનાં સંસ્કારો નો નાશ કરાવો છો તે સમયે શક્તિ-સ્વરુપ અને બીજું રોબનાં બદલે રુહાબમાં. જ્યાં સુધી રુહાબ માં નથી રહેતાં ત્યાં સુધી તેમનાં વિકર્મો નો વિનાશ નથી કરાવી શકતાં. જેમ અજ્ઞાન-કાળમાં કોઈની બુરાઈ છોડાવવાં માટે રોબ રખાય છે. અહીંયા રોબ તો નહીં પરંતુ રુહાબ માં રહેવું પડે છે. જો રુહાબ માં નહીં રહો તો તેમનાં જૂનાં સંસ્કારો નો નાશ નહીં કરાવી શકો. શક્તિ રુપમાં વિશેષ આ રુહાબ ની ધારણા કરો છો. આ ગુણો દ્વારા આ ત્રણ કર્તવ્ય કરો છો. કોઈમાં જો રુહાબની કમી છે તો પાલના કરી શકો છો પરંતુ તેમનાં સંસ્કારો ને નાશ નથી કરી શકતાં. ફક્ત તરસ અને સ્નેહ છે તો વિનાશ કરાવવાનું કર્તવ્ય નથી. સ્નેહ, રહેમ નથી તો પાલનાનું કર્તવ્ય નથી. રુહાબ વધારે છે પરંતુ રહેમ ઓછો છે તો પાલના માં એટલાં મદદગાર નથી, પરંતુ કોઈનાં વિકર્મો નો નાશ કરાવવામાં મદદગાર છો. અને પછી નૉલેજફુલ નથી તો નવાં સંસ્કારોની રચના નથી કરાવી શકતાં. કોઈમાં કયો વિશેષ ગુણ છે, કોઈમાં કયો વિશેષ ગુણ છે. પરંતુ જોઈએ ત્રણેય. જો ત્રણેય માં પ્રેક્ટિકલ માં સમાનતા છે તો પછી સફળતા બહુ જલ્દી મળે છે. નહીં તો કોઈ વાતની કમી હોવાનાં કારણે જે સંપૂર્ણ સફળતા હોવી જોઈએ અને જલ્દી થવી જોઈએ તેમાં સમય લાગી જાય છે. તો હવે લક્ષ્ય એ રાખવાનું છે કે ત્રણેય કર્તવ્ય કરવા માટે આ મુખ્ય ગુણ મૂર્ત બનવાનું છે. એમાં કમી ન રહે. પછી સમય ને નજીક લાવશો. આ સમાનતા લાવવાની છે, જે બાપ માં સર્વ ગુણોની સમાનતા છે. હમણાં કોઈમાં કયો ગુણ, કોઈમાં કઈ વિશેષતા છે. ફરક છે ને.
બાપદાદા કઈ ગિફ્ટ આપવાં આવ્યાં છે? નિરાકાર બાપની ગિફ્ટ કઈ છે અને સાકાર ની ગિફ્ટ કઈ છે? બંને ગિફ્ટ મળી છે? બંનેની ગિફ્ટ એક જ છે કે અલગ-અલગ છે? ગિફ્ટ તો બધાંને મળી છે. બાપ અને દાદા દ્વારા ગિફ્ટ મળે છે. જે સર્વ આત્માઓ પ્રતિ ગિફ્ટ છે સ્વર્ગનું રાજ-ભાગ, તે તો બધાંને મળે જ છે પરંતુ જે અનન્ય બાળકો સ્નેહી અથવા સર્વ કાર્ય માં સહયોગી બને છે તેમને પછી પોત-પોતાની ગિફ્ટ મળે છે બંને દ્વારા. સાકાર બાપદાદા દ્વારા એક જ વિશેષ ગિફ્ટ કઈ મળી છે, જે સ્નેહી અને સહયોગી રત્નો ને જ મળે છે. તે સ્વર્ગની ગિફ્ટ તો વરદાનમાં મળે છે. સાકાર અને નિરાકાર દ્વારા દરેક ને સ્પેશ્યલ (ખાસ) વરદાન પણ મળ્યાં છે અને ગિફ્ટ પણ મળી છે. કેટલાંક એવાં વરદાન દરેક ને પોત-પોતાનાં મળેલાં છે જે વગર મહેનતે વરદાન દ્વારા સફળતા ને મેળવતાં રહે છે. વરદાન તો પોત-પોતાનાં જાણો છો. કોઈને કોઈ વિશેષ શક્તિનું વરદાન મળેલું છે, કોઈને કોઈ વિશેષ શક્તિનું વરદાન મળેલું છે. તે વરદાનો નો અનુભવ પણ દરેક કરે છે. કોઈને સર્વ નાં સદા સહયોગી બનવાનું પણ વરદાન મળે છે, કોઈને સર્વનાં સ્નેહી બનવાનું વરદાન મળે છે. કોઈને સર્વનાં સંબંધમાં આવવાનું વરદાન મળે છે, કોઈને કોઈ પણ સમસ્યા આવે તેનો સામનો કરવાની શક્તિ નું પણ વરદાન મળે છે. તો દરેક ને પોત-પોતાનું વરદાન પણ મળેલું છે. પરંતુ સાથે-સાથે ગિફ્ટ પણ મળેલી છે. એક-એક ની અંદર જોશો તો સર્વ શક્તિઓ માંથી એક શ્રેષ્ઠ શક્તિ વરદાન રુપમાં પ્રાપ્ત છે, જેનાં માટે મહેનત નથી કરવી પડતી, નેચરલ પ્રાપ્તિ છે. એક-બીજાનાં સંપર્કમાં આવવાથી અનુભવ થાય છે. જેમ એક-બીજાનાં ગુણોનું વર્ણન કરો છો તેમ દરેક નાં વરદાનની પણ ખબર પડી જાય છે. પરંતુ જે પણ પર્સનલ (વ્યક્તિગત) ગિફ્ટ હોય છે તેનાથી વિશેષ સ્નેહ રહે છે. તે કઈ ગિફ્ટ છે? એ વિચારજો અને બીજું એ વિચારજો કે પર્સનલ ગિફ્ટ ને સદૈવ કાયમ રાખવા માટે વિશેષ કઈ વાતનું અટેન્શન રાખવાની આવશ્યકતા છે? અમૃતવેલા આનાં પર વિચાર સાગર મંથન કરજો.
યાદની યાત્રા થી આત્મામાં વિલ-પાવર આવે છે. જેટલી-જેટલી વિલપાવર ધારણ કરશો એટલી બુદ્ધિ ને જ્યાં ઈચ્છો, જેટલો સમય ઈચ્છો એટલી લગાવી શકો છો. વિલ-પાવર કેવી રીતે આવી શકે છે. (વિલ કરવાથી) વિલ કરવાની નિશાની પોતાની વિલ પાવર થી સમજી શકો છો? સર્વ શક્તિઓ ને વિલ કરી તો બાપ સર્વ શક્તિઓ વિલ કરી દે છે. સર્વશક્તિવાન સાથી બની ગયાં અને સર્વ શક્તિઓ સાથી બની ગઈ, તો પછી વિજય જ વિજય છે. ભક્તિમાર્ગ માં પણ કોઈ કાર્ય કરે છે તો સમજે છે - શું ખબર પૂરું થાય કે ન થાય. એટલે ભગવાન ની ઉપર છોડી દે છે કે - “હેં ભગવાન! આપનું કાર્ય આપ જ જાણો.” તો આ જે ભક્તિમાર્ગ માં સંસ્કાર ભર્યા છે તે હવે પ્રેક્ટિકલ કર્યા છે. ભક્તિમાર્ગ માં કહેવા માત્ર હતું. અહીંયા જ્ઞાનમાર્ગ માં કર્યુ છે. જ્ઞાનમાર્ગ માં કરવાની શક્તિ, ભક્તિમાર્ગ માં કહેવાની શક્તિ. રાત દિવસ નો ફરક છે. - અચ્છા.
\\
જેમાં સહનશીલતાનો ગુણ હોય છે તે ચેહરા થી સદૈવ સંતુષ્ટ દેખાશે. તેમનાં નૈન-ચૈન ક્યારેય પણ અસંતુષ્ટતાનાં નહીં દેખાશે. તો જે સ્વયં સંતુષ્ટમૂર્ત રહે છે તે બીજાઓને પણ સંતુષ્ટ બનાવી દેશે. અને ચાલતાં-ફરતાં તે ફરિશ્તા અનુભવ થશે. સંતુષ્ટ થવું એટલે સફળતા પામવી.