Search for a command to run...
20 Sept 1971
રુહાની સ્નેહી બનો
20 September 1971 · ગુજરાતી
વ્યક્ત થી અવ્યક્ત થવામાં કેટલો સમય લાગે છે? તમે કોઈ ને અજ્ઞાની થી જ્ઞાની કેટલાં સમય માં બનાવી શકો છો? હમણાંની સ્ટેજ પ્રમાણે કેટલાં સમય માં બનાવી શકો છો? પોતાનાં માટે શું સમજો છો, કેટલાં સમયમાં બનાવી શકો છો? બનવા વાળાની વાત બીજી રહી, પરંતુ જે બનવા વાળા સારાં છે, તેમને તમે તમારાં પાવર અનુસાર કેટલાં સમય માં બનાવી શકો છો? હમણાં પોતાની સ્પીડ ની ખબર તો હોય છે ને. સમય પ્રમાણે હમણાં અજ્ઞાની ને જ્ઞાની બનાવવામાં થોડો સમય લાગે છે. તે પણ એટલે, કારણ કે બનાવવા વાળા પોતાને અવ્યક્ત રુપ બનાવવામાં હમણાં સુધી ખુબ સમય લઇ રહ્યાં છે. જેમ-જેમ બનાવવા વાળા સ્વયં એક સેકન્ડ માં વ્યક્ત થી અવ્યક્ત રુપમાં સ્થિત થવાનાં અભ્યાસી બનતાં જશે, તેમ જ બનવા વાળાને પણ એટલાં જલ્દી બનાવી શકશે. કોઈ દેવતા ધર્મની આત્મા ન પણ હોય, પરંતુ એક સેકન્ડ માં કોઈને મુક્તિ, કોઈને જીવનમુક્તિ નું વરદાન આપવાનાં નિમિત્ત બની જશે. સર્વ આત્માઓને મુક્તિ નું વરદાન આપ બ્રાહ્મણો દ્વારા જ પ્રાપ્ત થવાનું છે. જેમ મશીનરી માં કોઈ ચીજ નખાય છે તો જે, જે તરફ જવાની ચીજ હોય છે તે એ રુપમાં અને તે જ તરફ ઓટોમેટિકલી (આપોઆપ) એક સેકન્ડ માં બનતી જાય છે અને નીકળતી જાય છે, કારણ કે મશીનરીની સ્પીડ તેજ હોવાનાં કારણે એક સેકન્ડ માં જે જ્યાંની હોય છે, ત્યાંની થઈ જાય છે. જેને જે રુપ લેવાનું હોય છે તે રુપ લેતાં જાય છે. આ રુહાની મશીનરી પછી કમ (ઓછી) છે શું? આ મશીનરી દ્વારા તમે એક સેકન્ડ માં મુક્તિ વાળાને મુક્તિ, જીવનમુક્તિ વાળાને જીવનમુક્તિ નું વરદાન નથી આપી શકતાં? જ્યારે કે તમે છો જ મહાદાની અને મહાજ્ઞાની, મહાયોગી પણ છો, જ્યારે કે લખો પણ છો એક સેકન્ડમાં પોતાનો જન્મસિધ્ધ અધિકાર પ્રાપ્ત કરી શકો છો, શું એમ જ લખો છો કે બોલો છો? યથાર્થ વાત છે ત્યારે તો લખો કે બોલો છો ને. તો એક સેકન્ડમાં આત્મા ને મુક્તિ, જીવનમુક્તિ નો માર્ગ દેખાડી શકો છો કે વરદાન આપી શકો છો ને. વરદાન ને પ્રાપ્ત કરાવવાનાં, પોતાને વરદાન દ્વારા ભરપૂર બનાવવા તે બીજી વાત છે, પરંતુ તમે તો વરદાન આપી શકો છો ને. એક સેકન્ડ નાં વરદાનીમૂર્ત છો? પોતાને એક સેકન્ડ માં વ્યક્ત થી અવ્યક્ત બનાવી શકો છો? કેટલાં સમય માટે? અલ્પકાળ માટે બનાવી શકો છો, તેનાં કારણે જ બનવા વાળાને પણ અલ્પ સમય નો નશો, અલ્પ સમય ની ખુશી થાય છે. તે અલ્પ સમય માટે પરિવર્તન માં આવે છે. જેમ બનાવવા વાળા માસ્ટર રચયિતા, તેવી રીતે જ રચના પણ એવી જ હમણાં સુધી બની રહી છે. જેમ તમે લોકો બાપ થી અલ્પ સમય માટે રુહ-રુહાન કરો છો, મિલન નો, મગન નો, ગુણો નો, સ્વરુપ નો અનુભવ કરો છો, એમ જ રચના પણ અલ્પકાળનાં માટે તમારાં લોકોની મહિમા કરે છે, અલ્પ સમયનાં માટે મળવા-કરવાનો સંબંધ રાખે છે. અલ્પ સમય માટે પોતે અનુભવ કરે છે, ગુણગાન કરે છે કે ક્યારેક-ક્યારેક આ પ્રાપ્ત થયેલાં અનુભવનું વર્ણન કરે છે. તો તેનું કારણ કોણ? મિટિંગ માં અનેક કારણ ને મટાડવાનો પ્રોગ્રામ બનાવ્યો? જો આ કારણનું નિવારણ કરી લો તો બીજાં બધાં કારણ એવાં સમાપ્ત થઈ જશે જાણે કે હતાં જ નહીં. તો મૂળ કારણ આ જ છે. સદા બાપનાં સ્નેહ અને સહયોગ માં રહેવાથી સર્વ આત્માઓ તમારાં સ્નેહ માં સહયોગી સ્વતઃ જ બની જશે. સંભળાવ્યું હતું ને કે આજે આત્માઓને સર્વ અલ્પકાળનાં સુખ-શાંતિનાં સાધન છે પરંતુ સાચ્ચો સ્નેહ નથી. સ્નેહની ભૂખી આત્માઓ છે. અન્ન અને ધન શરીર ની તૃપ્તિનાં સાધન છે, પરંતુ આત્માની તૃપ્તિ રુહાની સ્નેહ થી થઈ શકે છે. તે પણ અવિનાશી હોય. તો સ્નેહી જ સ્નેહ નું દાન આપી શકે છે. જો સ્વયં પણ સદા સ્નેહી નહીં હશે તો અન્ય આત્માઓને પણ સદાકાળનો સ્નેહ નથી આપી શકતાં. એટલે સદા સ્નેહી બનવાથી, સ્નેહી સ્નેહમાં આવીને સ્નેહીનાં પ્રતિ બધું ન્યોછાવર કે અર્પણ કરી જ દે છે. સ્નેહી ને કાંઈ પણ સમર્પણ કરવા માટે વિચારવું કે મુશ્કેલ થવાનું હોતું જ નથી. તો આટલી જે બહુ વાતો સાંભળો છો, બહુ મર્યાદાઓ કે નિયમ સાંભળતાં-સાંભળતાં આ પણ વિચારવા લાગો છો કે આટલુ બધું કરવું પડશે, પરંતુ આ બધું કરવા માટે સૌથી સહજ યુક્તિ કે સર્વ કમજોરીઓથી મુક્તિની યુક્તિ આ જ છે કે ‘સદા સ્નેહી બનો’. જેમનાં સ્નેહી છો, તે સ્નેહી નાં નિરંતર સંગ થી રુહાનિયત નો રંગ સહજ જ લાગી જાય છે.
જો એક-એક મર્યાદા ને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરશો તો ક્યાંક મુશ્કેલ ક્યાંક સહજ લાગશે અને આ જ પ્રેક્ટિસમાં કે આ જ કમજોરી ને ભરવામાં જ સમય વીતી જશે. એટલે હવે એક સેકન્ડ માં મર્યાદા પુરુષોત્તમ બનો. કેવી રીતે બનશો? ફક્ત સદા સ્નેહી બનવાથી. બાપનાં સદૈવ સ્નેહી બનવાથી, બાપ દ્વારા સદા સહયોગ પ્રાપ્ત થવાથી મુશ્કેલ વાત સહજ થઈ જાય છે. જે સદા સ્નેહી હશે તેમની સ્મૃતિ માં પણ સદા સ્નેહ જ રહે છે, તેમની સૂરત થી સદા સ્નેહની મૂર્ત પ્રત્યક્ષ દેખાય છે. જેમ લૌકિક રીતે પણ જો કોઈ આત્મા કોઈ આત્માનાં સ્નેહ માં હોય છે તો તરત જ જોવા વાળા અનુભવ કરે છે કે આ આત્મા કોઈનાં સ્નેહમાં ખોવાયેલી છે. તો શું રુહાની સ્નેહ માં ખોવાયેલી આત્માઓની સૂરત સ્નેહી મૂર્ત ને પ્રત્યક્ષ નહીં કરશે? એમનાં દિલનો લગાવ સદૈવ તે સ્નેહી થી લાગેલો રહે છે. તો એક જ તરફ લગાવ હોવાથી અનેક તરફનો લગાવ સહજ જ સમાપ્ત થઈ જાય છે. બીજું તો શું પરંતુ સ્વયં ને સ્વયંનો લગાવ અર્થાત્ દેહ-અભિમાન, સ્વયં સ્વયંની સ્મૃતિ થી પણ સદૈવ સ્નેહી ખોવાયેલાં હોય છે. તો સહજ યુક્તિ કે વિધિ જ્યારે થઈ શકે છે, તો કેમ નહીં સહજ યુક્તિ, વિધિ થી પોતાની સ્ટેજ ની સ્પીડ માં વૃદ્ધિ લાવતાં! સદા સ્નેહી ,એક સર્વશક્તિમાન નાં સ્નેહી હોવાનાં કારણે સર્વ આત્માઓનાં સ્નેહી સ્વતઃ બની જાય છે. આ રાઝ (રહસ્ય) ને જાણવાથી રાઝયુક્ત, યોગયુક્ત કે દિવ્ય ગુણો થી યુક્તિયુક્ત બનવાનાં કારણે રાઝયુક્ત આત્મા સર્વ આત્માઓને પોતે પોતાથી સહજ જ રાજી કરી શકે છે. જ્યારે રાઝયુક્ત નથી થતાં, ત્યારે કોઈને રાજી નથી કરી શકતાં. જો તેમની સૂરત કે સાઝ દ્વારા તેમનાં મનનાં રાઝ ને જાણી જાઓ છો, તો સહજ જ તેમને રાજી કરી શકો છો. પરંતુ ક્યાંક-ક્યાંક સૂરત ને જોતાં, સાઝ ને સાંભળતાં તેમનાં મનનાં રાઝ ને ન જાણવાનાં કારણે અન્ય ને હમણાં પણ નારાઝ કરો છો કે સ્વયં નારાઝ થાઓ છો. સદા સ્નેહીનાં રાઝ ને જાણી રાઝયુક્ત બનો. અચ્છા. ભવિષ્યમાં વિશ્વનાં માલિક બનવાનું છે, આ તો ખબર છે ને. પરંતુ હમણાં શું છો? હમણાં વિશ્વનાં માલિક છો કે સેવાધારી છો? અચ્છા.